સ્વાધ્યાયલોક—૩/સ્પૅનિશ કવિતા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 29: Line 29:
૧૯મી સદીના અંતમાં સ્પૅનિશ સાહિત્યનાં બે પ્રધાન પ્રેરક બળો તે સ્પેનના આત્માની ખોજમાં ખીલી ઊઠેલો રાષ્ટ્રપ્રેમ અને ફ્રેંચ કવિતાનો પ્રતીકવાદ (Symbolism). આ રાષ્ટ્રપ્રેમના પ્રચંડ આવેગનું એક પરિણામ એ આવ્યું કે સ્પૅનિશ જીવનમાં એકેએક ક્ષેત્રમાં — વિજ્ઞાન, રાજકારણ, રાજ્યકારભાર, કળા અને સાહિત્યમાં — તેજસ્વી કાર્યકરો પ્રગટ થાય એ ઉદ્દેશથી ઉચ્ચ કેળવણીની પુનઃરચના અનિવાર્ય છે એવી સ્પષ્ટ પ્રતીતિ થઈ ગઈ અને ત્યારે જ ૧૮૭૬માં ક્રાંતિકારી સરકારે યુનિવર્સિટીમાંથી તેજસ્વી અધ્યાપકોને તગડી મૂક્યા. એમણે મૂંગા તો ન જ રહેવાય એમ માનીને Institucion Libre de Ensenanza (એન્સેનાન્ઝાની મુક્ત વિદ્યાપીઠ) નામની એક શિક્ષણસંસ્થાની સ્થાપના કરી. એનો આત્મા હતો યુરોપના શિક્ષણના ઇતિહાસમાં પ્રથમ પંક્તિના વિરલ આચાર્યોમાં વિશિષ્ટ સ્થાનનો અધિકારી આચાર્ય Don Francisco Giner de los Rio (દોન ફ્રાન્સિસ્કો ગીનેર દ લોસ રીઓ). ૧૮૯૮માં સ્પેને અમેરિકા સાથેના યુદ્ધમાં એના સામ્રાજ્યના અંતિમ અવશેષ જેવો પ્રદેશ ગુમાવીને એક ગજબનો આઘાત અનુભવ્યો અને ત્યારે જ રાજકારણ અને રાજ્યસત્તાના પુરુષોની પામરતા અને પોકળતાનો એને પરિચય થયો. એના પ્રતિકારમાં ૧૮૯૮માં એક આંદોલનનો આરંભ થયો. અને તે સ્પૅનિશ રાષ્ટ્રના રોગનું નિદાન અને ચિકિત્સા. એનું નેતૃત્વ એક ‘પ્રચંડમનોઘટનાશાળી સાક્ષરવૃન્દ’ પાસે હતું. એણે સ્પેનના યુવાન બુદ્ધિજીવીઓ પર જાદુઈ ભૂરકી નાંખી. ૧૯૧૦માં Alberto Jimenez(આલ્બર્તો યીમેનેઝ)એ Residen-cia de Estudiantes(છાત્રવિદ્યાલય)ની સ્થાપના કરી. એમાં જૂની પેઢીના બુદ્ધિજીવીઓમાં ચિંતકકવિ Miguel de Unamuno(મીગુએલ દ યુનામ્યુનો) તથા નવી પેઢીના બુદ્ધિજીવીઓમાં આધુનિક સ્પૅનિશ કવિતાના ત્રણ પ્રમુખ કવિઓ Antonio Machado (એન્તોનીઓ માકાડો), Juan Ramon Jimenez (વાન રામોં યીમેનેઝ) અને Federico Gar-cia Lorca(ફેડેરીકો ગાર્સીઆ લૉર્કા) જોડાયા હતા.

૧૮૯૦ પછી ફ્રેંચ કવિતાના પ્રતીકવાદની અસર જેમ ઇંગ્લૅન્ડ અને યુરોપના અન્ય દેશોની કવિતા પર પડી તેમ જ સ્પૅનિશ કવિતા પર પણ પડી. મધ્ય અમેરિકાના નીકારગુઆ(Nicaragua)નો ઉદયોન્મુખ કવિ Ruben Dario (રુબેન ડારીઓ) કોલંબસજયંતી પ્રસંગે ૧૮૯૨માં સ્પેન આવીને થોડાક માસ રહ્યો. ત્યારે એણે જૂની પેઢીના બુદ્ધિજીવીઓનો સંપર્ક સાધ્યો અને પછી કવિતાના પિયર પૅરિસમાં ચાલ્યો ગયો. અહીં એના પર ફ્રેંચ પ્રતીકવાદી કવિઓનો એવો તો પ્રભાવ પડ્યો અને વર્લેંનની કવિતાનું એણે એવું તો વાચન કર્યું કે એની સ્પૅનિશ કવિતામાં વર્લેંનના છંદ અને લયનો આબેહૂબ અસલ જેવો જ આવિષ્કાર કર્યો. એક ભાષાની કવિતાનો છંદોલય આમ અન્ય ભાષામાં પ્રગટવો એ કવિપ્રતિભાની અદ્ભુત અને અસાધારણ સિદ્ધિ કહેવાય. (જોકે ત્યારે ફ્રાન્સની બહાર બે જ પ્રતીકવાદી કવિઓ વર્લેંન તથા રૅંબોની જ અસર વિશેષ થાય અને બૉદલેર તથા લાફોર્ગ, કોર્બીયેની અસર નહિવત્ અથવા તો છેક એલિયટથી થાય એ સહેજ કવિતાની કમનસીબ કથા છે.) રુબેન દારીઓની આ કવિતાનો સ્પેનના કવિઓ — માકાડો અને યીમેનેઝ સુધ્ધાં — પર એવો પ્રભાવ પડ્યો કે જ્યારે ૧૮૯૮માં રુબેન દારીઓ સ્પેન આવ્યો ત્યારે એ નવી પેઢીનો નાયક ઠરી ચૂકયો હતો અને ત્યારે સ્પેનના સૌ કવિઓ ફ્રેંચ કવિઓની અસરથી ‘આધુનિક’ બની ચૂક્યા હતા. એમની કવિતાનું સ્વરૂપ સ્પૅનિશ નહિ પણ ફ્રેંચ હતું. રુબેન દારીઓની કવિતામાં કરુણમધુર અને કર્ણમધુર સંગીત દ્વારા કવિની મનોદશા અને ત્વરિત ગતિએ સરી જતી ક્ષણો સદાયને માટે સજીવન થઈ હતી. આ ઇન્દ્રિયલુબ્ધ અને સૌંદર્યમુગ્ધ કવિતામાં આત્મશ્રદ્ધાનો, આશાનો સંદેશ હતો. ૧૮૯૮ પછી સ્પેનની પરાજિત પ્રજાને એનું અજબ આકર્ષણ હોય એ સહજ અને સ્વાભાવિક છે. સામ્રાજ્યનો અસ્ત અને નવી કવિતાનો ઉદય એકસાથે થયા એથી સ્પેનની પ્રજા એક બાજુ ખોટ ખાય તો બીજી બાજુ ખાટી જાય એવું થયું. વળી સૈકાઓના એકસૂર જીવન અને સ્પેનના ભૂંડાભખ, ભાંગતા જતા ભંગાર જેવા ગ્રામપ્રદેશોમાંથી ભાગી છૂટીને માદ્રિદમાં છુટકારો અનુભવતા રસિક વરણાગી યુવાનોના હૃદય પર આ કવિનું જાદુ કૈં ઓર જ હોય એ પણ એટલું જ સહજ અને સ્વાભાવિક છે. રુબેન દારીઓનું વ્યક્તિત્વ પણ એટલું આકર્ષક હતું અને એનાં વચનોનું તો મંત્રોની જેમ રટણ થતું. આ કવિ અને એની કવિતા મોહક હોવા છતાં એનો પ્રતિકાર થયો. એ સ્પૅનિશ નહિ પણ સર્વદેશીય અને અતિઆધુનિક કવિતા હતી. સર્વ સ્પૅનીશ ભાષાભાષી પ્રદેશોની એક આંતરરાષ્ટ્રીય શૈલીનો એમાં પ્રયોગ હતો. આ આંતરરાષ્ટ્રીયતાની સામે સ્પૅનિશ રૂઢિવાદનો પ્રતિકાર થયો. રુબેન ડારીઓએ નવું પ્રસ્થાન કર્યું અને કવિઓ પર અસર કરી; પણ નવો પંથ કે નવો શિષ્યસંપ્રદાય ન સ્થાપ્યો. કારણ કે એની પછીના સૌ પ્રમુખ કવિઓએ એના કાવ્યવસ્તુનો વિરોધ કર્યો. પ્રખર પ્રતિભાસંપન્ન કવિ અને વિશ્વવિખ્યાત વિચારક યુનામ્યુનોએ એના ગ્રંથોમાં જે શાશ્વત જીવનનું દર્શન પ્રગટ કર્યું હતું અને એની કવિતામાં કેસ્ટીલ અને સાલામાન્કાના પ્રદેશોનાં પ્રતીકો દ્વારા જે કાવ્યવસ્તુ પ્રગટ કર્યું હતું એનો રુબેન ડારીઓના કાવ્યસ્વરૂપના જેટલો જ માકાડો અને યીમેનેઝ પર પ્રભાવ પડ્યો. માકાડો ગીનેરની શિક્ષણસંસ્થામાં વિદ્યાર્થી હતો અને યુનામ્યુનોનો શિષ્ય હતો. પત્નીના અવસાન પછી દક્ષિણમાં આવીને વસ્યો. એથી એણે દેશવટા જેવું દુઃખ અનુભવ્યું. કેસ્ટીલનો શુષ્કકઠોર આત્મા અને એના અંગત જીવનના અનુભવો એકમેક દ્વારા એની કવિતામાં પ્રગટ થયા. એણે કહ્યું છે કે કવિતા એ આત્માનો અવાજ છે, પડઘો નહિ. એની કવિતા એટલે આત્માનો સાહસ જેવો સૂક્ષ્મ સઘન વિચાર. એમાં સ્ત્રૈણ વિલાપને સ્થાન નથી. એમાં કઠણ કાળજાનો કરુણ, અલબત્ત, છે. માકાડોની કવિતા એટલે જાણે કે બેકેરના કવિકાર્યનું અનુસંધાન. એની કવિતામાં વસ્તુ અને સ્વરૂપ એકરૂપ છે. બન્ને જેટલા અનલંકૃત છે એટલા જ ભવ્ય છે. એનાં ઉત્તરજીવનનાં કાવ્યોમાં સ્પેનની જાગૃતિની ઝંખના, એના ભાવિનું દર્શન છે. સ્પેન વિશે ઊંડી ચિંતા અને ગહન ચિંતન છે. પૂર્વજીવનમાં એણે છીછરી અને છલભરી કાવ્યશૈલીથી આઘાત અનુભવ્યો અને અંતમાં સ્પેનના ભાવિની ચિંતાથી એ અકાળે વૃદ્ધ થયો. માકાડો સ્પેનનો યેટ્સ છે. ‘જાગૃતિ’ શબ્દમાં એની સમગ્ર કવિતાનો સાર સમાયો છે. જીવનભર એ લોકશાહી માટે લડ્યો અને જ્યારે લોકશાહીનો અંત આવ્યો ત્યારે એ અવસાન પામ્યો.

યીમેનેઝે માકાડોની જેમ રુબેન દારીઓના કાવ્યસ્વરૂપનો અને યુનામ્યુનોના કાવ્યવસ્તુનો સંવાદ સાધ્યો અને ૧૯૨૦ પછી પ્રાચીન કાવ્યપરંપરાના પુનરુત્થાન પછી ગોન્ગોરાની કાવ્યભાવનાની સહાયથી અને પોતાની મૌલિક પ્રતિભાની સિદ્ધિથી યીમેનેઝની કવિતા અને એ દ્વારા સ્પૅનિશ કવિતા સ્પેનની સીમાઓની પાર વિશ્વકવિતામાં સ્થાન પામી છે. યીમેનેઝ સ્પૅનિશ ભાષાભાષી પ્રદેશોનો જ નહિ પણ આખા જગતનો એક અગ્રગણ્ય કવિ છે. જ્યારે લૉર્કા એ સ્પેનનો લાક્ષણિક કવિ છે. એની કવિતામાં વિષયો કેવળ સ્પૅનિશ છે જિપ્સીઓ, ગોધાયુદ્ધના યોદ્ધાઓ, મુગ્ધાઓ, મૃત્યુ, ‘નાગરિક રક્ષકો’ અને ધર્મમંદિરો. આથી એની કવિતા સ્પેનમાં અત્યંત લોકપ્રિય છે. પરદેશોમાં એનાં ‘Romancero Gitano’ (જિપ્સી રાસડા) અને એના માતાદોર મિત્ર પરની એની કરુણપ્રશસ્તિ ‘Llanto’ પ્રસિદ્ધ છે. આ કરુણપ્રશસ્તિમાં લૉર્કાની કલ્પનાએ એવી કરામત કરી છે, એની સર્જકતાને એવી સિદ્ધિ સાંપડી છે કે એનો મિત્ર એ સમગ્ર સ્પેનનું પ્રતીક બની ગયો છે અને મિત્રના મૃત્યુ પરની કરુણપ્રશસ્તિ એ સ્પેનના આત્માના મૃત્યુ પરની કરુણપ્રશસ્તિ બની ગઈ છે. આંતરવિગ્રહ અને લૉર્કાનું ખૂન એ યુરોપની લોકશાહી, સ્પેનનું સ્વાતંત્ર્ય અને સ્પૅનિશ કવિતા — એ સર્વના સંદર્ભમાં અત્યંત સૂચક ઘટના છે. લૉર્કાના અંત સાથે સ્પૅનિશ કવિતાના એક સુવર્ણયુગનો અસ્ત થાય છે. આંતરવિગ્રહના અંત લગીમાં તો સ્પેનના લગભગ સૌ મુખ્ય કવિઓ મૃત્યુ, કેદ કે સ્વેચ્છાએ નિર્વાસનને કારણે અદૃશ્ય થયા. સ્પેનીશ કવિતાની રાજધાની અત્યારે મેક્સિકો છે. સ્પૅનિશ અમેરિકાની કવિતાની પ્રેરણા હવે સ્પેનમાં નથી કારણ કે સ્પેન અત્યારે કવિસૂનું છે.
યીમેનેઝે માકાડોની જેમ રુબેન દારીઓના કાવ્યસ્વરૂપનો અને યુનામ્યુનોના કાવ્યવસ્તુનો સંવાદ સાધ્યો અને ૧૯૨૦ પછી પ્રાચીન કાવ્યપરંપરાના પુનરુત્થાન પછી ગોન્ગોરાની કાવ્યભાવનાની સહાયથી અને પોતાની મૌલિક પ્રતિભાની સિદ્ધિથી યીમેનેઝની કવિતા અને એ દ્વારા સ્પૅનિશ કવિતા સ્પેનની સીમાઓની પાર વિશ્વકવિતામાં સ્થાન પામી છે. યીમેનેઝ સ્પૅનિશ ભાષાભાષી પ્રદેશોનો જ નહિ પણ આખા જગતનો એક અગ્રગણ્ય કવિ છે. જ્યારે લૉર્કા એ સ્પેનનો લાક્ષણિક કવિ છે. એની કવિતામાં વિષયો કેવળ સ્પૅનિશ છે: જિપ્સીઓ, ગોધાયુદ્ધના યોદ્ધાઓ, મુગ્ધાઓ, મૃત્યુ, ‘નાગરિક રક્ષકો’ અને ધર્મમંદિરો. આથી એની કવિતા સ્પેનમાં અત્યંત લોકપ્રિય છે. પરદેશોમાં એનાં ‘Romancero Gitano’ (જિપ્સી રાસડા) અને એના માતાદોર મિત્ર પરની એની કરુણપ્રશસ્તિ ‘Llanto’ પ્રસિદ્ધ છે. આ કરુણપ્રશસ્તિમાં લૉર્કાની કલ્પનાએ એવી કરામત કરી છે, એની સર્જકતાને એવી સિદ્ધિ સાંપડી છે કે એનો મિત્ર એ સમગ્ર સ્પેનનું પ્રતીક બની ગયો છે અને મિત્રના મૃત્યુ પરની કરુણપ્રશસ્તિ એ સ્પેનના આત્માના મૃત્યુ પરની કરુણપ્રશસ્તિ બની ગઈ છે. આંતરવિગ્રહ અને લૉર્કાનું ખૂન એ યુરોપની લોકશાહી, સ્પેનનું સ્વાતંત્ર્ય અને સ્પૅનિશ કવિતા — એ સર્વના સંદર્ભમાં અત્યંત સૂચક ઘટના છે. લૉર્કાના અંત સાથે સ્પૅનિશ કવિતાના એક સુવર્ણયુગનો અસ્ત થાય છે. આંતરવિગ્રહના અંત લગીમાં તો સ્પેનના લગભગ સૌ મુખ્ય કવિઓ મૃત્યુ, કેદ કે સ્વેચ્છાએ નિર્વાસનને કારણે અદૃશ્ય થયા. સ્પેનીશ કવિતાની રાજધાની અત્યારે મેક્સિકો છે. સ્પૅનિશ અમેરિકાની કવિતાની પ્રેરણા હવે સ્પેનમાં નથી કારણ કે સ્પેન અત્યારે કવિસૂનું છે.

{{Poem2Close}}
{{Poem2Close}}

Navigation menu