26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading |1. દુનિયાની સલાહ}} {{Poem2Open}} તાજ્જુબીનાં દ્વાર ઊઘડી ગયાં હતાં....") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
'''તાજ્જુબીનાં''' દ્વાર ઊઘડી ગયાં હતાં. હરેક વસ્તુને નવી ઝલક મળી હતી. પણ એ ક્ષણે એને ભાન રહ્યું નહિ. પોતાની ઊર્મિઓનો વિચાર કરવાનો વખત રહ્યો નહોતો. કલાકાર અત્યારે માનવીની અંદર સમાઈ ગયો હતો. એની નાનકડી ઓરડીમાંથી પણ પાર્થિવતા ઓસરી ગઈ હતી. પોતાની આ પરમ ઊર્મિ જેની પાસે ઠાલવી શકાય એવા કોઈક સોબતીની એને તે ટાણે જરૂર હતી. પણ એકલ જીવનના એ વિહારીની નજીક મકાનની શેઠાણી સિવાય બીજું કોઈ પાત્ર નહોતું. આજે તો એ જડસી સુ મિથ્યાભિમાની ‘શોષક’ માલિકણ પણ અજિતની નજરમાં માનવી બની રહી હતી; કેમકે બાળકના જન્મના સમાચાર એ બાઈને મહાન કોઈ વધામણી સમા લાગ્યા હતા. | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
“જુઓ, કવિ!” ચાલીનાં શેઠાણી હરખ કરીને કહેવા લાગ્યાં : “બરાબર સાચવજો હો! રાંડું નરસું-બરસું કોકના ભૂખલ્યા છોકરા હારે તમારું સારું છોકરું બદલાવી ન લ્યે, માડી! ને વહુને હમણાં કાંઈ ગરમ કબજા જેવું કરાવી લેજો; નીકર લ્યો, હું મારું સ્વેટર આપું?” | “જુઓ, કવિ!” ચાલીનાં શેઠાણી હરખ કરીને કહેવા લાગ્યાં : “બરાબર સાચવજો હો! રાંડું નરસું-બરસું કોકના ભૂખલ્યા છોકરા હારે તમારું સારું છોકરું બદલાવી ન લ્યે, માડી! ને વહુને હમણાં કાંઈ ગરમ કબજા જેવું કરાવી લેજો; નીકર લ્યો, હું મારું સ્વેટર આપું?” | ||
એમ કહેતી કહેતી ઘરમાં દોડી જઈને શેઠાણી પાછી આવી ત્યારે એના હાથમાં જે સ્વેટર હતું તે જોતાં જ અજિતે દાંત કાઢ્યા, ને કહ્યું : “આ સ્વેટર તો પ્રભા ઘેર આવશે ત્યારે અમે બેય જણાં એક સાથે પહેરશું, બહેન!” | એમ કહેતી કહેતી ઘરમાં દોડી જઈને શેઠાણી પાછી આવી ત્યારે એના હાથમાં જે સ્વેટર હતું તે જોતાં જ અજિતે દાંત કાઢ્યા, ને કહ્યું : “આ સ્વેટર તો પ્રભા ઘેર આવશે ત્યારે અમે બેય જણાં એક સાથે પહેરશું, બહેન!” |
edits