26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨. વિદેશમાં ઝાંસીની રાણીઓ|}} {{Poem2Open}} સ્મૃતિકાર મનુએ કહ્યું છ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
હું જ્યારે જ્યારે સ્ત્રીઓની પરાધીનતાની વાત કરું છું ત્યારે ત્યારે સાંભળનાર ઝાંસીની રાણીથી માંડીને ઇન્દિરા ગાંધીના દાખલા આપે છે. એ દાખલા અપવાદ છે. આપણા સમાજમાં પુરુષ એકલો રહેતો હોય તેની કલ્પના થઈ શકે છે પણ સ્ત્રીની કલ્પના અન્ય પુરુષના સંબંધમાં જ થાય છે: મા, બહેન, પત્ની. | હું જ્યારે જ્યારે સ્ત્રીઓની પરાધીનતાની વાત કરું છું ત્યારે ત્યારે સાંભળનાર ઝાંસીની રાણીથી માંડીને ઇન્દિરા ગાંધીના દાખલા આપે છે. એ દાખલા અપવાદ છે. આપણા સમાજમાં પુરુષ એકલો રહેતો હોય તેની કલ્પના થઈ શકે છે પણ સ્ત્રીની કલ્પના અન્ય પુરુષના સંબંધમાં જ થાય છે: મા, બહેન, પત્ની. | ||
* | <center>*</center> | ||
દીકરી પારકું ધન છે, એવું કણ્વ ઋષિના મોંએ કાલિદાસે કહેવડાવ્યું છે. દીકરી સાસરે જાય ત્યારે માબાપનો ભાર ઓછો થાય. દીકરી માથાભારે નીકળી કે પરણી ન શકી તો માબાપ માટે કાયમની ચિંતાનો વિષય બની રહે છે. પુરુષના અનુસંધાનમાં જ સ્ત્રીઓને જોવાની આપણી દૃષ્ટિના કારણે આપણી સ્ત્રી પુરુષ સમોવડી બની શકી નથી. | દીકરી પારકું ધન છે, એવું કણ્વ ઋષિના મોંએ કાલિદાસે કહેવડાવ્યું છે. દીકરી સાસરે જાય ત્યારે માબાપનો ભાર ઓછો થાય. દીકરી માથાભારે નીકળી કે પરણી ન શકી તો માબાપ માટે કાયમની ચિંતાનો વિષય બની રહે છે. પુરુષના અનુસંધાનમાં જ સ્ત્રીઓને જોવાની આપણી દૃષ્ટિના કારણે આપણી સ્ત્રી પુરુષ સમોવડી બની શકી નથી. | ||
Line 16: | Line 16: | ||
આપણાં લગ્નોમાં પતિ ધણી, સ્વામી કે નાથ ગણાય છે, પતિ-પત્નીની મૈત્રીને અવકાશ નથી. લગ્નજીવનના આરંભનું શારીરિક આકર્ષણ એની નવીનતા ઓસરે તે પછી ટકતું નથી. ભારતીય પતિ-પત્ની આંખમાં આંખ પરોવીને સામસામાં કલાકો સુધી વાતો કરે તેવું દૃશ્ય અહીં કે ભારતમાં વિરલ છે. આ બાબતને તે દંપતીનાં ભણતર, પૈસા, સામાજિક દરજ્જાની સાથે કોઈ સંબંધ નથી. અમેરિકા આવ્યા પછી પણ એ વાતમાં વધુ ફરક પડ્યો નથી. | આપણાં લગ્નોમાં પતિ ધણી, સ્વામી કે નાથ ગણાય છે, પતિ-પત્નીની મૈત્રીને અવકાશ નથી. લગ્નજીવનના આરંભનું શારીરિક આકર્ષણ એની નવીનતા ઓસરે તે પછી ટકતું નથી. ભારતીય પતિ-પત્ની આંખમાં આંખ પરોવીને સામસામાં કલાકો સુધી વાતો કરે તેવું દૃશ્ય અહીં કે ભારતમાં વિરલ છે. આ બાબતને તે દંપતીનાં ભણતર, પૈસા, સામાજિક દરજ્જાની સાથે કોઈ સંબંધ નથી. અમેરિકા આવ્યા પછી પણ એ વાતમાં વધુ ફરક પડ્યો નથી. | ||
* | <center>*</center> | ||
ભારતથી અહીં આવતી આપણી સ્ત્રીઓ તેમની કુટુંબ, ઘરને સાચવીને જ આગળ પગલું ભરવાનો વિચાર કરે છે. ડૉક્ટર હોય, કમ્પ્યૂટર ટેક્નિશિયન હોય, ચાર ચોપડી ભણેલી હોય કે બી.કૉમ. હોય; સ્ત્રી માટે પતિ, બાળકો, કુટુંબ પહેલાં અને પછી તેમનું કેરિયર. આવી કુટુંબકેન્દ્રી દૃષ્ટિનો વારસો આપણી સ્ત્રીઓ દેશમાંથી સાથે બાંધી લાવી છે. પોતાની વ્યક્તિગત પ્રગતિ, પોતાના અંગત ગમા-અણગમાના વિચાર કરતા પહેલાં પોતાનું પગલું પતિ, બાળકો, કુટુંબને શી અસર કરશે તે વિચારે છે. અને એ કારણે અનેક કજોડાં નભ્યે જાય છે. છૂટાછેડા લે તો બાળકોનું શું થાય? સમાજ શું વિચારે? એના કરતાં બાળકોને સાચવીને બેસી રહો. જે છે તે ચલાવી લો. એમ મન મનાવી સંસાર ગબડાવ્યા કરે છે. આ રીતે કૌટુંબિક સ્થિરતા જળવાય છે, બાળકોનું ભલું થાય છે; પરંતુ સ્ત્રીની અંગત પ્રગતિ, અંગત પ્રતિભા રૂંધાય છે. | ભારતથી અહીં આવતી આપણી સ્ત્રીઓ તેમની કુટુંબ, ઘરને સાચવીને જ આગળ પગલું ભરવાનો વિચાર કરે છે. ડૉક્ટર હોય, કમ્પ્યૂટર ટેક્નિશિયન હોય, ચાર ચોપડી ભણેલી હોય કે બી.કૉમ. હોય; સ્ત્રી માટે પતિ, બાળકો, કુટુંબ પહેલાં અને પછી તેમનું કેરિયર. આવી કુટુંબકેન્દ્રી દૃષ્ટિનો વારસો આપણી સ્ત્રીઓ દેશમાંથી સાથે બાંધી લાવી છે. પોતાની વ્યક્તિગત પ્રગતિ, પોતાના અંગત ગમા-અણગમાના વિચાર કરતા પહેલાં પોતાનું પગલું પતિ, બાળકો, કુટુંબને શી અસર કરશે તે વિચારે છે. અને એ કારણે અનેક કજોડાં નભ્યે જાય છે. છૂટાછેડા લે તો બાળકોનું શું થાય? સમાજ શું વિચારે? એના કરતાં બાળકોને સાચવીને બેસી રહો. જે છે તે ચલાવી લો. એમ મન મનાવી સંસાર ગબડાવ્યા કરે છે. આ રીતે કૌટુંબિક સ્થિરતા જળવાય છે, બાળકોનું ભલું થાય છે; પરંતુ સ્ત્રીની અંગત પ્રગતિ, અંગત પ્રતિભા રૂંધાય છે. | ||
* | <center>*</center> | ||
હું મારી આજુબાજુ અનેક કુશળ અને કુશાગ્ર સ્ત્રીઓને જોઉં છું જેમને છૂટી મૂકી હોય તો ક્યાંની ક્યાં પહોંચી જાય. પણ પતિ અને બાળકોના અનેક તારના તાંતણે બંધાયેલી સ્ત્રીઓ પોતાની આશાઓ અને અપેક્ષાઓને પાંગરવા દેતી નથી. તેમની મહત્ત્વાકાંક્ષાઓ ‘સુખી કુટુંબજીવન’ના યજ્ઞકુંડમાં હોમાતી હું દરરોજ જોઉં છું. | હું મારી આજુબાજુ અનેક કુશળ અને કુશાગ્ર સ્ત્રીઓને જોઉં છું જેમને છૂટી મૂકી હોય તો ક્યાંની ક્યાં પહોંચી જાય. પણ પતિ અને બાળકોના અનેક તારના તાંતણે બંધાયેલી સ્ત્રીઓ પોતાની આશાઓ અને અપેક્ષાઓને પાંગરવા દેતી નથી. તેમની મહત્ત્વાકાંક્ષાઓ ‘સુખી કુટુંબજીવન’ના યજ્ઞકુંડમાં હોમાતી હું દરરોજ જોઉં છું. | ||
Line 26: | Line 26: | ||
કુટુંબકેન્દ્રી મનોદશાના કારણે આપણી ભણેલી સ્ત્રીઓ પોતાના ભણતરનો ઉપયોગ ફક્ત કમાણી પૂરતો જ કરે છે. ભણતર તે બૌદ્ધિક વિકાસનું એક અગત્યનું વાહન છે, પોતાના ક્ષેત્રમાં અને જ્ઞાનવિજ્ઞાનના વિકાસમાં પોતાનો ફાળો નોંધાવવાની એક ઉમદા તક છે, એવો વિચાર કે એવી પ્રવૃત્તિ આપણી સ્ત્રીઓમાં ભાગ્યે જ જોવા મળે છે. પોતાની ડિગ્રીથી સારા પગારવાળી નોકરી મળે, અને તે સારા પગારથી સારું ઘર, સ્વિમિંગ પુલ, અને મર્સીડીસ લઈ શકાય તેવી વાતો હું વારંવાર સાંભળું છું. પાર્ટીઓ, સમારંભોમાં આપણી સ્ત્રીઓ પાસેથી પોતાના ક્ષેત્રની આગવી પ્રવૃત્તિઓ કે પ્રગતિની, અથવા વર્તમાન રાજકીય-સાંસ્કૃતિક પ્રવાહોની વાતો જવલ્લે સંભળાય છે. કોણે મોટું હાઉસ લીધું, કોણે વર્લ્ડ ટૂર કરી, કોણે હીરાનો દાગીનો કરાવ્યો, કોણે પોતાની પચ્ચીસમી વેડિંગ એનિવર્સરી ધામધૂમથી ઊજવી — આવી વાતો સહજ સંભળાય છે. આપણને થાય કે આ બધી સ્ત્રીઓનું ભણતર ક્યાં ગયું? | કુટુંબકેન્દ્રી મનોદશાના કારણે આપણી ભણેલી સ્ત્રીઓ પોતાના ભણતરનો ઉપયોગ ફક્ત કમાણી પૂરતો જ કરે છે. ભણતર તે બૌદ્ધિક વિકાસનું એક અગત્યનું વાહન છે, પોતાના ક્ષેત્રમાં અને જ્ઞાનવિજ્ઞાનના વિકાસમાં પોતાનો ફાળો નોંધાવવાની એક ઉમદા તક છે, એવો વિચાર કે એવી પ્રવૃત્તિ આપણી સ્ત્રીઓમાં ભાગ્યે જ જોવા મળે છે. પોતાની ડિગ્રીથી સારા પગારવાળી નોકરી મળે, અને તે સારા પગારથી સારું ઘર, સ્વિમિંગ પુલ, અને મર્સીડીસ લઈ શકાય તેવી વાતો હું વારંવાર સાંભળું છું. પાર્ટીઓ, સમારંભોમાં આપણી સ્ત્રીઓ પાસેથી પોતાના ક્ષેત્રની આગવી પ્રવૃત્તિઓ કે પ્રગતિની, અથવા વર્તમાન રાજકીય-સાંસ્કૃતિક પ્રવાહોની વાતો જવલ્લે સંભળાય છે. કોણે મોટું હાઉસ લીધું, કોણે વર્લ્ડ ટૂર કરી, કોણે હીરાનો દાગીનો કરાવ્યો, કોણે પોતાની પચ્ચીસમી વેડિંગ એનિવર્સરી ધામધૂમથી ઊજવી — આવી વાતો સહજ સંભળાય છે. આપણને થાય કે આ બધી સ્ત્રીઓનું ભણતર ક્યાં ગયું? | ||
* | <center>*</center> | ||
આમાં અપવાદ પણ અવશ્ય છે. એવી સ્ત્રીઓને જોઈને, સાંભળીને આપણું હૈયું હરખાય. એમણે પૂર્વ-પશ્ચિમની સંસ્કૃતિઓનો સુગમ સમન્વય કર્યો છે. કેટલીક તો સાવ ન ભણેલી, ભાંગ્યુંતૂટ્યું અંગ્રેજી બોલતી સ્ત્રીઓ પણ ભારતથી આવીને અહીંનું વાતાવરણ બ્લોટીંગ પેપરની જેમ ચૂસી લે છે; ખુમારીથી ફૅક્ટરીઓ, દુકાનો, ઑફિસોમાં કે સ્ટોર્સમાં નાનુંમોટું કામ કરે છે, તેમજ ઘરે જઈને છોકરાંઓને ગરમ રસોઈ જમાડે છે. | આમાં અપવાદ પણ અવશ્ય છે. એવી સ્ત્રીઓને જોઈને, સાંભળીને આપણું હૈયું હરખાય. એમણે પૂર્વ-પશ્ચિમની સંસ્કૃતિઓનો સુગમ સમન્વય કર્યો છે. કેટલીક તો સાવ ન ભણેલી, ભાંગ્યુંતૂટ્યું અંગ્રેજી બોલતી સ્ત્રીઓ પણ ભારતથી આવીને અહીંનું વાતાવરણ બ્લોટીંગ પેપરની જેમ ચૂસી લે છે; ખુમારીથી ફૅક્ટરીઓ, દુકાનો, ઑફિસોમાં કે સ્ટોર્સમાં નાનુંમોટું કામ કરે છે, તેમજ ઘરે જઈને છોકરાંઓને ગરમ રસોઈ જમાડે છે. |
edits