26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 842: | Line 842: | ||
હડદો તારો સામટો, અવડી ઇન્ડિપેન, | હડદો તારો સામટો, અવડી ઇન્ડિપેન, | ||
અક્ષર સૂતા આજ મડદાં થઈને યાદનાં. | અક્ષર સૂતા આજ મડદાં થઈને યાદનાં. | ||
</poem> | |||
== ‘શિખંડી’નો અંશ == | |||
(ખંડ : ૨) | |||
<poem> | |||
પ્રવક્તા : | |||
ક્ષણ પછી ક્ષણનાં સ્તર ઉદ્ભવે, | |||
સમયપિંડ અખંડ જતો વધ્યે; | |||
ભીષણ યુદ્ધ પછી અવસાદમાં, | |||
વ્યથિત શાં મરણોન્મુખ ભીષ્મ, હા! | |||
ધવલ મસૃણ શ્મશ્રૂ નાભિપર્યંત દીર્ઘ, | |||
ઝગઝગ દ્યુતિવંતાં બ્રહ્મચર્યે જ ગાત્રો; | |||
બૃહદફલક સ્કંધો, સુપ્ત આજાનબાહુ, | |||
નિમીલિત દૃગ બેઉ ભીતરે દૂર જોતાં. | |||
અકિંચન પરાસ્ત દેહ શ્વસતો સ્વકર્મો સ્મરી, | |||
અતીત તણી આવ-જા સતત વ્યગ્ર ચિત્તે થતી; | |||
ઇષત્ક્ષત જીવિતનું સ્મરણ માત્ર શું પીડતું! | |||
ઉઘાડી ઘડી મૃત્યુદ્વાર વળતી પળે ભીડતું! | |||
ખળભળે અવિરામ અશાતના, | |||
પળેપળે પ્રસરી રહી યાતના | |||
સહજ સ્હેજ ખૂલે હળુ પોપચાં, | |||
તહીં શિખંડી જ સન્મુખ દીસતો! | |||
ઝલમલ થતો આછો વાયુ ઘડીભર સૂસવે, | |||
ઉડુગણ તણી આંખો થાતી અવાચક, રાત્રિયે | |||
લપસતી જતી જાણે એવી ત્વરાથી રહે ધસી, | |||
ક્ષણ પછી ક્ષણો વીતે તેનું છતાં નહીં ભાન ત્યાં! | |||
અશ્રુબિન્દુ છલછલી જતાં લોચને જોતજોતાં, | |||
સામે ઊભો અપલક શિખંડી વિલોકે વિહાસી! | |||
નક્ષત્રોથી અવિદિત ઝરે રાગિણી શી પ્રફુલ્લ! | |||
ન્હાતી તેમાં મદભર અનાવૃત કૈં લ્હેરખીઓ. | |||
અવશ ભીષ્મ વિષણ્ણ, વિષાદના | |||
પડળગ્રસ્ત, હૃદે, પરિવેદના; | |||
નિકટ જોઈ શિખંડી વિહાસતો, | |||
અનુભવે ક્ષણમાં શીય વેદના! | |||
નેત્રો સદ્ય બિડાય, કલાંત હૃદયે અક્ષુણ્ણ જાગે સ્મૃતિ, | |||
ને ગાંગેય અતીત ઉત્ખનનમાં ડૂબે પ્રવેગે કરી; | |||
આવે એ ક્ષણ યાદ એ અપહૃતા અંબા જ -અસ્વીકૃતા | |||
ને ઉન્મલિત-છેવટે વદી હતી, ‘ભીષ્મ, ગ્રહો હે! મને!’ | |||
સડસડાટ પસાર થઈ જતી, | |||
મૃદુલ ઝંકૃતિ સુપ્ત શરીરમાં; | |||
સ્મરણની લઈ ટેકણલાકડી, | |||
સુદૂર ભીષ્મ સરે ભૂતકાળમાં. | |||
</poem> | </poem> | ||
<center>◼</center> | <center>◼</center> | ||
<br> | <br> |
edits