સ્વાધ્યાયલોક—૫/મીરાંબાઈ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|}} {{Poem2Open}} ‘મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરો ન કોઈ.’ 
‘મુખડાની માયા...")
 
No edit summary
Line 3: Line 3:
{{Heading|}}
{{Heading|}}

‘મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરો ન કોઈ.’ 
‘મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા!’
{{Poem2Open}}
{{Poem2Open}}
‘મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરો ન કોઈ.’ 
‘મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા!’
  — આ અવાજ ભારતવર્ષમાં કોને અજાણ્યો છે? આ વિશ્વમાં એક માત્ર પરમેશ્વર જ મારો છે, અન્ય કોઈ, અન્ય કંઈ મારું નથી. આ વિશ્વમાં હું એક માત્ર પરમેશ્વરની જ છું, અન્ય કોઈની નથી — એવી વિરક્તિ અને અનુરક્તિનો આ અવાજ છે. ધર્મ અને સમાજનાં બંધનોમાં બદ્ધ, સ્થળ અને કાળની સીમાઓમાં સીમિત એવા મનુષ્યનો આ અવાજ નથી. મનુષ્યના આત્માનો આ અવાજ છે. એ આત્માનું નામ છે મીરાંબાઈ. વાચ્યાર્થમાં પણ મીરાંબાઈ એટલે પરમેશ્વરની પત્ની. એથી જ મીરાંબાઈનું જીવનચરિત્ર અણલખ્યું છે. મીરાંબાઈના નામથી માંડીને તે કામ લગીની એકેએક વાત અનુમાનનો વિષય છે. મીરાંબાઈ ઉપનામ હતું? તો અસલ નામ શું હતું? એનો જન્મ ક્યાં અને ક્યારે થયો? એનું જીવન ક્યાં, ક્યારે અને કઈ રીતે ગયું? એનું મૃત્યુ ક્યાં, ક્યારે અને કઈ રીતે થયું? એણે કયાં પદો રચ્યાં? ક્યાં, ક્યારે કયા ક્રમમાં અને કઈ ભાષામાં રચ્યાં? — એકે પ્રશ્નનો નિશ્ચિત ઉત્તર નથી. એક પણ ઉત્તર માટે આધાર નથી. રાજકીય અને ઐતિહાસિક લખાણોમાં મીરાંના નામનો ઉલ્લેખ સુધ્ધાં નથી. ધાર્મિક અને સાંપ્રદાયિક લખાણોમાં ક્યાંક ધૂર્તતાને કારણે અહેતુક તો ક્યાંક દુષ્ટતાને કારણે સહેતુક વિકૃતિઓનો પાર નથી. સાહિત્યિક લખાણોમાં અનુમાનોની પરંપરા માત્ર છે. આધાર કહો તો તે અને અનુમાન કહો તો તે, જે કંઈ સુલભ છે તે મીરાંનાં પદો છે. એમાંથી મારા મન સમક્ષ મીરાંની એક મૂર્તિ પ્રકટ થાય છે. એની સાથે પ્રસિદ્ધ જર્મન વિદ્વાન સદ્ગત હરમાન ગ્યોત્સના મીરાં પરના લેખમાંના અનુમાનમાંથી મીરાંની જે મૂર્તિ પ્રગટ થાય છે તે સુસંગત છે. એથી એને આધારે અહીં મીરાંનું મિતાક્ષરી જીવનચરિત્ર રજૂ કરું છું.

મીરાંનો જન્મ રાઠોડ (રાષ્ટ્રકૂટ) વંશમાં મેડતાના વૈષ્ણવધર્મી રાજકુટુંબમાં દૂદાજીના પુત્ર રતનસિંહને ઘેર ૧૪૯૮માં કુડકીમાં થયો હતો. પિતા યુદ્ધમાં સક્રિય હતા એથી મેડતામાં દાદા દૂદાજીએ મીરાંનું લાલનપાલન કર્યું અને રાજકુંવરીને યોગ્ય એવું સંગીત, નૃત્ય, કાવ્ય આદિ કળાઓનું શિક્ષણ આપ્યું, અહીં મીરાંને નાનપણમાં જ પરમેશ્વરનું સહજ જ્ઞાન થયું, પરમેશ્વરના પ્રેમનો સહસા અનુભવ થયો. જનશ્રુતિમાં એનો સ્થૂલ ખુલાસો એમ છે કે મીરાંએ નાનપણમાં એની માતાને પૂછ્યું, ‘મારો વર કોણ?’ માતાએ કૃષ્ણની મૂર્તિ આપીને કહ્યું, ‘આ તારો વર!’ ત્યારથી મીરાંને થયું કે પોતે હંમેશ માટે કૃષ્ણને વરી છે. બીજો સ્થૂલ ખુલાસો એમ છે કે મીરાંને નાનપણમાં કોઈ સાધુસંતે, કદાચને રૈદાસે (રોહીદાસે) કૃષ્ણની મૂર્તિ આપી ત્યારથી મીરાંને થયું કે હંમેશ માટે પોતે પરમેશ્વરની પત્ની છે.

Navigation menu