કાવ્યાસ્વાદ/૨૬: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૨૬|}} {{Poem2Open}} મોન્તાલે મારા એક પ્રિય કવિ. મારા અન્તરંગની કેટલ...")
 
No edit summary
 
Line 10: Line 10:
એમના જ વતનના અન્ય કવિઓ પાસેથી એમણે ઘણું આત્મસાત્ કર્યું છે. એ કવિઓ એ ધરતીના બંધારણ સાથે એકરૂપ થઈ ગયા હતા. એનો જ વારસો મોન્તાલેને મળ્યો છે. ભાષાની એક પ્રકારની રુક્ષતા પણ એથી જ એમની કવિતામાં દેખાય છે. એ કવિઓ સાથેનો એમનો સમ્બન્ધ તે સમાન મૂળનો છે. દરેકનાં ફળ તો આગવાં જ છે. મોન્તાલેને મન એમની આજુબાજુનો ભૌગોલિક પરિવેશ તે સમાન દરજ્જાની બીજી આગવી હસ્તી છે. એ કવિતા પર આક્રમણ કરીને એને હડપ કરી જવા પણ જતી હોય એવું લાગે છે. આને કારણે જ પોતાના પરિવેશ સાથેના સમ્બન્ધમાં નર્યું વર્ણન નથી કે ક્રમબદ્ધ અનુભવોનો ઇતિહાસ નથી, પણ એક પ્રકારની ગતિશીલ નાટ્યાત્મકતા છે. વીસ વર્ષની વયે લખેલી એમની એક કવિતામાં એનું સ્પષ્ટ આલેખન થયું છે. મધ્યાહ્નનો સૂર્ય સેકાયેલી બગીચાની વંડીને પડછે ફિક્કો અને જાણે સારવી લીધેલો હોય એવો લાગે છે; એ વંડીની ઓથ લેવી અને આજુબાજુના કાંટાળા ઝાંખરામાંથી કાળિયા કોશીનો ટહુકો સાંભળવો, સાપને ધીરે રહીને સરી જતો સાંભળવો કવિને ગમે છે. જમીનમાં પડેલી તિરાડોમાં કે રજકાનાં ખેતરોમાંથી ચાલી જતી રાતી કીડીઓની હાર પર જાસૂસી કરવી(એ હાર ઘડીકમાં ભાંગે, ઘડીકમાં સંધાય), તાડનાં પાન વચ્ચેથી સમુદ્રનાદ્વ ભીંગડાદ્વને ધબકતા જોવા, બોડા ડુંગરાઓ પરથી આવતા સમડીઓના સિત્કારને સાંભળવો અને આંખ આંજી નાખતા સૂર્યના તડકામાં ફરવું, વિષાદજનક આશ્ચર્યથી આ સૃષ્ટિને જોવી – આ જીવન અને એની સાથે સંકળાયેલા છાતીતોડ પરિશ્રમનો વિચાર કરવો, વંડી પર જડેલા તૂટેલી શીશીના કાચને ચળકતા જોવા – આ બધું કવિને ગમે છે. આ અનુભવના કેન્દ્રમાં તાપ અને રુક્ષતા રહેલાં છે. સમુદ્ર પણ કોઈ સરિસૃપ જેવો લાગે છે. એ આ પહેલાં બાગમાં જોયેલા સાપ સાથે એકરૂપ થઈ જાય છે. એક પ્રકારની કઠોરતાનો અનુભવ થાય છે. આ કલ્પનો માત્ર ચાક્ષુષ નથી, શ્રુતિગોચર પણ છે. મૂળ ઇટાલિયનમાં આ કાવ્ય વાંચનારા કહે છે કે એનો લય આ વાતાવરણને બરાબર ઉપસાવી આપે છે. મોન્તાલે કહે જ છે, ‘લયની અનિવાર્યતાને હું વશ વર્ત્યો છું. હું જે કવિઓને જાણતો હતો તેમના શબ્દો કરતાં મારા શબ્દો વધુ દૃઢ રીતે ભાવકના હૃદયને વળગી રહે એવું હું ઇચ્છતો હતો. કોનાથી વધારે વળગી રહે એવા? મને એમ લાગતું હતું કે હું એક કાચના ઘશટમાં જીવી રહ્યો હતો, અને તે છતાં જે મારે માટે અનિવાર્ય હતું તેની હું નજીક જ હતો. એક આછું સરખું આવરણ, એક તન્તુ જ માત્ર મને એનાથી દૂર રાખતાં હતાં. એ કાચને જો તોડી નાખું તો મારા આદર્શ પ્રમાણેની અભિવ્યક્તિ સિદ્ધ કરી શકું. પણ એ સીમારેખાને હું પહોંચી શકતો નહોતો. આથી જ મેં લયનો આશ્રય લીધો.’ મોન્તાલેની કવિતા એવું તીર્થ છે જ્યાં ફરી ફરી જવું ગમે છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૨૫
|next = ૨૭
}}
18,450

edits

Navigation menu