પરિષદ-પ્રમુખનાં ભાષણો/૩૪: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૩૪. શ્રી ભોગીલાલ સાંડેસરા|}} {{Poem2Open}} ગુજરાતી સાહિત્યના વિવેચ...")
 
No edit summary
 
Line 3: Line 3:

{{Poem2Open}}
{{Poem2Open}}
ગુજરાતી સાહિત્યના વિવેચક અને સંશોધક ડૉ. ભોગીલાલ સાંડેસરાનો જન્મ ૫ એપ્રિલ, ૧૯૧૭ના રોજ સંડેરમાં થયેલો. પિતા જયચંદભાઈ અને માતા મહાલક્ષ્મીબહેન. તેઓ આઠ વર્ષના હતા, ત્યારે તેમના પિતાનું અવસાન થયેલું. તેમણે અભ્યાસ પાટણ હાઈસ્કૂલમાં કર્યો. હાઈસ્કૂલમાં ભણતા હતા, ત્યારે મુનિ જિનવિજયજી અને મુનિ પુણ્યવિજયજીનો મેળાપ થયો. શાળાના અભ્યાસ દરમિયાન શિક્ષક રામલાલ ચૂનીલાલ મોદી અને આચાર્ય કલ્યાણરામ નથ્થુરામ જોશીની પ્રેરણાથી સાહિત્ય સંશોધનનાં બીજ વવાયા. તેર-ચૌદ વર્ષની ઉંમરથી લેખનનો પ્રારંભ થયેલો. એમનો પ્રથમ લેખ ૧૯૩૧ના જૂન મહિનાના બુદ્ધિપ્રકાશમાં ‘પડી માત્રાનો સમય’ એ શીર્ષકથી પ્રગટ થયેલો. ત્યારે હજુ તેઓ મૅટ્રિક થયા નહોતા. ‘રૂપસુંદરકથા’ પુસ્તકનું તેમણે સંપાદન કર્યું જે ૧૯૩૪માં મુંબઈની ફાર્બસ સભાએ પ્રગટ કર્યું.
<center>'''ચોત્રીસમા અધિવેશનના પ્રમુખ'''</center>
<center>'''શ્રી ભોગીલાલ સાંડેસરા'''</center>
 
* ગુજરાતી સાહિત્યના વિવેચક અને સંશોધક ડૉ. ભોગીલાલ સાંડેસરાનો જન્મ ૫ એપ્રિલ, ૧૯૧૭ના રોજ સંડેરમાં થયેલો. પિતા જયચંદભાઈ અને માતા મહાલક્ષ્મીબહેન. તેઓ આઠ વર્ષના હતા, ત્યારે તેમના પિતાનું અવસાન થયેલું. તેમણે અભ્યાસ પાટણ હાઈસ્કૂલમાં કર્યો. હાઈસ્કૂલમાં ભણતા હતા, ત્યારે મુનિ જિનવિજયજી અને મુનિ પુણ્યવિજયજીનો મેળાપ થયો. શાળાના અભ્યાસ દરમિયાન શિક્ષક રામલાલ ચૂનીલાલ મોદી અને આચાર્ય કલ્યાણરામ નથ્થુરામ જોશીની પ્રેરણાથી સાહિત્ય સંશોધનનાં બીજ વવાયા. તેર-ચૌદ વર્ષની ઉંમરથી લેખનનો પ્રારંભ થયેલો. એમનો પ્રથમ લેખ ૧૯૩૧ના જૂન મહિનાના બુદ્ધિપ્રકાશમાં ‘પડી માત્રાનો સમય’ એ શીર્ષકથી પ્રગટ થયેલો. ત્યારે હજુ તેઓ મૅટ્રિક થયા નહોતા. ‘રૂપસુંદરકથા’ પુસ્તકનું તેમણે સંપાદન કર્યું જે ૧૯૩૪માં મુંબઈની ફાર્બસ સભાએ પ્રગટ કર્યું.
૧૯૩૫માં મૅટ્રિક થયા પછી બે વર્ષ સુધી ‘ગુજરાત સમાચાર’ અને ‘પ્રજાબંધુ’માં જોડાયેલા રહ્યા. એ સમયગાળામાં તેમણે પત્રકારત્વનું ખેડાણ કર્યું. તેમને પીઢ પત્રકાર ચૂનીલાલ વર્ધમાન શાહનો પરિચય થયો. તેઓ બી.એ.ના અભ્યાસ માટે ગુજરાત કૉલેજમાં દાખલ થયા. ત્યાં તેમને અનંતરાય રાવળની હૂંફ મળી. ૧૯૪૧માં મુખ્ય વિષય ગુજરાતી અને ગૌણ વિષય સંસ્કૃત સાથે પ્રથમ વર્ગમાં પાસ થયા. ૧૯૪૩માં એ જ વિષયો સાથે એમ.એ.માં પણ પ્રથમ વર્ગ આવ્યો. તેમણે ‘રૂપસુંદરકથા’નું સંપાદન કરેલું. એ જ પુસ્તક એમને એમ.એ.માં ભણવામાં આવેલું. તેઓ એમ.એ. થયા કે તરત જ તેમને ગુજરાત વિદ્યાસભાના અનુસ્નાતક વિભાગમાં અધ્યાપક તરીકે નોકરી મળી. ત્યાં તેમને વિદ્વાન રસિકલાલ છો. પરીખનો પરિચય થયો. ૧૯૫૦માં ‘મહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ અને સંસ્કૃત સાહિત્યમાં તેનો ફાળો’ એ વિષય પર અંગ્રેજીમાં મહાનિબંધ લખીને પીએચ.ડી.ની પદવી મેળવી. એ નિબંધ હિંદી અને તેલુગુમાં પણ છપાયેલો.

ભોગીલાલ સાંડેસરાએ ચાળીસેક જેટલાં પુસ્તકો લખ્યાં છે. જેમાં ‘જૈન આગમ સાહિત્યમાં ગુજરાત’, ‘શબ્દ અને અર્થ’, ‘વસ્તુપાલનું સાહિત્યમંડળ અને સંસ્કૃત સાહિત્યમાં તેનો ફાળો’, ‘સંશોધનની કેડી’, ‘ઇતિહાસની કેડી’, ‘પંચતંત્ર’, ‘સત્તરમા શતકનાં પ્રાચીન ગૂર્જર કાવ્યો’, ‘પ્રાચીન ફાગુસંગ્રહ’ અને ‘અન્વેષણ’ ઉલ્લેખપાત્ર ગણી શકાય. એમણે આશરે અઢીસો જેટલા લેખો લખ્યા છે.

Line 10: Line 13:
૧૯૫૬-૫૭માં તેમણે પશ્ચિમ અને પૂર્વના દેશોનો પ્રવાસ કર્યો તેના સુફળ રૂપે ‘પ્રદક્ષિણા’ નામે વિદ્યાયાત્રાનું વર્ણન કરતું પુસ્તક તેમણે લખ્યું છે.

૧૯૫૩માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૬૨માં નર્મદ સુવર્ણચંદ્રક એનાયત થયા છે. ૧૯૮૭માં ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન મુંબઈમાં ભરાયું ત્યારે તેનું પ્રમુખપદ તેમણે શોભાવેલું. ૧૮ જાન્યુઆરી ૧૯૯૫ના રોજ તેમનું અવસાન થયું.

ઐતિહાસિક શબ્દકોશ : કેટલાક વિચારો
'''ઐતિહાસિક શબ્દકોશ : કેટલાક વિચારો'''
याज्ञवल्क्यः – वाग् वै ब्रह्म । वागेवाऽऽयतनमाकाशः प्रतिष्ठा प्रज्ञेत्येनदुपासीत ।

जनकः  – का प्रज्ञता?
जनकः  – का प्रज्ञता?
याज्ञवल्क्य : – वागेव प्रज्ञता सम्राड् ।

બૃહદારણ્યક ઉપનિષદ, ૪-૧-૨
{Right|બૃહદારણ્યક ઉપનિષદ, ૪-૧-૨}}<br>
एकः शब्दः सम्यग् ज्ञातः शास्त्रन्वितः सुप्रयुक्तः स्वर्गे लोके कामधुग् भवति ।
'''एकः शब्दः सम्यग् ज्ञातः शास्त्रन्वितः सुप्रयुक्तः स्वर्गे लोके कामधुग् भवति ।'''
પાતંજલ મહાભાષ્ય, ૬-૧-૮૪
{Right|પાતંજલ મહાભાષ્ય, ૬-૧-૮૪}}<br>
इतिकर्तव्यता सर्वा लोके शब्दव्यापाश्रया ।

ભર્તૃહરિકૃત વાક્યપદીય ૧-૧૨૨
{Right|ભર્તૃહરિકૃત વાક્યપદીય ૧-૧૨૨}}<br>
અધિવેશનના ઉદ્‌ઘાટક શ્રી ઉમાશંકરભાઈ, સ્વાગતાધ્યક્ષ શ્રી ચત્રભુજ નરસી ઠક્કર, સન્નારીઓ અને સજ્જનો!

શ્રી ગોકળીબાઈ હાઈસ્કૂલના સુવર્ણ મહોત્સવ પ્રસંગે આજે આપણે અહીં મળીએ છીએ એ પરમ હર્ષનો વિષય છે.

Line 49: Line 52:
ઐતિહાસિક કોશમાં શબ્દોનાં ચરિત્ર આવે એમ મેં કહ્યું. થોડાંક ઉદાહરણથી મારી વાત સ્પષ્ટ કરું. જોકે અહીં કેટલાંક અવતરણો આપી નાનકડી નોંધ રૂપે રજૂઆત કરું છું. કોશમાં તો આ નિરૂપણ શબ્દકોશશાસ્ત્રની નિશ્ચિત થયેલી વૈજ્ઞાનિક પદ્ધતિએ પર્યાપ્ત પ્રમાણો સાથે, આવે.

(૧) આપણી ભાષામાં ‘નાતરું’ અને ‘નાત’ શબ્દોની વાત કરું. નાનપણમાં ઉત્તર ગુજરાતમાં ‘ફલાણો મારે ગામનાતરે ભાઈ થાય’, ‘ફલાણી ગામનાતરે સાળી થાય’ એ વાક્યો સાંભળીને મને આશ્ચર્ય થતું, કેમ આપણી ભાષામાં ‘નાતરું’ શબ્દનો જે અર્થ સૌથી વધુ જાણીતો છે તે જ – અર્થાત્ પુનર્લગ્ન – મારા ધ્યાનમાં હતો. હકીકતમાં, પૂર્વોક્ત વાક્યખંડોમાં ‘નાતરે’નો અર્થ ‘નાતાથી-સંબંધથી’ એવો થાય છે. ‘નાતરું’ શબ્દના જૂના પ્રયોગનો કેટલોક અંશ જ આ અપવાદરૂપ રૂઢિપ્રયોગમાં ચાલુ રહ્યો છે. જૂના ગુજરાતી સાહિત્યમાં ‘નાતરું’ શબ્દ (કુમાર અને કુમારીના) લગ્નના અર્થમાં પ્રયોજાયો છે. સં. ૧૪૧૭માં રચાયેલ અસાઇતકૃત ‘હંસાઉલી’ (ખંડ ૨, કડી ૫૫-૫૬ તથા ૬૪) અને સં. ૧૬૧૬માં મધુસૂદન વ્યાસકૃત ‘હંસાવતી-વિક્રમચરિત્ર વિવાહ’માં (કડી ૨૬૩, ૬૦૬) ‘નાતરું’ અને ‘નાત્ર’ શબ્દ ‘નાતો-સંબંધ’ અને ‘લગ્ન’એ બંને અર્થોમાં છે. ‘નાતરું’ શબ્દનો ‘નાતો’ એ મૂળ અર્થ એ કરતાંયે પ્રાચીનતર ગુજરાતી સાહિત્યમાં છે. મહેન્દ્રસૂરિશિષ્ય ધર્મકૃત ‘જંબુસ્વામી-ચરિત’ (સં. ૧૨૬૬, કડી ૨૩) તથા જગડૂ-કૃત ‘સમ્યકત્વમાઈ ચઉપઈ’માં (સં. ૧૩૩૧ આસપાસ, કડી ૪૬) ‘અઢાર નાત્રાં’નો નિર્દેશ છે, તે એક પરંપરાગત દૃષ્ટાંતકથાને અનુલક્ષીને છે. એક જ ભવમાં થયેલા વિચિત્ર સંબંધોને કારણે એક સ્ત્રીને એક બાળક જુદી જુદી અરાઢ રીતે સગો થાય છે, એ તેમાં બતાવેલું છે. એ કથા અનેક ગ્રંથો અને લોકશ્રુતિમાં મળે છે. પણ એનું જૂનામાં જૂનું સ્વરૂપ સંઘદાસગણિકૃત ‘વસુદેવહિંડી’માં (પાંચમા સૈકા આસપાસ) પ્રાપ્ત થાય છે. આ કથાનક વિશે ‘અરાઢ નાત્રાં ચોપાઈ’ (સં. ૧૬૭૨) અને ‘અરાઢ નાત્રાં સંબંધ’ (સં. ૧૫૬૩ પહેલાં) જેવી સ્વતંત્ર કૃતિઓ પણ રચાયેલી છે. એમાંની પહેલી કૃતિના મંગલાચરણમાં એનો કર્તા કર્મસિંહ –

{{Poem2Close}}
<poem>
શ્રી ગૌતમ ગણધર નમી, પામી સુગુરુ પસાઉ,
શ્રી ગૌતમ ગણધર નમી, પામી સુગુરુ પસાઉ,
અષ્ટાદશ સગપણ તણી, કથા કહું ધરી ભાઉ.
અષ્ટાદશ સગપણ તણી, કથા કહું ધરી ભાઉ.
Line 55: Line 60:
વણ સગે સાગવે, પણ નાતરિયે નેહ
વણ સગે સાગવે, પણ નાતરિયે નેહ
વણ માવતરે જીવશું, તું વણ મરિયે મેહ.
વણ માવતરે જીવશું, તું વણ મરિયે મેહ.
</poem>
{{Poem2Open}}
(કહાનજી ધર્મસિંહ-સંપાદિત ‘કાઠિયાવાડી સાહિત્ય’, પૃ. ૫૯)

અહીં પણ ‘વણ નાતરિયે નેહ’નો અર્થ ‘વિના સંબંધે સ્નેહ’ એવો થાય.

Line 93: Line 100:
અંતમાં, વિલે પારલે ખાતે પરિષદને નિમંત્રીને ભાવભર્યું આતિથ્ય કરવા માટે સ્વાગતસમિતિના સર્વ હોદ્દેદારોનો, કાર્યકરોનો અને સ્વયંસેવકોનો સર્વ ડેલિગેટો વતી હું હૃદયપૂર્વક આભાર માનું છું.

<br>
{{HeaderNav2
|previous = ૩૩
|next = ૩૫
}}
18,450

edits

Navigation menu