26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 964: | Line 964: | ||
અનુસ્યૂત થતાં | અનુસ્યૂત થતાં | ||
અનેકએક અવિશ્લેષ્ય થયું | અનેકએક અવિશ્લેષ્ય થયું | ||
</poem> | |||
== લખતાં લખતાં == | |||
<poem> | |||
કાગળને | |||
ઝીણું કાતરું છું | |||
કોરાપણું શોધું છું | |||
લખતાં લખતાં | |||
મારી ક્ષરતાનાં | |||
એક પછી એક પડળ | |||
ઊંચકાતાં જાય છે | |||
અક્ષરઝાંખી થઈ જાય.. | |||
૦ | |||
લખતાં લખતાં | |||
લખાઈ જાય | |||
અક્ષરો ઘૂંટાઈ જાય | |||
આકૃતિ રચાઈ જાય | |||
લખતાં લખતાં | |||
શબ્દો સુધી પહોંચ્યા તંત | |||
અણધાર્યા | |||
નિર્મમપણે કપાઈ જાય | |||
અને વધુ એક આરંભ | |||
હાથમાંથી સરી જાય | |||
૦ | |||
લખતાં લખતાં | |||
લખાતું નથી | |||
ડુંગર ખૂંદવા છતાં | |||
શિખર પર પહોંચાતું નથી | |||
સામે ઊભો થતો હોય અન્ય ડુંગર અને | |||
હાથની ધજા | |||
હાથમાં જ રહી જાય એમ | |||
લખતાં લખતાં | |||
ગબડી પડાય | |||
અતળ કોરાપણામાં | |||
૦ | |||
લખતાં લખતાં | |||
અક્ષરોના મરોડોમાં વહ્યા કરું છું | |||
કાગળની સપાટી પર પથરાયેલું | |||
ઊંડાણ જોઉં છું | |||
તાકું છું તાગું છું | |||
સપાટી પર રહી ઊંડાણેથી | |||
ઊંડાણે ઊતરી સપાટી પરથી | |||
અક્ષરોને | |||
બેઉ તરફથી ઉકેલવા મથું છું | |||
૦ | |||
લખતાં લખતાં | |||
થાકી જાઉં હારી જાઉં છું | |||
દાવ દેવાઈ જાય | |||
બાજી સંકેલાઈ જાય | |||
લખતાં લખતાં | |||
તડકો ડૂબી જાય | |||
દરિયો ઊડી જાય | |||
આકાશ ઓસરી જાય | |||
લખતાં લખતાં | |||
આંગળીઓ અકડાઈ જાય | |||
શ્વાસ લડથડી જાય | |||
કોરો કાગળ જીતી જાય | |||
૦ | |||
લખતાં લખતાં | |||
ક્યારેક કાગળ ઊઘડી જાય | |||
ભીતર લઈ જાય | |||
અક્ષરોને ખોલી ઝગમગ | |||
ઝગમગમાં ઊઘડતાં આકાશ | |||
આકાશમાં ઊછળતા સમુદ્ર | |||
સમુદ્રોમાં ઝબૂકતાં પંખી | |||
દેખાડે | |||
પંખી સમુદ્ર આકાશ ઝગમગને | |||
અક્ષરોમાં ગોઠવતાં ગોઠવતાં કોઈવાર | |||
પાછા ફરવાની દિશા ખોવાઈ જાય | |||
૦ | |||
લખતાં લખતાં | |||
શબ્દનો અર્થ અર્થનું અજવાળું | |||
અજવાળાનો આહ્લાદ | |||
મળતાં જાય | |||
મેળવેલું ઘણું બધું | |||
લખતાં લખતાં ખોવાતું જાય | |||
૦ | |||
લખતાં લખતાં | |||
લખવું અઘરું છે | |||
લખતાં લખતાં અટકવું કપરું છે | |||
લખતાં લખતાં | |||
ભૂંસવું સરળ છે | |||
હાથવગું છે | |||
૦ | |||
લખતાં લખતાં વિચારું છું | |||
આ હાથ | |||
આ કલમ | |||
કે આ કાગળ લખે છે? | |||
કે આ હાથ કલમ પકડી | |||
કાગળ પર લખે છે? | |||
કે કલમ અને કાગળ લખે છે? | |||
કે હું લખું છું? | |||
લખતાં લખતાં વિસર્જિત થાઉં છું | |||
કે લખતાં લખતાં હું રચાતો આવું છું? | |||
૦ | |||
લખતાં લખતાં | |||
અક્ષરોનાં નિરંતર કંપનોમાં | |||
નિષ્કંપ થતો જાઉં છું | |||
</poem> | </poem> | ||
edits