મેટમૉર્ફોસીસ/૧: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| ૧ | }} {{Poem2Open}} ગ્રેગોર સામસાએ એક સવારે અસ્વસ્થ કરી મૂકે એવાં...")
 
No edit summary
 
Line 32: Line 32:
પરંતુ ગ્રેગોરના શરૂઆતના થોડા શબ્દો સાંભળીને જ મુખ્ય કારકુને પાછાં ડગલાં ભર્યાં અને ખભા ઉલાળીને, હોઠ ખુલ્લા રાખીને તેની સામે તાક્યા કર્યું. ગ્રેગોર વાતો કરી રહૃાો હતો ત્યારે તે સ્થિર ઊભો ન રહૃાો. પોતાની આંખો ગ્રેગોરની સામે ને સામે તાકીને ધીમે ધીમે બારણા તરફ તે સરી રહૃાો; આ ઓરડો ત્યજી દેવાની કોઈ રહસ્યમય આજ્ઞાને વશ થતો હોય તેમ એક સાથે જરા જરા ડગ ભર્યાં; હોલની લગોલગ પહોંચી ગયો અને બેઠકખંડમાંથી બહાર જવા માટે જે ઝડપથી છેલ્લું ડગ ભર્યું તે જોઈને એમ જ લાગે કે તેના પગનું તળિયું દાઝી ગયું હોવું જોઈએ. એક વાર જ્યાં તે હોલમાં આવી ગયો એટલે દાદર તરફ જમણો હાથ લંબાવ્યો, જાણે કોઈ અતિ માનુષી શક્તિ તેને મુક્તિ અપાવવા ઊભી ન હોય!

ગ્રેગોરને ખ્યાલ આવી ગયો કે જો કંપનીમાં મારા સ્થાનને યથાવત્ રાખવું હોય તો મુખ્ય કારકુનને આવી માનસિક હાલતમાં તો જવા ન જ દેવાય. તેના માબાપને આ વાતનો બરાબર ખ્યાલ આવ્યો ન હતો; તેમણે તો આ વરસો દરમિયાન માની જ લીધું હતું કે આ કંપનીમાં ગ્રેગોર કાયમી થઈ ચૂક્યો છે અને તે ઉપરાંત તેઓ પોતાની નાની નાની ચંતાિઓમાં એવા વ્યસ્ત હતા કે આવી દીર્ઘ દૃષ્ટિ તેમણે ગુમાવી દીધી હતી. છતાં ગ્રેગોરમાં આ દૃષ્ટિ હતી. મુખ્ય કારકુનને રોકી રાખવો જોઈએ, તેને શાંત પાડવો જોઈએ, તેને ખાત્રી કરાવવી જોઈએ અને તેનું હૃદય જીતી લેવું જોઈએ; ગ્રેગોરના અને તેના કુટુંબના સમગ્ર ભવિષ્યનો આધાર તેના ઉપર હતો. અત્યારે જો તેની બહેન હોત તો! એ બુદ્ધિશાળી હતી; ગ્રેગોર જ્યારે ચત્તોપાટ સૂતેલો હતો ત્યારે તે રડતી હતી. એટલે સ્ત્રીઓ પ્રત્યે પક્ષપાત ધરાવતા મુખ્ય કારકુનને એ સમજાવી શકી હોત; તેણે મકાનનો આગલો દરવાજો બંધ કરી દીધો હોત અને હોલમાં ઊભા રાખીને એનો ભય દૂર કરી આપ્યો હોત પણ એ ત્યાં હતી નહિ અને આખી પરિસ્થિતિ તેણે એકલે હાથે સંભાળવાની હતી. હલનચલન કરવા માટે તેની પાસે કયા પ્રકારની શક્તિઓ છે એનો બરાબર ખ્યાલ હજુ આવ્યો ન હતો. તેની ભાષા સમજાશે કે નહીં તે વાત ભૂલી જઈને તેણે બારણું ખૂલવા દીધું; ખુલ્લી જગ્યામાંથી તેણે શરીરને ધકેલ્યું અને બંને હાથ વડે કઠેડાને કઢંગી રીતે પકડીને ઊભા રહેલા મુખ્ય કારકુનની દિશામાં તેણે ચાલવા માંડ્યું. પણ તેને ટેકાની જરૂર હતી એટલે જરા ચીસ પાડીને ઘણા બધા પગ ઉપર જ પડી ગયો. તે હજુ નીચે અડ્યો ન હતો ત્યાં તેને આ સવારે પહેલી વખત થોડો કરાર વળ્યો; તેના પગ નીચે બરાબર નક્કર ધરતી હતી. તેણે આનંદથી જોયું કે પગ ઉપર તેનો પૂરેપૂરો અંકુશ હતો; તે જે દિશામાં જવા ચાહે તે દિશામાં તેને લઈ જવા તે સમર્થ હતા; આ બધી જ યાતનાઓનો અંત હવે હાથવેંતમાં છે એમ માની લેવાની તૈયારીમાં તે હતો. પણ જે વખતે તે જમીન પર આવી પડ્યો હતો અને હલનચલન કરવાની ઊંડી ઊંડી ઇચ્છાથી આનંદિત થઈ રહૃાો હતો ત્યારે ઢગલો થઈ પડેલી તેની મા એકદમ ઊભી થઈ ગઈ; તે એનાથી બહુ દૂર ન હતો, ખરેખર તો એની બરાબર સામે જ હતો; તેણે હાથ લંબાવ્યા અને ચીસ પાડી : ‘બચાવો, અરે ભગવાન, બચાવો.’ તેણે ગ્રેગોરને સરખી રીતે જોવા માટે જાણે માથું નમાવ્યું; અને ખરેખર તો તે અસ્વસ્થતાથી પાછાં પગલાં માંડી રહી હતી; તેની પાછળ સજાવેલું ટેબલ છે એ વાત તે ભૂલી ગઈ અને શૂન્યમનસ્ક થઈ ગઈ હોય એ રીતે તે જ્યારે ટેબલને અથડાઈ પડી ત્યારે એના પર બેસી ગઈ; એ કારણે કોફીની મોટી કિટલી આડી પડી ગઈ અને એમાંથી કોફી ઢોળાઈને જાજમ પર પડી તેનો પણ ખ્યાલ આવ્યો નહીં.

ગ્રેગોર ધીંમા સાદે બોલ્યો : ‘મા, મા.’ તેની સામે જોયું, ઘડીભર માટે તો મુખ્ય કારકુનનો વિચાર તેના મનમાંથી નીકળી ગયો; ઊલટ, ક્રીમવાળી કોફી જોઈને તે પોતાનાં જડબાં હલાવવાની લાલચ રોકી ન શક્યો. એને કારણે તેની માએ ફરીથી ચીસ પાડી, તે ટેબલ આગળથી દૂર ખસી ગઈ અને તેને ઝાલવા આવી રહેલા ગ્રેગોરના બાપાની બાથમાં આવી ગઈ. પરંતુ હવે ગ્રેગોર પાસે તેના માબાપ માટે સમય ન હતો; મુખ્ય કારકુન દાદર પાસે પહોંચી ગયો હતો. ઝરુખા પર હડપચી રાખીને તે છેલ્લી વાર પાછળ વળીને જોઈ રહૃાો હતો. તેને પકડી પાડવાના આશયથી ગ્રેગોરે કૂદકો માર્યો; મુખ્ય કારકુનને તેના આ આશયની જાણ થઈ ગઈ હોવી જોઈએ કારણ કે તે ઉતાવળે પગથિયાં કુદાવતો અદૃશ્ય થઈ ગયો. તે હજુ પણ ‘ઊંહ..’ બોલી રહૃાો હતો અને આખા દાદર પર તેના પડઘા પડતા હતા. અત્યાર સુધી તેના બાપા પ્રમાણમાં સ્વસ્થ રહૃાા હતા પરંતુ દુર્ભાગ્યે મુખ્ય કારકુનની આ પીછેહઠ જોઈને તેઓ તેની પાછળ દોટ મૂકવાને બદલે અથવા તેને પકડવા જઈ રહેલા ગ્રેગોરના માર્ગમાં અવરોધરૂપ ન બને એ જોવાને બદલે મુખ્ય કારકુન જે ખુરશી ઉપર લાકડી, હૅટ અને ઓવરકોટ ભૂલી ગયો હતો ત્યાંથી ડાબા હાથે છાપું લીધું અને તેમણે પગ પછાડવા માંડ્યા; લાકડી અને છાપા વડે તેઓ ગ્રેગોરને એના ઓરડામાં પાછો ધકેલી દેવા મથ્યા. ગ્રેગોરે પોતાનું માથું નમાવી નમાવીને આજીજીઓ કરી, તેની કોેઈ આજીજી સમજાઈ જ નહીં અને તેઓ જમીન પર જોરજોરથી પોતાના પગ પછાડવા લાગ્યા. તેના બાપાની પાછળ તેની માએ ભયાનક ઠંડી હોવા છતાં એક બારી ખોલી નાખી અને બંને હાથ વડે મોં ઢાંકી દઈને તેણે માથું બહાર કાઢ્યું. શેરીમાંનો કાતિલ પવન દાદર પર ફરી વળ્યો; બારીના પડદા ફરફરવા માંડ્યા; ટેબલ પરનાં છાપાં ઊડવા લાગ્યાં; છૂટાં પાનાં જમીન પર પથરાઈ ગયાં. ગ્રેગોરના બાપાએ નિર્દયતાથી એને ધકેલ્યો, આદિવાસીની જેમ તે ‘સિસ... સિસ...’ કરવા લાગ્યા. પરંતુ ગ્રેગોરને પાછાં પગલાં ભરવાની કશી ફાવટ જ ન હતી એટલે તેણે તોે મંદ ગતિએ ડગ ભર્યાં. જો તેને પાછળ મોં ફેરવવાની તક મળે તો તરત જ પોતાના ઓરડામાં જઈ શકાય; પણ આમ કરવા જતાં સમય લાગે અને એનાથી એના બાપા વધુ ચિડાઈ જાય અને ગમે ત્યારે હાથમાંની લાકડી વડે પીઠ પર કે માથા ઉપર જીવલેણ ફટકા મારી બેસે તેની તેને બીક લાગી. જોકે અંતે તેની પાસે કશો રસ્તો રહૃાો નહીં કારણ કે તેણે ભયાનક આઘાત અનુભવતાં જોયું કે પાછાં ડગ ભરતી વખતે તે પોતાની ધારી દિશા ઉપર અંકુશ રાખી શકતોે ન હતો; અને એટલે ખભા પાછળથી તેના બાપા ઉપર સતત ચાંપતી નજર રાખતા તેણે શક્ય તેટલી ઝડપથી પાછળ ફરવાનો પ્રયત્ન કર્યો પણ એ બહુ મંદ ગતિએ થઈ રહૃાું હતું. કદાચ તેના બાપાને ગ્રેગોરના સારા આશયનો ખ્યાલ આવી ગયો હતો કારણ કે તેઓ હવે દખલગીરી કરતા ન હતા; માત્ર દૂરથી જ લાકડીના ઇશારે તેને અવારનવાર તેના પ્રયત્નમાં મદદ કરતા હતા. માત્ર તેઓે જો પેલો સિસ...સિસ... અવાજ બંધ કરી દે તોે કેટલું સારું. એ અવાજ ગ્રેગોરના માથાને ભમાવી દેતો હતો. તે લગભગ પાછો વળી ગયો હતો અને ત્યારે જ પેલા સિસકારાએ એને એવો ચકરાવી દીધો કે તે ફરી ખોટી દિશામાં ઘૂમ્યો, પણ છેવટે તેનું માથું બરાબર આગળ આવી ગયું ત્યારે તેને લાગ્યું કે તેનું પહોળું શરીર આટલી ખુલ્લી જગ્યામાંથી પસાર થઈ નહીં શકે. ગ્રેગોર અંદર દાખલ થઈ શકે એટલા માટે બીજું બારણું ખોલવું જોઈએ એવો વિચાર તેના બાપાને આવે એવી માનસિક સ્થિતિ તેમની ન હતી. તેમના મનમાં તો એક જ વિચાર ઘૂમરાતો હતો અને તે જેમ બને તેમ જલદી ગ્રેગોરને એના ઓરડામાં ધકેલી દેવાનો. ગ્રેગોર ઊભો થાય અને બારણામાં થઈને અંદર જાય એ માટે બધી તૈયારીઓ કરીને યાતનાઓ વેઠે એવું તેમણે ઇચ્છ્યું નહીં હોય. કદાચ ગ્રેગોરની સામે હવે બીજો કોઈ અંતરાય નથી એમ માનીને તેને ધકેલવા વધુ મોટેથી તેઓ અવાજો કરી રહૃાા હતા; પણ ગ્રેગોરની પાછળથી આવતો અવાજ તેને માત્ર બાપાનો લાગતો ન હતો; એ કંઈ મજાક ન હતી; અને જે થવાનું હોય તે થાય એમ માનીને ગ્રેગોરે બારણામાં પોતાની જાતને ધક્કેલી, તેના શરીરનું એક પડખું ઊંચું થયું; બારણાના એક ખૂણે તે ઘસાયો; તેની એક બાજુની કમરે ઉઝરડા પડ્યા; સફેદ બારણા પર ગંદા ડાઘ દેખાયા; તરત જ એ ફસાઈ ગયોેે; પોતાની જાતે તે કશું હલનચલન કરી શકે એમ ન હતો. એક બાજુના પગ હવામાં ધ્રૂજવા લાગ્યા; બીજી બાજુના પગ જમીન પર કચડાઈ ગયા. તેના બાપાએ પાછળથી જ્યારે જોરથી ધક્કો માર્યો ત્યારે જાણે એને મુક્તિ જ મળી હતી અને એ પોતાના ઓરડામાં દૂર ફંગોળાઈ ગયો અને લોહીલુહાણ થઈ ગયો. લાકડી વડે તેનું બારણું ધડામ્ કરતંુ વસાઈ ગયું અને છેવટે શાંતિ પ્રસરી ગઈ.
ગ્રેગોર ધીંમા સાદે બોલ્યો : ‘મા, મા.’ તેની સામે જોયું, ઘડીભર માટે તો મુખ્ય કારકુનનો વિચાર તેના મનમાંથી નીકળી ગયો; ઊલટ, ક્રીમવાળી કોફી જોઈને તે પોતાનાં જડબાં હલાવવાની લાલચ રોકી ન શક્યો. એને કારણે તેની માએ ફરીથી ચીસ પાડી, તે ટેબલ આગળથી દૂર ખસી ગઈ અને તેને ઝાલવા આવી રહેલા ગ્રેગોરના બાપાની બાથમાં આવી ગઈ. પરંતુ હવે ગ્રેગોર પાસે તેના માબાપ માટે સમય ન હતો; મુખ્ય કારકુન દાદર પાસે પહોંચી ગયો હતો. ઝરુખા પર હડપચી રાખીને તે છેલ્લી વાર પાછળ વળીને જોઈ રહૃાો હતો. તેને પકડી પાડવાના આશયથી ગ્રેગોરે કૂદકો માર્યો; મુખ્ય કારકુનને તેના આ આશયની જાણ થઈ ગઈ હોવી જોઈએ કારણ કે તે ઉતાવળે પગથિયાં કુદાવતો અદૃશ્ય થઈ ગયો. તે હજુ પણ ‘ઊંહ..’ બોલી રહૃાો હતો અને આખા દાદર પર તેના પડઘા પડતા હતા. અત્યાર સુધી તેના બાપા પ્રમાણમાં સ્વસ્થ રહૃાા હતા પરંતુ દુર્ભાગ્યે મુખ્ય કારકુનની આ પીછેહઠ જોઈને તેઓ તેની પાછળ દોટ મૂકવાને બદલે અથવા તેને પકડવા જઈ રહેલા ગ્રેગોરના માર્ગમાં અવરોધરૂપ ન બને એ જોવાને બદલે મુખ્ય કારકુન જે ખુરશી ઉપર લાકડી, હૅટ અને ઓવરકોટ ભૂલી ગયો હતો ત્યાંથી ડાબા હાથે છાપું લીધું અને તેમણે પગ પછાડવા માંડ્યા; લાકડી અને છાપા વડે તેઓ ગ્રેગોરને એના ઓરડામાં પાછો ધકેલી દેવા મથ્યા. ગ્રેગોરે પોતાનું માથું નમાવી નમાવીને આજીજીઓ કરી, તેની કોેઈ આજીજી સમજાઈ જ નહીં અને તેઓ જમીન પર જોરજોરથી પોતાના પગ પછાડવા લાગ્યા. તેના બાપાની પાછળ તેની માએ ભયાનક ઠંડી હોવા છતાં એક બારી ખોલી નાખી અને બંને હાથ વડે મોં ઢાંકી દઈને તેણે માથું બહાર કાઢ્યું. શેરીમાંનો કાતિલ પવન દાદર પર ફરી વળ્યો; બારીના પડદા ફરફરવા માંડ્યા; ટેબલ પરનાં છાપાં ઊડવા લાગ્યાં; છૂટાં પાનાં જમીન પર પથરાઈ ગયાં. ગ્રેગોરના બાપાએ નિર્દયતાથી એને ધકેલ્યો, આદિવાસીની જેમ તે ‘સિસ... સિસ...’ કરવા લાગ્યા. પરંતુ ગ્રેગોરને પાછાં પગલાં ભરવાની કશી ફાવટ જ ન હતી એટલે તેણે તોે મંદ ગતિએ ડગ ભર્યાં. જો તેને પાછળ મોં ફેરવવાની તક મળે તો તરત જ પોતાના ઓરડામાં જઈ શકાય; પણ આમ કરવા જતાં સમય લાગે અને એનાથી એના બાપા વધુ ચિડાઈ જાય અને ગમે ત્યારે હાથમાંની લાકડી વડે પીઠ પર કે માથા ઉપર જીવલેણ ફટકા મારી બેસે તેની તેને બીક લાગી. જોકે અંતે તેની પાસે કશો રસ્તો રહૃાો નહીં કારણ કે તેણે ભયાનક આઘાત અનુભવતાં જોયું કે પાછાં ડગ ભરતી વખતે તે પોતાની ધારી દિશા ઉપર અંકુશ રાખી શકતોે ન હતો; અને એટલે ખભા પાછળથી તેના બાપા ઉપર સતત ચાંપતી નજર રાખતા તેણે શક્ય તેટલી ઝડપથી પાછળ ફરવાનો પ્રયત્ન કર્યો પણ એ બહુ મંદ ગતિએ થઈ રહૃાું હતું. કદાચ તેના બાપાને ગ્રેગોરના સારા આશયનો ખ્યાલ આવી ગયો હતો કારણ કે તેઓ હવે દખલગીરી કરતા ન હતા; માત્ર દૂરથી જ લાકડીના ઇશારે તેને અવારનવાર તેના પ્રયત્નમાં મદદ કરતા હતા. માત્ર તેઓે જો પેલો સિસ...સિસ... અવાજ બંધ કરી દે તોે કેટલું સારું. એ અવાજ ગ્રેગોરના માથાને ભમાવી દેતો હતો. તે લગભગ પાછો વળી ગયો હતો અને ત્યારે જ પેલા સિસકારાએ એને એવો ચકરાવી દીધો કે તે ફરી ખોટી દિશામાં ઘૂમ્યો, પણ છેવટે તેનું માથું બરાબર આગળ આવી ગયું ત્યારે તેને લાગ્યું કે તેનું પહોળું શરીર આટલી ખુલ્લી જગ્યામાંથી પસાર થઈ નહીં શકે. ગ્રેગોર અંદર દાખલ થઈ શકે એટલા માટે બીજું બારણું ખોલવું જોઈએ એવો વિચાર તેના બાપાને આવે એવી માનસિક સ્થિતિ તેમની ન હતી. તેમના મનમાં તો એક જ વિચાર ઘૂમરાતો હતો અને તે જેમ બને તેમ જલદી ગ્રેગોરને એના ઓરડામાં ધકેલી દેવાનો. ગ્રેગોર ઊભો થાય અને બારણામાં થઈને અંદર જાય એ માટે બધી તૈયારીઓ કરીને યાતનાઓ વેઠે એવું તેમણે ઇચ્છ્યું નહીં હોય. કદાચ ગ્રેગોરની સામે હવે બીજો કોઈ અંતરાય નથી એમ માનીને તેને ધકેલવા વધુ મોટેથી તેઓ અવાજો કરી રહૃાા હતા; પણ ગ્રેગોરની પાછળથી આવતો અવાજ તેને માત્ર બાપાનો લાગતો ન હતો; એ કંઈ મજાક ન હતી; અને જે થવાનું હોય તે થાય એમ માનીને ગ્રેગોરે બારણામાં પોતાની જાતને ધક્કેલી, તેના શરીરનું એક પડખું ઊંચું થયું; બારણાના એક ખૂણે તે ઘસાયો; તેની એક બાજુની કમરે ઉઝરડા પડ્યા; સફેદ બારણા પર ગંદા ડાઘ દેખાયા; તરત જ એ ફસાઈ ગયોેે; પોતાની જાતે તે કશું હલનચલન કરી શકે એમ ન હતો. એક બાજુના પગ હવામાં ધ્રૂજવા લાગ્યા; બીજી બાજુના પગ જમીન પર કચડાઈ ગયા. તેના બાપાએ પાછળથી જ્યારે જોરથી ધક્કો માર્યો ત્યારે જાણે એને મુક્તિ જ મળી હતી અને એ પોતાના ઓરડામાં દૂર ફંગોળાઈ ગયો અને લોહીલુહાણ થઈ ગયો. લાકડી વડે તેનું બારણું ધડામ્ કરતું વસાઈ ગયું અને છેવટે શાંતિ પ્રસરી ગઈ.
{{Poem2Close}}
{{Poem2Close}}

Navigation menu