સોરઠી બહારવટિયા ભાગ-1/5. વાલો નામોરી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 323: Line 323:
એટલી હાકલ મોવરના મોંમાંથી પડતાં તો પહાડ જેવા મિયાણા ધસી આવ્યા. ધીંગાણું જામી પડ્યાું હોત, પણ બીજા શાણા માણસોએ મોવરને ફોસલાવી પંપાળી ટાઢો પાડ્યો.
એટલી હાકલ મોવરના મોંમાંથી પડતાં તો પહાડ જેવા મિયાણા ધસી આવ્યા. ધીંગાણું જામી પડ્યાું હોત, પણ બીજા શાણા માણસોએ મોવરને ફોસલાવી પંપાળી ટાઢો પાડ્યો.
વાલાના ડચકાં ખાતા મોમાં પાણી મેલીને મોવરે કહ્યું : “વાલા, તારા જીવને ગત કરજે, તું મફતનો નથી મર્યો પણ એક ગોરાને અને બે બીજા અમલદારોને મારીને મર્યો છો.”
વાલાના ડચકાં ખાતા મોમાં પાણી મેલીને મોવરે કહ્યું : “વાલા, તારા જીવને ગત કરજે, તું મફતનો નથી મર્યો પણ એક ગોરાને અને બે બીજા અમલદારોને મારીને મર્યો છો.”
{{Poem2Close}}
<poem>
::તારી ટપાલું તણા, વિલાતે કાગળ વંચાય,
::(ત્યાં તો) મઢમું બંગલામાંય, વાળે મોઢાં, વાલિયા!
</poem>
{{Poem2Open}}
'''[હે વાલા! વિલાયતમાં આંહીંની ટપાલ વહેંચાય છે, ત્યારે કંઈક મઢમો પોતાના ધણીનું તારે હાથે મૃત્યુ થયું જાણી મોં ઢાંકી રુદન કરે છે.]'''
<center>''''''</center>
વાલાના મૉતની ખબર જુમલા ગંડને પહોંચી. જુમલાએ રાજકોટ સરકારને જાસો મોકલ્યો કે “વાલાને દગાથી માર્યો છે, પણ હવે તમે ચેતતા રહેજો.”
ધ્રાંગધ્રા તાબે મેથાણ પાસેના વોંકળામાં જુમલો છુપાયો છે. સાહેબની ગિસ્ત ત્યાં આવવાની હોવાના એને સમાચાર મળ્યા છે. જુમો તો ગાંઠ વાળીને બેઠો છે કે પહેલે જ ભડાકે સાહેબનું માથું ઉતારી લેવું.
ગિસ્ત લઈને ધ્રાંગધ્રા પોલીસનો ઉપરી સૂટરસાહેબ ચાલ્યો આવે છે. એ કાબેલ ગોરો સમજી ગયો છે કે જુમાની બંદૂક ટોપીવાળાને જ ગોતી લેશે. એટલે એણે કરામત કરી. પોતાની સાથેના એક પઠાણને સારી પેઠે દારૂ પીવડાવી, ચકચૂર બનાવી, પોતાનો પોશાક પહેરાવ્યો અને પોતે પઠાણનો વેશ પહેર્યો. સાહેબને વેશે બેભાન પઠાણ બહારવટિયાઓની સામે ચાલ્યો. તરત જુમાની ગોળીએ એના ચૂંથા ઉરાડી મૂક્યા.
ત્યાં તો એકલા જુમલા ઉપર પચાસ ગોળીઓની પ્રાછટ બોલી, જુમો વીંધાઈ ગયો. જરાક જ જીવ રહ્યો હતો છતાં જુમો પડ્યો નહિ. એની બંદૂકની નળી ધરતી સાથે ટેકો લઈ ગઈ, અને કંદો છાતીએ ગોઠવાઈ ગયો. એ રીતના ટેકે જુમો મરતો મરતો પણ જીવતા જવાંમર્દની માફક બેઠો રહ્યો.
“શાબાશ જુમા! શાબાશ જુમા! તુમ હમકુ માર દિયા! તુમ હમકુ માર દિયા.” એવી શાબાશી દેતો દેતો સૂટરસાહેબ જુમાને થાબડવા લાગ્યો. ત્યારે જુમાએ તો છેલ્લે ડચકારે પણ ડોકું ધુણાવ્યું : સમસ્યા કરીને સાહેબને સમજાવ્યો કે “તને હું નથી મારી શક્યો. ભૂલથી મેં પઠાણને માર્યો. મારી મનની મનમાં રહી ગઈ, મને શાબાશી મ દે.”
<center>''''''</center>
જુમાના નાશ વિશે બીજી વાત એમ ચાલે છે કે :
એની ભૂખે મરતી ટોળી મેથાણના વોંકળામાં બેઠી છે. તે વખતે એક જાન ત્યાંથી નીકળી. ભેળો જે વોળાવિયો હતો, તેનું નામ સૂજોજી જત. એ ગરમઠ ગામનો રહીશ હતો અને જુમાને રોટલા પહોંચાડતો. એણે કહ્યું કે ‘જુમા! મારી મરજાદ રાખ. જાનને મ લૂંટ!’ પણ જુમાએ ન માન્યું. સૂજાજીએ ગુપચુપ એક જાસૂસને આસપાસ ખબર દેવા દોડાવ્યો ને આંહીં જાનનાં ઘરેણાં ઢગલો કરી બહારવટિયા પાસે મૂક્યાં. પોતે લૂંટારાની અને જાનની વચ્ચે સમજાવટ કરાવવા લાગ્યો, ત્યાં તો સૂજોજી પોતાને મારવાની પેરવી કરે છે એવો શક પડતાં જુમાએ એને ઠાર કર્યો.
આ સમાચાર સૂજાજીની ઓરતને પહોંચ્યા. બહાદુર સ્ત્રી ગાડું જોડાવી, અંદર પાણીનું માટલું મુકાવી પોતાના ધણીનું શબ લેવા લૂંટારાઓની પાસે આવી. માર્યા પછી પસ્તાતો જુમો સૂજાજીના શરીર પાસે બેઠો છે. બાઈએ આવીને ફિટકાર દીધો અને કહ્યું કે “હવે જો સાચી મિયાણીના પેટના હો તો આનું વેર વાળનારો કોઈ પહોંચે ત્યાં સુધી ખસશો મા.”
“અરે માડી!” જુમાએ જવાબ દીધો : “અમારો કાળ આવી રહ્યો છે. નીકર અમને આવું ન સૂઝે. હવે તો ક્યાંય નાસ્યા વગર અમારે આંહીં જ મરવું છે. પણ, બેન, અમે તરસ્યા છીએ. પાણી પાઈશ?”
ઓરતે પોતાના ધણીના મારનારાઓને માટલામાંથી ઠંડું પાણી પિવાડ્યું.
દરમિયાન તો સેડલા ગામે થોભણજી નામના અઢાર-વીસ વર્ષના જુવાન જતને પોતાના કાકા સૂજાજીના મૉતની ખબર પડી. એક તરવાર લઈને એ નીકળ્યો. કાકાની ડેલીએ જઈ, ફાતિયો પઢી, એ એકલો મેથાણને વોંકળે આવ્યો. આવીને જુએ તો ધ્રાંગધ્રાના પોલીસ-ઉપરી સૂટરની તથા બજાણા પોલીસની ટુકડીઓને દૂર રહી રહી વોંકળામાં લપાયેલા બહારવટિયા પર ફોગટના ગોળીબાર કરતી દીઠી. એ સંખ્યાબંધ હથિયારધારીઓમાંથી કોઈની હામ લૂંટારાઓની છાતી ઉપર જઈ પહોંચવામાં નથી ચાલી.
એક તરવારભેર થોભણજી એકલો દોડ્યો. લૂંટારાઓ પર ત્રાટક્યો. પાપથી ઢીલા બની ગયેલા સાતેય જણા એ જુવાનની એકલી તરવારે પતી ગયા.
પતાવીને થોભણજી બહાર નીકળવા જાય છે. મિયાણાઓ બાંધે છે તેવી ‘ગંધી’ એ પણ કમ્મર પર બાંધેલી હતી. દૂરથી સૂટર ભરમાયો કે એ બહારવટિયો છે. સૂટરની ગોળી છૂટી. થોભણજી ઢળી પડ્યો.
આજુબાજુથી એકઠા થઈ ગયેલા જતો આ નિર્દોષના મૃત્યુથી ઝનૂન પર આવી ચડ્યા. (તેઓને વહેમ પડ્યો કે બહારવટિયાઓને મારવાનો જશ ખાટવા માટે જાણીબુજીને સૂટરે એને માર્યો.) પણ બજાણાના પોલીસ-ઉપરીએ સહુને શાંત કરી લીધા.
<center>''''''</center>
રાવણહથ્થાવાળા નાથબાવાઓ જુમલા ગંડનો એક રાસડો નીચે મુજબ ગાય છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits

Navigation menu