26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1,299: | Line 1,299: | ||
યે કૈસી અંગડાઈ? | યે કૈસી અંગડાઈ? | ||
{{Space}} કરવટ બદલી કાયમી! | {{Space}} કરવટ બદલી કાયમી! | ||
</poem> | |||
== ‘સૈરન્ધ્રી’નો અંશ == | |||
:::સર્ગ : ૨ | |||
<poem> | |||
સ્મરણલોક ખૂલે ઉંબરમાં, | |||
ચારુ ચિત્ત છલકે પળભરમાં; | |||
સાવ એકલી, કોઈ ન રોકે, | |||
ભેદ-ભરમ નિજના અવલોકે. | |||
નિત્ય પ્રફુલ્લિત યૌવનયુક્તા, | |||
મુગ્ધ વસંતી શૈશવમુક્તા; | |||
રક્તચાપના સહે ઉછાળા, | |||
યજ્ઞકુંડ શી ભડભડ જ્વાળા. | |||
ઇચ્છાઓનાં કર્યાં વિલોપન, | |||
કર્યાં ક્રૂર વાસ્તવનાં અંજન; | |||
સમયપટંતર સર્વ ખસેડ્યાં, | |||
શિથિલ તાર સરગમના છેડ્યા. | |||
પડછાયાને લીધા જોખી, | |||
અળગી મૂકી જાત અનોખી; | |||
સૂરજ રાખ્યો ભીતર સંગી, | |||
અંધકારને દીધા રંગી. | |||
સહુ સહુની ઓળખ સહુ હાર્યાં, | |||
ગૌરવમંડિત મુકુટ ઉતાર્યા; | |||
શરણાગત થઈ માગી ભિક્ષા, | |||
અવરરૂપની લીધી દીક્ષા. | |||
રહી વિચારી આડુંઅવળું, | |||
ત્યાં જ સ્મરણમાં આવ્યું સઘળું | |||
રચ્યો સ્વયંવર જેને કાજે, | |||
એ જ, હું જ સૈરન્ધ્રી આજે! | |||
ઇજન થઈને વિધ વિધ દેશે, | |||
કરી શોધ પાંચાલનરેશે; | |||
કૂદી છેવટ દાવાનળમાં, | |||
નવ્યરૂપના શાપિત છળમાં | |||
વરણી નિજ પ્રિયજનની કરવી, | |||
કિન્તુ ભર્ત્સના પ્રગટી વરવી; | |||
પાંડુપુત્રનો મહિમા કીધો, | |||
સૂતપુત્રને ત્યાગી દીધો. | |||
પુરુષ પ્રભાવી બે હતા, દીપ્તિમંત ભરપૂર, | |||
દ્રોણશિષ્ય વ્હાલો કર્યો, રાખ્યો કર્ણ સુદૂર. | |||
ક્ષાત્રતેજમંડિત છતાં, કીધો કર્ણ અનાથ, | |||
વિવશ બની લેવો પડ્યો, પાંડુપુત્રનો સાથ! | |||
સ્મરણ રચાયો ફરી સ્વયંવર, | |||
કર્ણ વિરાજે શોભિત સુંદર; | |||
તેજપુંજ છલકાય વદનથી, | |||
સૂર્ય ઊતર્યો હો અંબરથી! | |||
વક્ષ વિશાળ ભુજા બળશાળી, | |||
નેત્રે વિદ્યુત ચમક નિરાળી; | |||
તત્ક્ષણ મોહિત થઈ પાંચાલી, | |||
વરણ કરી નિજ મનમાં મ્હાલી. | |||
સર્વ નૃપાલ સ્વયંવર માણે, | |||
હતો કર્ણ નિર્હેતુક જાણે; | |||
સ્થાન હતું એને મન ઉત્તમ, | |||
કરવા કોઈ અનન્ય પરાક્રમ. | |||
ધૃષ્ટદ્યુમ્ન ભ્રાતાએ નૂતન, | |||
મત્સ્યવેધનું કર્યું નિવેદન; | |||
સર્વ નૃપાલો ઊઠ્યા ચોંકી, | |||
સસ્મિત કર્ણ રહ્યો અવલોકી. | |||
દૃષ્ટિ સ્હેજ સ્પર્શીને સરકી, | |||
પાંચાલી નખશિખ ગઈ થરકી; | |||
રહી બાહુબલિ નરને જોતી, | |||
તરત પરોવ્યાં મનનાં મોતી. | |||
વજ્રદેહની અદ્ભુુત કાન્તિ, | |||
વિલસે વદન પરમ વિશ્રાન્તિ; | |||
પ્રતિપળ ઉદ્યત, પુંસક ભાસે, | |||
યથા પૂર્ણ આદિત્ય ઉજાસે. | |||
મન્મથ મત્ત વિભાવે મોહે, | |||
ઓષ્ટકંપ અનુભાવે સોહે; | |||
ફરકે લજ્જા ઉચ્છલ અંગે, | |||
જાણે હળવી થાપ મૃદંગે. | |||
લીધો તરત મનોમન સેવી, | |||
કરી કામના કરવા જેવી; | |||
પૂર્ણ થઈ ગઈ સર્વ સમીક્ષા, | |||
આ જ પુરુષની હતી પ્રતીક્ષા. | |||
એકાધિક ઊભા થયા, વીર વરેણ્ય નૃપાલ, | |||
પાર ન પાડી કોઈએ, મત્સ્યવેધની ચાલ. | |||
અંતે ઊઠ્યો ક્ષુબ્ધ થઈ, જ્યાં નરપુંગવ કર્ણ, | |||
ધુષ્ટર્ધુમ્ન પૂછી રહે : ‘પ્રથમ જણાવો વર્ણ.’ | |||
ક્ષણ-ક્ષણાર્ધમાં ઊભો અટકી, | |||
અંતર શૂળ કોઈ ત્યાં ખટકી; | |||
ઓળખમાં યોદ્ધો અટવાયો, | |||
સૂતપુત્ર, કુંતીનો જાયો! | |||
ક્ષાત્રધર્મની ધરી તિતિક્ષા, | |||
પરશુરામથી પામ્યો દીક્ષા; | |||
તેજપુંજથી ઝળહળ કાયા, | |||
અક્ષત કુંડળ-કવચ જડ્યાં. | |||
દિવ્ય મંત્રવિદ્યાનો ધારક, | |||
નિપુણ ધનુર્ધર શત્રુવિદારક; | |||
શતસહસ્ર સેનાસંહારક, | |||
ધ્વસ્ત દુર્ગનો પણ ઉદ્ધારક. | |||
માતા કુંતી વિવશ અભાગી, | |||
સરિતાજળમાં દીધો ત્યાગી; | |||
કાંઠે આવી કેવળ કાયા, | |||
અધવચ ડૂબી કુળની છાયા. | |||
પંડ પરાક્રમ કરી બતાવે, | |||
કુળનું ગૌરવ કામ ન આવે | |||
માત્ર જાતને લીધું પૂછી, | |||
પડછાયાને નાખ્યો લૂછી. | |||
પાલ્યપુત્રના પ્રગટ્યા ઓજસ, | |||
ઉત્તરરૂપે વદ્યો અનૌરસ : | |||
‘વંશજ અધિરથ ને રાધાનો, | |||
કરું ધ્વંસ સઘળી બાધાનો. | |||
ભાલ વિરાટ પરાક્રમ છાજે, | |||
સૂતપુત્રનો મુકુટ વિરાજે | |||
સોહે વીર પુરુષ ધીરત્વે, | |||
પરિચય પ્રગટ થાય વીરત્વે.’ | |||
પ્રિયજન બોલ્યો પ્રાંજલ ભાષા, | |||
પાંચાલીમન પ્રગટી આશા; | |||
હૃદયકુંજમાં હતો સમાયો, | |||
અંગેઅંગ હવે છલકાયો. | |||
વદી આટલું ગર્વથી, કરવાને આરંભ, | |||
કર્ણ શીઘ્ર પહોંચી ગયો મત્સ્યવેધને સ્તંભ, | |||
ધૃષ્ટદ્યુમ્ન તત્કાળ ત્યાં, રોકે કર્ણ સુધીર : | |||
‘સ્વાગત માત્ર કુલીનનું, એ જ સર્વથા વીર.’ | |||
હતો કર્ણ કૌન્તેય પરંતુ, | |||
પ્રગટ ગોત્ર ન્હોતું કુળવંતું; | |||
વચન સુણી ભ્રાતાનાં વસમાં, | |||
સળગી પાંચાલી નસનસમાં. | |||
ધ્રૂજી વરમાળા નિજ કરમાં, | |||
ગયો શ્વાસ કંપી ક્ષણભરમાં; | |||
વદન વળ્યો પ્રસ્વેદ પલકમાં, | |||
પડી તિરાડો ચિત્તફલકમાં. | |||
રહી વિચારી વ્યાકુળ કૃષ્ણા : | |||
તીવ્ર સતાવે અતુલિત તૃષ્ણા, | |||
પ્રથમ પુરુષ જે ચાહ્યો મનમાં; | |||
હવે નહીં પામું જીવનમાં. | |||
દુહિતા, ભાર્યા, ભગિની જેવા, | |||
કારાવાસ રચાયા કેવા? | |||
વક્ષ, નિતંબ, કનકકટિયુક્તા, | |||
હું કેવળ સ્ત્રી, કેમ ન મુક્તા? | |||
યજ્ઞસુતા હું, શ્યામલગાત્રી, | |||
સચરાચરમાં એકલયાત્રી; | |||
જ્વાળારૂપ અનન્યા કન્યા, | |||
સકળલોકમાં એક જ ધન્યા. | |||
સતત આમ અવિરામ વિચારી, | |||
પાંચાલી છેવટ ગઈ હારી; | |||
લીધી સંકેલી અભિલાષા, | |||
પ્રથમ પ્રેમની ભૂંસી ભાષા. | |||
વીર કર્ણ ભાસે હતભાગી, | |||
તીક્ષ્ણ ધાર ગૌરવને વાગી; | |||
દાવાનળ દાબીને બેઠો, | |||
દ્વન્દ્વ અગોચર ઉરમાં પેઠો. | |||
કોણ નિકટ લાવીને તોડે? | |||
કોણ વિભક્ત કરીને જોડે? | |||
કેમ નિયતિના ખૂલે કોઠા? | |||
રાગ-ત્યાગના ઊકલે ઓઠા? | |||
અંતે અર્જુન સંચર્યો, સ્તંભ સમીપે જાય, | |||
સૂતપુત્રનો અનુજ હતો, કિન્તુ કુલીન ગણાય. | |||
ક્રીડાપૂર્વક મત્સ્યની, વીંધી અઘરી આંખ, | |||
આરોપી વરમાળને, પાંચાલી થઈ રાંક! | |||
એક દ્વારને બંધ કરીને, | |||
બીજા દ્વારે ચરણ ધરીને; | |||
રહી પ્રવેશી વ્યાકુળ મનમાં, | |||
સમાધાનથી શાપિત વનમાં. | |||
દ્વૈત રચાયું વિધ વિધ રાગે, | |||
દ્વન્દ્વાતીત કશું નવ લાગે; | |||
નહીં અટકતી આવનજાવન, | |||
નહીં કશું લાગે મનભાવન. | |||
આ દિશ ભાર્યાપદને પામી, | |||
ઓ દિશ ખોયો મનનો સ્વામી; | |||
આગળ દીઠું ઝાંખું દર્પણ, | |||
પાછળ છોડ્યું સહજ સમર્પણ. | |||
હોય અનન્ય અપેક્ષા સેવી, | |||
એ જ પડે તરછોડી દેવી; | |||
પ્રાપ્તિ-લુપ્તિની શી પરિભાષા? | |||
વળગે કેમ અહર્નિશ આશા? | |||
સમાધાન મનમાં જઈ ઠરતું, | |||
હૃદય સહજ સ્વીકાર ન કરતું; | |||
ભરે વિચારો ફાળ હઠીલા, | |||
રહે કંપતા ભાવ રસીલા. | |||
ચાલી ડગલે ડગલું ભરતી, | |||
જીવ્યા પહેલાં જાણે મરતી; | |||
અનુસરતી અર્જુનને નારી, | |||
પાંડવ અન્ય હતા સહચારી. | |||
પંડ થકી પણ લાગ્યા ભારે, | |||
શ્વાસોચ્છ્વાસ ઉપાડ્યા જ્યારે; | |||
થયો પ્રાપ્ત નહિ કર્ણ વરણથી, | |||
ભીતર કિન્તુ ભળાય સ્મરણથી. | |||
નિજગૃહ આવી ઊભાં દ્વારે, | |||
અર્જુન ઊંચે સ્વર ઉચ્ચારે : | |||
‘માત! વસ્તુ અનુપમ સ્વીકારો, | |||
દોડી પ્રથમ ઉઘાડો દ્વારો.’ | |||
કુંતી અંદરથી વદે : ‘વહેંચી લો સમભાગ, | |||
જે લાવ્યા તે સંપથી, રાખીને અનુરાગ.’ | |||
દ્રુપદસુતા ચોંકી ગઈ, થયો પ્રચંડ પ્રહાર, | |||
અર્જુનભાર્યા એકના, થયા પાંચ ભરથાર! | |||
પુનઃ દ્રૌપદી ચડી વિચારે, | |||
ભીતરથી કોઈ પડકારે : | |||
હું કેવળ ભર્તાની ભુક્તા | |||
હોય નહીં ભાર્યા સંયુક્તા. | |||
હું અંગાંગ તરંગિત સ્પંદિત, | |||
હું ઉચ્છલ અભિલાષામંડિત; | |||
હું નહિ વસ્તુ કોઈ વિક્રયની, | |||
હું કેવળ સ્ત્રી, હું ઉન્નયની. | |||
મલયજમંજુલ પુનિતશરીરા, | |||
અગ્નિપુંજ હું, ગહનગભીરા; | |||
હું નારી, નિજની સહચારી, | |||
હું સદૈવ મારી પ્રતિહારી. | |||
શું ભર્તા? શું ભાર્યા એવું? | |||
શું દુહિતા? શું ભ્રાતા જેવું? | |||
પડછાયામાં રોપી સગપણ, | |||
નિત્ય વેઠવાં ઠાલાં વળગણ! | |||
થવા મથે કૃષ્ણા નિર્ભ્રાન્તા, | |||
કિન્તુ હવે પાંડવની કાન્તા; | |||
ભાર્યાપદનો ભાર ઉઠાવી, | |||
હવે જીવવું જાત હટાવી. | |||
નવ્ય ફાળ ભરતી પળભરમાં, | |||
સમાધાન કીધું ભીતરમાં; | |||
ધરી ચિત્ત નૂતન આવાહન, | |||
કર્યું નવાં જળમાં અવગાહન. | |||
ત્યાં જ દ્વાર અંદરથી ખૂલ્યાં, | |||
નીરખે માતા વસ્તુ અમૂલ્યા; | |||
લઈ આશકા સ્વાગત કીધું, | |||
સામ્રાજ્ઞીપદ વાંછી લીધું. | |||
ઓળંગે ઉંબર પાંચાલી, | |||
રહે પ્રવેશી યથા પ્રણાલી; | |||
એક ચરણ જ્યાં ચાલ્યો આગળ, | |||
બીજો ઊભો અટકી પાછળ. | |||
વ્યક્તમધ્ય ઝૂલી રહી, ક્ષણભર કૃષ્ણા એમ, | |||
બ્હાર નહીં અંદર નહીં, અટકે ડૂમો જેમ; | |||
માતા કુંતા તત્ક્ષણે, સાહી લઈને નાર, | |||
મનમાં મનમાં ચિંતવે : થયા પાંચ ભરથાર! | |||
નારી બેઉ પરસ્પર જોતી, | |||
જાણે અકળ પરોવે મોતી; | |||
એક હતી પતિ પાંચ સમેતા, | |||
અન્યા પતિવંચિત અનિકેતા. | |||
એકે ખોયું હૃદય પ્રકંપિત, | |||
એકે તનય તજ્યો અવિલંબિત; | |||
ઉભય મનોગતમાં બહુ અંગત, | |||
સેવે વસમા ઘાવ વિસંગત. | |||
કોઈ ન જાણે વડવાનળને, | |||
જુએ સર્વ પોઢેલાં જળને; | |||
ઊર્ધ્વમૂલને સમજી શાખા, | |||
બેઉ જીવતાં જીવન ઝાંખાં. | |||
સર્વવિદિત કે હોય બિનંગત, | |||
ઇષ્ટ ગણાતી એની સંગત; | |||
મધુર કિન્તુ એ એક જ સપનું, | |||
જે સચવાતું છાનુંછપનું. | |||
ગૃહપ્રવેશનો ઉત્સવ કીધો, | |||
અર્જુનનો યશ વ્હેંચી લીધો; | |||
ભ્રાતા સર્વ સમાન વધાવ્યા, | |||
ગૌણ-મુખ્યના ભેદ ભુલાવ્યા. | |||
હૃદય એકમાં રોકી લીધું, | |||
પંડ પાંચમાં વહેંચી દીધું; | |||
ઓઢ્યું અવઢવનું અનુશાસન, | |||
વસ્તુ જેમ જ કર્યું વિભાજન. | |||
ભુવનમોહિની, દ્રુપદદુલારી, | |||
ઇષ્ટ વિશેષણની અધિકારી; | |||
સતત ચિંતવે : કોનો વારો? | |||
કોણ હશે આજે પતિ મારો? | |||
ભાર વહે ભેદી ભીતરમાં, | |||
પાંચાલી પેઠી પિંજરમાં; | |||
સ્તબ્ધ સમય નિશ્ચેતન ભાસે, | |||
કોઈ દૂર, પણ લાગે પાસે. | |||
સ્મરણલોકથી નીકળી, પાછી વળતી નાર; | |||
ઉંબર પર મધરાતનાં, ઊભી પકડી દ્વાર. | |||
શક્ય ન આગળ ચાલવું, નહિ પાછાં પરિયાણ, | |||
અધવચ્ચે અટકી જઈ, ઊભા પરવશ પ્રાણ. | |||
== વિનોદ જોશીના કાવ્યસંચયો == | |||
</poem> | |||
૧. પરંતુ (૧૯૮૪) | |||
૨. શિખંડી (૧૯૮૫) | |||
૩. તુણ્ડિલતુણ્ડિકા (૧૯૮૭) | |||
૪. ઝાલર વાગે જૂઠડી (૧૯૯૧) | |||
૫. સૈરન્ધ્રી (૨૦૧૮) | |||
૬. મારાં કાવ્યો : વિનોદ જોશી : (સ્વયં કવિએ ચૂંટેલી રચનાઓ) (૨૦૧૮) | |||
૭. ચૂંટેલી કવિતા : વિનોદ જોશી (ચયન : વિનોદ જોશી) (૨૦૨૦) | |||
૮. ખૂલ્લી પાંખ પિંજ૨માં (પ્રકાશ્ય) | |||
<poem> | |||
</poem> | </poem> | ||
<center>◼</center> | <center>◼</center> | ||
<br> | <br> |
edits