પવનના પેટમાં પોઢેલો પવન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
== પવનના પેટમાં પોઢેલો પવન / — ચિનુ મોદી ==

{{Poem2Open}}  
{{Poem2Open}}  
'''1. ‘અથવા અને’ વાંચતાં પહેલાં'''
{{Center|'''1. ‘અથવા અને’ વાંચતાં પહેલાં'''}}
{{Center|(અ)}}
{{Center|(અ)}}
બોમ્બેમ્યુચિઅલ બિલ્ડિંગ રિલીફ રોડ અમદાવાદમાં આવ્યું. એને છઠ્ઠે માળે શ્રી પ્રબોધ રાવલ, શ્રી હરિપ્રસાદ વ્યાસ (અને કદાચ હરિહર ખંભોળજા) એક સામયિક ‘યુવક’ ચલાવે – રાધેશ્યામ શર્માની સંપાદન-સહાયથી. એક શનિવારે વડોદરાથી બે કવિને આ સ્થળે કવિતા વાંચવા બોલાવાયા! ગુલામ મોહમ્મદ શેખ અને અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ.

Line 12: Line 12:
‘શેખ હવે કવિતા ઝાઝી લખે એમ કહેજો.’
‘શેખ હવે કવિતા ઝાઝી લખે એમ કહેજો.’
કવિતાના ઘરથી બહુ બહુ દૂર ધકેલાયા પછી શેખ પાછા કવિતા ભણી વળ્યા છે, ત્યારે ગુજરાતી ભાષાને પ્રોડિગલ સન પાછો આવ્યાનો રોમાંચ થતો હશે – એવું રોમૅન્ટિક વાક્ય મનમાં આવ્યું તે રદ કરી, શેખની કેટલીક કવિતાઓ સમયે સમયે કેવી બદલાઈ છે, એનો આલેખ આપીશ.

'''2. ‘અથવા અને’ વાંચતાં વાંચતાં'''
{{Center|'''2. ‘અથવા અને’ વાંચતાં વાંચતાં'''}}
{{Center|(અ)}}
{{Center|(અ)}}
લાભશંકર રાવલ ‘શાયર’થી સુરેશ જોષી સુધીની શેખની શબ્દયાત્રા છેવટે વરસોથી એ બેય વગર લગરીક લગરીક ચાલી. પણ આ આછીપાતળી વહેતી કવિતાએ એના એ બે કાંઠે વહ્યા નથી કર્યું. 1960ની સાલમાં લખતા શેખ અને 2002-3માં લખતા શેખની રચનાઓ વચ્ચે બહુ મોટો ભેદ છે. લાભશંકર રાવલ પાસે ઘૂંટેલા અને લોહીમાં હરતાફરતા થઈ ગયેલા લયને કવિશરીરમાંથી બહાર કાઢવો સરલ નહોતો. સુરેશ જોષીની કવિતા અંગેની વિચારણાએ શેખ માટે પણ ડાયાલેસિસનું કામ કર્યું. ‘ઉપજાતિ’ને રદ કરીને પણ સુરેશભાઈ ‘પ્રત્યંચા’માં જે લયવટો પામી શક્યા નહોતા, તે શેખે 1956થી 1958 સુધીમાં સેવેલા અને નસેનસમાં વહેતા કરેલા લયને અલગ કર્યો – સાવ અલગ કર્યો. 1960 પછીની શેખની રચનાઓએ સુરેશ જોષીના લલિત નિબંધના ગદ્યનો અને એમની ટૂંકી વાર્તામાં આવતા ઘટનાતત્ત્વના લોપનો સ્વીકાર કર્યો અને toolsથી એમણે જે કવિતા રચી તે ચન્દ્રકાન્ત ટોપીવાળા કહે છે એમ ગદ્યકવિતા થઈ. પહેલાં ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક, ઇત્યાદિ અલંકારો અને પછીની કેટલીક રચનાઓ સજીવારોપણ અલંકારના ઉપયોગથી એમણે આ કવિતા સિદ્ધ કરી. અલંકાર-આયોજને શેખને ગીતના રોમૅન્ટિક કવિમાંથી અનરોમૅન્ટિક ગદ્યકવિ બનાવ્યા. જો કે સુરેશ જોષીએ બહુ વહેલા આવતા અનિલ જોશી, રમેશ પારેખને એ રીતે રોક્યા. જો શેખ ‘ખોરડું ચૂવે’, ‘દેખતો રહું’ કે– {{Poem2Close}}

Line 223: Line 223:
આગળ કેમ નથી આવતું?
આગળ કેમ નથી આવતું?
મને લાગે છે શેખની ધારણશક્તિ લઘુકાવ્યથી વધી દીર્ઘકવિતા ધારણ કરવા તરફ જઈ રહી છે અને હું ભાવક તરીકે એની વાટ જોઉં છું.

'''3. ‘અથવા અને’ વાંચ્યા પછી'''
{{Center|'''3. ‘અથવા અને’ વાંચ્યા પછી'''}}
{{Center|1}}
{{Center|1}}
શેખ પાસે આપણને ગુજરાતી કવિતારસિક તરીકે કેટલાક હક મળે છે. આ હક શેખસાહેબ, કૉહે તૂર પરથી ઊતરી આવેલી આયત જેવા મોંઘા, મૂલ્યવાન, કીમતી છે.

Line 237: Line 237:
{{Center|3}}
{{Center|3}}
તો ‘અથવા અને’ પછી પણ કાવ્યસંચય જોઈએ.
તો ‘અથવા અને’ પછી પણ કાવ્યસંચય જોઈએ.
***
{{Center|***}}

{{Right|''(‘પ્રત્યક્ષ’, જાન્યુઆરી-માર્ચ, 2014)''}}

{{Poem2Close}}
{{Poem2Close}}

Navigation menu