સંજુ વાળાનાં કાવ્યો: Difference between revisions

Jump to navigation Jump to search
()
()
Line 250: Line 250:


== ઘાસની સળી ==
== ઘાસની સળી ==
<poem>
::::ઉતાવળી ઉંબર પર આવી ઊભી રહી
સખીરી, કોઈ પવનના સુસવાટામાં
::::::: ફંગોળાતી સુક્કા ઘાસની સળી.
મન સાબુનું ફીણ અમસ્તું મુઠ્ઠી ભરતાં પાણી થઈ રહી જાતું,
અમે જનમથી અંધમતિ કે, પરપોટાને માની બેઠા ધાતુ
:::: સખીરી, પજવે અપરંપાર મને
:::::::     ફળિયામાં ફળતી દાડમડી.
::::::: ઉતાવળી ઉંબર પર આવી ઊભી રહી.
ડહોળાતા દિવસોને વળગી પડું ઘડીમાં ટશિયે ટશિયે તૂટું,
કહો, કહો જી કેમ કરીને લોહીવગી આ લેણદેણથી છૂટું?
:::: સખીરી, આંસુથી ઉજાળ્યા માજમ ઓરડા
::::::: ઓસિરયું ઉજાળતાં ના આવડી
::::::: ઉતાવળી ઉંબર પર આવી ઊભી રહી
</poem>
== મરણોન્મુખ ==
<poem>
કાને બહેરાશ અને આંખોમાં હરે ફરે મોતિયો
ઓલવાતાં અંગોને જાળવવા ઝૂઝે રે
:::: ઝાકળના ખેતરે રખોપિયો...
ચોપનમા વરસે છેક ગોઠવાતા ઘરઘરણે
:::: કુંડળીમાં પાડ્યું તેં વાંકડું
વાત-વાતે નડતાં કમૂરતાં ને પંચક તે
:::: ગાડે ઘલાય નહીં લાકડું
કહ્યામાં રહ્યા નહીં એક્કે ઇશારા
:::: ‘ને હોઠ પર થીજી સિસોટિયો...
કાને બહેરાશ અને આંખોમાં હરે ફરે મોતિયો...
મુઠ્ઠી તણખલાંની કાયાને ચરી જાય
:::: વગડાઉં લ્હેરખીનું ટોળું,
આથમતી વેળાએ ઝાંખુ ઝબૂકે તું
:::: ફૂટેલા ભાગ્યનું કચોળું.
અડધેરું વય વહ્યું પાણીને મૂલ
:::: અને અડધાનું ગવડાવે જિયો.. જિયો..
કાને બહેરાશ અને આંખોમાં હરે ફરે મોતિયો...
</poem>
== હજુ ==
<poem>
હજુ પ્રભાતી સ્વર ઊઘડતા તુલસીક્યારો સીંચી
હજુ મને એ લય ગણગણવો ગમતો આંખો મીંચી
હજુ પવનમાં ભેજ વહે છે, હજુ ઢાળ છે લીલા,
હજુ ઋતુઓ વળાંક લઈને છેડે કંઠ સૂરીલા.
હજુ કોઈ માળામાં પ્રગટે પહેલવહેલું ચીં..ચીં..
હજુ મને એ લય ગણગણવો ગમતો આંખો મીંચી
હજુ ક્યાંક આથમતી વેળે બેસી બે-ત્રણ વૃદ્ધા
હજુ વિગતના સ્વાદ ચગળતી ખખડધજ સમૃદ્ધા
હજુ વયસ્કા પુત્રી ઉત્તર વાળે નજરે નીચી
હજુ મને એ લય ગણગણવો ગમતો આંખો મીંચી.
હજુ નદીના કાંઠે કોઈ કૂબામાં ગાતી મુનિયા.
હજુ ય ચાંદામામા કહીને મા દેખાડે દુનિયા.
હજુ ય નવતર રંગ પકડવા તું પકડે છે પીંછી
હજુ મને એ લય ગણગણવો ગમતો આંખો મીંચી
</poem>
== એક ઝાલું ત્યાં ==
<poem>
એક ઝાલું ત્યાં તેર વછૂટે......
અણધાર્યું કોઈ ગીત વીંધીને
:::: લોહી વીંધીને જાય ઘસાતું પગ અંગૂઠે
:::: રાસબરીના નીતર્યા છાંયે
:::: બેસતાં લાધે જાંબલી અભિજ્ઞાન
:::: જ્ઞાન કબૂતર—જ્ઞાન કવિતા
:::: જ્ઞાન ચોર્યાસી માળનું હો મકાન
જ્ઞાન પડીકું ખૂલશે પછી
:::: જાંબલી ટશર ફૂટશે રે કાંઈ કાનની બૂટે
:::: ઘૂંટડો ભરી શું ય પીધું કે
:::: રાગરાગિણી થઈને લીલી નદીઓ વહે
:::: રાગ લપેટું – રાગ વછોડું
:::: ઝાટકી ઝીણો વળ ચઢાવું, સદીઓ વહે
કેટલી ઝીણું ઝીંક! ઝિલ્લારે
:::: આંખ સલામત રહી જતી ને દેખવું ફૂટે
</poem>
== પ્રથમ વરસાદ ==
<poem>
સખિયન ! મેઘાડમ્બર
સખિયન ! રે નિલામ્બર
સખિયન ! ફાટ ફાટ ગોરમ્ભો તૂટે
સખિયન ! અંતઃકરણથી ધોધ વછૂટે
સખિયન ! થડકારા ઝિલાય વખમ્ભર
સખિયન ! ધણણણ ધણણણ ગર્જત બાજત ઢોલ મૃદંગો
સખિયન ! હડૂડૂડૂ હડૂડૂડૂ લેવત હય ગજરાજ અઠિંગો
સખિયન ! અરવ અંકોડે ઝળક ઝળક ઝળકાતાં ઝુમ્મર
સખિયન ! કંઠ કૂંપળવત્ ઝિલમિલ છેડત મધ્ધિમ સ્વરમાં રાગ કેદારો
સખિયન ! તળાવ તિરાડો હરખદૂડી ધિનધિન નાચત હઈ ઓવારો
સખિયન ! મુઠ્ઠીભર મન પર પથરાતી (લ્હેર લ્હેર લહેરાતી) મર્મર
</poem>
== છેલબટાઉ કુંજમનનું ગીત ==
<poem>
{{Space}}કુંજડીની આંખોમાં ફૂટી રે પાંખો કે
::::::::ઝીણું ઝબ્બાક કાંઈક જોયુંં...
{{Space}}જોયું રે... જોયું રે... એવું તે જોયું કે
::::::::આખ્ખુંયે આભ એણે ખોયું...
::::::::ઝીણું ઝબ્બાક કાંઈક જોયું...
સાવ ઉજ્જડ ડાંગરનાં ખેતરમાં ખડકાતા પિચ્છાંનો ગઢ
::::::::હે...ઈ પિચ્છાંનો ખડકાતો ગઢ
ગેરુડી  માટીમાં  બર્ફિલી  પાંખોના  ફગફગતા  સઢ
::::::::હે...ઈ ફગફગતા પાંખોના સઢ
:::::માંડ માંડ ઉકલતા ચીંથરાંના ચાડિયામાં
::::::::::છેલ્લબટાઉ કુંજમન મોહ્યું...
::::::::::ઝીણું ઝબ્બાક કાંઈક જોયું...
છોળ છોળ છલકાતો શેઢાના મહુડાનો ખટમીઠ્ઠો કેફ
::::::::::હે...ઈ ખટમીઠ્ઠો મહુડાનો કેફ
ટહુકાના  હેલ્લારે ઊછળતો આવી ચડે પાદરમાં છેક
::::::::::હે...ઈ પાદરમાં આવી ચડે છેક
:::::::લૂંબ—ઝૂંબ કેફખોર મહુડાનાં પાન ચાખી
::::::::::ઉડાડી કલરવની છોળ્યું...
::::::::::ઝીણું ઝબ્બાક કાંઈક જોયું...
</poem>
== મિલમજૂરોનું સહગાન ==
<poem>
હો... રે હેતાળ હાથ ઓળઘોળ વાણામાં
:::: તાણામાં સાટકા–સબાકા....ઓ...હો...રે
કાંજીમાં રેબઝેબ નીતરવું ગૂંથીને
:::: બંધાવ્યા મલમલના તાકા...ઓ....હો...રે
હો...૨ે ખટ્ટાક ખટ્...ખટ્ટક ખટ્ટાક ખટ્...ખટ્ટક ખટ્ટાક ખટ્..હો...રે
::: જીવતર ઝરડાતું રે સાંચાના તાલમાં
::: વાંચીએ તો વંચાતા વામણા...જર્રાક જટ્
::: ઉકેલો જેમ, એમ ગૂંચવાતું જાય જાણે
::: કાચા સૂતરના હો તાંતણા...તડાક તટ્
::: રેશમિયા ધુમ્મસમાં કેમ કરી ઢંકાશે
:::::::             ઉઘાડે છોગના ઈલાકા..ઓ...હો...રે
:::         હો...રે...હો તાણામાં સાટકા...સબાકા...ઓ...હો...૨ે
હો...૨ે ખટ્ટાક ખટ્...ખટ્ટક ખટ્ટાક ખટ્...ખટ્ટક ખટ્ટાક ખટ્..હો...રે
::: ટપકી પડે રે ઝાંખ સોંસરવું દેખવું
::: ‘ને તાર સાથે સંધાતી સૂરતા...સટ્ટાક સટ્
::: વ્હીસલમાં કેદ રહે ઝાંખું પરોઢિયું ’ને
::: ભણકારે આંચકા વછૂટતા...ફટ્ટાક ફટ્
::: રજમાં રજોટાઈ રહેવું વેંઢારીને
::::::: જીવમાં પડ્યા છે હવે આંકા...ઓ...હો..રે
::: હો...રે...હો તાણામાં સાટકા–સબાકા...ઓ...હો...રે
હો...૨ે ખટ્ટાક ખટ્...ખટ્ટક ખટ્ટાક ખટ્...ખટ્ટક ખટ્ટાક ખટ્..હો...રે
</poem>
26,604

edits

Navigation menu