વિનોદ જોશીનાં કાવ્યો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 659: Line 659:
હવે જીરવશું જીવતરની ઘાતને,  
હવે જીરવશું જીવતરની ઘાતને,  
{{Space}} સખી! અમે સંકેલી લેશું ચોપાટને...
{{Space}} સખી! અમે સંકેલી લેશું ચોપાટને...
</poem>
== પટેલ-પટલાણી ==
<poem>
પીથલપુરમાં પટેલિયો કાંઈ પટલાણી પંચાળ કે માગે માદળિયું
ઉગમણું ઘર અવાવરું આથમણું ઝાકઝમાળ કે માગે માદળિયું
પટેલ કોરો ઓરસિયો પટલાણી ચંદનડાળ કે માગે માદળિયું
અમથો નક્કર ફાડિયું હમણાં ઢીલો ઘેંશ,
બેઠો વરવે વેશ એને માદળિયે કાંઈ મૂંઝાવ્યો;
થોભો દઈને ઉંબરે બેઠો રબ્બર દેહ,
પંપાળે સંદેહ એની આંગળિયુંમાં ઓરતા;
જમણે હાથે ખોતરે જોખમવંતો કાન,
ખરતું કેવળજ્ઞાન આ તો માદળિયાનો મામલો;
ઓસરિયું કાંઈ અણોહરી ને રાંધણિયું ભેંકાર કે માગે માદળિયું
પટલાણીને રગ રગ મ્હોર્યો અણદીઠો એંકાર કે માગે માદળિયું
પટેલ પૂરા તળિયાઝાટક પટલાણી ચિક્કાર કે માગે માદળિયું
પટલાણીવટ જોઈને અખંડ વ્યાપ્યો કાળ,
ઊભી થઈ તતકાળ ફેં ફેં મૂછો ફાંકડી;
ફૂટ્યો ફાંગી આંખમાં ફળફળતો તેજાબ,
ઉપરથી પીધી રાબ એના ખોંખારે ઘણ ધ્રોડિયાં;
ધણણણ તોપું ગડગડી પીથલપુર મોઝાર,
જામ્યો જયજયકાર એના પંચાળે પડઘા પડે;
પટલાણીને સોંસરમોંસર પેઠી વેરણ ફાળ કે માગે માદળિયું
પડતું મેલ્યું પિયરિયું ને વળતાં લીધો ઢાળ કે માગે માદળિયું
પરપોટામાં પડી ગયો રે ઘોબો અંતરિયાળ કે માગે માદળિયું
હાં હાં પટલ ખમા કરો અણસમજ્યાની આણ,
હું પાદરનું છાણ ને તમ પારસ પીપળો;
આંખે ઝૂલે ચાકળા કાંધી તોરણ મોર,
ઢૂંક્યો રે કલશોર હવે ઢાળો માઝમ ઢોલિયો;
પોચી પોચી રાતડી ચાંદો અફલાતૂન,
પટલાણી સૂનમૂન એને હઈડે વાગે વાંસળી;
ચપટીક ઓરી લા..પસી ને અધમણ કરી કુલેર કે વાગે વાંસળિયું
પટેલ ભીનો ભાદરકાંઠો પટલાણી ખંડેર કે વાગે વાંસળિયું
લીલો ઘોડો છૂટી ગયો ને પડી રહી સમશેર કે વાગે વાંસળિયું
</poem>
== ઘચ્ચ દઈ ==
<poem>
ઘચ્ચ દઈ દાતરડું ઝિંક્યું કપાસ કેરે છોડ,
ફૂટ્યો પાનેતરનો તાંતણો...
સૈયર આણીપા આવ્ય સૈયર ઓલીપા આવ્ય,
ઓલ્યું દખણાદું ગામ હવે પાદરમાં લાવ્ય;
ઘચ્ચ દઈ...
ઝીણું ઝીણું દળાય જાડું જાડું ચળાય,
ભીનું ભીનું મળાય ઝાંખું ઝાંખું કળાય;
મને ઝાલી લે ઝાલ, મને ઝીલી લે હાલ્ય,
હું તો ઓળઘોળ આજ, હતી ગોળગોળ કાલ્ય;
ઘચ્ચ દઈ...
ઘેરા ઘેરા ઘેઘૂર આખે આખા કે ચૂર,
પાસે પાસે કે દૂર ગમે તેવા મંજૂર;
હું તો વીંઝાતી જાઉં હું તો વીંધાતી જાઉં,
હું તો તેર હાથ તાકામાં બંધાતી જાઉં;
ઘચ્ચ દઈ...
</poem>
== હાથે કરીને ==
<poem>
હાથે કરીને અમે અજવાળાં માગ્યાં
{{Space}}હવે અંધારાં બાર ગાઉ છેટાં...
આમ તો પરોઢ સાવ પોચું કે
{{Space}} ઝાકળની પાનીએય પડે નહીં છાલાં,
પાંદડીએ પાંદડીમાં ઝૂલે આકાશ
{{Space}} અડે મખમલિયા વાયરાઓ ઠાલા;
સૂરજનાં કિરણોની આંગળિયે નીકળેલ
{{Space}} સપનાના હોય નહીં નેઠા...
મેંદીની ભાત હોય ઘાટી મધરાત હોય
{{Space}} અંજળની વાત હોય છાની,
સોનેરી સેજ હોય રૂપેરી ભેજ હોય
{{Space}} ભીતરમાં કેદ હોય વાણી;
હાથવગા ઓરતાને ઝંઝેડી સાવ તમે
{{Space}} ઉઘાડી આંખ કરી બેઠાં...
</poem>
== ઝેરી કાળોતરો ==
<poem>
ઝેરી કાળોતરો ડંખે રે!
કાંઈ મીઠો લાગે કાંઈ મીઠો લાગે
મારી આરપાર શેરડીનો સાંઠો,
{{Space}}આરપાર શેરડીનો સાંઠો રે લોલ...
વેણીનાં ફૂલ જેવી ભરડાની ભીંસ,
ભીતરમાં ભંડારી લોહીઝાણ ચીસ;
પીડા ઘેઘૂર મને રંગે રે!
કાંઈ ફોરી લાગે કાંઈ ફોરી લાગે!
હજી તાણો આ રેશમની ગાંઠો,
{{Space}}તાણો આ રેશમની ગાંઠો રે લોલ...
વાદીડે કેમ કર્યા મહુવરના ખેલ?
રાફડામાં પૂર્યાં કંઈ લીલાં દીવેલ!
નીતરતું ઘેન મારે અંગે રે!
કાંઈ ભીનું લાગે કાંઈ ભીનું લાગે!
મારે છલકાવું કેમ? નથી કાંઠો,
{{Space}}છલકાવું કેમ? નથી કાંઠો રે લોલ...
</poem>
== તને ગમે તે ==
<poem>
તને ગમે તે મને ગમે પણ મને ગમે તે કોને?
એક વાર તું મને ગમે તે મને જ પૂછી જોને!
::તું ઝાકળનાં ટીપાં વચ્ચે
{{Space}}પરોઢ થઈ શરમાતી,
હૂં કૂંપળથી અડું તને
{{Space}}તું પરપોટો થઈ જાતી;
તને કહું કંઈ તે પહેલાં તો તું કહી દેતી : ‘છૉને!’
:તને ગમે તે મને ગમે પણ મને ગમે તે કોને?
તારા મખમલ હોઠ ઉપર
{{Space}}એક ચોમાસું જઈ બેઠું,
ઝળઝળિયાં પહેરાવી
{{Space}}એક શમણું ફોગટ વેઠું;
તું વરસે તો હું વરસું પણ તું વરસાવે તોને!
એક વાર તું મને ગમે તે મને જ પૂછી જોને!
</poem>
== ECSTASY ==
<poem>
ઝડાફ વીજ મેઘ ડમ્મર ડિબાંગમાં સોંસરી,
ખચાક ખચખચ્ ચીરી ઝળળ ઝુમ્મરો ઊતરી.
પ્રચંડ દ્રુત ૐ ઝબાક્ઝબ અવાક્ ક્ષણાર્ધાર્ધમાં
ભયંકર પછાડ દૈ લપકતો ગયો, પુચ્છ લૈ
ઊડે, ક્યહીં ઊંડે ઊંડે પલક ગાત્ર ફુત્કારતો.
કડાક હુડુડુમ્ ધ્રૂજી ધ્રધ્રધરિત્રી સમ્ભ્રાન્ત, ને
ધમે ધમણ હાંફતાં હફડ ઘૃર્જટિ ઝાડવાં.
કમાન લફ લાંબી તંગ ક્ષિતિજોની ટંકારતો,
ધસે હવડ વેગ ભેખડ ભફાંગ બુચ્કારતો,
છળે, છળી લળે, ઢળે વળી પળે પળે ઑગળે.
અચાનક ધડામ ઘુમ્મડ ખબાંગ ખાંગો થતો,
ફરે લફક જીભ ફીણ ફીણ ચાટતી ચાટતી.
સમસ્ત ખભળાટ પુંસક ધસે, ડસે નસ્નસે,
થતો પ્રપ્રપ્રપાત ચૂર ચૂર માત્ર રાત્રિ શ્વેસ.
</poem>
== પ્રેયસીનું VISION અનુભવ્યાનો સાર ==
<poem>
વિમલી તારી યાદનો બરો મૂતર્યો બાપ,
રાતે આવ્યો તાવ હૈયું ગણગણગોશલો.
અંધારામાં ઓગળે કબૂતરાંની પાંખ,
ઠોલે લક્કડખોદ મારે આંગણ ઊંઘને.
મારગ કેરાં ચીંથરાં સળવળ દોડ્યાં જાય,
વિમલી તારે દેશ તાકો થઈને ઊખળે.
કૂણા હાથે સાણસી ચૂલા ઉપર ચા,
ગાળ્યા પહેલાં આજ હૈયું ભરતું ઘૂંટડા.
હું ચંદનનાં લાકડાં હું વિનિયાની લાશ,
મસાણ જોતો રાહ આઘેનો તું દેતવા.
હડદો તારો સામટો, અવડી ઇન્ડિપેન,
અક્ષર સૂતા આજ મડદાં થઈને યાદનાં.
</poem>
</poem>
<center>&#9724;</center>
<center>&#9724;</center>
<br>
<br>
26,604

edits

Navigation menu