દલપત પઢિયારની કવિતા: Difference between revisions

Jump to navigation Jump to search
()
()
Line 354: Line 354:
તરતી ડેલી, તરતા દીવા, તળિયે બેઠું પાણી,
તરતી ડેલી, તરતા દીવા, તળિયે બેઠું પાણી,
‘રામ’ બોલતાં અશકર ખૂટ્યા ભડભડ બળતી વાણી.
‘રામ’ બોલતાં અશકર ખૂટ્યા ભડભડ બળતી વાણી.
</poem>
== વા’ણાં વહી જશે ==
<poem>
અધવચ, અજલે મજલે વા’ણાં વહી જશે
એકલાં ટોળે વળિયાં એકલાં વીખરાયાં રે, અટકાવો—
{{Space}} અધવચ, અજલેમજલે
નખમાં ચીતરેલી વાડી, સૈયર છાંયો લાગે રે,
અમે અદલે બદલે ઊગતાં જવારા રે, વધાવો—
{{Space}} અધવચ, અજલેમજલે
સૈયર! ચેર્યે ચડું ને ચંપે ઊતરું રે,
અમે અડીએ ઘડીએ ઊઘલ્યાં અંધારાં રે, અંજવાળો—
{{Space}} અધવચ, અજલેમજલે
ભરિયાં ચંદન તળાવ, લે’ર્યો ઊંઘ લાવે રે,
અમે તાંબાકુંડીએ જળના ઉતારા રે, છલકાવો—
અધવધ, અજલેમજલે વા’ણાં વહી જશે.
</poem>
== છેલ રમતૂડી ==
<poem>
છેલ રમતૂડી! પુનમિયા મેરામેં પારશ પેંપરો રે લોલ,
{{Space}} એની ચાર ચાર ગઉની છાંય
{{Space}} દીવડા શગે બળે
એની પાંદડાં કેરી ઝૂલ્ય, સાહેલી!
આથમતાં ઉકેલી ને પાદર થરથરે રે લોલ.
{{Space}} આયો અષાઢીલો મેઘ
{{Space}} નદીએ નઈ જઉં
અલી ચ્યાં ચ્યાંં ટઉચ્યા મોર, સાહેલી!
પેંજરના પંખીને વાયક પાછાં ફરે રે લોલ.
{{Space}} લીલી એકળીઓની ભાત્ય
{{Space}} વગડે વેરઈ ગઈ
પેલા પાણિયારાની પાળ, સાહેલી!
નજરુંને ઉતારો નેવાં જરે છલે રે લોલ.
{{Space}} પેલા મારીડાને બાગ
{{Space}} મરવો નંઈ બોલે,
{{Space}} પેલા સુથારીને હાટ
{{Space}} મંડપ નઈં ડોલે,
હવે હાડિયાને ઉડાડ્ય, સાહેલી!
આયા ગયા દન જમણી આંખે ફરફરે રે લોલ.
</poem>
== ટેંટોડો ==
<poem>
એક એંશી વરહના ટેંટોડો,
એના મોઢામેં દુધિયા દાંત,
બોલે ટેંટોડો!
એ તો છપઈને છોરી જોતો’તો,
એનાં નેણાંમેં નવરા નાગ,
બોલે ટેંટોડો!
ટેંટોડો તો ટાલવાળો, ટોપી માગી લાયો બેની!
ઘઈડી ઢહરક મૂછોવાળો, મેંસ્યો આંજી આયો બેની!
બોલસ્યા એની બાળ-કુંવારી, કાનુડો!
એની હેંડસ્યા હલ્લક-મલ્લક,
ઘેલો ટેંટોડો!
શેરીએ શેરીએ સાદ પડાવો,–ટેંટોડો!
ઢોલિયા ઢેકી-છાંય ઢળાવો,–ટેંટોડો,
એનો રેશમિયો રૂમાલ, ચડતો વેંછૂડો,
એંશી વરહનો ટેંટોડો!
કાળે ઉનાળે કરા પડ્યા ’લી ટેંટોડો,
મારી છાવણીઓમેં છરા પડ્યા ’લી ટેંટેડો!
એણે તાંણીને માર્યા તીર,
રાયવર ટેંટોડો!
ઉગમણી દિશ આ કોણ ઊડે ’લી બગલું જો,
માતાની મઢીએ દીવા બળે ’લી હમણું જો
બોરી બજારમેં મૂલ થયાં પેલી લંકા બળે;
અંદાવાદને આઠમે ટાવર ડંકા પડે રે લોલ
એંશી વરહનો ટેંટોડો!
</poem>
</poem>
26,604

edits

Navigation menu