18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કેદીનું કલ્પાંત|}} {{Poem2Open}} ઊંચી ઊંચી ડાળના લીંબડા, હો ભાઈ! ઊંચ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |

Line 7: | Line 7: | ||
મારે તું વિના ન કોઈની સગાઈ રે, | મારે તું વિના ન કોઈની સગાઈ રે, | ||
જેલનાં જીવન એવાં રે. | જેલનાં જીવન એવાં રે. | ||

લાખ લાખ પાંદ તારી આંખડી, હો ભાઈ! | લાખ લાખ પાંદ તારી આંખડી, હો ભાઈ! | ||
લાખ લાખ પાંદ તારી આંખડી; | લાખ લાખ પાંદ તારી આંખડી; | ||
મારા ગામ તણી સીમડી કળાય રે? – જેલનાં0 | મારા ગામ તણી સીમડી કળાય રે? – જેલનાં0 | ||

મહીસાગર તીર મારાં ખોરડાં, હો ભાઈ! | મહીસાગર તીર મારાં ખોરડાં, હો ભાઈ! | ||
મહીસાગર તીર મારાં ખોરડાં; | મહીસાગર તીર મારાં ખોરડાં; | ||
એની ઓસરીએ ચાંદની ચળાય રે – જેલનાં0 | એની ઓસરીએ ચાંદની ચળાય રે – જેલનાં0 | ||

ઘરની ધણિયાણી મારી ફાતમા, હો ભાઈ! | ઘરની ધણિયાણી મારી ફાતમા, હો ભાઈ! | ||
ઘરની ધણિયાણી બીબી ફાતમા; | ઘરની ધણિયાણી બીબી ફાતમા; | ||
જોજે, ખેતર ગઈ છે કે કૂબા માંય રે – જેલનાં0 | જોજે, ખેતર ગઈ છે કે કૂબા માંય રે – જેલનાં0 | ||

કાસદ કરી મેલ્ય એક કાગડો, હો ભાઈ! | કાસદ કરી મેલ્ય એક કાગડો, હો ભાઈ! | ||
કાસદ દઈ મેલ્ય કાળો કાગડો; | કાસદ દઈ મેલ્ય કાળો કાગડો; | ||
મને એક વાર હળીમળી જાય રે – જેલનાં0 | મને એક વાર હળીમળી જાય રે – જેલનાં0 | ||

ત્રણ ત્રણ મહિનાની મુલાકાત છે, હો ભાઈ! | ત્રણ ત્રણ મહિનાની મુલાકાત છે, હો ભાઈ! | ||
ત્રણ ત્રણ મહિનાની મુલાકાત છે; | ત્રણ ત્રણ મહિનાની મુલાકાત છે; | ||
ઝીણી જાળીઓ આડેથી વાતો થાય રે – જેલનાં0 | ઝીણી જાળીઓ આડેથી વાતો થાય રે – જેલનાં0 | ||

કે’જે સીવડાવે નવાં પગરખાં, રે ભાઈ! | કે’જે સીવડાવે નવાં પગરખાં, રે ભાઈ! | ||
કે’જે સીવડાવે નવાં પગરખાં; | કે’જે સીવડાવે નવાં પગરખાં; | ||
એના તળિયામાં રૂપૈયા રખાય રે – જેલનાં0 | એના તળિયામાં રૂપૈયા રખાય રે – જેલનાં0 | ||

રૂપિયો દેવો પડે સપાઈને, રે ભાઈ! | રૂપિયો દેવો પડે સપાઈને, રે ભાઈ! | ||
રૂપિયો દેવો પડે સપાઈને; | રૂપિયો દેવો પડે સપાઈને; | ||
નથી દેતા તો ચામડાં ચિરાય રે – જેલનાં0 | નથી દેતા તો ચામડાં ચિરાય રે – જેલનાં0 | ||

પંદર મીલેટના મેળાપ છે, રે ભાઈ! | પંદર મીલેટના મેળાપ છે, રે ભાઈ! | ||
પંદર મીલેટના મેળાપ છે; | પંદર મીલેટના મેળાપ છે; | ||
ભૂંડી! જાળવજે, રોઈ ના જવાય રે – જેલનાં0 | ભૂંડી! જાળવજે, રોઈ ના જવાય રે – જેલનાં0 | ||

રોશું તો પડશે મને ધોકલાં રે ભાઈ! | રોશું તો પડશે મને ધોકલાં રે ભાઈ! | ||
રોશું તો પડશે ધીંગા ધોકલા; | રોશું તો પડશે ધીંગા ધોકલા; | ||
તારી નજરું સામે એ નૈ સહાય રે – જેલનાં0 | તારી નજરું સામે એ નૈ સહાય રે – જેલનાં0 | ||

મરિયમ નાની છે મારી દીકરી, રે ભાઈ! | મરિયમ નાની છે મારી દીકરી, રે ભાઈ! | ||
મરિયમ નામે છે ડાહી દીકરી; | મરિયમ નામે છે ડાહી દીકરી; | ||
એને કે’જે જાળીને ન અડકાય રે – જેલનાં0 | એને કે’જે જાળીને ન અડકાય રે – જેલનાં0 | ||

મરિયમની કૂણી કૂણી આંગળી, રે ભાઈ! | મરિયમની કૂણી કૂણી આંગળી, રે ભાઈ! | ||
મરિયમની કૂણી કૂણી આંગળી; | મરિયમની કૂણી કૂણી આંગળી; | ||
એને ટેરવે અડું તો સજા થાય રે – જેલનાં0 | એને ટેરવે અડું તો સજા થાય રે – જેલનાં0 | ||

મરિયમને દૂરથી બકા કરું, રે ભાઈ! | મરિયમને દૂરથી બકા કરું, રે ભાઈ! | ||
મરિયમને દૂરથી બકા કરુ, | મરિયમને દૂરથી બકા કરુ, | ||
તો તો જેલર ખારો થઈ ખિજાય રે – જેલનાં0 | તો તો જેલર ખારો થઈ ખિજાય રે – જેલનાં0 | ||

પૂછીશ ના સુખદુ:ખની વાતડી, રે ભાઈ! | પૂછીશ ના સુખદુ:ખની વાતડી, રે ભાઈ! | ||
પૂછીશ ના ભીતરની વાતડી; | પૂછીશ ના ભીતરની વાતડી; | ||
મારાં માફી તણાં દનૈયાં કપાય રે – જેલનાં0 | મારાં માફી તણાં દનૈયાં કપાય રે – જેલનાં0 | ||

બરધિયાને કાંધ હવે કેમ છે, રે ભાઈ! | બરધિયાને કાંધ હવે કેમ છે, રે ભાઈ! | ||
(મારા) બરધિયાને કાંધ હવે કેમ છે? | (મારા) બરધિયાને કાંધ હવે કેમ છે? | ||
રે’તા ભૂખ્યા કે રાતના ધરાય રે – જેલનાં0 | રે’તા ભૂખ્યા કે રાતના ધરાય રે – જેલનાં0 | ||

અરધાં ભૂખ્યાં તમે ભલે રહો, રે ભાઈ! | અરધાં ભૂખ્યાં તમે ભલે રહો, રે ભાઈ! | ||
અરધાં ભૂખ્યાં તમે ભલે રહો | અરધાં ભૂખ્યાં તમે ભલે રહો | ||
મારા બરધિયાની સાર લ્યો સવાઈ રે – જેલનાં0 | મારા બરધિયાની સાર લ્યો સવાઈ રે – જેલનાં0 | ||

વેચો વળીઓ ને વેચો વાંસડા, હો ભાઈ! | વેચો વળીઓ ને વેચો વાંસડા, હો ભાઈ! | ||
વેચો વળીઓ ને વેચો વાંસડા | વેચો વળીઓ ને વેચો વાંસડા | ||
મારા બરધિયાને વરસ બે જિવાડય રે – જેલનાં0 | મારા બરધિયાને વરસ બે જિવાડય રે – જેલનાં0 | ||

ફટકા ફાંસીનું શીખું કામ જો હું ભાઈ! | ફટકા ફાંસીનું શીખું કામ જો હું ભાઈ! | ||
ફટકા ફાંસીનું બૂરું કામ જો; | ફટકા ફાંસીનું બૂરું કામ જો; | ||
વધે માફી વળી રૂપૈયા રળાય રે – જેલનાં0 | વધે માફી વળી રૂપૈયા રળાય રે – જેલનાં0 | ||

બદનામી થાય આખી જેલમાં, હો ભાઈ! | બદનામી થાય આખી જેલમાં, હો ભાઈ! | ||
બદનામી થાય આખી જેલમાં; | બદનામી થાય આખી જેલમાં; | ||
પીર દાવલશા સોણલે ભળાય રે – જેલનાં0 | પીર દાવલશા સોણલે ભળાય રે – જેલનાં0 | ||

ઘોળી માફી ને ઘોળ્યા રૂપિયા, હો ભાઈ! | ઘોળી માફી ને ઘોળ્યા રૂપિયા, હો ભાઈ! | ||
ઘોળી માફી ને ઘોળ્યા રૂપિયા; | ઘોળી માફી ને ઘોળ્યા રૂપિયા; | ||
વરસ બે તો વહી જાશે પલક માંય રે – જેલનાં0 | વરસ બે તો વહી જાશે પલક માંય રે – જેલનાં0 | ||

{{Right|[લેખકના કાવ્યસંગ્રહ ‘યુગવંદના’માંથી]}} | {{Right|[લેખકના કાવ્યસંગ્રહ ‘યુગવંદના’માંથી]}} | ||
edits