વિનોદ જોશીનાં કાવ્યો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 640: Line 640:
== સંકેલી લેશું ચોપાટને ==
== સંકેલી લેશું ચોપાટને ==


<poem>
હવે સમજ્યાં આ સોગઠાંની જાતને,
{{Space}}સખી! અમે સંકેલી લેશું ચોપાટને...
કેટલીયે રાત કરી કાળી
{{Space}}ને કેટલાં પરોઢ ભરી અંધારાં ધોયાં,
માંડેલા દાંવ અમે માંડ્યાં’તા માંડ
{{Space}} પછી પગડે બેઠાં ને તોય રોયાં;
હવે પડતી મેલીશું પંચાતને,
{{Space}} સખી! અમે સંકેલી લેશું ચોપાટને...
આંસુ હાર્યાં ને પછી હાર્યાં અણસાર
{{Space}} એક કળતર જિતાઈ ગયું કાળું,
આંખો તો સૂનમૂન સપનાની ઓરડી
{{Space}} ને ઉપર ઉજાગરાનું તાળું;
હવે જીરવશું જીવતરની ઘાતને,
{{Space}} સખી! અમે સંકેલી લેશું ચોપાટને...
</poem>
<center>&#9724;</center>
<center>&#9724;</center>
<br>
<br>
26,604

edits