8,009
edits
No edit summary |
No edit summary |
||
Line 6: | Line 6: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
<br> | |||
બંગાળી ભાષા ન જાણનાર માટે રવીન્દ્ર-સાહિત્યનું મુખ્ય પ્રવેશદ્વાર એટલે તેમણે પોતે અંગ્રેજીમાં અનુવાદ કરેલાં પોતાનાં કાવ્યો. તેમાં અંગ્રેજી ગીતાંજલિ (ગીતાંજલિ: સોંગ ઓફરિંગ્સ)ને સિંહદ્વાર કહી શકાય. ૧૯૧૨માં પ્રગટ થયેલી અંગ્રેજી ગીતાંજલિને સામાન્ય જનતા તેમ જ વિવેચકો તરફથી ઉત્તમ પ્રતિભાવ મળ્યો અને રવીન્દ્રનાથ જગતના સાહિત્ય-વર્તુળોમાં જાણીતા થઈ ગયા. અંગ્રજી ગીતાંજલિમાં મોટા ભાગનાં કાવ્યો દિવ્ય તત્ત્વ પ્રતિ ઢળે છે. તેને કારણે પશ્ચિમમાં રવીન્દ્રનાથની છાપ સંત કવિની પડી. પોતાની સમગ્ર કાવ્યસૃષ્ટિનો પશ્ચિમને ખ્યાલ આપવા માટે રવીન્દ્રનાથે ૧૯૧૬માં ધ ગાર્ડનર અને ક્રેસંટ મુન, ૧૯૧૬માં ફ્રુટગેધરિંગ, ૧૯૧૮માં લવર્સ ગીફ્ટ એન્ડ ક્રોસિંગ અને ૧૯૨૧માં ધ ફ્યુજિટીવ પ્રગટ કર્યાં હતાં. ૧૯૨૧ પછી રવીન્દ્રનાથે પોતાનાં કાવ્યોના અંગ્રેજી અનુવાદનું એક પણ પુસ્તક પ્રગટ કર્યું ન હતું. પણ તેનો અર્થ એવો નથી કે તેઓ અંગ્રેજી અનુવાદ કરતા ન હતા. તેમના મૃત્યુ પછી એક વર્ષે, ૧૯૪૨માં પ્રગટ થયેલા પુસ્તક, પોએમ્સમાં રવીન્દ્રનાથ અનુદિત ૧૧૮ કાવ્યો છે જે અન્યત્ર પ્રગટ થયાં ન હતાં ને તેમાંથી ૫૩ કાવ્યો મૂળ બંગાળીમાં ૧૯૨૧ પછી લખાયાં હતાં. | બંગાળી ભાષા ન જાણનાર માટે રવીન્દ્ર-સાહિત્યનું મુખ્ય પ્રવેશદ્વાર એટલે તેમણે પોતે અંગ્રેજીમાં અનુવાદ કરેલાં પોતાનાં કાવ્યો. તેમાં અંગ્રેજી ગીતાંજલિ (ગીતાંજલિ: સોંગ ઓફરિંગ્સ)ને સિંહદ્વાર કહી શકાય. ૧૯૧૨માં પ્રગટ થયેલી અંગ્રેજી ગીતાંજલિને સામાન્ય જનતા તેમ જ વિવેચકો તરફથી ઉત્તમ પ્રતિભાવ મળ્યો અને રવીન્દ્રનાથ જગતના સાહિત્ય-વર્તુળોમાં જાણીતા થઈ ગયા. અંગ્રજી ગીતાંજલિમાં મોટા ભાગનાં કાવ્યો દિવ્ય તત્ત્વ પ્રતિ ઢળે છે. તેને કારણે પશ્ચિમમાં રવીન્દ્રનાથની છાપ સંત કવિની પડી. પોતાની સમગ્ર કાવ્યસૃષ્ટિનો પશ્ચિમને ખ્યાલ આપવા માટે રવીન્દ્રનાથે ૧૯૧૬માં ધ ગાર્ડનર અને ક્રેસંટ મુન, ૧૯૧૬માં ફ્રુટગેધરિંગ, ૧૯૧૮માં લવર્સ ગીફ્ટ એન્ડ ક્રોસિંગ અને ૧૯૨૧માં ધ ફ્યુજિટીવ પ્રગટ કર્યાં હતાં. ૧૯૨૧ પછી રવીન્દ્રનાથે પોતાનાં કાવ્યોના અંગ્રેજી અનુવાદનું એક પણ પુસ્તક પ્રગટ કર્યું ન હતું. પણ તેનો અર્થ એવો નથી કે તેઓ અંગ્રેજી અનુવાદ કરતા ન હતા. તેમના મૃત્યુ પછી એક વર્ષે, ૧૯૪૨માં પ્રગટ થયેલા પુસ્તક, પોએમ્સમાં રવીન્દ્રનાથ અનુદિત ૧૧૮ કાવ્યો છે જે અન્યત્ર પ્રગટ થયાં ન હતાં ને તેમાંથી ૫૩ કાવ્યો મૂળ બંગાળીમાં ૧૯૨૧ પછી લખાયાં હતાં. | ||
આ બધા જ અનુવાદોને અનુસર્જન કહેવું વધુ ઉચિત લાગે છે. માત્ર મૂળ કવિ જ લઈ શકે તેવી બધી જ છૂટ રવીન્દ્રનાથે આ અનુવાદોમાં લીધેલી છે. ક્યારેક બે કાવ્યોનો અનુવાદ એક કાવ્યમાં કર્યો છે તો ક્યારેક એક કાવ્યના અનુવાદમાં વધારે કાવ્યો પ્રસ્તુત કર્યાં છે. બુદ્ધદેવ બસુ એમ કહેતા કે બંગાળી ગીતાંજલિમાં ‘સોંગ’ વધરે છે અને અંગ્રેજી ગીતાંજલિમાં ‘ઓફરિંગ’! જિજ્ઞાસુ વાચકનું ધ્યાન ધ ઈંગ્લીશ રાઈટીંગ્સ ઓફ રબીન્દ્રનાથ ટાગોર, વોલ્યુમ ૧, પોએમ્સ, (સાહિત્ય અકાદેમી, ન્યુ દિલ્હી પ્રકાશન, ૧૯૯૪)ની શિશિર કુમાર દાસની માહિતીપૂર્ણ અને વિદ્વત્તાસભર પ્રસ્તાવના તરફ દોરવું ઘટે. અહીં આ અનુવાદોનો ઇતિહાસ, અગત્યતા, મહત્તા, વિશ્લેષણ બધું જ સંક્ષિપ્તમાં મળી રહે છે. | આ બધા જ અનુવાદોને અનુસર્જન કહેવું વધુ ઉચિત લાગે છે. માત્ર મૂળ કવિ જ લઈ શકે તેવી બધી જ છૂટ રવીન્દ્રનાથે આ અનુવાદોમાં લીધેલી છે. ક્યારેક બે કાવ્યોનો અનુવાદ એક કાવ્યમાં કર્યો છે તો ક્યારેક એક કાવ્યના અનુવાદમાં વધારે કાવ્યો પ્રસ્તુત કર્યાં છે. બુદ્ધદેવ બસુ એમ કહેતા કે બંગાળી ગીતાંજલિમાં ‘સોંગ’ વધરે છે અને અંગ્રેજી ગીતાંજલિમાં ‘ઓફરિંગ’! જિજ્ઞાસુ વાચકનું ધ્યાન ધ ઈંગ્લીશ રાઈટીંગ્સ ઓફ રબીન્દ્રનાથ ટાગોર, વોલ્યુમ ૧, પોએમ્સ, (સાહિત્ય અકાદેમી, ન્યુ દિલ્હી પ્રકાશન, ૧૯૯૪)ની શિશિર કુમાર દાસની માહિતીપૂર્ણ અને વિદ્વત્તાસભર પ્રસ્તાવના તરફ દોરવું ઘટે. અહીં આ અનુવાદોનો ઇતિહાસ, અગત્યતા, મહત્તા, વિશ્લેષણ બધું જ સંક્ષિપ્તમાં મળી રહે છે. |