રંગ છે, બારોટ/3. બાપુ ભાલાળો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 365: Line 365:
નો’તી દીધી રે માતા મીલણદેએ રે ગાળ રે,  
નો’તી દીધી રે માતા મીલણદેએ રે ગાળ રે,  
ટુંકારો નવ બોલેલ રે ભાલાળો રે બંધવો.
ટુંકારો નવ બોલેલ રે ભાલાળો રે બંધવો.
</poem>
{{Poem2Open}}
ચાંદિયો કહે છે :
{{Poem2Close}}
<poem>
કાગળિયો રે વાંચીને બેની લાગે વડેરી રે વાર રે
જાતે ને ધાધલ રે બેની ફેર જ જાણજે.
</poem>
{{Poem2Open}}
હે બેન, તું મૂંઝાઈશ મા. તારો કાગળ વાંચીને અમે ત્યાં આવતાં વાર લગાડીએ, તો અમારી ધાધલ જાતમાં ફેર પડ્યો જાણજે.
પરમલનો જીવ નથી માનતો. એને સાસરે જવું નથી. એથી તો મરવું ભલું :
{{Poem2Close}}
<poem>
પાવું’તું રે પાવું’તું વીરા, ગળથૂથીમાં રે ઝેર રે
ઉઝેરી નો’તાં કરવાં રે ધેડીને આવડાં.
</poem>
{{Poem2Open}}
હે ભાઈ! આથી તો મને જન્મટાણે ગળથૂથી પાઈ તેમાં ઝેર ભેળવીને પાવું હતું. મને ઉઝેરીને આવડી મોટી શા સારુ કરી?
ચાંદિયો હિંમત આપે છે : અરે બેન, જોજે તો ખરી!
{{Poem2Close}}
<poem>
મારાં લશ્કર એવાં મારગડે નહીં માય રે,
આડે ને ધોડે રે બેની અમે આવશું.
</poem>
{{Poem2Open}}
પરમલ કહે છે : હે ભાઈ હું મેણાં સાંખી નહીં શકું. દુશ્મનની દીકરીને સહુ મે’ણાં દેશે.
{{Poem2Close}}
<poem>
બાપુ ભાલાળા વીરા! મેણું માથાનો ધાય રે,
અવળાં ને રૂંવાડાં રે વીરા! મારાં થરહરે.
</poem>
</poem>
26,604

edits

Navigation menu