18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 429: | Line 429: | ||
સાથે ખાંસવાનો.... | સાથે ખાંસવાનો.... | ||
સાથે હાંફવાનો... ... | સાથે હાંફવાનો... ... | ||
</poem> | |||
== કિલ્લો == | |||
<poem> | |||
(દીર્ઘકાવ્ય ‘જેસલમેર’માંથી અંશ) | |||
|| એક || | |||
અહીં આ | |||
આડી લાંબી ટેકરી પર | |||
કંઈ કેટલાય કાળથી | |||
પાંચ-સાત ઊંટ | |||
બેસી રહ્યાં અડોઅડ, | |||
પથ્થર થઈ. | |||
તપતી-ઊડતી-વીંઝાતી | |||
રેતીના મારથીયે | |||
કેટલાંક ઊંટોના | |||
તો તૂટી ગયા છે | |||
ક્યાંક ક્યાંકથી | |||
થોડા થોડાક ઢેકા.... | |||
વીંઝાતો જાય તડકો | |||
દારૂગોળાની જેમ | |||
ને | |||
ખરતાં-તૂટતાં જાય છે | |||
પથરાળ ઊંટોનાં | |||
કાન | |||
નાક | |||
હોઠ | |||
અઢારે અંગ | |||
નિઃશ્વાસ... | |||
ખર ખર ખરતા કાંગરાની જેમ | |||
તડાક્ તડાક્ તૂટતા બુરજની જેમ! | |||
ક્યારે થશે | |||
આ પાંચ-સાત ઊંટનો | |||
જીર્ણોદ્ધાર?! | |||
લાવ, | |||
મારી હથેળીમાં | |||
ચાંગળુંક જળ. | |||
મંત્ર ભણીને છાંટું | |||
અને | |||
ગાંગરતોક | |||
થઈ જાય બેઠો | |||
આ કિલ્લો! | |||
આળસ મરડતો | |||
ઊભો થઈ જાય | |||
આ કિલ્લો! | |||
ને | |||
ચાલવા લાગે | |||
પણે | |||
ચાલી જતી | |||
ઊંટોની | |||
હારની પાછળ પાછળ... | |||
દૂ...ર | |||
પ્રગટી રહેલા પેલા | |||
પૂર્ણ ચંદ્ર ભણી.... | |||
|| બે || | |||
કિલ્લો | |||
કેવળ મારો. | |||
એમાં પ્રવેશવાનો | |||
કોઈને અધિકાર નથી. | |||
કિલ્લો | |||
મારી બહાર | |||
મારી આસપાસ | |||
મારી અંદર.... | |||
મારી અંદર | |||
દો...ડે... | |||
ઊંટોની હારની હાર | |||
અને | |||
એનાં પગલાં પડે | |||
બહાર | |||
વિસ્તરતા જતા રણમાં... | |||
રણ | |||
કેવળ મારું. | |||
એની રેતી ઉપર | |||
પગલાં પાડવાનો | |||
કોઈનેય | |||
કોઈ જ અધિકાર નથી. | |||
રણને | |||
આગળ વધતું રોકવા | |||
મેં જ ઉગાડ્યા છે | |||
અસંખ્ય બાવળ | |||
મારી અંદર! | |||
મારા બાવળનાં | |||
પીળાં પીળાં ઝીણાં ઝીણાં ફૂલો ૫ર | |||
નજર નાખવાનો | |||
કોઈને અધિકાર નથી.... | |||
ઝાંઝવાં તો | |||
વહી ગયાં ક્યારનાંયે | |||
ઊંટની | |||
ખડકાળી-તડકાળી આંખમાંથી... | |||
ડોક ઊંચી કરીને | |||
ગરમાગરમ તડકો ચગળતાં ઊંટ | |||
તો ક્યારનાંયે ચણાઈ ગયાં કિલ્લામાં.. | |||
ત્યારથી | |||
સતત | |||
ખરતા જાય છે કાંગરા..... | |||
કાંગરે કાંગરે | |||
ખરતા જાય હોંકારા... | |||
ને સોરાતી જાય | |||
કિલ્લા તળેની માટી... | |||
કિલ્લાના | |||
સમારકામ માટે | |||
ટોચ પર | |||
પથ્થર પર પથ્થર પર પથ્થર | |||
મુકાતા જાય | |||
ચણાતા જાય | |||
પણ | |||
પાયામાં જ | |||
તિરાડો પડેલા પથ્થરો | |||
તરડાતા જાય | |||
તૂટતા જાય... | |||
પાયાના | |||
પથ્થરો તળેની ધરતી | |||
કંપે... | |||
કોણ જાણે કયા અજંપે? | |||
થર થર થર થર કંપે... | |||
ક્યાં છે | |||
કશુંયે સલામત | |||
એકેય કિલ્લામાં?! | |||
ધસમસતા હાથી જેવા સવાલો | |||
મને ના પૂછો. | |||
બંધ છે યુગોથી | |||
મારા કિલ્લાના | |||
કટાયેલા તોતિંગ દરવાજા. | |||
બંધ દરવાજાની | |||
બહાર પણ હું છું | |||
ને અંદર પણ. | |||
આ ઝરૂખાઓ તો | |||
રાહ જોઈ જોઈને | |||
ઊંડી ઊતરી ગયેલી | |||
મારી આંખો છે આંખો..! | |||
કોઈક કાળે | |||
થીજી ગયેલો સમય | |||
હવે ગંધાયા કરે છે | |||
કિલ્લાના ગર્ભાગારોમાં | |||
હજીયે | |||
કિલ્લાના રંગમંડપમાં | |||
અધરાતે-મધરાતે | |||
રહી રહીને | |||
રણકી ઊઠે છે એક ઝાંઝર! | |||
સૂમસામ રાણીવાસમાં | |||
હજીયે | |||
હરે છે | |||
ફરે છે | |||
રાતીચટ્ટાક ચૂંદડીઓ.... | |||
કિલ્લામાં | |||
હજીયે | |||
આમતેમ રઝળે છે | |||
કેસરિયા સાફા પહેરેલા કાળા ઓળા! | |||
હજીયે | |||
કેસરી લહેરિયું | |||
માથે ઓઢેલી | |||
કાળી કાળી આંખો | |||
ચમકી ઊઠે છે | |||
ખંડિત ઝરૂખાઓમાં, | |||
વીજ-ઝબકારની સાથે સાથે, | |||
કિલ્લામાં | |||
ધસી આવેલા દુશ્મનો સાથે | |||
હજીયે | |||
ખેલાય છે યુદ્ધ | |||
ને કપાય છે ડોકાં | |||
જનોઈવઢ | |||
વઢાય છે ધડ... | |||
હજીયે | |||
કિલ્લામાં | |||
હરે છે ફરે છે લડે છે | |||
અધરાતે મધરાતે | |||
માથાં વગરનાં ધડ! | |||
ઊતરી આવતા ઓળાઓ | |||
બૂમો પાડે છે — | |||
ખમ્મા... ખમ્મા... | |||
ઘણી ખમ્મા...! | |||
કોઈક કાળે | |||
ઝળહળ ઝળહળતો | |||
સોનેરી કિલ્લો | |||
હવે ભેંકાર | |||
કેવળ ખંડેર! | |||
ખંડેરની ભવ્યતા | |||
રૂપેરી ચંદ્ર બનીને ઊંચે ચઢે છે | |||
રણની કાળી ક્ષિતિજે... | |||
|| ત્રણ || | |||
કિલ્લાની અંદર | |||
કદાચ હું કેદ હોઉં | |||
એમ ધારી | |||
કિલ્લાની ફરતે | |||
ઘેરો ઘાલ્યો છે મેં... | |||
આગળ વધું છું હું | |||
કિલ્લામાંની તોપોમાંથી છૂટતા | |||
અગનગોળાઓની | |||
મરણઝાળ સામે ઝઝૂમતો ઝઝૂમતો... | |||
કિલ્લાના | |||
તોતિંગ બંધ દરવાજા ભણી | |||
ધસી જાઉં છું હું હાથી બનીને | |||
ને જોરથી | |||
અફળાઉં છું | |||
વચમાંના ઊંટને.... | |||
બંધ દરવાજા પરના | |||
મસમોટા અણિયાળા ખીલા | |||
થઈ ઊઠે છે લોહીલુહાણ! | |||
ફરી ફરી | |||
વળી વળી | |||
ધસું છું | |||
અફળાઉં છું | |||
વચમાંના ઊંટને.... | |||
છેવટે | |||
ચીસ સાથે | |||
ઢળી પડે ઊંટ. | |||
ફાટેલ એના ડોળામાંથી | |||
ઢળી પડે ઝાંઝવાં.. | |||
ઢળી પડે | |||
પેલે પાર બજતા | |||
મોરચંગના સોનેરી સૂર.... | |||
છેવટે | |||
તોતિંગ દરવાજો | |||
કડડડભૂસ... | |||
ચિચિયારીઓ, કિકિયારીઓ... | |||
ધસી જાઉં હું અંદર... | |||
જરીક આગળ જતાં જ | |||
એક વળાંક. | |||
વળાંક વળતાં જ | |||
ફરી તોતિંગ દરવાજો. | |||
ફરી પાછા અણિયાળા મસમોટા ખીલા | |||
વળી હાથી થઈને હું ધસમસું | |||
વળી પાછો અફળાઉં | |||
વચમાંના ઊંટને... | |||
વળી પાછા | |||
અણિયાળા ખીલા લોહીલુહાણ... | |||
વળી પાછું | |||
ઢળી પડે ઊંટ | |||
ઢળી પડે ઝાંઝવાં | |||
અને ત્યાં તો | |||
તૂટી પડે દરવાજો કડડડ ભૂસ! | |||
વળી પાછો | |||
ધસી જાઉં અંદર... | |||
જરી આગળ જતાં જ | |||
વળી પાછો વળાંક. | |||
વળાંક વળતાં જ | |||
ફરી પાછો દરવાજો તોતિંગ! | |||
ફરી પાછો અફળાઉં હાથી બની | |||
ફરી પાછું | |||
વચમાંનું ઊંટ | |||
ઢળી પડે લોહીલુહાણ... | |||
બસ, આમ | |||
તોડ્યા કરું | |||
દરવાજા એક પછી એક... | |||
ધસ્યા કરું આગળ અને આગળ અને આગળ... | |||
છતાં | |||
વળાંકે વળાંકે | |||
આવ્યા જ કરે દરવાજા તોતિંગ! | |||
એક પછી એક...! | |||
ક્યારે આવશે | |||
છેલ્લો દરવાજો?! | |||
|| ચાર || | |||
કિલ્લો મારો. | |||
કિલ્લાના તોતિંગ | |||
બંધ દરવાજાય મારા. | |||
દરવાજે ખોડેલા | |||
મોટા મોટા અણિયાળા | |||
ખીલાય મારા, | |||
ધસમસતા હાથીય મારા | |||
ને વચમાંનાં | |||
ઊંટ પણ મારાં... | |||
કિલ્લો | |||
મારી આજુબાજુ | |||
અને અંદર પણ...! | |||
આમ જુઓ તો | |||
તોતિંગ દરવાજા બંધ કરીને | |||
કિલ્લામાં બેઠો છું હું | |||
ને દરવાજા તોડવા | |||
બહારથી મથ્યા કરનાર પણ | |||
હું જ! | |||
ને આમ જુઓ તો | |||
કિલ્લાની અંદર પણ હું નથી | |||
ને બહાર પણ! | |||
ને આમ જુઓ તો | |||
ક્યાં છે હવે કિલ્લો?! | |||
નથી બુરજ, નથી કાંગરા | |||
નથી સૂરજ, નથી ઝાંઝવાં | |||
નથી તોતિંગ દરવાજા | |||
નથી ઊંચી ઊંચી દીવાલો | |||
ને તે છતાંયે | |||
ઝરૂખા છે...! | |||
હવામાં ઝૂલતા ઝરૂખા....! | |||
ઝરૂખામાં ઝૂરે– | |||
ઊંડી ઊતરી ગયેલી | |||
ઝાંખ વળેલી | |||
ટમટમતી આંખો...! | |||
</poem> | </poem> | ||
<br> | <br> | ||
<center>◼</center> | <center>◼</center> | ||
<br> | <br> |
edits