18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 287: | Line 287: | ||
કલ્પનાની વેદના આપો, | કલ્પનાની વેદના આપો, | ||
હે વેદનાના દેવ! | હે વેદનાના દેવ! | ||
</poem> | |||
== પૂરની આગાહી માત્ર... == | |||
<poem> | |||
પૂરની આગાહી માત્ર સાંભળીને જ આમ | |||
ગામ છોડીને ચાલ્યા જવું’તું તો પછી | |||
શા માટે છેડ્યો’તો મલ્હાર? | |||
શા માટે પીપળાને વીંટ્યા’તા સૂતરના તાર? | |||
ભરતી વખતે મોજાંઓને કહી દો ઊછળવાનું બંધ | |||
ને ભરવરસાદે ધરતીને કહી દો પલળવાનું બંધ | |||
એ તે કેમ ચાલે? | |||
નહીં તો પછી ગીચ જંગલોમાં ભૂલા પડેલા મારા શબ્દોને | |||
કોણ બતાવશે રસ્તો? | |||
પીપળા પરનાં પાન શું ટપોટપ ખરી નહીં પડે? | |||
પ્રલય એ તો | |||
જળના ઉમંગનું જ બીજું નામ છે, કલ્પના! | |||
જો સાચા મનથી ડૂબવું જ હોય તો | |||
જળનો ડર થોડો રખાય? | |||
અને ઝંઝાવાત એ તો આપણા વહાણનું જ બીજું નામ છે! | |||
આંધી હોય તો તો ઊડવાની ઓર મઝા આવે | |||
હરણની આંખોમાં હિલ્લેાળાતાં મૃગજળને | |||
મરણ ન માની લેવાય, કલ્પના! | |||
વીજળીના ઝબકારે શોધી લે ઉર્વશીનું ખોવાયેલું ઝાંઝર! | |||
ઝાંઝર ખોવાવાનો અર્થ | |||
કંઈ એવો ન થાય કે ખોવાઈ ગયો પગ! | |||
અને મેં તો | |||
આ થીજી ગયેલા જરઠ અંધકાર પર | |||
ચોક લઈને ઠેર ઠેર લખી દીધું છે તારું નામ! | |||
ચાલી આવ, કલ્પના; | |||
હાથમાં કંકાવટી લઈને | |||
ક્યાં સુધી ઊભી રહીશ આમ અહીં ત્રિભેટે? | |||
</poem> | |||
== બસ, તે દિવસથી હું == | |||
<poem> | |||
બસ, તે દિવસથી હું | |||
પીપળો બનીને ખોડાઈ ગયો છું તારે આંગણે. | |||
પગના તળિયે ફૂટતાં મૂળિયાં | |||
પ્રસરતાં જાય છે ધરતીના હૃદયમાં. | |||
અસંખ્ય પંખીઓએ | |||
માળા બાંધ્યાં છે મારી ભીતર. | |||
રોજ સવારે સૂરજ | |||
મારાં પાંદડાંઓને પહેરાવે છે સોનાનાં ઘરેણાં. | |||
ચંદ્ર પણ | |||
ચંદનનો લેપ કરે છે મારા દેહ પર. | |||
તાંબાના લોટામાં જળ લઈને આવતી વર્ષા ય | |||
અભિષેક કરે છે. | |||
ગ્રીષ્મ પણ | |||
હમેશાં આપ્યા કરે છે મને ઉષ્મા; | |||
જાણે હું ગુલમહોર ન હોઉં! | |||
મારી પાસે | |||
આખુંય આકાશ છે, ધરતી છે, | |||
સહસ્ર પાંદડાં છે, અસંખ્ય પંખીઓ છે; | |||
સઘળી ઋતુ છે... ... | |||
કોણે કહ્યું | |||
કે હું | |||
સાવ એકલો છું? | |||
</poem> | </poem> | ||
<br> | <br> | ||
<center>◼</center> | <center>◼</center> | ||
<br> | <br> |
edits