26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 137: | Line 137: | ||
<center>'''<big>મામદ જામ</big>'''</center> | <center>'''<big>મામદ જામ</big>'''</center> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
<big>મ</big>ચ્છુ નદી ખળખળ ચાલી જાય છે. એને કાંઠે બે પડછંદ જુવાનો બેઠા છે. બંનેની આંખમાં ખુન્નસ, શરમ અને નિરાશા તરવરે છે. | |||
“સાચેસાચ શું ફીટ્ઝરાલ્ડ સાહેબ, અલાણા?” એક જણાએ અંતરની વેદના સાથે પૂછ્યું. | “સાચેસાચ શું ફીટ્ઝરાલ્ડ સાહેબ, અલાણા?” એક જણાએ અંતરની વેદના સાથે પૂછ્યું. | ||
“’હા, ભાઈ મામદ જામ. ફીટ્ઝરાલ્ડ સાહેબની સાથે જ તારી ઓરતને મહોબ્બત છે.” | “’હા, ભાઈ મામદ જામ. ફીટ્ઝરાલ્ડ સાહેબની સાથે જ તારી ઓરતને મહોબ્બત છે.” | ||
Line 161: | Line 161: | ||
મામદ જામ ઉપર બીજું તહોમત ઓરતના ખૂનનું મુકાયું. | મામદ જામ ઉપર બીજું તહોમત ઓરતના ખૂનનું મુકાયું. | ||
અલાણાને સાત વર્ષની સજા મળી, અને મામદ જામને કાળાપાણીનો ફેંસલો મળ્યો. | અલાણાને સાત વર્ષની સજા મળી, અને મામદ જામને કાળાપાણીનો ફેંસલો મળ્યો. | ||
| |||
<center>''''''</center> | |||
અધરાત ગળતી હતી તે વખતે, અમદાવાદથી ઊપડેલી રાતની ગાડી સુસવાટા મારતી અને વગડામાં પાવા વગાડતી પૂરા વેગમાં ચાલી જાય છે. એના એક ડબામાં ત્રીસ હથિયારધારી સિપાહીઓ અને એક જમાદારની ચોકી નીચે કાળા પાણીની સજાવાળા સાત બહારવટિયાઓ એકબીજાનાં મોં સામે જોઈને બેઠા છે. એક જોરાવર મામદ જામ છે, અને છ ધનાળાના મિયાણા છે. | અધરાત ગળતી હતી તે વખતે, અમદાવાદથી ઊપડેલી રાતની ગાડી સુસવાટા મારતી અને વગડામાં પાવા વગાડતી પૂરા વેગમાં ચાલી જાય છે. એના એક ડબામાં ત્રીસ હથિયારધારી સિપાહીઓ અને એક જમાદારની ચોકી નીચે કાળા પાણીની સજાવાળા સાત બહારવટિયાઓ એકબીજાનાં મોં સામે જોઈને બેઠા છે. એક જોરાવર મામદ જામ છે, અને છ ધનાળાના મિયાણા છે. | ||
મહીસાગરના પુલ માથે આવીને ગાડી ધીરી પડી, ચોકીદાર સિપાહીઓમાંથી થોડા જણા જરા ઝોલે ગયા. બહારવટિયાએ એકબીજા સામે આંખોની ઈશારત કરી. હાથમાં બેડી, પગમાં બેડી, હલવું ચલવું સહેલું નથી, છતાં સહુ એકસામટા કૂદ્યા. હાથની બેડીઓ ચોકીવાળાની ખોપરીમાં ઝીંકી, હથિયાર ઝૂંટવી બે-ત્રણને ઠાર કરી, મહીસાગરમાં પરબારી છલંગો મારી. પોલીસો હાંફળાંફાંફળા બની કાંઈ જોઈ શક્યા નહિ કે આ શું થયું. રીડિયા પાડવાની પણ હામ ન રહી. ત્યાં તો ગાડીએ ઘણો પંથ કાપી નાખ્યો. | મહીસાગરના પુલ માથે આવીને ગાડી ધીરી પડી, ચોકીદાર સિપાહીઓમાંથી થોડા જણા જરા ઝોલે ગયા. બહારવટિયાએ એકબીજા સામે આંખોની ઈશારત કરી. હાથમાં બેડી, પગમાં બેડી, હલવું ચલવું સહેલું નથી, છતાં સહુ એકસામટા કૂદ્યા. હાથની બેડીઓ ચોકીવાળાની ખોપરીમાં ઝીંકી, હથિયાર ઝૂંટવી બે-ત્રણને ઠાર કરી, મહીસાગરમાં પરબારી છલંગો મારી. પોલીસો હાંફળાંફાંફળા બની કાંઈ જોઈ શક્યા નહિ કે આ શું થયું. રીડિયા પાડવાની પણ હામ ન રહી. ત્યાં તો ગાડીએ ઘણો પંથ કાપી નાખ્યો. | ||
Line 208: | Line 210: | ||
ફીટ્ઝરાલ્ડે તાર છોડ્યા. રાણી સરકારની ભાલાવાળી લાન્સર ટુકડી મંગાવી. વાંકાનેર, રાજકોટ વગેરે રજવાડાંની ફોજ પણ ઝગારા મારતી આવી. બધા મળી બે હજાર લડવૈયાનું દળ બંધાયું. મોખરે ગોરો પોલીસ-ઉપરી મકાઈ (મેકે) સાહેબ સેનાપતિ બની ચાલ્યો. આસમાન ધૂંધળો બનવા લાગ્યો અને ઘોડાંના ડાબાને દિશાઓ પડઘા દેવા માંડી. | ફીટ્ઝરાલ્ડે તાર છોડ્યા. રાણી સરકારની ભાલાવાળી લાન્સર ટુકડી મંગાવી. વાંકાનેર, રાજકોટ વગેરે રજવાડાંની ફોજ પણ ઝગારા મારતી આવી. બધા મળી બે હજાર લડવૈયાનું દળ બંધાયું. મોખરે ગોરો પોલીસ-ઉપરી મકાઈ (મેકે) સાહેબ સેનાપતિ બની ચાલ્યો. આસમાન ધૂંધળો બનવા લાગ્યો અને ઘોડાંના ડાબાને દિશાઓ પડઘા દેવા માંડી. | ||
અનલગઢ ભાંગીને માંડવના ડુંગર ઉપર બહારવટિયા વાલાએ પાંચસો રૂપિયાની કિંમતનો સાચા લીલા કિનખાબનો વાવટો ચડાવી દીધો છે. શત્રુઓને લડાઈનાં નોતરાં દેતો વાવટો ગગનમાં ફડાકા મારી રહ્યો છે, અને બીજા બહારવટિયા મોટા પીરને લોબાનનો ધૂપ કરે છે. ડુંગરમાં સુગંધી ધુમાડાનો પવિત્ર મઘમઘાટ પથરાઈ ગયો છે. આઠ જણની એક નાનકડી ફોજને પીરના ધૂપની સુવાસ આવતાં તો રૂંવાડે-રૂંવાડે મરવા-મારવાની ધણેણાટી વછૂટવા લાગી છે. | અનલગઢ ભાંગીને માંડવના ડુંગર ઉપર બહારવટિયા વાલાએ પાંચસો રૂપિયાની કિંમતનો સાચા લીલા કિનખાબનો વાવટો ચડાવી દીધો છે. શત્રુઓને લડાઈનાં નોતરાં દેતો વાવટો ગગનમાં ફડાકા મારી રહ્યો છે, અને બીજા બહારવટિયા મોટા પીરને લોબાનનો ધૂપ કરે છે. ડુંગરમાં સુગંધી ધુમાડાનો પવિત્ર મઘમઘાટ પથરાઈ ગયો છે. આઠ જણની એક નાનકડી ફોજને પીરના ધૂપની સુવાસ આવતાં તો રૂંવાડે-રૂંવાડે મરવા-મારવાની ધણેણાટી વછૂટવા લાગી છે. | ||
આ બાજુથી બહારવટિયાનો નેજો ભાળતાં જ સેનાપતિએ પરબારો ‘ચાંચ!’ નો હુકમ પોકાર્યો. ‘ચાંચ!’ થાતાંની વાર જ ભાલાં ને કિરીચો ઉગામી અસવારોએ ઘોડાંને વહેતાં મેલી દીધાં. બે હજાર માણસોનો હલ્લો થતાં તો એવું દેખાયું કે જાણે હમણાં ડુંગરો ખળભળી હાલશે. | આ બાજુથી બહારવટિયાનો નેજો ભાળતાં જ સેનાપતિએ પરબારો ‘ચાંચ!’<ref>‘ચાર્જ ર્જ’ (હુમલો કરો.)</ref> નો હુકમ પોકાર્યો. ‘ચાંચ!’ થાતાંની વાર જ ભાલાં ને કિરીચો ઉગામી અસવારોએ ઘોડાંને વહેતાં મેલી દીધાં. બે હજાર માણસોનો હલ્લો થતાં તો એવું દેખાયું કે જાણે હમણાં ડુંગરો ખળભળી હાલશે. | ||
ત્યાં તો સામેથી ધડ ધડ ધડ બંદૂકોની ધાણી ફૂટી. | ત્યાં તો સામેથી ધડ ધડ ધડ બંદૂકોની ધાણી ફૂટી. | ||
સાઠ બંદૂકો ભરીને બહારવટિયાએ તૈયાર રાખેલી છે. | સાઠ બંદૂકો ભરીને બહારવટિયાએ તૈયાર રાખેલી છે. | ||
Line 220: | Line 222: | ||
“જુવાનો! નાડી અને જબાન, બે ચીજો સંભાળજો, હો! નીકર વાવટો ખાક થઈ ગયો જાણજો. ખુદાએ નાપાકનાં બા’રવટાં કદી નભાવ્યાં નથી.” | “જુવાનો! નાડી અને જબાન, બે ચીજો સંભાળજો, હો! નીકર વાવટો ખાક થઈ ગયો જાણજો. ખુદાએ નાપાકનાં બા’રવટાં કદી નભાવ્યાં નથી.” | ||
એવી રીતે વાલાએ સાથીઓને શિખામણ દીધી. વારેવારે વાલો એવાં વચનો કહેતો અને નવરો પડે ત્યારે તસબી ફેરવતો. બહુ ઝાઝું બોલતો પણ નહિ, ભેરુઓનાં ગાનગુલતાનમાં કદી ભળતો નહિ. | એવી રીતે વાલાએ સાથીઓને શિખામણ દીધી. વારેવારે વાલો એવાં વચનો કહેતો અને નવરો પડે ત્યારે તસબી ફેરવતો. બહુ ઝાઝું બોલતો પણ નહિ, ભેરુઓનાં ગાનગુલતાનમાં કદી ભળતો નહિ. | ||
| |||
<center>''''''</center> | |||
કાંતરોડીનો એક કોળી હતો. એનું નામ મકો. એક દિવસે મકો વાલિયાના પગમાં પડીને પોતાનું દુઃખ રોવા માંડ્યો. | કાંતરોડીનો એક કોળી હતો. એનું નામ મકો. એક દિવસે મકો વાલિયાના પગમાં પડીને પોતાનું દુઃખ રોવા માંડ્યો. | ||
“શું છે, ભાઈ?” | “શું છે, ભાઈ?” | ||
Line 230: | Line 234: | ||
“ભાઈ, મરવા-મારવાની તો આ રમત જ છે ને! અને વાલો તો સંધાય વેરીઓને સામેથી જ વાવડ દઈ મોકલે છે. વાલાની તે કાંઈ ગોત્યું હોય? જા તું તારે, લઈ આવ સાહેબને.” | “ભાઈ, મરવા-મારવાની તો આ રમત જ છે ને! અને વાલો તો સંધાય વેરીઓને સામેથી જ વાવડ દઈ મોકલે છે. વાલાની તે કાંઈ ગોત્યું હોય? જા તું તારે, લઈ આવ સાહેબને.” | ||
અનલગઢની ધાર ઉપર વાલો બેઠો છે. મકાઈસાહેબ ઘોડે ચડીને ચાલ્યો આવે છે. મોખરે મકો કોળી દોડ્યો આવે છે. સાહેબને દેખીને વાલે ઠૂંઠા હાથ ઉપર બંદૂક ટેકવી. બરાબર સાહેબના ઘોડાના ડાબલાનું નિશાન લઈ ભડાકો કર્યો. પલકમાં તો ઘોડાના પગમાંથી ડાબો નોખો જઈ પડ્યો. ચમકીને મકાઈસાહેબે ઊંચે જોયું. બંદૂકની નાળ્ય તાકીને કાળને ઊભેલો ભાળ્યો. ધાર માથેથી વાલિયે અવાજ દીધો કે “એય ઉલ્લુ સાહેબ, આજ મારતો નથી. ફક્ત ચેતવું છું. હવેથી મકાને કનડીશ મા. નીકર ઘોડાનો ડાબો ઉપાડ્યો છે, એમ તરબૂચ જેવું માથું ઉપાડી લઈશ.” | અનલગઢની ધાર ઉપર વાલો બેઠો છે. મકાઈસાહેબ ઘોડે ચડીને ચાલ્યો આવે છે. મોખરે મકો કોળી દોડ્યો આવે છે. સાહેબને દેખીને વાલે ઠૂંઠા હાથ ઉપર બંદૂક ટેકવી. બરાબર સાહેબના ઘોડાના ડાબલાનું નિશાન લઈ ભડાકો કર્યો. પલકમાં તો ઘોડાના પગમાંથી ડાબો નોખો જઈ પડ્યો. ચમકીને મકાઈસાહેબે ઊંચે જોયું. બંદૂકની નાળ્ય તાકીને કાળને ઊભેલો ભાળ્યો. ધાર માથેથી વાલિયે અવાજ દીધો કે “એય ઉલ્લુ સાહેબ, આજ મારતો નથી. ફક્ત ચેતવું છું. હવેથી મકાને કનડીશ મા. નીકર ઘોડાનો ડાબો ઉપાડ્યો છે, એમ તરબૂચ જેવું માથું ઉપાડી લઈશ.” | ||
| |||
<center>''''''</center> | |||
વાલાની ઓરત મરી ગઈ છે, પોતાને જુવાનીનાં પૂર ચાલ્યાં જાય છે. બીજા સહુ સાથીઓ પોતપોતાની પરણેતરોને મળવા વારેવારે જાય-આવે છે. પણ વાલાને તો ઘેર જઈને બેસવાનું ઠેકાણું નથી. છતાં વાલાની આંખ કોઈ ઓરત સામે ઊંચી થાતી નથી. જોગી જેવો વાલો કાં લડતો ને કાં તસબી ફેરવતો. એમાં એક દિવસ સાથીઓએ વાત છેડી. માયા મોવરે શરૂ કર્યું : “વાલા, હવે તો તારા નિકા કરીએ.” | વાલાની ઓરત મરી ગઈ છે, પોતાને જુવાનીનાં પૂર ચાલ્યાં જાય છે. બીજા સહુ સાથીઓ પોતપોતાની પરણેતરોને મળવા વારેવારે જાય-આવે છે. પણ વાલાને તો ઘેર જઈને બેસવાનું ઠેકાણું નથી. છતાં વાલાની આંખ કોઈ ઓરત સામે ઊંચી થાતી નથી. જોગી જેવો વાલો કાં લડતો ને કાં તસબી ફેરવતો. એમાં એક દિવસ સાથીઓએ વાત છેડી. માયા મોવરે શરૂ કર્યું : “વાલા, હવે તો તારા નિકા કરીએ.” | ||
“કોની સંગાથે, બેલી?” વાલાએ પૂછ્યું. | “કોની સંગાથે, બેલી?” વાલાએ પૂછ્યું. | ||
Line 242: | Line 248: | ||
“અરે ભા, ઈ બાઈના મનમાં જો કદી એમ હશે કે વાલો તો મારો ભાઈ થાય, તો? તો હું ખુદાનો ગુનેગાર થાઉં કે નહિ? હવે પછી આવી નાપાક વાત કરશો મા, | “અરે ભા, ઈ બાઈના મનમાં જો કદી એમ હશે કે વાલો તો મારો ભાઈ થાય, તો? તો હું ખુદાનો ગુનેગાર થાઉં કે નહિ? હવે પછી આવી નાપાક વાત કરશો મા, | ||
ભાઈ!” | ભાઈ!” | ||
| <center>''''''</center> | ||
સોરઠમાં બળધોઈ નામે ગામ છે. બળધોઈ ગામ હાથિયા વાળા નામે કાઠી તાલુકદારનું છે. આ ગામમાં રામબાઈ નાનામની રજપૂતાણી અને એ રજપૂતાણી સાથે મામદ જામનો આડો વહેવાર બંધાયો છે. | |||
સોરઠમાં બળધોઈ નામે ગામ છે. બળધોઈ ગામ હાથિયા વાળા નામે કાઠી તાલુકદારનું છે. આ ગામમાં રામબાઈ નાનામની રજપૂતાણી અને એ રજપૂતાણી સાથે મામદ જામનો આડો વહેવાર બંધાયો છે. <ref>મિયાણાઓ આ વાતનો ઉગ્ર ઇન્કાર કરે છે.</ref> અને વાલાને એ વાતની જાણ થઈ છે. વાલાએ મામદ જામને માણસો સાથે કહેરાવ્યું કે “મામદ જામ! અલ્લા નહિ સાંખે, હો! રહેવા દે. બહારવટિયો નાપાક ન હોય.” | |||
“વાલા મોવરને કહેજો કે મારી વાતમાં વચ્ચે ન આવે. હું બહારવટામાં ક્યાંય ગેરવાજબી વર્તતો હોઉં તો ભલે મને બંધૂકે દ્યે. બાકી મારા ખાનગી વહેવારમાં તો હું ચાય તે કરું!” મામદ જામે એવો જવાબ દીધો. | “વાલા મોવરને કહેજો કે મારી વાતમાં વચ્ચે ન આવે. હું બહારવટામાં ક્યાંય ગેરવાજબી વર્તતો હોઉં તો ભલે મને બંધૂકે દ્યે. બાકી મારા ખાનગી વહેવારમાં તો હું ચાય તે કરું!” મામદ જામે એવો જવાબ દીધો. | ||
વાલાનો જીવ કળીએ કળીએ કપાવા લાગ્યો. પણ મામદ જામ જેવા જોરદાર સાથીને જાકારો દેવાની કે એની સામે વેર ઊભું કરવાની વાલાની છાતી ચાલી નહિ. | વાલાનો જીવ કળીએ કળીએ કપાવા લાગ્યો. પણ મામદ જામ જેવા જોરદાર સાથીને જાકારો દેવાની કે એની સામે વેર ઊભું કરવાની વાલાની છાતી ચાલી નહિ. | ||
Line 278: | Line 285: | ||
એમ બોલીને પોતે બે હાથ માથે અડાડી, દસેય દિશામાં ફર્યો. અને પછી “યા અલ્લા!” કહીને પેટ પરથી પાઘડીના બંધ છોડી નાખ્યા. છોડતાંની વાર જ આંતરડાં નીકળી પડ્યાં. મામદ જામ કબરમાં ઢગલો થઈ ગયો. | એમ બોલીને પોતે બે હાથ માથે અડાડી, દસેય દિશામાં ફર્યો. અને પછી “યા અલ્લા!” કહીને પેટ પરથી પાઘડીના બંધ છોડી નાખ્યા. છોડતાંની વાર જ આંતરડાં નીકળી પડ્યાં. મામદ જામ કબરમાં ઢગલો થઈ ગયો. | ||
એને દફન કરીને બહારવટિયા ચાલ્યા ગયા. | એને દફન કરીને બહારવટિયા ચાલ્યા ગયા. | ||
| |||
<center>''''''</center> | |||
“કકલ બોદલા! કમબખ્ત! અબળાને જીવતે મૂએલી કરી? આ લે, ઇનામ!” | “કકલ બોદલા! કમબખ્ત! અબળાને જીવતે મૂએલી કરી? આ લે, ઇનામ!” | ||
એટલું બોલીને વાલાએ પોતાની સામે બેઠેલા કકલ બોદલા નામના સંગાથી પર બંદૂક તાકી. ગોળી છોડી. પણ પાસે બેઠેલા બીજા સાથીએ હાથ ઊંચો કરી બંદૂકની નળીને ઠેલો માર્યો. કકલના માથા ઉપર થઈ હવામાં સણેણાટી બોલાવતી ગોળી ચાલી ગઈ. | એટલું બોલીને વાલાએ પોતાની સામે બેઠેલા કકલ બોદલા નામના સંગાથી પર બંદૂક તાકી. ગોળી છોડી. પણ પાસે બેઠેલા બીજા સાથીએ હાથ ઊંચો કરી બંદૂકની નળીને ઠેલો માર્યો. કકલના માથા ઉપર થઈ હવામાં સણેણાટી બોલાવતી ગોળી ચાલી ગઈ. | ||
Line 285: | Line 294: | ||
ડુંગરની ગાળીમાં સૂરજ આથમવા ટાણે ગમગીન ચહેરો લઈને બેઠેલા વાલાએ પોતાના સાથીઓને કળકળતી આંતરડીનાં આવાં વેણ સંભળાવ્યાં. અને લમણે હાથ દઈને સહુ સાથીઓ એ આગમવાણી સાંભળી રહ્યા. કોઈના મોમાંથી સામો શબ્દ નીકળે તેવું નહોતું રહ્યું, તોયે થરથર ઊઠીને સાથીઓ બોલ્યા : “હાં! હાં! વાલા! એવડું બધું વેણ —” | ડુંગરની ગાળીમાં સૂરજ આથમવા ટાણે ગમગીન ચહેરો લઈને બેઠેલા વાલાએ પોતાના સાથીઓને કળકળતી આંતરડીનાં આવાં વેણ સંભળાવ્યાં. અને લમણે હાથ દઈને સહુ સાથીઓ એ આગમવાણી સાંભળી રહ્યા. કોઈના મોમાંથી સામો શબ્દ નીકળે તેવું નહોતું રહ્યું, તોયે થરથર ઊઠીને સાથીઓ બોલ્યા : “હાં! હાં! વાલા! એવડું બધું વેણ —” | ||
“બેલીઓ! એ વેણ વિધાતાનું સમજજો. આપણે ખાટસવાદિયાઓને ભેળા કર્યા. એણે તો આપણને ખોટ ન ખવરાવી, પણ આ કકલ બોદલે ખોટ ખાધી. અરેરે! ઓરતની આબરૂ લૂંટી! કુંજડીની જેમ ઓરત કળેળતી હતી, એની કાયા ચૂંથી! એના નિસાપા આપણી મોર્ય થઈ મૉતની સજાયું પાથરી રહ્યા હશે એ નક્કી જાણજો, ભાઈ!” | “બેલીઓ! એ વેણ વિધાતાનું સમજજો. આપણે ખાટસવાદિયાઓને ભેળા કર્યા. એણે તો આપણને ખોટ ન ખવરાવી, પણ આ કકલ બોદલે ખોટ ખાધી. અરેરે! ઓરતની આબરૂ લૂંટી! કુંજડીની જેમ ઓરત કળેળતી હતી, એની કાયા ચૂંથી! એના નિસાપા આપણી મોર્ય થઈ મૉતની સજાયું પાથરી રહ્યા હશે એ નક્કી જાણજો, ભાઈ!” | ||
મોરબીના ગામ ઝીકિયાળીની સીમમાં કકલ બોદલે | મોરબીના ગામ ઝીકિયાળીની સીમમાં કકલ બોદલે <ref>અગાઉની આવૃત્તિઓમાં પરબત મોવર લખેલ છે, તે બરાબર નથી.</ref> પટેલની દીકરીની આબરૂ લીધી, તે વાત પરથી વાલાએ પોતાનું ભવિષ્ય ભાખી લીધું. | ||
| |||
<center>''''''</center> | |||
વાધરાની સીમમાં માથોડું માથોડું તલ ઊભા છે. એમાં લપાઈને બપોરને ટાણે બહારવટિયા બેઠા છે. અને પેથો નામનો પગી એ બધાને લાડવા જમાડે છે. વાલે પૂછ્યું : “પેથા, આજ તો બહુ દાખડો કર્યો!” | વાધરાની સીમમાં માથોડું માથોડું તલ ઊભા છે. એમાં લપાઈને બપોરને ટાણે બહારવટિયા બેઠા છે. અને પેથો નામનો પગી એ બધાને લાડવા જમાડે છે. વાલે પૂછ્યું : “પેથા, આજ તો બહુ દાખડો કર્યો!” | ||
“બાપુ! તમે મારાં ઘર ભરો છો ને હું કોક કોક વાર તમને ગળી દાઢ પણ ન કરાવું?” | “બાપુ! તમે મારાં ઘર ભરો છો ને હું કોક કોક વાર તમને ગળી દાઢ પણ ન કરાવું?” | ||
“ભારી મીઠા લાડવા, હો!” | “ભારી મીઠા લાડવા, હો!” | ||
“પેથો તો આપણો બાપ છે, ભા! ન કેમ ખવરાવે?” | “પેથો તો આપણો બાપ છે, ભા! ન કેમ ખવરાવે?” | ||
એમ વખાણ થતાં જાય છે, ને લાડવા પેટમાં પડતા જાય છે. એવે ટાણે કોળી પેથાએ પોતાના છોકરાને ઝાડવા માથે ચાડિકા તરીકે બેસારી બહારવટિયાનું ધ્યાન ચુકાવી ચૂપચાપ રસ્તો લીધો. બહારવટિયાએ સગા બાપની માફક જે પેથાને રાખ્યો હતો ને લૂંટના માલથી ખૂબ ધરવ્યો હતો, તે જ પેથાએ એજન્સીના પોલીસ ગોરા ઉપરી ગૉર્ડનસાહેબની સાથે મળી જઈ બહારવટિયાને ઝેર દેવાનો મનસૂબો કર્યો, ખાખરેચી ગામથી સાહેબે ઝેરવાળા લાડવા વળાવીને પેથાને મોકલ્યા અને એ લાડવા આજ મિયાણાઓને પીરસી દીધા. ઝેર ખવરાવીને પોતે ગૉર્ડનને ખબર દેવા પહોંચ્યો. | એમ વખાણ થતાં જાય છે, ને લાડવા પેટમાં પડતા જાય છે. એવે ટાણે કોળી પેથાએ પોતાના છોકરાને ઝાડવા માથે ચાડિકા તરીકે બેસારી બહારવટિયાનું ધ્યાન ચુકાવી ચૂપચાપ રસ્તો લીધો. બહારવટિયાએ સગા બાપની માફક જે પેથાને રાખ્યો હતો ને લૂંટના માલથી ખૂબ ધરવ્યો હતો, તે જ પેથાએ એજન્સીના પોલીસ ગોરા ઉપરી ગૉર્ડનસાહેબની સાથે મળી જઈ બહારવટિયાને ઝેર દેવાનો મનસૂબો કર્યો, ખાખરેચી ગામથી સાહેબે ઝેરવાળા લાડવા વળાવીને પેથાને મોકલ્યા અને એ લાડવા આજ મિયાણાઓને પીરસી દીધા. ઝેર ખવરાવીને પોતે ગૉર્ડનને ખબર દેવા પહોંચ્યો.<ref>કહેવાય છે કે એ જીવલેણ ઝેર નહોતું, પણ મૂર્છા આવે તેવો કૅફી પદાર્થ હતો.</ref> | ||
વાલાને તો ખભામાં જખમ હતો, એટલે એ કરી પાળતો. એણે આ મીઠા ભોજનમાં ભાગ લીધો નથી. બીજા તમામ સંગાથીઓએ પેટ ભરીને લાડવા ખાઈ, ખૂબાખૂબ કુંપળાસર તળાવનું પાણી પીધું. થોડી વાર વિસામો લેવા બેઠા. પા-અરધો કલાક થયો, ત્યાં એક પછી એક સહુની જીભો ઝલાવા લાગી. તરત વાલાનો ભાઈ પરબત ઊભો થઈને બોલ્યો : “વાલા! આપણને નક્કી ઝેર ખવરાવ્યું! અને આપણે ભીંત હેઠળ ભીંસાઈ મૂઆ.” | વાલાને તો ખભામાં જખમ હતો, એટલે એ કરી પાળતો. એણે આ મીઠા ભોજનમાં ભાગ લીધો નથી. બીજા તમામ સંગાથીઓએ પેટ ભરીને લાડવા ખાઈ, ખૂબાખૂબ કુંપળાસર તળાવનું પાણી પીધું. થોડી વાર વિસામો લેવા બેઠા. પા-અરધો કલાક થયો, ત્યાં એક પછી એક સહુની જીભો ઝલાવા લાગી. તરત વાલાનો ભાઈ પરબત ઊભો થઈને બોલ્યો : “વાલા! આપણને નક્કી ઝેર ખવરાવ્યું! અને આપણે ભીંત હેઠળ ભીંસાઈ મૂઆ.” | ||
“ઝેર! નક્કી ઝેર છે. કમજાત પેથો!” બીજો બોલ્યો. | “ઝેર! નક્કી ઝેર છે. કમજાત પેથો!” બીજો બોલ્યો. | ||
Line 305: | Line 316: | ||
તેટલામાં તો બહારવટિયાઓને હાડોહાડ ઝેર પ્રસરી ગયું હતું, અને વગર માર્યા જ તે બધાના પ્રાણ છૂટી ગયા હતા. | તેટલામાં તો બહારવટિયાઓને હાડોહાડ ઝેર પ્રસરી ગયું હતું, અને વગર માર્યા જ તે બધાના પ્રાણ છૂટી ગયા હતા. | ||
એજન્સી તરફથી ગૉર્ડનસાહેબ, હાજી સાજણ અને મામદ ઇસાક, એ ત્રણ જણા ધીંગાણામાં વાલાની ગોળી વાગતાં કામ આવ્યા. | એજન્સી તરફથી ગૉર્ડનસાહેબ, હાજી સાજણ અને મામદ ઇસાક, એ ત્રણ જણા ધીંગાણામાં વાલાની ગોળી વાગતાં કામ આવ્યા. | ||
વાલો પણ ગોળીએ વીંધાઈ ગયો છે, છતાં પડ્યો નથી. હાથમાં બંદૂક હતી, તેનો કંદો છાતીએ દઈ રહ્યો છે. અને નાળ્ય નીચે ધરતી સાથે ટેકો લઈ ગઈ છે. એ રીતે વાલાનું નિષ્પ્રાણ શરીર બંદૂકનો આધાર મળવાથી જાણે જીવતું જાગતું હોય એવું દેખાય છે. એ વખતના એના મ્હોરાની તારીફ કરતેકરતે, ત્રણેય રાજ્યોની ફોજોએ આવીને એને ઘેરી લીધો. મોવર સંધવાણી પણ જામનગરની ગિસ્ત સાથે આવેલો; પોતાના જૂના અને પાક ભેરુનું આવું ઊજળું મૉત દેખીને એની આંખમાં હેતનાં આંસુ આવી ગયાં. | વાલો પણ ગોળીએ વીંધાઈ ગયો છે, છતાં પડ્યો નથી. હાથમાં બંદૂક હતી, તેનો કંદો છાતીએ દઈ રહ્યો છે. અને નાળ્ય નીચે ધરતી સાથે ટેકો લઈ ગઈ છે. એ રીતે વાલાનું નિષ્પ્રાણ શરીર બંદૂકનો આધાર મળવાથી જાણે જીવતું જાગતું હોય એવું દેખાય છે. એ વખતના એના મ્હોરાની તારીફ કરતેકરતે, ત્રણેય રાજ્યોની ફોજોએ આવીને એને ઘેરી લીધો. મોવર સંધવાણી <ref>આ મોવર સંધવાણી પણ મૂળે બહારવટે ચડ્યો હતો. એનું વૃત્તાંત પણ આ પુસ્તકમાં આપ્યું છે.</ref> પણ જામનગરની ગિસ્ત સાથે આવેલો; પોતાના જૂના અને પાક ભેરુનું આવું ઊજળું મૉત દેખીને એની આંખમાં હેતનાં આંસુ આવી ગયાં. | ||
“સા…લા કમબખ્ત! લેતો જા!” કહીને એક પોલીસે વાલાની છાતીમાં બંદૂકનો કંદો માર્યો. | “સા…લા કમબખ્ત! લેતો જા!” કહીને એક પોલીસે વાલાની છાતીમાં બંદૂકનો કંદો માર્યો. | ||
મોવરની આંખ એ મિત્રના મૉતનું અપમાન દેખીને ફાટી ગઈ. એણે કૂંદો મારનાર પોલીસની સામે ડોળા કાઢીને કહ્યું : “હવે મરી ગયા પછી તારા બાપને શું મોં લઈને મારી રહ્યો છે? જીવતાં ભેટો કરવો’તો ને?” | મોવરની આંખ એ મિત્રના મૉતનું અપમાન દેખીને ફાટી ગઈ. એણે કૂંદો મારનાર પોલીસની સામે ડોળા કાઢીને કહ્યું : “હવે મરી ગયા પછી તારા બાપને શું મોં લઈને મારી રહ્યો છે? જીવતાં ભેટો કરવો’તો ને?” |
edits