26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|દેહના ચૂરા| }} {{Poem2Open}} નીચે પેટાળમાં માટી ને નાનાં નાનાં ઝાડવ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| Line 20: | Line 20: | ||
'''રાણો કે’ આ રાનમાં, માઢુ ટોળે મળ્યાં,''' | '''રાણો કે’ આ રાનમાં, માઢુ ટોળે મળ્યાં,''' | ||
'''આગે અમરત ઊજળાં, ભેરાઈનાં ભળ્યાં.''' | '''આગે અમરત ઊજળાં, ભેરાઈનાં ભળ્યાં.''' | ||
<Poem> | </Poem> | ||
<center> | </center> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
[આ જંગલમાં માનવીઓ ટોળે વળ્યાં છે, પણ એની અંદર ભેરાઈ ગામનું સુંદર માનવી ઉમેરાઈ ગયું.] | [આ જંગલમાં માનવીઓ ટોળે વળ્યાં છે, પણ એની અંદર ભેરાઈ ગામનું સુંદર માનવી ઉમેરાઈ ગયું.] | ||
| Line 29: | Line 29: | ||
'''કુંવર કાળી નાગણી, સંકેલી નખમાં સમાય,''' | '''કુંવર કાળી નાગણી, સંકેલી નખમાં સમાય,''' | ||
'''(એનું) કરડ્યું ડગ નો ચાતરે, કુંવર ચાભાડ્ય કે’વાય.''' | '''(એનું) કરડ્યું ડગ નો ચાતરે, કુંવર ચાભાડ્ય કે’વાય.''' | ||
</Poem> | |||
</center> | |||
{{Poem2Open}} | |||
[કાળી નાગણી જેવું એનું રૂપ-ઝેર છે. જેને એના પ્રેમરૂપી દાંત વડે એ કરડે તે એક ડગલું પણ ભરી શકે નહિ, એને વશ થઈ જાય, એવી કુંવર સાખે ચાભાડી કહેવાય છે.] | |||
{{Poem2Close}} | |||
<Poem> | |||
<center> | |||
'''બાળે બીજાંની ચાલ્ય, ડગમગતાં ડગલાં ભરે,''' | |||
'''હંસલા જેવી હાલ્ય, કોટાળી કુંવર તણી.''' | |||
{{Poem2Open}} | |||
[બીજી સ્ત્રીઓની ચાલ્ય તો ધડા વગરનાં ડગલાં ભરતી હોય છે પણ મારી કુંવર તો હંસ-ગતિએ ચાલે છે.] | |||
{{Poem2Close}} | |||
<Poem> | <Poem> | ||
<center> | <center> | ||
'''બાળે બીજાના વાળ, ઓડ્યેથી ઊંચા રિયા,''' | |||
'''ચોટો ચોસરિયાળ, કડ્યથી હેઠો કુંવરને.''' | |||
</Poem> | |||
</center> | |||
{{Poem2Open}} | |||
[આગ ઊઠજો બીજી સ્ત્રીઓના માથામાં, જેમના વાળ ગરદન સુધી પણ ન પહોંચે એવાં જીંથરકાં (નાના) હોય છે. અને મારી કુંવરને માથે તો જુઓ! કેવો રૂપાળો ચોટલો કમ્મરથી પણ નીચે ઢળકતો શોભે છે!] | |||
{{Poem2Close}} | |||
<Poem> | |||
<center> | |||
'''બાળે બીજાંની આંખ્ય, ચૂંચિયું ને બૂચિયું,''' | |||
'''મૃગના જેવી આંખ્ય, હોય કોટાળી કુંવરની.''' | |||
'''બાળે બીજાનાં ઉર, હાલે ને હચમચે,''' | |||
'''છાતી ચાકમચૂર, હોય કોટાળી કુંવરની.''' | |||
</Poem> | |||
</center> | |||
{{Poem2Open}} | |||
[બળજો બીજી સ્ત્રીઓનાં સ્તન કે જે ઢીલાંપોચાં પડીને હલબલે છે. મારી કુંવરની છાતી તો ભરાવદાર અને કઠિન છે.] | |||
એવી કુંવરની કાયાનાં રૂપ ઉપર મોહ પામીને આંધળો બનેલો રાણો પોતાની કુંવરને આશિષ દેતો અને બીજી બધી સુંદરીઓને ઊતરતી માની તિરસ્કાર આપતો રોજ આવે છે ને જાય છે. | |||
એ માયામમતા બાંધતાં બાંધતાં અબુધ પ્રેમીઓને એટલું પણ ભાન ન રહ્યું કે બન્નેની જાતો જુદી છે : એક રબારી, ને બીજી છે ચભાડ આહીરની દીકરી : મીટેમીટ મિલાવી બેય જણાંએ મૂંગા મૂંગા મનોરથો બાંધ્યા હતા તે થોડા દિવસમાં જ છેદાઈ ગયા. રાણો જોઈ રહ્યો છે કે આજ કુંવર ઘરેણે-લૂગડે સજ્જ થઈને ભાત દેવા આવે છે. પોતાને રીઝવવા માટે જ જાણે કેમ કુંવરે અંગ શણગાર્યું હોય એવી ભ્રાંતિમાં પડેલ રાણાએ તે દિવસ ત્રણ રોટલા ચડાવ્યા, તોય જાણે ભૂખ રહી ગઈ. ઝરણાને કાંઠે જઈને કુંવર તાંસળીઓ ઊટકતી હતી ત્યાં જઈને પાણી પીવા માટે રાણો બેઠો. પાણીનો ખોબો ભરતાં ભરતાં રાણાએ પૂછ્યું : “આજ જનમગાંઠ લાગે છે, કુંવર!” | |||
નીચાં નેણ ઢાળીને કુંવરે કહી દીધું કે “હવેથી મને બોલાવીશ મા, રાણા! કાંઈક રીત રાખતો જા.” | |||
“કાં?” | |||
“મારું સગપણ થયું છે.” એમ કહીને એણે અરધે માથે ગયેલ ઓઢણાને કપાળ સુધી ખેંચી લીધું. | |||
“ઠીક, જીતવા!” એમ કહીને રાણો પાણીનો ખોબો ઢોળી નાખી ઊભો થઈ ગયો. તે દિવસથી કુંવરની સાથે પોતાને એક ઘડીની પણ ઓળખાણ નથી તેવી મરજાદ સાચવતો બીજે જ માર્ગે વળી ગયો. બેય જણાં એકબીજાનો પડછાયો પણ લોપતાં નથી. | |||
થોડા જ દિવસ પછી ફાગણ મહિનામાં રાણાએ એક જાનને સાણા તરફ જતી જોઈ. બે દિવસ પછી જાનને પાછી પણ વળતી દેખી પૂછપરછ કરીને જાણી લીધું : ઓહોહો! | |||
{{Poem2Close}} | |||
edits