18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 62: | Line 62: | ||
'''યુનિવર્સિટી માટે હિલચાલનો આરંભ કરો''' | '''યુનિવર્સિટી માટે હિલચાલનો આરંભ કરો''' | ||
યુદ્ધ હાલની વિષમ પરિસ્થિતિમાં જ્યારે રાજ્યકર્તાના હાથ હમેશ કરતાં પણ વધારે ભીડમાં હોય ત્યારે યુનિવર્સિટી જેવી અતિ ખર્ચાળ યોજના અમલમાં મુકાવાનો સંભવ સ્વપ્નવત્ છે. પરંતુ લડાઈને જ પરિણામે અઢળક કમાણી કરનાર વેપારીઓ ધારે તો એક રાતમાં આ નાણાં ઊભાં કરી શકે. એ ન બને તોપણ યુદ્ધ પછીની પુનર્ઘટના માટે પણ અત્યારથી જ વિચાર કરી મૂકવાની જરૂર છે. મહારાષ્ટ્ર યુનિવર્સિટી માટે પણ સરકારે લડાઈ પૂરી થયે મદદ માટે વિચાર કરવાનું વચન આપ્યું છે. મહારાષ્ટ્રની વિચારણા પહેલાં જેનો વિચાર થયેલો તે ગુજરાત યુનિવર્સિટી માટે હવે નરમ પ્રવૃત્તિ નહીં ચાલે. એ હિલચાલને વેગવંત બનાવી એવી સ્થિતિએ પહોંચાડવી કે વહેલામાં વહેલી તકે વ્યાવહારિક સ્વરૂપ ધારણ કરે. નવીન યુનિવર્સિટી માટે પ્રાચીન અને અર્વાચીન જ્ઞાનસમુચ્ચયમાંથી એવી સુશ્લિષ્ટ રચના કરવાની જરૂર છે કે જે માટે પ્રતિભાશાળી વ્યક્તિઓની મગજશક્તિઓનો કેટલોયે સમય રોકાશે. આપણી સંસ્કૃતિને પોષણ મળે અને નૂતન ઉત્ક્રાંતિ (civilization)માંથી અનુકરણ કરવા યોગ્ય સર્વ કાંઈ સાથે ઘટાવી શકાય એ આપણું લક્ષ્ય હોવું જોઈએ. | યુદ્ધ હાલની વિષમ પરિસ્થિતિમાં જ્યારે રાજ્યકર્તાના હાથ હમેશ કરતાં પણ વધારે ભીડમાં હોય ત્યારે યુનિવર્સિટી જેવી અતિ ખર્ચાળ યોજના અમલમાં મુકાવાનો સંભવ સ્વપ્નવત્ છે. પરંતુ લડાઈને જ પરિણામે અઢળક કમાણી કરનાર વેપારીઓ ધારે તો એક રાતમાં આ નાણાં ઊભાં કરી શકે. એ ન બને તોપણ યુદ્ધ પછીની પુનર્ઘટના માટે પણ અત્યારથી જ વિચાર કરી મૂકવાની જરૂર છે. મહારાષ્ટ્ર યુનિવર્સિટી માટે પણ સરકારે લડાઈ પૂરી થયે મદદ માટે વિચાર કરવાનું વચન આપ્યું છે. મહારાષ્ટ્રની વિચારણા પહેલાં જેનો વિચાર થયેલો તે ગુજરાત યુનિવર્સિટી માટે હવે નરમ પ્રવૃત્તિ નહીં ચાલે. એ હિલચાલને વેગવંત બનાવી એવી સ્થિતિએ પહોંચાડવી કે વહેલામાં વહેલી તકે વ્યાવહારિક સ્વરૂપ ધારણ કરે. નવીન યુનિવર્સિટી માટે પ્રાચીન અને અર્વાચીન જ્ઞાનસમુચ્ચયમાંથી એવી સુશ્લિષ્ટ રચના કરવાની જરૂર છે કે જે માટે પ્રતિભાશાળી વ્યક્તિઓની મગજશક્તિઓનો કેટલોયે સમય રોકાશે. આપણી સંસ્કૃતિને પોષણ મળે અને નૂતન ઉત્ક્રાંતિ (civilization)માંથી અનુકરણ કરવા યોગ્ય સર્વ કાંઈ સાથે ઘટાવી શકાય એ આપણું લક્ષ્ય હોવું જોઈએ. | ||
કવિવર ટાગોર અને પ્રાચ્ય યુનિવર્સિટીનો ખ્યાલ | '''કવિવર ટાગોર અને પ્રાચ્ય યુનિવર્સિટીનો ખ્યાલ''' | ||
કવિવર ટાગોરના ‘An Eastern University’ એ નામના લેખમાંથી થોડો ઉતારો અત્રે અસ્થાને નહીં ગણાય. ટાગોર કહે છેઃ ‘આપણી સંસ્કૃતિના સર્વ અંશોને એવા સબળ બનાવવા જોઈએ કે તે પાશ્ચાત્ય સંસ્કૃતિ સાથે સંઘર્ષણમાં ન આવે, પરંતુ તેમાં ભળી જાય.’ ‘હિંદી સંસ્કૃતિ ચાર પ્રવાહોમાં વહેલી છેઃ વૈદિક, પૌરાણિક, બૌદ્ધ અને જૈન. તે પછી ઇસ્લામિક સંસ્કૃતિએ પોતાની પ્રબળ તેમજ કીમતી છાપ આપણા શિલ્પ, ચિત્રકળા, સંગીત આદિ પર પાડી છે. પશ્ચિમની સંસ્કૃતિ ઉપરાંત સમસ્ત એશિયા – ચીન, જાપાન, ટિબેટ, ઝોરાસ્ટ્રીઅન એ સર્વની સંસ્કૃતિઓનો પણ અભ્યાસ આપણે માટે આવશ્યક છે. જેઓ એમ માનતા હોય કે પ્રાચીન કાળે આપણે માટે ઉપયોગી વારસો મૂક્યો નથી તેઓ ભૂલ કરે છે. પ્રથમ વાવેલા બીજમાંથી જ નવા વૃક્ષનો ઉદગમ થાય છે. માત્ર બૌદ્ધિક શિક્ષણ પર જ પશ્ચિમમાં પણ હજી વધારે ઝોક છે. જીવનને સમગ્ર રૂપે સમજવા માટે રંગો, સ્વરો વગેરે જાણવાની જરૂર રહે છે. એટલે કે કળાઓ તરફ પૂરતું લક્ષ આપવું જોઈએ. એ કળાઓ સર્જકતા આણે છે. હાલનું આપણું શિક્ષણ મૂક ડહાપણનો બોજો ઉપાડવા સરખું છે; જાણે સખત ખજૂરીવાળી જેલની સજા જેવું તે છે. મુગલ રાજ્ય સમયમાં સંગીત અને કલાને રાજ્યકર્તા તરફથી ઘટતી ઉત્તેજના મળી હતી. શિક્ષણનો ઉચ્ચ સંદેશ તે મનુષ્યના સામાજિક અને આધ્યાત્મિક જીવનવિષયક જ્ઞાન અને પ્રવૃત્તિઓના ઐક્યનો અનુભવ કરવો તે છે.’ | કવિવર ટાગોરના ‘An Eastern University’ એ નામના લેખમાંથી થોડો ઉતારો અત્રે અસ્થાને નહીં ગણાય. ટાગોર કહે છેઃ ‘આપણી સંસ્કૃતિના સર્વ અંશોને એવા સબળ બનાવવા જોઈએ કે તે પાશ્ચાત્ય સંસ્કૃતિ સાથે સંઘર્ષણમાં ન આવે, પરંતુ તેમાં ભળી જાય.’ ‘હિંદી સંસ્કૃતિ ચાર પ્રવાહોમાં વહેલી છેઃ વૈદિક, પૌરાણિક, બૌદ્ધ અને જૈન. તે પછી ઇસ્લામિક સંસ્કૃતિએ પોતાની પ્રબળ તેમજ કીમતી છાપ આપણા શિલ્પ, ચિત્રકળા, સંગીત આદિ પર પાડી છે. પશ્ચિમની સંસ્કૃતિ ઉપરાંત સમસ્ત એશિયા – ચીન, જાપાન, ટિબેટ, ઝોરાસ્ટ્રીઅન એ સર્વની સંસ્કૃતિઓનો પણ અભ્યાસ આપણે માટે આવશ્યક છે. જેઓ એમ માનતા હોય કે પ્રાચીન કાળે આપણે માટે ઉપયોગી વારસો મૂક્યો નથી તેઓ ભૂલ કરે છે. પ્રથમ વાવેલા બીજમાંથી જ નવા વૃક્ષનો ઉદગમ થાય છે. માત્ર બૌદ્ધિક શિક્ષણ પર જ પશ્ચિમમાં પણ હજી વધારે ઝોક છે. જીવનને સમગ્ર રૂપે સમજવા માટે રંગો, સ્વરો વગેરે જાણવાની જરૂર રહે છે. એટલે કે કળાઓ તરફ પૂરતું લક્ષ આપવું જોઈએ. એ કળાઓ સર્જકતા આણે છે. હાલનું આપણું શિક્ષણ મૂક ડહાપણનો બોજો ઉપાડવા સરખું છે; જાણે સખત ખજૂરીવાળી જેલની સજા જેવું તે છે. મુગલ રાજ્ય સમયમાં સંગીત અને કલાને રાજ્યકર્તા તરફથી ઘટતી ઉત્તેજના મળી હતી. શિક્ષણનો ઉચ્ચ સંદેશ તે મનુષ્યના સામાજિક અને આધ્યાત્મિક જીવનવિષયક જ્ઞાન અને પ્રવૃત્તિઓના ઐક્યનો અનુભવ કરવો તે છે.’ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits