રંગ છે, બારોટ/પ્રવેશક: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|પ્રવેશક}} {{Poem2Open}} બારોટ શબ્દનો અર્થ કેટલાક ‘બાર હઠ’ કરે છે. એ...")
 
No edit summary
Line 6: Line 6:
બારોટ શબ્દનો અર્થ કેટલાક ‘બાર હઠ’ કરે છે. એટલે કે બાર પ્રકારની હઠ કહેતાં નિશ્ચયોનું પાલન કરનારા ચારણ-બારોટો. પણ પ્રબંધોમાં જોઈએ તો ‘દ્વારભટ્ટ’ એવો શબ્દ જડે છે, અને તે શબ્દ વડે રાજદ્વારને રક્ષતા સુભટ સૈનિક તરીકેનું કામ કરતા પુરુષને ઓળખાવાયો છે. એનો રૂઢાર્થ ચારણ-બારોટ બનેલ છે, કારણ કે ચારણ જે અર્થમાં ગઢવી (ગઢનો પાલક ચોકીદાર) કહેવાયો છે તે અર્થ ‘દ્વારભટ્ટ’ સાથે મેળ લે છે.

{{Poem2Close}}
{{Poem2Close}}

<center>'''પુસ્તકનું નામકરણ'''</center>
<center>'''પુસ્તકનું નામકરણ'''</center>
Line 11: Line 12:
આ પુસ્તકના નામમાં બારોટ શબ્દ યોજવામાં વાર્તા કહેનાર બારોટ અભિપ્રેત છે. કારણ એ છે કે આમાંની કેટલીક વાર્તાઓ મારી પાસે કહેનારા જેઠા બારોટ નામે કાઠિયાવાડના જસદણ રાજ્યના અણિયાળી નામે ગામના રહીશ, કાઠી કુળના એક વહીવંચા (રાવળ) હતા. એમણે મને જે વાર્તાઓ 1924-27ના ગાળામાં બે-ત્રણ વારના મેળાપમાં કહેલી, તેમાંથી કેટલીએકને મેં ‘દાદાજીની વાતો’ (1927)માં ગ્રંથસ્થ કરી હતી. પણ બાકીની જે ટાંચણરૂપે રહી ગઈ હતી તેમાંથી થોડીકને આટલાં વર્ષે મજકૂર ટાંચણનાં જર્જરિત પાનાં ઉથલાવતાં એ ટાંચણની અંદરના એ કથાકારના તત્ક્ષણ પકડાઈ શકેલા બોલ પરથી સ્મરણમાં ઉપસાવી કાઢી શક્યો તે લખી કાઢી. બાકીની કેટલીક મેં સદાને માટે ગુમાવી છે, કારણ કે મારું ટાંચણ પાંખું અને અધૂરું રહી ગયું હોઈ સમગ્ર સ્વરૂપ સ્મૃતિપટમાં ઊભું ન કરી શકાયું.

<center>'''વાર્તા આપનારાઓ'''</center>
<center>'''વાર્તા આપનારાઓ'''</center>
Line 23: Line 25:
‘ખાનિયો’ : આ વાર્તા રાજકોટમાં સ્નેહી સાહિત્યકાર કવિશ્રી ત્રિભુવન વ્યાસે કહી. ને એમણે એ વર્ષો પૂર્વે પોતાના વતનના ગામડામાં પોતાના એક સગા કહેતા તે પરથી યાદ રાખી છે.
‘ખાનિયો’ : આ વાર્તા રાજકોટમાં સ્નેહી સાહિત્યકાર કવિશ્રી ત્રિભુવન વ્યાસે કહી. ને એમણે એ વર્ષો પૂર્વે પોતાના વતનના ગામડામાં પોતાના એક સગા કહેતા તે પરથી યાદ રાખી છે.
{{Poem2Close}}
{{Poem2Close}}

<center>'''નિરક્ષરોના કંઠમાં રમતું શુદ્ધ સ્વરૂપ'''</center>
<center>'''નિરક્ષરોના કંઠમાં રમતું શુદ્ધ સ્વરૂપ'''</center>
Line 33: Line 36:
આ મૂળ વાર્તાવારિધિનાં બિંદુઓ એકાદા કોઈ પ્રાંતમાં નહીં પણ સમગ્ર હિંદમાં, ખૂણે ને ખાંચરે, સંસ્કૃત ભાષામાં તો શું પણ કોઈ પણ ગ્રંથસ્થ સાહિત્ય જ્યાં કદી પહોંચ્યું ન હોય એવાં આદિવાસીઓની લિપિવિહીન બોલીમાં પણ પહોંચી જઈને તે તે ભૂમિના તળપદા ઘાટ-આકારે વારતાઓ બની ગયેલ છે. પ્રાંત દીઠ પડેલી આ અદ્ભુત-રસિક કંઠસ્થ કથાઓને લિપિબદ્ધ કરવાનો મોટો ઉદ્યમ ગયા સૈકાથી ઊપડ્યો છે. એને સંગ્રહી લેવામાં તો હિંદીવાનો અને યુરોપી જનો વચ્ચે છેલ્લાં ચાલીસ વર્ષોથી જબરી સ્પર્ધા ચાલી રહી છે. આ હિંદી લોકકથાઓના આ યુરોપી સંગ્રહકારોમાંથી અગ્રપદે બોલાતું નામ [મૉરીસ] બ્લૂમ્સફીલ્ડનું છે. એ પણ કહે છે કે “એ તો નક્કી છે કે આ સર્વ સંગ્રહોમાં ‘હિંદુ ક્લાસિકલ લિટરેચર’માંની પ્રાચીન વાર્તાઓના જ મોટે ભાગે પડઘા પડ્યા છે; આ લિપિબદ્ધ બનતી લોકવાર્તાઓમાં મૌલિક અને સ્વતંત્ર પ્રકારની સામગ્રીનો સમાવેશ થાય છે કે કેમ, એટલે કે કોઈ પણ હિંદી ભાષામાં કોઈપણ કાળે લિપિબદ્ધ ન બની હોય એવી પુરાતન મૌલિક લોકકથાઓ આમાં ઊતરી આવી છે કે કેમ, તે કહેવું કઠિન છે.”

<center>'''‘મોટિફ’ની ભાંજગડ'''</center>
<center>'''‘મોટિફ’ની ભાંજગડ'''</center>
{{Poem2Open}}
{{Poem2Open}}
પરંતુ ‘ક્લાસિકલ લિટરેચર’ની વાર્તાઓમાં જે જૂજવાં પ્રધાન તત્ત્વો પડ્યાં છે, અંગ્રેજી વિવેચન-ભાષામાં જેને ‘મોટિફ’ કહે છે, તે ‘મોટિફ’ના જૂજવા બધા પ્રકારો આજે સંઘરાઈ રહેલી કંઠસ્થ લોકકથાઓમાં ક્રીડા કરી રહ્યા છે. આ ‘મોટિફ’ એટલે કે વાર્તાનો વેગ વધારતી ને એની ચમત્કૃતિ જચાવતી કરામતો, જુક્તિઓ — હિંદમાં હરેક નવે નવે સ્થળે-કાળે વહેંચાતાં અથવા તો નવેસર સંયોજિત થતાં રહ્યાં છે. હર સ્થળે વાર્તા કથનાર અથવા તો સંઘરનાર કેમ જાણે આ ‘મોટિફ’ની આખી અકબંધ સાંકળી ઉપાડે છે. (આ સાંકળીને આપણે પારાની માળા સાથે સરખાવીએ.) પછી એ માળાના પારા વિખેરી ચોમેર વેરી નાખે છે, અને પછી ફરી વાર નવી રચનામાં એ પારાને પરોવી લે છે. આમ હોઈને કોઈ પણ ‘મોટિફ’ આપણને કોઈ પણ સમયમાં, કોઈ પણ સ્થાનમાં, બલકે હિંદી વાર્તા તેમ જ એની શાખા-પ્રશાખાના કોઈ પણ અનુસંધાનમાં ભેટી જાય છે.

<center>'''‘મોટિફ’નાં દૃષ્ટાંતો'''</center>
{{Poem2Open}}
‘મોટિફ’ કોને કહે છે તે વધુ વિગતથી સમજીએ. લોકવાર્તાનાં આ લક્ષણો એવાં છે કે જે બીજી કોઈ રીતે આગળ ન વધી શકે તેવા વસ્તુપ્રવાહને આગળ વધવા માર્ગ આપે. દાખલો લઈએ : પક્ષીની બોલીમાં બહાર પડતી ભવિષ્યવાણી. ‘દાદાજીની વાતો’માં મનસાગરા પ્રધાનની વાર્તામાં રાજાનો મિત્ર મનસાગરો રાજાને પદ્માવતી સાથે મહામહેનતે પરણાવી આપી, બેઉને લઈ પાછો રાજ્યમાં જાય છે, ત્યારે રસ્તામાં રાજારાણી ઊંઘે છે, મનસાગરો જાગે છે, ને ઝાડ પરથી ગરૂડ ને ગરૂડપંખણી વળતે દિવસે રાજારાણીને શિરે પડનારી છ ઘાતોની વાતો કરે છે. મનસાગરો પંખીબોલી સમજી શકતો હોઈ છ ઘાતોનું વારણ કરી શકે છે. હવે, આ એક એવી પરિસ્થિતિ હતી કે જેમાં સંદેશા, પત્ર કે માનુષી ચેતવણી પહોંચી શકે નહિ. તે વખતે વાર્તામાં પક્ષીને બોલાવ્યાં છે. તેઓ અંદર અંદર વાર્તાલાપ કરે, ને કોઈક માનવી એ સાંભળી જઈ આગામી જોખમ સામે વારણનાં પગલાં ભરે. આ સંગ્રહમાં પણ ‘ચાર સાર’ની વાર્તામાં બે પંખીની ચેતવણી આવે છે. એ હંસ-હંસણી હોય, ચકો-ચકી હોય, પોપટ-મેના હોય કે ગરૂડપંખી-ગરૂડપંખણી હોય. એ પક્ષી-જોડાંની વાતચીત વાર્તાનું પ્રધાન વસ્તુ નથી બની જતી, પણ અન્યથા અપ્રાપ્ય એવી મહત્ત્વની માહિતી પૂરી પાડીને આપદનું નિવારણ કરનાર ચાવી બની રહે છે.
{{Poem2Close}}
<center>'''‘ન કહેવી’ કરામત'''</center>
{{Poem2Open}}
ગુપ્ત વાતને ગુપ્ત રાખવાની મુશ્કેલી અને એ ખુલ્લી કરવાથી થતો અનર્થ — આ પણ એક બળવાન ‘મોટિફ’ છે. ‘દાદાજીની વાતો’માં એ કરામતે મનસાગરા પ્રધાનની કથામાં વસ્તુને વેગ આપવાનો ભાગ ભજવ્યો છે અને રહસ્યમયતા ઊભી કરી છે. બે પંખી વચ્ચે થયેલો રાત્રિનો વાર્તાલાપ જે કોઈ માણસ સાંભળી જાય તેનાથી એ બીજાને કહેવાય નહીં, કહે તો પથ્થર બની જાય. એવું બંધન ન હોય તો તો મનસાગરો છયે ઘાતની વાત મિત્ર રાજાને જણાવી દઈ ને સાથે મળી વારણ કરત, પણ આ ‘વાત કરે તો પથ્થર બની જાય’ એ બંધન આડે આવ્યું, ઘાતોનું નિવારણ પોતે કરતો ગયો, પણ કારણ ન જણાવી શક્યો, એથી જેનો પોતે જીવ બચાવે છે તે રાજાની કુશંકા વધતી ગઈ. છેવટે રાજારાણીના શયનવાસમાં જઈ, રાતની વેળાએ, છાપરામાં બેઠેલી નાગણીનું ઝેર રાણીના હોઠ પર ટપકે છે તેને ચાટી લેવાનો સર્વોત્કટ પ્રસંગ ઊભો થયો, અને છતાં પોતે જાગી ગયેલાં રાજારાણીને ખુલાસો આપી શક્યો નહિ; છેવટે પોતાની વિશુદ્ધતાની ખાતરી કરાવવા ખાતર વાતો કહી દેવી પડી, કે જેને અંતે પોતે પથ્થર બની ગયો. આ ‘મોટિફ’ આપણા પ્રાંતની, બંગાળાની, મહાકોશલની, અનેક હિંદી પ્રદેશોની લોકવાર્તાઓમાં રમે છે. પક્ષી, પ્રાણી ને જંતુની વાત સમજવાનું વરદાન, એ વરદાન મેળવનાર પર પોતે સાંભળેલ પ્રાણી-વાત કોઈને ન કહેવાનો પ્રતિબંધ, પ્રતિબંધ તૂટ્યે મરણ ને એ વાત જાણનાર પાસેથી એના જાનને ભોગે પણ કહેવરાવવાની મોટે ભાગે સ્ત્રીની જ હઠ, એવી જીવલેણ સ્ત્રી-હઠને પણ આખરે ઠોકરે મારવાની ચાનક કોઈક પશુપંખીના વાર્તાલાપમાંથી જ જડે : આવું ‘મોટિફ’ જેમ આ સંગ્રહની ‘ચાર સાર’ નામની વાતમાં કામ કરે છે તેમ ઈતર હિંદી પ્રાંતોની સંખ્યાબંધ લોકવાર્તાઓમાં ભાગ ભજવે છે. ‘ચાર સાર’માં રાજાએ જીવમાત્રની બોલી સમજવાનું વરદાન નાગ પાસેથી મેળવ્યું છે. એક વાર જૂની રાણીનો ભાઈ મરી જાય છે ત્યારે એ સારો માણસ હોવાથી એનો જીવ દેહને બચીઓ ભરે છે એ દેખી રાજા રડે છે. ફરી વાર નવી રાણીનો દુષ્ટ ભાઈ મરી જાય છે ત્યારે જીવ બહાર નીકળીને ખોળિયાને ખાસડાં મારે છે તે જોઈને રાજા હસે છે. ‘હસ્યા કેમ? કહો.’ રાણી હઠ લે છે, કહું તો મોત છે એમ કહેવા છતાં રાણી જીદને પકડી રાખે છે. કાશીએ જઈને દેહ છૂટે એ ગણતરીથી રાજા રાણીને લઈ કાશી પહોંચ્યે વાત કહેવાના નિશ્ચયથી નીકળે છે. રસ્તે એક કૂવાને કાંઠે બકરો-બકરી ચરે છે. બકરી સગર્ભા છે. બકરાને કહે છે કે કૂવાની અંદર ઊંડે ઊંડે ઊગેલો વેલો લાવી દે. બકરો કહે છે કે હું આ રાજાના જેવો મૂરખો નથી કે બાયડી જે કહે તે, જીવને જોખમે પણ કરું. સાંભળનાર રાજાએ આ ટકોર ગ્રહણ કરી ને રાણીને એક લપડાક લગાવી પાછો ઘેર લઈ ગયો. આ પશુઓની વાણી સમજવાનું તેમ જ પશુઓનાં દૃષ્ટાંત પરથી ધડો લેવાનું ‘મોટિફ’ જાતકકથાઓમાંથી જન્મ પામીને વિવિધરૂપે હિંદી લોકવાર્તાઓમાં રમતું આવે છે. તમામ સ્વરો સમજવાનું વરદાન એક નાગરાજા પાસેથી પામેલો રાજા સેનક પોતે જમવા બઠો છે, ત્યારે એના ભાણામાંથી એક મધનું ટીપું, એક ગોળની કણી અને એક રોટલીનું બટકું પડી જાય છે એટલે એ જોઈ ને એક કીડી બુમરાણ મચાવે છે કે ‘હાલો ભાઈ હાલો, રાજાની મધની બરણી ભાંગી, રાજાનું ગોળનું ગાડું ઊંધું વળી ગયું છે, રાજાના રોટલાની ગાડી ઊથલી પડી છે, હાલો, ઉડાવો મોજ’. એ સાંભળીને રાજા સેનક હસી પડે છે, પાસે બેઠેલી રાણી એ ભેદ કઢાવવા મથે છે. રાજાને તો કહેવાથી મોત છે. રાણીહઠને વશ બની ભેદ કહી નાખવાની તત્પરતામાંથી એને પાછો વાળનાર પણ એક બકરી સાથે પ્રેમ કરતો એક બકરો જ બને છે.
આ જ ‘મોટિફ’ સાંતાલની, કાશ્મીરની એને સિંહલદ્વીપની લોકવાર્તાઓમાં મોજૂદ છે. લંકાની વાર્તામાં કીડીની વાતચીત છે, બકરા-બકરીને બદલે વનનાં વાંદરાંનું મહેણું છે, ને રાજા એ મર્કટોનાં મહેણાં પરથી બોધ લઈને, હઠે ચડેલી પોતાની રાણીને અચ્છો મેથીપાક આપી સદાને માટે ચૂપ કરે છે. ખાસ નોંધપાત્ર વાત તો એ છે કે આ કરામત છેક ઈટાલીની લોકકથામાંથી જડે છે. એની અંદર રાજાને એક કૂકડો બચાવે છે. બળદ અને ગધેડા વચ્ચેનો વાર્તાલાપ સાંભળી ને હસતો ઈસુનો વરદાનધારી રાજા પણ એ જ નિષેધને અધીન હોઈ રાણીને વાત કહેતો નથી, કહેવા તત્પર બને છે એટલામાં કૂકડાના સગર્વ શબ્દો સાંભળે છે : ‘હું તો મારી વીસ કૂકડીઓને કબજે રાખું છું’ વગેરે.
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits

Navigation menu