26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 215: | Line 215: | ||
::::થારું વાંચ્છ્યું તો થારે નેણે પડજો કુંભારણ! | ::::થારું વાંચ્છ્યું તો થારે નેણે પડજો કુંભારણ! | ||
::::::: લાવિયો ધરણિયાવાળી બેન. | ::::::: લાવિયો ધરણિયાવાળી બેન. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
પીટ્યા કુંભારા! મારે માથે નાનકડી શોક્ય લાવ્યો છો ને શું! | |||
રાંડ કુંભારણ! તારા મનનું ચિંતવ્યું તો તારી જ આંખમાં પડજો. હું તો ધરમની બેનને લાવ્યો છું. | |||
કુંભારણને તો ખાતરી થઈ કે આમાં કાંઈ કૂડ નથી. બાઈને તો રાખી અને કહ્યું : લે બેન, આ રોટલો જમી લે. | |||
મેણાંગરીએ એ એક રોટલામાંથી ચોથિયું કૂતરાને ને ચોથિયું ગાયને નીરેલ છે, બાકીનો અરધો પોતે ખાધો છે. ને પછી કહ્યું કે ભાઈ કુંભારા! મને કાંઈક કામ બતાવો. હું મફત તો નહીં ખાઉં. | |||
ઠીક બેન! કામ તો બીજું શું, પણ તું નળિયાં ઉતાર. લીલાં તડકે મૂક. ને સૂકાં છાંયડે મૂક. | |||
{{Poem2Close}} | |||
<center>[3]</center> | |||
{{Poem2Open}} | |||
મેણાંગરી તો લીલાં નળિયાં તડકે મેલે છે, સૂકાં છાંયે. એમ થાતાં થાતાં થાતાં બાર વરસ વીતે છે. એમાં એક દિવસ લાખો વણજારો એ ગામને પાદર પડાવ કરે છે. હીરા, મોતી, ઝવેરની ને સાચાં ચીરની લાખ પોઠ્યું છે લાખા વણજારા હારે, અને ચાર તો એની પરણેલી મેવાડી રાણિયું છે. પણ કેવી છે ચારેય? સૂરજ ભગવાનને કહે કે પછેં ઊગજો. પેલી અમને ઊઠવા દેજો; એવી સુંદરી ને સતી છે ચારેય. | |||
પડાવ પડ્યો, ને દાસીયું કુંભારને ઘરે ઠામડાં લેવા ગઈ. ત્યાં એણે રાણી મેણાંગરીનાં કાદવમાં રોળાતાં રૂપ જોયાં. જોઈને આવી લાખાને કહ્યું : એ લાખા! | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::::પિંડી કહીજે આલણવેલણી હો વણજારા! | |||
::::::: જાંગરલો દેવળિયાવાળો થંભ; | |||
::::આંખે પરવાળાંવાળી સાંય રે હો વણજારા! | |||
::::::: નાકડલું દીવડિયાવાળી જ્યોત. | |||
::::નેણે ભમરા તો વાળી ભણસ રે વણજારા! | |||
::::::: કપાળ તો પૂનમિયાવાળો ચંદ; | |||
::::મુંગાફળિયાં રે જકારી આંગળી હો વણજારા! | |||
::::::: હાથડલા ચાંપલિયારી ડાળ. | |||
::::વીણી કહીજે વાશંગ નાગની હો વણજારા! | |||
::::::: પેટ પીપળરો પાંદ, | |||
::::આવી વસતુ કુંભારા ઘર ન્યાળિયો હો વણજારા; | |||
::::::: હાલો સૈરું, જોવા જાઈં. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
જેના પગની પિંડી વેલણ જેવી ગોળ છે, જાંઘ દેવળના થંભ જેવી છે, આંખો પરવાળાં જેવી, નાકની દાંડી દીવાની જ્યોત જેવી, નેણ તો ભમરાની પાંખ જેવાં, કપાળ પૂનમના ચંદ્ર જેવું, આંગળી મગની શીંગો જેવી કૂંણી, હાથની ભુજા ચંપાછોડની ડાળ જેવી, વેણી વાસુકિ નાગ જેવી અને પેટ પીપળાના પાંદ જેવું લીસું ને ચકચકતું. એવી એક વસતુ અમે કુંભારને ઘેર દીઠી. | |||
લાખો વણજારો ખડ ખડ હસીને કહે : “હવે રાખો રાખો. માટીની ચૂંથનાર તે કેવીક હશે!” | |||
“અરે લાખા વણજારા! તારી ચાર મેવાડી તો એની આગળ ઘોડાની લાદ ઉપાડે એવી છે.” લાખે ઘડીક વિચાર કર્યો. પછી પોતે એક સાંઢ્ય તૈયાર કરી. સાંઢ્યના પાવરામાં હીરા, મોતી, ઝવેર ભરી લીધાં ને પછી કહે : “પોઠનો પડાવ ઉપાડી હાલતા થાવ, હું આવું છું.” | |||
નવ લાખની પોઠ ઊપડી ગઈ, ને વાંસે લાખો સાંઢ્ય પલાણી કુંભારને ઘેર આવી ઊભો રહ્યો. સાંઢ્ય ઝોકારી ને કુંભારને બોલાવી કૂંડું મગાવ્યું. એ કૂંડામાં પોતાના પાવરામાંથી તમામ હીરામોતી ઠાલવી દીધાં. | |||
કે’, “કેમ લાખા વણજારા?” | |||
કે’, “ભાઈ કુંભાર! મારી વણઝારીને છોરુનો સમો છે. એટલે આ તારી બેનને મારી હારે પોઠ્યમાં મેલ્ય. અંતરિયાળ પોઠ પહોંચી ત્યાં છોરુનો સમો થયો છે, માટે તેડવા આવ્યો છું. હું પાછો આવીને મૂકી જઈશ.” | |||
કુંભાર મેણાંગરીને કહે કે બેન! તું જઈ આવ. | |||
રાણી મેણાંગરી શું કરે? | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::::પારકે ઘર સાથી | |||
::::આલે ઈ ખા | |||
::::ને મેલે ત્યાં જા. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
રાણી મેણાંગરી તો સાંઢ્ય માથે બેસી લાખા વણજારા સાથે હાલી નીકળી. ગાઉ, બે ગાઉ, પાંચ ગાઉ, પણ ક્યાંય પોઠનો પત્તો નથી. ત્યારે પોતે કહ્યું : “હે ભાઈ વણજારા! તારી પોઠ ક્યાં છે? તું મને કેટલેક લઈ જઈશ?” | |||
ત્યારે પછી લાખે વણજારે પેટની કહી કે “હે પદમણી! કેવી પોઠ્ય ને કેવાં છોરું! હું તો તને મોહીને લાવ્યો છું. ચાર મેવાડીને માથે તને મારે પાંચમી પાટ ઠકરાણી થાપવી છે.” | |||
“અરે વીરા! તારી જીભ દુવાય છે. તું આવા વેણ કાઢ મા. તું તો મારે માના જાયા બરોબર છો. ને મને મારા વીર કુંભારને ઘેરે પાછી મૂકી જા.” લાખે વણજારે તો રાણી મેણાંગરીને એક ગુણ્યમાં નાખીને સાંઢ્યને માથે ગુણ્યને બાંધી લીધી છે. ને સાંઢ્ય તો મન પવનને વેગે પંથ કાપી રહી છે. | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::::થોડા રસા તો ઢીલા મેલજો રે વણજારા! | |||
::::::: રામને ભજ્યારી વેળા જાય; | |||
::::થોડા બંધા તો ઢીલા મેલજો રે વણજારા! | |||
::::::: કેમ ઘાલી મને આડે ઊંટ? | |||
::::અણવાણી ટોળું ની થારા પોઠિયા રે વણજારા! | |||
::::::: થોડા બંધ તો ઢીલા મેલ્ય. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
હે લાખા વણજારા! જરાક તો બંધ ઢીલા કર. મારે ઈશ્વરને ભજવાની વેળા થઈ છે. મને છૂટી કર, હું તો ઉઘાડે પગે તારી પોઠના પોઠિયા ચરાવીશ. મને આ ઊંટ માથે આડી શું કામ બાંધી છે? | |||
છેવટે લાખો વણજારો પોઠ્યમાં પહોંચે છે. પોઠ્યે બરાબર મોરગઢના સીમાડા માથે પડાવ કર્યો છે. લાખાએ રાણી મેણાંગરીને રસોઈ રાંધવા હુકમ કર્યો છે. એ રસોઈ લાખુ એના બાપ ખાખુને જમાડવા લઈ ગયો છે. ખાખુ બુઢ્ઢો છે ને બેય આંખે આંધળો છે. ભોજન જમતાં જમતાં ખાખુ બોલી ઊઠે છે — | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::::આ તો ભોજનિયાં લાગે ઓપરાં લાખુડા, | |||
::::::: લાગ્યો એક સખળીવાળો હાથ, | |||
::::આધા ઠળિયા ને આધા કાંકરા રે લાખુડા! | |||
::::::: આધા પાંપણીયુંરા વાળ. | |||
::::આ તો ભોજનિયાં લાગે ઓપરાં રે લાખુડા! | |||
::::::: જીમિયા ચંદણ વાળે દુવાર; | |||
::::આ તો ભોજનિયા લાગે ઓપરાં રે લાખુડા! | |||
::::::: જીમિયા મેણાંગર વાળે હાથ. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
લાખુનો બાપ ખાખુ બોલે છે કે “હે લાખુડા! આજ સુધી તારી રાણીયું રાંધતી તે ભોજનમાં અરધા કાંકરા ને અરધા ઠળિયા આવતા, અરે એ કુભારજાઓની આંખોની પાંપણોના વાળ પણ મોઢામાં આવતા; પણ આજનું ભોજન તેથી ન્યારું છે. કોઈ સખળી, કોઈક કુળવંતી નારને હાથે, સુલક્ષણીને હાથે આ ભોજન નીપજ્યું છે. આવું ભોજન તો ફક્ત એક લોયાણાગઢમાં રાજા ચંદણને ઘેરે પામ્યો હતો, આવી રસોઈ તો એક રાણી મેણાંગરના હાથની જ ચાખી હતી.” | |||
સાંભળીને લાખો ચોંકી ઊઠ્યો. હેં! આ આંધળો ક્યાંક મારી વાત ચાહન કરી નાખશે! એલા, મારા બાપને પણ એક ગુણ્યમાં બાંધી વાળો. | |||
લાખુનો બાપ ખાખુ આંધળો તે દિવસે ગુણ્યમાં બંધાઈ ગયો. | |||
રાત પડી. સેંકડો તંબૂ તાણેલ છે. નવ લાખ પોઠિયાને ગળે ટોકરીઓ રણકે છે. વચલા તંબૂમાં સવા કરોડનો ઢોલિયો છે, હીરની પાટી છે, પાયે પાયે જીંડુ રતન છે, ને એમાં લાખો બેઠો છે. સામે દારૂના ચાર સીસા પડ્યા છે. રાણી મેણાંગરીને બોલાવીને લાખે કહ્યું કે “હે સુંદરી! તું પી ને મને પ્યાલિયું પા.” | |||
મેણાંગરી ના પાડે છે, અને ફડા…ક! ફડા…ક! એના બરડા માથે લાખો કોરડા વાપરે છે. કોરડાને માથે બેવડ વળી જતી મેણાંગરી શું બોલે છે? બોલે છે કે — | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
શેર શેર સોનું હું તો પે’રતી રે વણજારા! | |||
જોખાતી મોતિયા ભારોભાર, | |||
શેર શેર સોનું હું તો પે’રતી વણજારા! | |||
જોખાતી ફૂલાં રે ભારોભાર. | |||
એક દિ’યારો ઝોલો વાગિયો વણજારા! | |||
ગંગા લઈ ગઈ લોઢું માંય. | |||
સાયર-નીર તો જેવા દીકરા રે વણજારા! | |||
રૈ ગ્યા ગંગા રે પેલે ઘાટ. | |||
ઝીણા ઝીણા તો પડે કોરડા વણજારા! | |||
દ:ખડાં લખ્યાં મારે શરીર. | |||
દાંત તો દાતણે મારા દેખિયા રે વણજારા! | |||
મખડો દીઠો મારે ભરથાર. | |||
સત ધરમરે કારણ હો વણજારા! | |||
મેલ્યો લોયાણાગઢરો રાજ. | |||
</poem> | </poem> |
edits