26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|6. દરિયાપીરની દીકરી}} '''રતનાગર''' સાગરને કાંઠે સિંગળદીપના રા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 188: | Line 188: | ||
કે’, “સાચું જ કહું છું. હસવાની વાત નથી.” | કે’, “સાચું જ કહું છું. હસવાની વાત નથી.” | ||
ત્યારે પછી — | ત્યારે પછી — | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
મરકી ઉમા બોલિયાં, ગોરી ભીને ગાત્ર; | |||
તારા પગની મોજડી, (કાં) દાસી ઉતારે કાં પાત્ર. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
“હે ઠાકોર! તમારા પગની મોજડી તો કાં દાસી ઉતારે ને કાં પાતર (ગુણિકા) ઉતારે, પરણેતર તો નહીં ઉતારે. લ્યો, મારી વડારણને બોલાવું. અમારા કુળની તો આવી રીત છે.” | |||
કે’, “ઠકરાણાં! આ તો રિવાજ છે. તમારે તો જરાક મારી મોજડીને અડી જ લેવાનું છે.” | |||
કે’, “મેં કહ્યું ને? આ કામ અમારા કુળમાં વડારણનું છે. મારું નહીં.” | |||
કે’, “રાણી, મમત કરો મા; માઠું થશે.” | |||
કે’, “મર જે થાવી હોય તે થાવ. પગરખાંને હું હાથ નહીં અડાડું.” | |||
“ઠીક ત્યારે.” એવું કહીને અચળો હીંડોળાખાટેથી ઊઠી ગયો. થાળ થાળને ઠેકાણે રહ્યો. સોહાગની રાત બગડી ગઈ. સિંગળદીપની હવા પણ કડવી ઝેર બની ગઈ. અચળાએ પોતાની બરાતના રસાલાને હુકમ દીધો કે “સાબદા થાવ, અટાણે જ ઊપડી જાવું છે.” સૈયર જુમાને, રાજાને, રાણીને, સૌને જાણ થઈ કે બાજી બગડી ગઈ છે. બધાંએ ઉમાને ઠપકો આપ્યો : “બહુ ભૂલ કરી. હજી માની જા — તું ઊજળી તો પણ રાત છો, તું અસ્તરી છો. જીવતર લાંબું હોય ટૂંકું હોય કોને ખબર છે? ઊગ્યો એને આથમતાં વાર લાગશે.” પણ કોઈનું કહ્યું ઉમાદેએ માન્યું નહીં. ત્યાં અચળો વિદાય થઈ ગયો, અને આંહીં ઉમાએ જોબનને કબજામાં લીધું. વસ્ત્રાભૂષણો કાઢીને અળગાં કર્યાં અને જ્ઞાનવૈરાગ્યને માર્ગે ચડી. ચારણની દીકરી જુમાને પોતાની પાસે રાખી. જુમા બીન બજાવે, ગીતો–ભજનો ગાય, વાર્તાઓ કરે, ને જોગણવેશી ઉમા બેઠી બેઠી સાંભળ્યા કરે. | |||
લાગવા માંડ્યું કે જોબન કબજે થઈ ગયું છે, વિકાર ઓગળી ગયા લાગ્યા. જુમાને પોતે એક દિ’યે જુદી પડવા દેતી નથી; જુમા પણ સહિયરને સારુ કુમારી અવસ્થા ખેંચી રહી છે. એમ કરતાં કરતાં — | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
દિન ગણન્તાં માસ ગયા | |||
(અને) વરસે આંતરિયાં. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
એવે એક દિ’, જુમા ઉમાની રજા લઈને પોતાના બાપને ગામ ગઈ છે. ઉમા એકલી પડી છે. વૈશાખી પૂનમની રાત છે. પોતે બેઠી બેઠી માળા ફેરવે છે, પણ આજ એકલી પડી છે. જુમાનાં ગીતો ને ભજનની આડશ ચાલી ગઈ છે. બહારના વાયરા ફૂલની સોડમ લાવે છે અને ચોક-ચૌટામાં ગાતી નારીઓના ગીતના બોલ લાવે છે — | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
કોઈ મુને કૃષ્ણ બતાવો રે મધુવનમાં; | |||
વ્યાકુળ થઈ છું મારા મનમાં રે શ્રી ગોકુળમાં. | |||
હાર જ તૂટ્યો, ચીર જ ફાટ્યાં, | |||
નીર વહે છે લોચનમાં. — કોઈ મને. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
માળાના પારા ધીમા પડ્યા, અને મોડી રાતનો કોઈ બપૈયો ‘પિયુ-ઉ : પિયુ-ઉ : પિયુ-ઉ :’ પોકારવા મંડ્યો. | |||
આમાં કાંઈ સારાવાટ નહોતી. | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
બાપૈયા થાને મારશું, તું લે ના પિયુરો નામ; | |||
આધી રેનરો પુકાર મા! તું છોડ હમારા ગામ. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
અરે દાસીયું! આ બાપૈયાને ઉડાડો. પથરા માર્યે ઝાડ માથેથી બાપૈયો ઊડી ગયો. પણ મનડાના મધુવનના બાપૈયા એમ થોડા ઊડી શકે છે! | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
માંય અનુપમ લીંબડા, તાડ રિયા હલબલ્લ; | |||
નેણે અમર નાગરી, વનસેં હુઈ વિકલ્લ. | |||
ચંપો ડોલર કેવડો, રોગી દાડમ ધ્રાખ; | |||
થોકે થોકે લડ રહી આંબા કેરી શાખ. | |||
આંબા હિલોળે આવિયા, સાખ રસ ન સમાય; | |||
કે’જો ઓધા કાનને, જેઠ વસમ્મો જાય. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
અંતરના બંધ માંડ્યા તૂટવા : અરે કોઈ જુમાને તેડવા મેલો. હૈયું થર રહેતું નથી. આ તો બધા ઉપલા વૈરાગ્ય. માયલું મન તો મુવું કોરું ને કોરું પડ્યું છે! | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits