સંજુ વાળાનાં કાવ્યો: Difference between revisions

Jump to navigation Jump to search
()
()
Line 597: Line 597:
::અડાબીડમાં સમજણ નામે ઘા  
::અડાબીડમાં સમજણ નામે ઘા  
બાવાજી, અમને બહુ ગમતા આ ઘા!
બાવાજી, અમને બહુ ગમતા આ ઘા!
</poem>
'''<big>શબ્દચિત્ર</big>'''
== સૂરદાસ ==
<poem>
{{Space}}શું ખોલું? શું મુંદુ નેણાં?
પલકવાર નવ અળગો જાણું નિશદિન વાજત હિરદે વેણા!
{{Space}}કનક-જવાહીર લગીર ન ચાહું
{{Space}}મનસા મુકિત વિષય નિરીચ્છ
{{Space}}બહુ બડભાગી મળે મુકૂટમાં,
{{Space}}સ્થાન જરા થઈ રહેવા પિચ્છ
હુંને હરિવર, મિત પરસ્પર, એક બીજાં પર ઝરીએ ઝેણાં!
પલકવાર નવ અળગો જાણું નિશદિન વાજત હિરદે વેણા!
{{Space}}હરિ ચરણોની રજ હું મુઠ્ઠી
{{Space}}વલ્લભ પરસ ભયો હિતકારી
{{Space}}સૂર : કહાં પાઉં, ક્યા ગાઉં?
{{Space}}જનમ જનમ જાઉં બલિહારી
રઢ લાગી એક નામ સુમિરન, ભેદ નહિ કોઈ દિન વા રેણાં!
પલકવાર નવ અણગો જાણું નિશદિન વાજત હિરદે વેણા!
</poem>
'''<big>ગઝલ</big>'''
સવા ગજ ઊંચું છળે છે તો એમાં શું અચંબો છે?
કવિના શબ્દનાં પરમાણવાળું ગાડું છે સાહેબ
== એક અ-નિયંત્રિત ગઝલ ==
<poem>
::ઓગળે દૃશ્યો બધાં ધુમ્મસ બની
:શ્વાસ મધ્યેની તિરાડો વિસ્તરો હજી...
:::::ક્યાં હશે તું? ત્યાં? અહીં?
ચોતરફ ઘૂમી–ઘૂમી–ઘૂમી નજર પાછી વળી
::આ અચાનક શિલ્પના ઉચ્ચાર
::::-થી દ્રવી ભાષા નવી
:::કે તરસને લશ્કરી પડાવ
જળ વિહોણી ફક્ત એક જ વાતથી ઊઠ્યો છળી
સાવ ખુલ્લે હાથ આવ્યો, નીકળ્યો ભરપૂર
:::કોણ જાણે આપ-લે શેની કરી
:::શું ખબર? ઘટના હશે—અફવા હશે!
સૌ કહે છે : છેડતી સુગંધની પણ થઈ હતી
</poem>
== વણજારા...રે ==
<poem>
ઉપડ્યા લઈને ક્ષિતિજની પાર એવા સ્થળ વિશેની શોધ ઓ વણજારા....રે
ક્હેણરી બચકી ઉપર લાદી નવસ્ત્રી વ્યંજનાવત્ પોઠ ઓ વણજારા...રે
રાવટી સાથે ઉખેડયાં ઋણની મુઠ્ઠી ભરી મેં છાતીએ ચાંપી લીધી
તું ખીલે વળગી રહેલી ધૂળ લઈને જીવમાં સંગોપ વણજારા...રે
તરકટી તંબૂરથી વરસી પડેલું ભાન સવ્વાલાખનું પહેરી અને
દૂ...રના એંધાણમાં આવેશમય ગળતું હતું આ કોણ? આ વણજારા...રે
કઈ દિશાનું આજ ખુલ્યું બારણું કે આ મતિભ્રમ દેશમાં ભૂલાં પડ્યાં
જો; જરા પાછું વળીને સામટા વેરાય અણઘડ કોડ ઓ વણજારા...રે
પિંડીએ શતશત જનમનો થાક લવકે કેટલાં જોજન રહ્યાં બાકી હજી...
ના, ચરણ બેબાકળાં તત્કાળ પોકારી ઊઠે વિદ્રોહ ઓ વણજારા...રે
</poem>
== પરિત્રાણ મૂકી ==
<poem>
સોળવલ્લી ચૂપકીદીની અમસ્તી આણ મૂકી
હોઠ ઉપર આસમાની રંગની રસલ્હાણ મૂકી
અબઘડી એ નિસર્યા આવાગમનની જાણ મૂકી
ખુશ્બૂઓ રમણે ચડી હો એવું કચ્ચરઘાણ મૂકી
છો હીરા-માણેકનું હો, કિન્તુ એ બાજાર હૈ ના?
મૂલ્ય અંકાતાં અહીં સૌ સામે પલ્લે પહાણ મૂકી
કૈં યુગોથી આ તુસાદી અશ્વ હણહણતા નથી, ને–
કૈં યુગોથી વિનવું છું નિત નવાં જોગાણ મૂકી
તેં તઝ્ઝુલમાં જરા પરફ્યુમની મસ્તી ઉડાડી
તો તરન્નુમમાં અમે લોબાન જેવી ઘ્રાણ મૂકી
એવું તે શું વૃક્ષના આ છાંયડાઓ પાથરે છે?
કેમ ખેંચે છે મને બેસી જવા પરિત્રાણ મૂકી?
જલપરીઓની કથા જેવાં હતાં જે ભાવવિશ્વો–
એમાં ઉમેરણ કર્યું લ્યો! વ્યાપ ’ને ઊંડાણ મૂકી
ચંદ્રનું સત ઓગળ્યું, જળ ચાંદી-ચાંદી થઈ ઊઠ્યાં, તો–
મેં ય મરજીવાઓ પાછળ ઝંપલાવ્યું વહાણ મૂકી
</poem>
<small>જોગાણ = અશ્વોને તાકાત વધારવા ખવરાવાતા અનાજ-કઠોળ.</small>
== ક્યાંથી લાવીએ? – ==
<poem>
તાપસને તપનું હોય એવું ભાન ક્યાંથી લાવીએ?
ગપછપની વચ્ચે ગૂઢતા કે જ્ઞાન ક્યાંથી લાવીએ?
ભીતરથી આરંભાઈ ’ને પહોંચાડે પાછાં ભીતરે
અનહદ, અલૌકિક, આગવું પ્રસ્થાન ક્યાંથી લાવીએ?
પોતે જ આવીએ, ’ને પોતે આવકારીએ વળી –
હરરોજ ઘરના ઉંબરે મહેમાન ક્યાંથી લાવીએ?
સંવેદનાઓ સઘળી થઈ ગઈ છે ઠરીને ઠીકરું
ત્સુનામી જેવું લોહીમાં તોફાન ક્યાંથી લાવીએ?
ના, કોઈપણ રંગો મને એની પ્રતીતિ દઈ શક્યા
એ મુખડું રમણીય ભીનેવાન ક્યાંથી લાવીએ?
ખીલા તો શું? એકેય સાચું વેણ સહેવાતું નથી
સમતા જ આભૂષણ બને એ કાન ક્યાંથી લાવીએ?
પરભાતિયાં તો આપણે પણ આજ લગ ગાયાં કર્યા
કિન્તુ એ નમણાં નામનું સંધાન ક્યાંથી લાવીએ?
</poem>
== નક્કર ખાતરી ==
<poem>
આંખ છે, ક્યારેક ભીની થાય ચૂવે પણ ખરી
હા, પરંતુ જીવતાં હોવાની નક્કર ખાતરી
જીવની પડખોપડખ જે બેસવા લાયક ઠરી
વ્યક્તિ એવી કેમ એકાએક આવી સાંભરી?
જે ૨.પા.ના ગીતસંગ્રહમાં મૂકી’તી કાપલી
પાનું ખોલીને સવારે જોયું તો થઈ ગઈ પરી
રાત તો હમણાં જ પૂરી થઈ જશે એ બીકમાં
મન અવાચક ’ને પ્રતીક્ષા થઈ બિચારી બ્હાવરી
તું જૂનાં સૌ કાટલાં લઈ એ જ રસ્તા માપ્યા કર
હું તો ક્યાંનો ક્યાંય નીકળી જઈશ ચીલો ચાતરી
ડાઘ પહેરણ પર જે લાગ્યા’તા છુપાવી ના શક્યા
કેવા કેવા ઘાટે જઈ અજમાવ્યા નુસખા આખરી
કાળ! હે મોંઘા અતિથિ! તારો દરજ્જો જાણું છું.
આવ સત્કારું તને હું, કાળી જાજમ પાથરી
</poem>
</poem>
26,604

edits

Navigation menu