દલપત પઢિયારની કવિતા: Difference between revisions

Jump to navigation Jump to search
()
()
Line 304: Line 304:
કોઈ મારે કપાળે માટી ભરો,  
કોઈ મારે કપાળે માટી ભરો,  
મને શેઢાની ઊંઘ આવે... ...
મને શેઢાની ઊંઘ આવે... ...
</poem>
== કવિતા કવિતા રમતાં ==
<poem>
એક દિવસ
કવિતા-કવિતા રમતાં થયું,
લાવ મારી કવિતામાંથી
એકાદ કૂકીને ઓળખી જોઉં
જરા ઉછાળી,
ફેરવીતોળી જોઉં...
મેં બાજી સંચારી
જોયું તો
વાડી આખી વેરણછેરણ!
વૃક્ષો બધાં લીટાલીટા થઈ ગયાં!
કશું ઓળખાય જ નહીં.
કૂકીઓ કૂકીઓ બધી એક બાજુ
ને કાગડાઓ કશાકનો બહિષ્કાર કરતા કરતા
ઊડી ગયા.
તે પછી આ કાગળમાં
સાવ ખાલીખમ, માંચી જેવું
પડી રહેલું અવડ એકાંત
ઉપાડ્યા કર્યું છે, મેં!
</poem>
== રામ બોલતાં અશકર ખૂટ્યા ==
<poem>
::ડેલીતૂટ્યા દરવાજાનાં ખળખળ વહેતાં પાણી,
‘રામ’ બોલતાં અશકર ખૂટ્યા ભડભડ બળતી વાણી.
:::::ક્યાંથી દીવો છૂટો પડ્યો
:::::ને ક્યાં મૂકી એંધાણી?
ઝળહળ ઝળહળ ઊકલ્યું નહીં કાં રેખા પડી અજાણી?
‘રામ’ બોલતાં અશકર ખૂટ્યા ભડભડ બળતી વાણી.
::::અલ્લક-દલ્લક પાછું આવે કોણ?
:::::—કૉગળો પાણી?
::કોણે છેાડી પાંગથ, કોણે પવનપછેડી તાણી?
‘રામ’ બોલતાં અશકર ખૂટ્યા ભડભડ બળતી વાણી.
::::માટી જેવી માટી પાસે
::::તળાવ માગ્યું, તુલસી માગી,
::ક્યાં અંગૂઠો ભોંય ખોતરે, કોણ થયું ધૂળધાણી?
‘રામ’ બોલતાં અશકર ખૂટ્યા ભડભડ બળતી વાણી.
::::વધ્યુંઘટ્યું તે કોણ?
:::કોણે ક્યાં માંડ્યો સરવાળો
અહીં તો –
કમાડ-ઑથે કેટકેટલા દરિયા લેતા ટાળો
કેટકેટલાં તોરણ વચ્ચે સમય બાંધતો માળો
રેતભરેલાં મોજાં વીખર્યાં વહાણ, વાવટો વાળો
તરતી ડેલી, તરતા દીવા, તળિયે બેઠું પાણી,
‘રામ’ બોલતાં અશકર ખૂટ્યા ભડભડ બળતી વાણી.
</poem>
</poem>
26,604

edits

Navigation menu