26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 236: | Line 236: | ||
એને ચરવું નહીં કે ચાલવું નહીં! | એને ચરવું નહીં કે ચાલવું નહીં! | ||
–મેલ દેવતા!! | –મેલ દેવતા!! | ||
</poem> | |||
== આંબાવાડિયું == | |||
<poem> | |||
એક સમયે | |||
હું ગાર ગૂંદતો હતો | |||
એ પગલાંનું માપ મારે જોઈએ છે. | |||
નક્કી, એ રસ્તે | |||
એક નવી ભીંત ભરી લઈશ, | |||
ઓકળીઓથી લીંપી લઈશ, | |||
આંબાવાડિયું ઉછેરી લઈશ, | |||
પીળું પાન | |||
લીલું પાન, | |||
વડવાઈએ વધેલું દાણ | |||
દાણ કહેતાં દેશ દેશથી | |||
દોડી આવે શઢ-કાટલાં વહાણ... | |||
અરે! | |||
કોઈ આ છેડેથી | |||
આંચકો તો મારો! | |||
</poem> | |||
== રંગનુ નોતરું == | |||
<poem> | |||
ગામડે હતો ત્યારે | |||
કુુંડી પછવાડે એકબીજાને વીંટળાઈ | |||
ઊંચા થઈ થઈ પછડાતા સાપને જોયેલા | |||
આજે ધખારામાં | |||
ફરીથી એ યાદ આવ્યા : | |||
{{Space}} ચોમાસું બેસવું જોઈએ! | |||
એક વખત | |||
સાવ સુક્કા, ધૂળિયા રંગના કાચંડાની પૂંછડીએ | |||
ભિયા! ગમ્મતમાં દોરી બાંધી દીધેલી! | |||
મને શું ખબર કે | |||
વરસાદ એની પીઠ ઉપર ઊઘલતો હોય છે! | |||
આજે, | |||
સામેના ઝાડ ઉપરથી, | |||
કરકરિયાળી ડોક ઉપર રંગનું નોતરું ઝીલતો | |||
વજનદાર કાચંડો, | |||
લચ્ચાક્ કરતો પડી ગયો : | |||
{{Space}} વરસાદ તૂટી પડવો જોઈએ! | |||
ને પછી? | |||
પહેલા જ વરસાદે | |||
વગડો છૂટા નાગ જેવું નીકળી પડશે, | |||
બધે કીડિયારાં જ કીડિયારાં... ... | |||
કાછડા વાળેલી કન્યાઓ | |||
ડાંગરની ક્યારીઓમાં | |||
છેાડ જેવું છલકાઈ જશે | |||
મારે | |||
કેટલા વીંછીને ચીપિયે પકડીને | |||
ઘરની બહાર, | |||
વાડમાં નાખી આવવાના રહેશે હેં! | |||
</poem> | |||
== વિચ્છેદ == | |||
<poem> | |||
હે મન! | |||
ઉકેલી નાખો તમારાં | |||
બધાં આવરણ. | |||
ડુંગળીના પડ જેવું બંધાવા માંડ્યા | |||
ત્યારથી જ | |||
આપણો | |||
ભોંયથી વિચ્છેદ શરૂ થયો છે. | |||
હું કદાચ મોટો થઈ ગયો છું | |||
કોઈ મારે કપાળે માટી ભરો, | |||
મને શેઢાની ઊંઘ આવે... ... | |||
</poem> | </poem> |
edits