26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 7: | Line 7: | ||
* [[હરીશ મીનાશ્રુનાં કવિતા/પ્રારંભિક | પ્રારંભિક]] | * [[હરીશ મીનાશ્રુનાં કવિતા/પ્રારંભિક | પ્રારંભિક]] | ||
== તિર્યગ્ગીતિ == | |||
(એક અષ્ટમપષ્ટક) | |||
૧ | |||
(Teenager કવિ, એક લૅન્ડસ્કેપ) | |||
<poem> | |||
ચંબેલીને પાંદે | |||
ઝાકળનાં વલ્કલ પ્હેરીને બેઠી ગઝલ રૂપાંદે | |||
કમલપત્રમાં વલય, કીડીને ચરણે નેપુર બાજે | |||
ઝૂલે મુદામય મલય, કવિવર સરવે કાન વિરાજે | |||
કલરવ કોમળ ટીપે ટીપે | |||
મોતી છણકો કરતાં છીપે | |||
પાંદડીઓમાં ગંધ પ્રવર્તી | |||
સંવેદનની સાવ સમીપે | |||
સિંજારવની વ્યથા સમેટી છંદ વડે શું છાંદે | |||
ચંબેલીને પાંદે | |||
ખરતું પીછું સહે, સ્વજન! વિશ્રંભકથા વ્યાકુળ | |||
લીલો વાયુ વહે, વીંટાળી પોપટનાં પટકૂળ | |||
વાચા રમ્ય વિલસતી નભની | |||
ચુંબનમાં છાયા સૌરભની | |||
ધ્રિબાંગસુંદર ભરી સભામાં | |||
લાજ લૂંટે કોમલ રિષભની | |||
કાગળ મધ્યે કુમુદિનીનો સ્પર્શ સજાવ્યો ચાંદે | |||
ચંબેલીને પાંદે | |||
</poem> |
edits