26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 126: | Line 126: | ||
</center> | </center> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
[નવેય ખંડ નીલા થઈ ગયા છે. પાણીથી પવિત્ર બન્યા છે. દેડકાં ને મોરને મુખેથી નવી વાણી ફૂટે છે. શિવના ભક્તો શંકરને પૂજા ચડાવે છે. શ્રાવણ માસ જળમય બની ગયો છે. પુરુષો ને નારીઓ નિત્ય નાહીને શંકરના વ્રત ઊજવે છે. તે વખતે, હે મિત્ર આલણ, તું મને સાંભરે છે.] | <small>[નવેય ખંડ નીલા થઈ ગયા છે. પાણીથી પવિત્ર બન્યા છે. દેડકાં ને મોરને મુખેથી નવી વાણી ફૂટે છે. શિવના ભક્તો શંકરને પૂજા ચડાવે છે. શ્રાવણ માસ જળમય બની ગયો છે. પુરુષો ને નારીઓ નિત્ય નાહીને શંકરના વ્રત ઊજવે છે. તે વખતે, હે મિત્ર આલણ, તું મને સાંભરે છે.]</small> | ||
“રંગ ગઢવા! સંભરિયા! સંભરિયા! કેમ ન સાંભરે? ઋતુએ ઋતુના હિલોળા ભાળીને મરેલો ભેરુ ન સાંભરે તો બીજો કોણ સાંભરે? વાહ વા! હવે ભાદરવોય ભલે થઈ જાય! જો, દોર તૂટે નહિ. આભામંડળે સૂર સંધાઈ ગયા છે, હાં ગઢવા!” | “રંગ ગઢવા! સંભરિયા! સંભરિયા! કેમ ન સાંભરે? ઋતુએ ઋતુના હિલોળા ભાળીને મરેલો ભેરુ ન સાંભરે તો બીજો કોણ સાંભરે? વાહ વા! હવે ભાદરવોય ભલે થઈ જાય! જો, દોર તૂટે નહિ. આભામંડળે સૂર સંધાઈ ગયા છે, હાં ગઢવા!” | ||
અને ગઢવે ભાદરવાના રંગ આલેખ્યા : | અને ગઢવે ભાદરવાના રંગ આલેખ્યા : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | |||
<center> | |||
'''રંગ ભાદ્રવ શ્યામ ઘટા રંગ રાતોય,''' | |||
'''રંગ નીલંબર શ્વેત રજે,''' | |||
'''ફળફૂલ અપ્રબ્બળ, કમ્મળ ફેલીય,''' | |||
'''વેલીય નેક અનેક વજે,''' | |||
'''પરિયાં દન સોળ કિલોળમેં પોખત,''' | |||
'''કાગરખી મુખ ધ્રમ્મ કિયા,''' | |||
'''અજમાલ નથુ તણ કુંવર આલણ,''' | |||
'''સોય તણી રત સંભરિયા.''' | |||
</poem> | |||
</center> | |||
{{Poem2Open}} | |||
<small>[ભાદ્રપદ મહિનાની શ્યામ ઘટા બંધાઈ ગઈ છે. આસમાન પર વીજળીના રાતા, આસમાની ને શ્વેત રંગો છવાતા જાય છે. અપરંપાર ફળફૂલ ફાલે છે. કમળો ખીલે છે. અન્ય વેલડીઓ પણ કૉળે છે. શ્રાદ્ધના સોળ દિવસ સુધી પિતૃઓ પોષણ પામે છે. લોકો ઋષિઓના અવતારરૂપ કાગડાઓને શ્રાદ્ધનું અન્ન ખવરાવી ધર્મ કરે છે. તેવી ઋતુમાં તું મને સાંભરે છે, હે મિત્ર!]</small> | |||
“ભલે! ભલે! મારો ભાઈ! હવે ભેગાભેગો આસો માસ ગાઈને વિજોગીના ભેટા કરાવી દેજે, હો!” | |||
“અરે બાપુ! મરેલાંના ભેટા તો થઈ રહ્યા! આ તો મરશિયા છે. આસોમાં તો વિજોગના દુ:ખની અવધિ આવી રહી : સાંભળો —” | |||
‘સાંભળો’ શબ્દ ચારણના મોંમાં રહ્યો, અને આસોના વિજોગનું પહેલું ચરણ ઉપાડવા જાય છે ત્યાં તો — | |||
‘પાણી આવ્યું! પાણી આવ્યું! ખસી જાવ! એ બાઈ, ખસી જા!’ એવા ચસકા થયા, અને હડુડુડુ! પૂર આવ્યાની ગર્જના ચારણને કાને પડી. ચારણ ભરનિદ્રામાંથી ઝબક્યો હોય એમ એની જીભ થંભી ગઈ. ત્યાં તો બીજી વાર રીડિયા સંભળાણાં : ‘ઓ જાય! ઓ ભેંસ, પાડી ને એક બાઈ તણાતી જાય..... ઓ ચૂંદડી વરતાય! અરે હાય હાય! કોક બાપડાનું ઘર ભાંગ્યું!’ | |||
ચારણના મોં પર લોહીનો છાંટોયે ન રહ્યો. દાયરો ચારણની આ ઓચિંતી દશા જોઈ ચોંકી ઊઠ્યો અને ‘મોળી ચારણ્ય! મારી ચારણ્ય તણાણી!’ એવા ચસકા દેતો ચારણ દોટ દઈને પાદર પહોંચ્યો. નદીકિનારે જાય ત્યાં તો બેય કાંઠે આસમાન સામા છલંગો મારતા લોઢ ઊછળી રહ્યા છે. મોજાંની થપાટે થપાટે બેય કાંઠાની ભેખડો ફસકવા લાગી છે, અને અંતરનાં તોફાન ધરતી ઉપર નિતારીને આકાશ તો કોઈ અજામેલ સરખા સંતના આત્માની માફક ઉઘાડ કરતું કરતું ચાર મેઘધનુષ્યો ખેંચી રહ્યું છે. | |||
“એ....ઓલી ભેંસને પડખે બાઈની રાતી ચૂંદડી તણાતી જાય! એ દેખાય!” કાંઠે ઊભેલ માણસોએ આંગળી ચીંધીને ઉત્તર દીધો. | |||
“એ ચારણ્ય! એ જ મારી ચારણ્ય! ઊભી રે’! એલી ઊભી રે’! એકલી ક્યાં....” | |||
એટલું કહેતો જ ચારણ દોટ કાઢીને પૂરમાં પડવા જાય છે ત્યાં તો માણસોએ એને બાવડે ઝાલીને રોકી રાખ્યો. સહુ સમજાવવા લાગ્યાં કે “ગઢવા, હવે તો એ જીવની ગઈ, હવે તું એને ક્યાં આંબતો’તો?” | |||
“જાય નૈ! ચારણ્યને મેં ભેખડ માથેથી મોળા ગળાથ દીધા’તા અને ડોકું ધુણાવ્યું’તું! એમ તે કાંઈ મારી ચારણ્ય જાય? મેલે દ્યો મને! હમણાં આંબી જીસ. મેલો!” | |||
માણસો સમજી ગયાં કે ચારણનું ચિત્ત ફટકી ગયું. કાંઠે એક બાઈ ઊભી હતી. એણે કહ્યું : “અરે! ભાઈ, તું સમ દઈ ગ્યો’તો એટલે જ એ બિચારી નદીના પટમાંથી ખસી નૈ!” | |||
“નો’તી ખસી? સાચેસાચ નો’તી ખસી કે! એક ડગલુંય નો’તી ખસી ને, બો’ન?” | |||
ચારણ એ રીતે લવારીએ ચડવા લાગ્યો. દરબાર પોરસા વાળાએ લોકોને પૂછ્યું : “શું થયું, ભાઈ? આ ગજબ શી રીતે થઈ ગયો?” | |||
“જુઓ બાપુ! આ વટેમાર્ગુ ક્યાંકથી નદીમાં ઊતર્યાં. ચારણ્યને ભેંસ પાસે ઊભી રાખીને ચારણ તમ પાસે આવ્યો. ઠેઠ પાદર સુધી કહેતો ગયો કે ‘ખસીશ મા! ખસીશ મા!’ અને પછી હડેડાટ પૂર આવ્યું. રૂપાળી રાતીચોળ ચૂંદડીનો લાંબો ઘૂમટો તાણીને, ઊડ્ય ઊડ્ય થાતી લટે બાઈ તો બાપડી મલકતે મોઢે આ નદી અને આભની શોભા નીરખતી’તી. લીંબુની ફાડ્ય જેવી મોટી અને કાળી ભમ્મર તો બેય આંખ્યું હતી. અમે તો સહુ જોઈ જ રહ્યાં’તાં. ત્યાં તો પૂર આવ્યું. હડેડાટ ઢૂકડો સંભળાણો, અને ઉપરવાસથી ચહકા કરતાં માણસો દોડ્યાં આવ્યાં કે ‘ભાગો! પાણી આવ્યું!’ અમે સહુ તો દોડીને કાંઠે ચડી ગયાં, પણ બાઈ તો આરસની કંડારેલ પૂતળી હોય એવી એમ ને એમ રહી. અમે રીડ્યું દીધી કે ‘હાલ્ય!’ પણ એ તો જોગમાયા જેવી હસતી જ ઊભી રહી.” | |||
સાંભળીને સહુ શ્વાસ લઈ ગયા. દરબાર પોરસા વાળાએ ઊંડો નિસાસો મેલીને ચારણના ઉજ્જડ મોં સામે મીટ માંડી, પણ નજર ઠેરવી ન શકાણી. ચારણનું મોં તો જાણે પલકવારમાં ધરતીકંપથી દરિયો શોષાઈ ગયો હોય એવું થઈ ગયું હતું. | |||
“ગળી ગિયું મારી ચારણ્યને, પોરસા! તારું કામણગારું પાદર જ ગળી ગિયું!” એવું બોલીને ચારણે બુદ્ધિ બુઝાયાનાં ચિહ્ન બતાવ્યાં. | |||
ચારણે ચિત્તભ્રમમાં દુહા ઉપાડ્યા : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
<center> | |||
'''મેં આવી ઉતારો કર્યો, જબ્બર વસીલો જોય,''' | |||
'''(પણ) કામણગારું કોય, પાદર તારું પોરહા!''' | |||
</poem> | |||
</center> |
edits