બીડેલાં દ્વાર/2. ભૂખ્યું પેટ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading |2. ભૂખ્યું પેટ}} {{Poem2Open}} આ કડવાશને વધુ ઘાટી કરનાર બીજો પ્રસંગ...")
 
No edit summary
Line 42: Line 42:
પછી તો પ્રોફેસરોએ ઝુકાવ્યું : અર્થશાસ્ત્રનો જ આ એક વિષય બન્યો. નિરર્થક લાગણીવેડા વેગળા મૂકીને તેમણે આંકડાસિદ્ધ પ્રતિપાદન કર્યું કે અત્યારના જમાનામાં ઉદ્યોગોની અંદર જ વાર્ષિક સરેરાશ દસ લાખ મનુષ્યો ખપી જાય છે. પચાસ લાખ ઓરતો વેશ્યાવૃત્તિ પર જીવે છે. વીસ લાખ બાળકોને આજીવિકા રળવી પડે છે. એક કરોડ માનવીઓ રોટી વિના રહે છે. એના મુકાબલે આ ‘નવો વાદ’ કેટલો બધો માનવતાયુક્ત, પ્રામાણિક અને ખુલ્લેખુલ્લો છે! કેટલો સ્વચ્છ અને કરકસરિયો છે! કંગાલિયતના ગર્તમાં પડેલા નીચલા થરના બેકારોને પહેલી જ વાર આ પ્રકારે સમાજોપયોગી ધંધો આપી શકાશે. પ્રજનન અટકાવવાની જરૂર નહિ રહે. ગરીબોને પણ પ્રજોત્પત્તિની તડામાર વૃદ્ધિ કરવાનો અને એ માર્ગે સમાજના ઉપયોગી અંગ બનવાનો દરજ્જો મળશે. કોમોની કોમો, જાતિઓની જાતિઓ, ગામડાંનાં ગામડાં વંશવૃદ્ધિના અભાવે લુપ્ત થઈ રહેલ છે. તેની રાષ્ટ્રના શાસકોને મૂંઝવતી સમસ્યાઓનો અંત આવશે, વગેરે વગેરે.

‘નવીન વાદ’ની તો જાણે કે દાવાનળ-ઝાળો પ્રસરી. દેશભરમાં એ હવા વાઈ ગઈ. પ્રગતિશીલો હતા તેઓ તો પૂરા જોરથી સભા-સંમેલનો મારફત આ વાદનો પ્રચાર કરવા મંડ્યા. પણ વિચારમંદ પ્રજાએ કિકિયારણ કર્યું. તેઓએ ‘ધર્મ ભયમાં છે’ની બૂમ ઉઠાવી. ધર્મગુરુઓ પાસે દોડ્યા. ધર્મગુરુઓએ ઉત્તર દીધો કે ‘ભાઈ, આ વાતને ને ધર્મને કશી જ લેવાદેવા નથી. ધર્મને તો માણસના આત્મા સાથે ને પરભવ સાથે નિસ્બત છે. ધર્મને તમે ખોરાકની ને શરીરોની વાતમાં ન સંડોવો’.

<center></center>
આ પ્રકારે ચાલેલી અજિતની કલમે પોતાનોે કિન્નો પૂરી દાઝથી ઠાલવ્યો. એના અંતરની ગુહામાં જાણે મધરાતના રાની દીપડાની એકલ ત્રાડ ઊઠી હતી.

એ વાર્તાની એણે પૈસા ખરચીને નકલ કરાવી. રવાના કરી પ્રકાશકોની દુનિયામાં. પછી સૌ પહેલો એ પોતાના સ્નેહી પ્રકાશક શ્રી રમણ પાસે ગયો. રમણભાઈએ પોતાના સલાહકાર વિવેચકનો આવેલો અભિપ્રાય કાઢીને વાંચી બતાવ્યો : ‘આ છોકરાને શું થયું છે!’ આ પહેલું જ વાક્ય. રમણભાઈએ પૂછ્યું : “તમને તે શું થયું છે આ?”

અજિત ચૂપ બેઠો. ‘ખરું કહું? મને પેટ પૂરતું ખાવા નથી મળતું’ એ જવાબ છેક એને હોઠે આવીને પાછો વળ્યો. પોતે જ ભોંઠો પડ્યો. પોતાને જ વિમાસણ થઈ ચૂકી હતી કે મેં કેવળ ભૂખના માર્યા આવી કિન્નાખોર અને માનવદ્વેષી કૃતિ ઘસડી કાઢી છે. મારું આ જગત પર જન્મવું એવા ઘૃણિત કામ માટે નથી થયું. એણે ચૂપચાપ પેલી ‘ઉન્નત અઘોરવાદ’ની હસ્તપ્રત પાછી લઈને એનાં ચિરાડિયાં કર્યાં. નિરાશાના કાળા અંધકારનું એ સંતાન એને લજવનારું લાગ્યું. પોતાનો વિશ્વપ્રેમ પરનો વિશ્વાસ પુનર્જીવિત કરીને એ પાછો વળ્યો.

{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits

Navigation menu