26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 1,156: | Line 1,156: | ||
દરેક હોઠે અર્થ મળે છે | દરેક હોઠે અર્થ મળે છે | ||
શબ્દે શબ્દ શરાફી મિતવા | શબ્દે શબ્દ શરાફી મિતવા | ||
</poem> | |||
== હું એને ગઝલ કહું == | |||
<poem> | |||
આ એક એક ઢાળ હું એને ગઝલ કહું | |||
તારા પ્રલંબ વાળ હું અને ગઝલ કહું | |||
આ હાથ નથી હાથ, નથી ફક્ત ચૂડીઓ | |||
કલરવતી ડાળ ડાળ હું એને ગઝલ કહું | |||
ને ‘કોણ?’ પૂછતાં જ ખૂલી જાય બારણાં | |||
કોઈ કહે ‘સવાલ’ હું એને ગઝલ કહું | |||
વરસાદ જેમ આવવું ને ભીંજવી જવું | |||
તારું નગર વચાળ હું એને ગઝલ કહું | |||
લજ્જા ઢળેલ આંખ ને થોડીક મૂંઝવણ | |||
કન્યા લખે ટપાલ હું એને ગઝલ કહું | |||
</poem> | |||
== દરિયો મળ્યો == | |||
<poem> | |||
પત્રમાં દરિયો મળ્યો, કોરો મળ્યો | |||
આજ લીલા શબ્દમાં ભડકો મળ્યો | |||
હાથમાં પળવાર પરપોટો મળ્યો | |||
એક અન્તિમ શ્વાસનો ફોટો મળ્યો | |||
આંસુઓ રોકાય શે આ આંખમાં? | |||
પાંપણો પાસેથી હડસેલો મળ્યો | |||
તું ભલે બોલે નહીં પણ દૃષ્ટિથી | |||
જાણભેદુ એ જ હોંકારો મળ્યો | |||
મેં નથી જોયો મનોહર તે છતાં | |||
ગઝલમાં કાંઈક અણસારો મળ્યો | |||
આ મનોહર આ મનોહર આ રહ્યો | |||
હાથ પસવાર્યો અને તક્તો મળ્યો | |||
</poem> | |||
== જળ == | |||
<poem> | |||
જળ પછી છે જળ પછી છે જળ પછી | |||
સાવ વચ્ચોવચ્ચ વ્હેતુ છળ પછી | |||
જળની સામે આયનાઓ દો ધરી | |||
એમ કરતાં એ થશે મૃગજળ પછી | |||
રાતના નીરવ સમયનું જળ વહે | |||
ને સવારે જોઉં તો ઝાકળ પછી | |||
ભીનું જળનું ઝાપટુ તે સાંજ આ | |||
સ્તબ્ધ ઘર થૈ જાય છે ચંચળ પછી | |||
જળ ઉગાડું લાવ તારી આંખમાં | |||
યાદ જેવી ફૂટશે કૂંપળ પછી | |||
તે કબીરે છે વણ્યું જળવસ્ત્ર આ | |||
મેં પહેર્યું તે બધે ઝળહળ પછી | |||
જળપરી ઊડી જશે છોડી નદી | |||
બેઉ કાંઠા ઝૂરશે વિહ્વળ પછી | |||
ઢાળ ભાળીને વહી આ જળકથા | |||
હે મનોહર, શું બન્યું આગળ પછી? | |||
કોઈ બાકી સ્થળ પછી તો ના બચ્યું | |||
જળ પછી છે જળ પછી છે જળ પછી | |||
</poem> | |||
== ઘેર્યા == | |||
<poem> | |||
મનોહર જુઓ, સર્વ સીમાએ ઘેર્યા | |||
અને ચો—તરફના અરીસાએ ઘેર્યા | |||
નથી છોડી મૂક્યે હજી અંત આવ્યો | |||
અહીં એ જ પંખીનાં પીંછાએ ઘેર્યા | |||
કહો, કોણ રોકી શકે એને, મિત્રો | |||
હશે કોઈ કંકણના કિલ્લાએ ઘેર્યા | |||
કહી મેં ગઝલ, ને તમે આંખ ઢાળી | |||
પછી એકબીજાંની પીડાએ ઘેર્યાં | |||
ગયા નીકળી અન્ય ઘેરાવથી તો | |||
હવે પોતપોતાના કિસ્સાએ ઘેર્યા | |||
સ્થળાંતર કર્યાથી કશું ક્યાં વળે છે? | |||
સ્વજન જો ગયાં તો ફરિસ્તાએ ઘેર્યા | |||
</poem> | |||
== નથી એ – == | |||
<poem> | |||
નથી એ કાશીની ને નથી એ કાબાની | |||
અમારી શ્રદ્ધા છે ફક્ત ગામ-તાબાની | |||
તમે મળ્યાં ને હૃદય લીલું લીલું ઝૂલે છે | |||
અસલ આ ભોંય હતી સીમની-ખરાબાની | |||
મળી છે સન્ત અને અન્ત : બેઉની કરુણા | |||
મજા અનોખી છે અલગ અલગ આંબાની | |||
સળંગ બીડીને તું જાત જેમ ફૂંકી લે | |||
પછી સમીક્ષા કર બાપુ અને બાબાની | |||
મને તું ખેંચે છે ચરણ એમ ચાલે છે | |||
ખબર ન જમણાની કે ખબર ન ડાબાની | |||
</poem> | |||
== એ જ સજનવા, ભૂલ == | |||
<poem> | |||
વૃક્ષ વગરનું આંગણું, નહીં છાંયો, નહીં ફૂલ | |||
એને ઘર ધાર્યું અમે એ જ સજનવા, ભૂલ | |||
કદી કોઈના ચરણની પડે ન ઉમ્બર ધૂળ | |||
કીધી ત્યાં ગાર્યું અમે એ જ સજનવા, ભૂલ | |||
પંખીની બોલાશનું મળે ન ટીપું સુખ | |||
મન કાં ના વાર્યું અમે? એ જ સજનવા, ભૂલ | |||
નીર–વછોયાં નેણલાં, હરખ-વછોયાં વેણ | |||
ફળિયું શણગાર્યું અમે એ જ સજનવા, ભૂલ | |||
હૈયાં હાડે દૂબળાં, હાથ હમેશાં રાંક | |||
સપનાને ભાર્યું અમે, એ જ સજનવા, ભૂલ | |||
ક્હેણ નજરનું મોકલી તમે રહ્યા’તા ચૂપ | |||
મટકું ના માર્યું અમે એ જ સજનવા, ભૂલ? | |||
</poem> | |||
== ભૂલી જા == | |||
<poem> | |||
ઉદાસ સાંજ હતી કે ગુલાબ? –ભૂલી જા | |||
બધા સવાલ, બધાયે જવાબ –ભૂલી જા | |||
મળી’તી રાત અને તેય વળી ઝળહળતી | |||
દિવસ ખરાબ મળ્યા છે, ખરાબ ભૂલી જા | |||
હતાં નજીક : મળાયું ન એક બીજાને – | |||
શું કામ યાર, હજી આ નકાબ?—ભૂલી જા | |||
સળંગ ક્યાંય મળે છે કદી શું કોઈને? | |||
ક્ષણોની આ તલાશ, ભાઈસા’બ, ભૂલી જા | |||
સભા બહાર મળ્યા તો હિસાબ પૂછે છે | |||
ગઝલ કહી તો કહે કે હિસાબ ભૂલી જા | |||
નમીશું, હાથ નમીશું, પરંતુ તે પ્હેલાં – | |||
જરીક, ‘ઈશ્વર છું’ – એ રૂઆબ ભૂલી જા | |||
</poem> | |||
== પૂર્વવત્ બેઠા છીએ == | |||
<poem> | |||
સાવ ખાલી આ ક્ષણે બસ પૂર્વવત્ બેઠા છીએ | |||
શી ખબર કયા કારણે બસ પૂર્વવત્ બેઠા છીએ | |||
લાખ મથીએ તે છતાં આ જાત સંધાતી નથી | |||
કોઈ કાચા તાંતણે બસ પૂર્વવત્ બેઠા છીએ | |||
પ્હાડ કે પુષ્પો હશે, કંઈ પણ હશે આ આંસુઓ | |||
ઊંચકીને પાંપણે બસ પૂર્વવત્ બેઠા છીએ | |||
સાંજ ઢળતાં, રાત ઊઘડતી જશે આ શહેરની | |||
એમ તારે બારણે બસ પૂર્વવત્ બેઠા છીએ | |||
એટલા રસ્તા મળ્યા કે ક્યાં જવું સૂઝે નહીં | |||
મૂંઝવણમાં આપણે બસ પૂર્વવત્ બેઠા છીએ | |||
દોસ્ત ક્યાં, ક્યાં ડાયરા, ક્યાં રાત, સાફી કે ચલમ | |||
ઓલવાતા તાપણે બસ પૂર્વવત્ બેઠા છીએ | |||
</poem> | |||
== અડે હોઠ ત્યાં ત્યાં == | |||
<poem> | |||
અડે હોઠ ત્યાં ત્યાં થતી દીપમાળા | |||
ત્વચા-મંદિરે તેં કર્યાં અંજવાળાં | |||
વહી જાય છે મન ફરી તારી પાસે | |||
અને આ ચરણ તો જતાં ગામઢાળા | |||
નગરપાલિકાએ લખ્યું, ‘...ભીનું સ્વાગત’ | |||
અહીં બારણે બારણે હોય તાળાં | |||
જુએ માંઝતા હાથનાં કોઈ કંકણ | |||
જુએ કોઈ વાસણ ઉપર ઓઘરાળા | |||
પણે રાતભર ઓલિયો કો’ક જાગે | |||
બીજું તો કરે કોણ લોહીઉકાળા? | |||
ખભે એક થેલો, ગઝલ-ડાયરી આ | |||
મનોહર ચલો, અન્ય ક્યાં છે ઉચાળા? | |||
લખાતી ગઝલમાં જ જીવ્યા મનોહર | |||
હતા જીવવાના અવર વ્યર્થ ચાળા | |||
</poem> | |||
== તમારા ઘર સુધી == | |||
<poem> | |||
તમારા ઘર સુધી પહોંચી ગયો’તો જોતજોતામાં | |||
પછી એ જીવ પાછો ના ફર્યો ક્યારેય પોતામાં | |||
સતત ઘરથી કબરના માર્ગ પર અટક્યા વગર ચાલ્યા | |||
ગણે છે લોક એવા શખ્સને હોતા-નહોતામાં | |||
હવે આ ભીડમાં પગ મૂકવાની પણ જગા ક્યાં છે? | |||
અદબ વાળી વિચારો સર્વ ઊભા પોતપોતામાં | |||
મને વાઢ્યો, પછી ચીર્યો, પછી ચૂસ્યો અને ફેંક્યો | |||
તને યે રસ હજી છે કેમ કીડીબાઈ, છોતામાં? | |||
હશે કૈં સંસ્મરણ એમાં અને તેથી જ સાચવતાં | |||
અમસ્તો જીવ વળગ્યો ના રહે મેલા મસોતામાં | |||
મનોહર, આ ગઝલ મત્લાથી મક્તામાં થશે પૂરી | |||
‘દુબારા’ ના સહી, તું કાફિયાને ફેંક શ્રોતામાં | |||
</poem> | |||
== આવીને == | |||
<poem> | |||
આંખ સામે ધરાર આવીને | |||
દૃશ્ય થાતાં ફરાર આવીને | |||
શ્વાસની આરપાર આવીને | |||
દોસ્ત કરશે દરાર આવીને | |||
કોણ કહે છે ઉગાર આવીને? | |||
કાળ પ્હેલા જ માર આવીને | |||
તેં કર્યો છે ખુવાર આવીને | |||
ફૂલ હે, ખુશ્બૂદાર આવીને | |||
દુઃખ બધાં મૂલ્યવાન મોતી છે | |||
ખોલ મા ઘર બહાર આવીને | |||
ભાર ના રાખ આમ આંસુનો | |||
સ્કંધ પર લે ઉતાર આવીને | |||
એકલો હું જ સાદ પાડું છું | |||
તું કદી તો પુકાર આવીને! | |||
‘શબ્દ પણ આજકાલ ઘાતક છે’ | |||
બોલ, પરવરદિગાર, આવીને | |||
આ કબર દોસ્ત, તેં જ આપી છે | |||
પગ હવે કાં પ્રસાર આવીને? | |||
સૌ ગયાં, એક તું જ બાકી છે | |||
લે, કરી લે પ્રહાર આવીને | |||
</poem> | |||
== ઘા == | |||
<poem> | |||
કરતાં કેમ ડરે છે ઘા? | |||
મિત્રો રોજ કરે છે ઘા | |||
આશ્વાસન જે આપે છે | |||
મીઠાથી જ ભરે છે ઘા | |||
સાચવજે, એ પડઘા છે | |||
પાછા એમ ફરે છે ઘા | |||
દર્દ વધારી જાણો છો | |||
ઔષધથી વકરે છે ઘા | |||
જેમ મથું છું વિસ્મરવા | |||
સતત સતત ચચરે છે ઘા | |||
પાંપણથી પસવાર હજી | |||
દાઝું તોય ઠરે છે ઘા | |||
કે’જો કોઈ મનોહરને - | |||
મરતાંવેંત મરે છે ઘા? | |||
</poem> | |||
== પગમાં – == | |||
<poem> | |||
પગમાં કાશી, પગમાં મક્કા | |||
તમે કહો છો ધક્કેધક્કા | |||
આંખ ખૂલી તો ઘર પણ ગાયબ | |||
બંધ કરી તો હક્કા-બક્કા | |||
કદી પીઠમાં હાથ ફેરવે | |||
કદી કદી છોડાવે છક્કા | |||
જન્મે જાણે હાલે ચાલે | |||
મરવાના યે આમ તબક્કા? | |||
પંડિત સર્વે ચૂપ થયા ત્યાં | |||
અભણ ભણાવે જગને કક્કા | |||
મરતાંને જે કહે નઃ મર તું | |||
તમે મનોહર, ભારે પક્કા | |||
</poem> | |||
== છીએ == | |||
<poem> | |||
પ્રેમ છે તો આપણે મળીએ છીએ | |||
એમ આખ્ખું વિશ્વ સાંકળીએ છીએ | |||
મૂલ્ય જાણ્યું તે અહીં જીવી ગયાઃ | |||
ધૂળ છીએ, ધૂળમાં ભળીએ છીએ | |||
બા કહેતી કેટલી હળવાશથી? : | |||
અન્ન સાથે ઊંઘને દળીએ છીએ | |||
ટોચ પર પહોંચ્યા પછી આ શું થયું? | |||
ઢાળ ભાળ્યો ને બધા ઢળીએ છીએ! | |||
માર્ગ રોકે છે, ચલો, રોકાઈએ– | |||
આપણે ક્યાં કોઈ આંગળીએ છીએ? | |||
ફૂલમાંથી ગંધ છૂટે છે સહજ | |||
જાતમાંથી એમ નીકળીએ છીએ | |||
સાચવ્યું છે ડાળ જેવું બાળપણ | |||
જેમ વાળો તેમ લ્યો, વળીએ છીએ | |||
</poem> | |||
== ચોમાસે == | |||
<poem> | |||
વાંચ વિજોગણ! ખત ચોમાસે | |||
આવ્યો’તો જે ગત ચોમાસે | |||
ટીકીટીકી નીરખવાની- | |||
સારી નહિ આ લત ચોમાસે | |||
વૈશાખે ચાંદરણાં ચૂવે : | |||
એમ જ ચૂવે છત ચોમાસે | |||
નાનકડી ધૂણે છે નદીઓ | |||
પ્રગટ્યું ક્યાંથી સત ચોમાસે? | |||
નેવાં નીચે રહી સચવાશે- | |||
આમ કુંવારાવ્રત ચોમાસે?- | |||
કોરાં રહેવું કે ભીંજાવું? | |||
સૌને સૌના મત ચોમાસે | |||
પંક્તિ-પંક્તિ જલની ધારા | |||
નભ : પુસ્તકની પ્રત ચોમાસે. | |||
</poem> | |||
== આ ગઝલ મેં ફોનમાં– == | |||
<poem> | |||
આ ગઝલ મેં ફોનમાં પ્હેલા કહી મિસ્કીનને | |||
ગુજ્જુને સમજાય તે સમજાય ક્યાંથી ચીનને? | |||
આયના સામે ગઝલ ધરતાં મળે છે વિંઝુડા | |||
સંજુ! આ પર્યાયનો છે અર્થ પણ કોની કને? | |||
ડૂબકી મારી, અદમઆદિલ ને અશરફ જોઉં છું | |||
ગૂર્જરી જળથી જુદાઈ ના ગમે આ મીનને | |||
જો પણે ઈર્શાદગઢમાંથી ચિનુજી નીકળ્યા– | |||
બાટલી ખાલી કરીને પૂરશે ક્યા જીનને? | |||
હર્ષ હે! રાજેન્દ્ર-મીનાશ્રુ, ર.પા. કે હો મનોજ | |||
તું અલગ કર ચાલ, અર્વાચીનને - પ્રાચીનને | |||
એક હર્ષદને સ્મરું ત્યાં અન્ય હર્ષદ સાંભરે | |||
છે, સ્મરણની ગૂંચ છે, જુદો કરું હું ક્યાં મને? | |||
</poem> | |||
== ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા == | |||
<poem> | |||
નથી રાત દેખી, ન દેખા સબેરા : | |||
ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા | |||
જિહાં પાંવ રુક્કે તિહાં હો બસેરા : | |||
ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા | |||
હમેં ક્યા? અહીંસે વહીં તક ફકીરો, | |||
ખબર છે જવાના વહીં સે નહીં તક | |||
અરે, હમને સારી જમીં કો હી ઘેરા : | |||
ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા | |||
કરેગા ક્યા છતછાપરે ઔર વંડી? | |||
રમાઈ હૈ ધૂની તો કિસ કામ બંડી? | |||
અબે યાર, લે જા, અગર સબ હૈ તેરા : | |||
ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા | |||
કિહાં રખ્ખૂં બોજા? ન રખ્ખૂ મૈં રોજા, | |||
મિલીં આંખ બંદે અબી હાલ સો જા | |||
જરા દેખ હમકું તો લે’રા હી લે’રા : | |||
ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા | |||
કરે સિર્ફ માલિક હુકુમ એ જ કાફી, | |||
રહેગી ચલમ કે રહેગી ન સાફી | |||
યિહાં કોન ચાચા ભતીજા મમેરા? | |||
ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા | |||
</poem> | |||
== મૂકી જો == | |||
<poem> | |||
એક પલ્લે સ્વભાવ મૂકી જો | |||
ત્રાજવાં પર પ્રભાવ મૂકી જો | |||
જે હશે તે જ તે કહી દેશે– | |||
દર્પણે હાવભાવ મૂકી જો | |||
પ્રેયસી જેવું જ વિશ્વ સુંદર છે | |||
તું જરી તો લગાવ મૂકી જો | |||
ઘર બને છે પછી જ સાચું ઘર | |||
બારણે આવ-જાવ મૂકી જો | |||
શ્હેર વસ્તી વગરનું થૈ જાશે | |||
આપણો ત્યાં અભાવ મૂકી જો | |||
ડૂબશે કે જશે કિનારા પર? | |||
તારું છે કામ : નાવ મૂકી જો | |||
એમનો અણબનાવ ભૂલી તું | |||
પ્રેમનો રખરખાવ મૂકી જો | |||
ઘાવ કરજે પછી જ બીજા પર | |||
ત્યાં તું તારા જ ઘાવ મૂકી જો | |||
‘મ્હેક પોત કને તું રાખી લે’ | |||
પુષ્પ સામે સુઝાવ મૂકી જો | |||
</poem> | |||
== કોઈ == | |||
<poem> | |||
બહાર નહીં તો અંદર કોઈ | |||
નિત્ય કરે છે હરફર કોઈ | |||
ચૉક અને ચૉરા પર કોઈ | |||
શોધે પોતાનું ઘર કોઈ | |||
ઓઢાડે જે ચિન્તા રાખી | |||
ભરનીંદરમાં ચાદર કોઈ | |||
મોતી એમ નથી વીંધાતું | |||
વીંધે સાત સમંદર કોઈ | |||
ભાર બધો ઓશીકે મૂકી | |||
ઊંઘે છે ભડભાદર કોઈ | |||
ચોર-પગે મેં જોઈ ચાંદની | |||
ચડે-ઊતરે દાદર કોઈ | |||
મોભ અને મોભો સાચવતાં | |||
થાય પડીને પાદર કોઈ | |||
સ્વાગત કરશે વિશ્વ નવું આ | |||
ઓળંગે જો ઉંબર કોઈ | |||
</poem> | |||
== ક્યાંક તો છેડો હશે == | |||
<poem> | |||
આ કથા છે, આ કથાનો ક્યાંક તો છેડો હશે | |||
રાખ શ્રધ્ધા કે વ્યથાનો ક્યાંક તો છેડો હશે | |||
ના તને કોઈ પ્રતીતિ દોસ્ત, ઈશ્વરની થશે- | |||
તું વિચારે છે : હવાનો ક્યાંક તો છેડો હશે | |||
સાંજ પંખી ખીણ વાદળ-ને ભરી લે મીટમાં | |||
દૃશ્યના આ દબદબાનો ક્યાંક તો છેડો હશે | |||
હું પહોંચ્યો એટલે તો છેક તારા મન સુધી | |||
એક કાચા તાંતણાનો ક્યાંક તો છેડો હશે | |||
ના હશે આકાશને આરંભ અથવા અંત, પણ- | |||
આપણા હોવાપણાનો ક્યાંક તો છેડો હશે | |||
ખૂબ ગરવાઈ થકી ચર્ચા કરે વિદ્વત્જનો | |||
એ જ કે : સદ્ગત ૨.પા.નો ક્યાંક તો છેડો હશે | |||
</poem> | |||
== ઠસ્સો == | |||
'''મંદાક્રાન્તા''' | |||
<poem> | |||
ચૂલામાં તેં વખતસર ઑબાળ પૂર્યો. અડાયાં | |||
ફૂંકે ફૂંકે જરીક સળગ્યાં ને ફરી ઓલવાયાં. | |||
ચોમાસાની અસર પણ દેખાય છે આ હવામાં | |||
થાપ્યાં છાણાં ઊલટભર જે, ઘાર છે મોઢવામાં. | |||
ઘેરી લેતી ઘર સકળને, સાજને ધૂમ્રસેર– | |||
ધક્કેલાવે, તસુ નવ ખસે. જોઉં હું : અશ્રુભેર | |||
મુંઝાતી તું, વધુ વધુ તને ભીડવે, ચાડ રાખે | |||
જોતી બેઠી–અવર કશું ના સૂઝતાં–તપ્ત આંખે. | |||
થાકી તોયે અધરદ્વયથી આગ સંધ્રૂકતી તું | |||
લીધેલું ક્યાં પણ સરળતાથી કદી મૂકતી તું? | |||
રેલો ચાલ્યો કુમકુમતણો, કાનનાં દૂલ ડોલે | |||
શ્વાસે શ્વાસે સ્તન થરકતાં, બંગડી શી હિલોળે! | |||
બેસી પાસે સ્મિતસભર, ગુસ્સો નિરાંતે નિહાળું | |||
ઠસ્સો તારો લથબથ : ભલે દૂર ઠેલાય વાળુ. | |||
</poem> | |||
== ભીતરે == | |||
'''મંદાક્રાન્તા''' | |||
<poem> | |||
છેલ્લા પત્રે પ્રિય, ઉમળકાભેર મેં વાંસ્યું તાળું, | |||
કોરે મોરે વિગત, વચમાં જોઉં ખેંચાણ મારું : | |||
‘લાંબા લાગે દિન પિયરના, રાત વેંઢારવાની’ | |||
(તેડી આવ્યો) વધુ સમય તું ક્યાં હતી ગાળવાની? | |||
ગૈ કાલે જે પડતર હતું, આજ ચોખ્ખુંચણાક | |||
હોંશે હોંશે ઘર કર્યું પ્રિયે, રમ્ય. દીસે ન થાક | |||
તારા ચ્હેરે. વિહગ ફરક્યાં ભીંતનાં શાં ફરીને, | |||
એના ઝીણા–નીરવ ટહુકા આળખે ઓશરીને! | |||
બેડાં માંઝ્્યાં, ઝળહળ થયાં, ઓસર્યાં ઓઘરાળાં, | |||
ખંખેર્યાં તેં છત સહિત બાઝેલ સર્વત્ર જાળાં, | |||
વાળીઝૂડી, પુનરપિ બધી ગોઠવી ચીજવસ્તુ | |||
ઑળીપાની સુરભિ વદતી હોય જાણે, ‘તથાસ્તુ’. | |||
ખેંચી પાસે, સુખકમળ ત્યાં ઊઘડ્યાં સ્વેદભીનાં | |||
ચૂમી લેતાં, સરવર છલ્યાં ભીતરે સારસીનાં! | |||
</poem> | |||
== કમાલની દીકરીઓ == | |||
<poem> | |||
કમાલુદ્દીન બદરુદ્દીન કાચવાલા | |||
મારો બચપણનો દોસ્તાર | |||
સીધો-સાદો ને મોજીલો, એવો જ ઉદાર | |||
મારા ગો૨૫દા નીચે | |||
અમારી ટણકટોળીએ એને જનોઈ પહેરાવેલી | |||
ને અમારી જેમ તે પણ કાને જનોઈ ચડાવીને... | |||
પછી તો ભણ્યાગણ્યા ને વિખરાયા | |||
આવ્યા-ગયા તડકા ને છાયા | |||
વૅકેશનમાં મળીએ | |||
દુકાનોનાં પાટિયાં પર રાત ટૂંકી કરીએ | |||
વીગત પ્રસંગો સંભારીએ ને દોમદોમ હસીએ | |||
આ કમાલ | |||
ત્રણ વહાલસોઈ દીકરીનો બાપ | |||
કહેતો : | |||
દીકરો હોય કે દીકરી | |||
શો ફેર પડે છે? | |||
પોતપોતાનું ભાગ્ય લઈને આવી છે | |||
ભાગ્ય લઈને ઊડી જશે ચીડિયાં... | |||
પહેલી દીકરી મુમતાજને લાડથી અમે મમુ કહેતાં | |||
પહેલી હતી એટલે પરિવારમાંથી મળેલાંય એવાં | |||
પ્યાર - દુલાર | |||
એની શાદી વખતે યાર-રિશ્તેદારને હોંશેહોંશે | |||
રૂબરૂ જઈને નોતરાં આપી આવેલો | |||
મુસલમાન જેવો જ નાતો હિન્દુઓ સાથે | |||
લેવડદેવડ ઊઠકબેઠક ને સારે-માઠે આવ-જા નો વે’વાર | |||
હિન્દુ મિત્રોને | |||
ગણપતિની મુદ્રાવાળી | |||
નિમંત્રણ પત્રિકા આપેલી | |||
હરખભેર દાવત દીધેલી | |||
ફરી મળવાનું થયું ત્યારે | |||
એના મોઢાનું નૂર ઊડી ગયેલું જોયું | |||
ખબર - સરખીયે આપેલી નહીં એણે | |||
પૂછ્યું તો ખબર પડી : | |||
મમુ ડૂબી મરી આ ખારા સમંદરમાં | |||
મારી દીકરી ને તોય તાપ જીરવી ન શકી! | |||
જાણીજોઈને તને સમાચાર નો’તા આપ્યા | |||
એની બીજી દીકરી ખુશ્બૂ | |||
મારી પાસે ભણેલી | |||
બસમાં અપડાઉન કરી કૉલેજને ઉંબરે ચડેલી | |||
હું કહેતો એમ બીજાઓ પણ એને : ખૂબી : કહેતાં | |||
ખૂબી : | |||
આવડતનો ભર્યોભર્યો ખજાનો | |||
ડહાપણનો દરિયો | |||
એક વાર અચાનક ઘેર આવી ચડી | |||
બોલી : તમે મને : ખૂબી : કહેતાને, સર! | |||
બાપુએ મને ભાલ-પંથકમાં આપી છે | |||
ખારાપાટમાં | |||
પાણી પી શકું તો આંસુ ન પી શકું? | |||
એના હોઠ પરના આછોતરા સ્મિતે | |||
સાંજને બોઝલ કરી દીધેલી | |||
કમાલની ત્રીજી દીકરીનું નામ તો મેં જ પાડેલું : | |||
</poem> | </poem> |
edits