સોરઠી બહારવટિયા ભાગ-1/બહારવટાંની મીમાંસા પ્રવેશક: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 490: Line 490:
{{Poem2Open}}
{{Poem2Open}}
વિકટ ડુંગરાઓ ઉપર અને નદીઓનાં પૂરમાં પણ એ લોકો પોતાનાં જોરાવર ઘોડાંને દોટાવી જતા, એની સાક્ષી એમનાં સંતાવાનાં સ્થળો આપશે. પગપાળા, બંદૂકો તથા દારૂગોળો વગેરે ત્રણ ત્રણ મણનો બોજો શરીર પર લગાવી તેઓ રાતોરાત ત્રીસ ગાઉ નીકળી જતા. પોતાના સાથીઓનાં શબને ઉઠાવી લઈને નાસી જતા. પાણીમાં તરવું ને પૂર વીંધવા એ એમને સહજ હતું. અધરાતે, બી.બી.સી.આઈ.ની દોડતી ગાડીમાંથી પોલીસને મારી, હાથમાં હથિયાર ને પગમાં બેડીઓ સહિત નર્મદાના પુલ પરથી છલંગ મારી નદીનાં પાણી તરવાનો જે પ્રસંગ મામદજામ નામના મિયાણાને નામે બોલાય છે તે તો જૂનો પણ નથી, સરકારી રાજમાં બનેલો છે. અને આજ પણ ભરચોમાસે જ્યારે મચ્છુ નદી, દરિયો તથા રણ પાણીમાં એકાકાર બની જાય છે, ગાંડાંતૂર પાણી ઊમટે છે, ત્યારે માળિયાના મિયાણાઓને હાથપગ બાંધીને અંદર ફેંકી દ્યો, તો પણ એ ગાઉના ગાઉ સુધી તરી જાણે છે. એ જ મામદજામે ધીંગાણામાં પોતાનાં બહાર નીકળી પડેલાં આંતરડાં પાછાં પેટમાં નાખી, ભેટમાં બાંધી લઈ મૃત્યુને પોતાની કબર તૈયાર થતાં સુધી થંભાવી રાખ્યું હતું. પાલિતાણાના બહારવટિયા હીપા ખુમાણના દીકરા ચાંપા ખુમાણે, મધરાતે પોતાના બન્ને પડખા વીંધીને ગોળી ચાલી ગયેલી તોયે બિલકુલ સિસકારો ન કરતાં, ધીંગાણે ભંગાણ ન પડે તે ખાતર ઘોડી પર બેઠાં બેઠાં જ નેવાનું નળિયું લઈ, તેના બે ટુકડા કરી, કમ્મરની બન્ને બાજુએ ચાંપી દઈ, ઉપર પાટો કસકસાવી લોહીને રોકી રાખ્યું હતું. કોઈને જાણ પણ થવા દીધી નહોતી. ઓખામંડળના દરિયામાંથી સરકારી આગબોટ જ્યારે શંખોદ્ધાર બેટનાં મંદિરોનાં ચોગાનોમાં ગ્રુપચાટ ગોળાઓ (એટલે કે નીચે પડીને ફાટનારા ગોળાઓ) વરસાવી રહી હતી, તે વેળા વાઘેર બહારવટિયાઓ ગોદડાના ભીના ગાભા લઈને સામે દોટ મૂકી, એ ગોળાને ફાટતાં પહેલા તો દબાવી બુઝાવી નાખતા. વાલા નામોરીના સાથીઓ, ગોર્ડન સાહેબે મોકલાવેલા કેફી લાડવાનો નશો નસોમાં ચડી ગયા પછી પણ નાસીને રણમાં રેતીના ઓડા કરી યુદ્ધ લડેલા હતા. જીવલેણ જખ્મો થયા પછી પણ પડીને, સૂઈને ધૂળ ચાટતા ન મરવું, પણ બેઠાં બેઠાં, ‘નથી મર્યા, જીવતા છીએ’ એવો મોરો રાખીને શ્વાસ છોડવા, શ્વાસ નીકળી ગયા પછી પણ શબનું બેઠા રહેવું, એ તેઓનું અભિમાન હતું. મૉતની સજા પામેલા મેર બહારવટિયા હરભમ રાતડિયાએ પોરબંદરની તોપ સાથે બંધાવાની ના પાડી, પોતાની મેળે જ તોપના મુખને બાથ ભરીને ઊડી જવું પસંદ કર્યું હતું.

{{Poem2Close}}
<center>'''શત્રુતાનો પ્રકાર'''</center>
{{Poem2Open}}
રાજસત્તાની પરિભાષામાં આ સર્વ લોકોને ‘હરામખોરો’ અથવા ‘બદમાશો’ શબ્દથી ઓળખવામાં આવે છે. પરંતુ કેટલાએકનો શત્રુઓ પ્રતિનો વર્તાવ ખાનદાનીથી ભરેલો હતો. કેવળ હરામખોરો એવી ખાનદાની બતાવી શકે જ નહિ. જોગીદાસ ખુમાણ પોતાના શત્રુ ઠાકોર વજેસંગજીના પુત્ર કેસરીસંગનું મૃત્યુ થતાં ગુપ્ત વેશે સિહોરમાં લૌકિકે જાય, ઠાકોરનાં રાણી નાનીબાને વગડામાં રાત્રિએ રાધા ચાવડા નામના લૂંટારાના હાથમાંથી ઉગારી છેક ભાવનગરના સીમાડા સુધી મૂકી જાય, ઠાકોરની દીકરી — તે પણ રાણીની નહિ, રખાતની દીકરી — ના ગામ બોડકીને પાદર નીકળી, પોતાની દીકરીનું ગામ સમજી ન લૂંટે, એ બદમાશના લક્ષણ ન હોય. વાઘેર બહારવટિયા, હાથમાં ભરી બંદૂકો છે છતાં ‘લાખુંના પાળનારને ન મરાય’ એ બિરદ રાખી રાજા બહાદુર જાલમસંગને મારતા નથી. પણ ‘રાજા બહાદુર! તારી ભેટનો જમૈયો સમાલજે!’ એટલું કહીને ગોળી છોડે, જમૈયો ઉડાવી નાખે, એ શત્રુધર્મ. બીજો પ્રસંગ : સરકારી સૈન્યથી હારીને વાઘેરો દ્વારિકા છોડી નાઠા ત્યારે મકનપુર ગામને વાઘેર સૂમણા કુંભાણીએ રાત્રિના અંધારામાં રસ્તે એક આદમીને પડેલો દીઠો. પડકાર્યો કે ‘કોણ તું?’ પડેલા માણસે જવાબ દીધો : ‘હું તારો શત્રુ : તારી સવેલી સ્ત્રીને ઉપાડી જનાર’ : ‘કોણ વસઈવાળો વેરસી?’ ‘હા. અટાણે તારો વેર વાળવાનો સમો છે. મને ઝટ ટૂંકો કર.’ ‘વેર અટાણે ન વાળું. અટાણે તો તું મારો ભાઈ થા. વેર તો હું પછી વાળીશ.’ એમ કહી તે જખ્મી શત્રુને પીઠ પર ઉપાડી, વસઈ ગામે મૂકી આવ્યો. વાલો બહારવટિયો પોતાના એક મિયાણા દુશ્મનને સામે ચાલ્યો આવતો દેખે છે, ગોળી ચલાવે છે, એક પછી એક સાત ગોળી મારી પણ શત્રુને એક પણ નથી આંટતી : બંદૂક મેલીને વાલો સામો ચાલે છે : ‘આવ, બેલી, તારી બાજરી હજી બાકી છે. ખુદાની ઉપરવટ મારે નથી થાવું. આવ, કસુંબો પિયેં’ એમ કહીને આદર આપે છે. બીજા એક દુશ્મનને છેક કચ્છના દેપળા ગામ સુધી મારવા ગયેલા, એ સંધી શત્રુએ આવીને પોકાર કર્યો કે ‘એ વાલા, તારી ગા!’ વાલે કહ્યું, ‘ગા થાછ? દે ભાંભરડા!’ શત્રુએ ત્રણવાર ભાંભરડા દીધા, અને એને ગાય ગણી વલાએ છોડી દીધો. વાઘેરોને માટે તો સત્તાવાર બોલાય છે કે નાસતા શત્રુને તેઓ ‘પે મ ભજો! બાપા ન ભાગો! માનું દૂધ ન લજાવો!’ એવા શૂરાતનના પડકારા કરતા; બનતાં સુધી ભાગતા શત્રુ ઉપર ઘા ન કરતા.
ખુન્નસભર્યો કાદુ પોતાના કુળ પર વીતકો વીતાવનાર પોલિટિકલ એજન્ટ સ્કૉટને ઠાર મારવા જતાં ઘોડાગાડી ચૂકે, બીજી ગાડીમાં બેઠેલ અન્ય ગોરા જૅકસન કે સ્કૉટની મડમને ન મારે, જૅકસન સાહેબ એને નિરાશાજનક જવાબ દેવા જંગલમાં એકલો મળે ત્યારે પણ જૅકસનને બાન ન ઝાલે, એ સ્વાર્થત્યાગમાં ખરો શત્રુધર્મ રહેલો છે.
ભીમો જત બબિયારાના ડુંગર પર એક સાથીના સાથમાં ગાફેલ બનીને બેઠો છે. ઓચિંતો શત્રુની ફોજે ઘેરી લીધો. શત્રુના મીરે સામેથી પડકાર્યો કે ‘હવે ભીમો ભાગે નહિ. જણનારી લાજે!’ ભીમો ઊભો રહ્યો. શત્રુઓને હાકલ દીધી કે ‘તમે મને મારી નાખશો એમાં તો શક નથી. પણ મર્દની જેમ રમત જોવી હોય તો આડ હથિયારે આવી જાઓ!’ તરવારની રમત મંડાય, ભીમો ઠેકી ઠેકીને દુશ્મનોને વાંસાના ઘા કરે, ને પછી દગાથી એનો દેહ પડે, એ કથામાં પણ શૌર્યની ખાનદાની છે. આવો શત્રુધર્મ જે ન બતાવી શક્યો તેણે પોતાના સાથીઓની ને પ્રજાની દિલસોજી ગુમાવી હતી. બાવા વાળાએ મદાંધ બની પોતાના શત્રુ હરસૂર વાળાને સાંતી હાંકતો કર્યો; મિત્રો કહે ‘બાવા વાળા! એને બે ઝાળાં તો દે!’ બાવાની છાતીએથી ન છૂટ્યું, સાથી રિસાઈને ચાલ્યો ગયો : શત્રુધર્મ સમજવાની ના પાડનાર બાવા વાળાનો એણે થોડે દિવસે નાશ કર્યો.
{{Poem2Close}}
<center>'''બહારવટિયાઓની વીરપૂજા'''</center>
{{Poem2Open}}
સાચો બહારવટિયો પોતાનામાં જેટલું વીરત્વ પ્રકટાવી શકતો તેટલું સામે શત્રુના વીરત્વને સન્માન આપી શકતો હતો. મોવર સંધવાણી તો નર્યો લૂંટારો હોવા છતાં પેલા પારકરના બહાદુર વેપારી વાણિયાને એક તરવારે પોતાની આખી ટોળી સામે આવતો ભાળી, ‘રંગ તુંને!’ પોકારી વણલૂંટ્યે ચાલ્યો ગયો; સામન્ડ સાહેબના બોલ ઉપર ઇતબાર રાખી સરકારને શરણ થયો. વાઘેર બહારવટિયા જોધા માણેકે એકલા દ્વારકા જઈ બાર્ટન સાહેબની સાથે આંખની પણ ઓળખાણ વિના કેવળ એના સંદેશા પર વિશ્વાસ ધરી મુલાકાત લીધી, અને મૂળુ માણેક એવે જ વિશ્વાસે હથિયાર છોડવા જતાં ફસાઈ ગયો. શત્રુઓ પર આવો વિશ્વાસ મૂકવાની સાફદિલ હિંમત ભીરુ ચોરડાકુઓમાં નથી હોતી. દગાની દહેશત ન રાખે એવું વીરત્વ આ લોકોની છાતી નીચેથી અનેક વાર ડોકિયાં કરી જતું. એના સર્વોત્તમ દૃષ્ટાંતનો કિસ્સો આભપરા ડુંગર ઉપર એક આરબનો બની ગયો છે. વાઘેરોનો હલ્લો થતાં આખી ફોજ ભાગી. તેમાંથી ફક્ત એક જ યુવાન આરબ ‘હમ નહિ હટેગા! નિમક ખાયા!’ કહી ઊભો રહે, એટલે એ વીરતા પર મુગ્ધ બની વાઘેરો એને રસ્તો દઈ દે, પણ આરબ પોતાના ધણીના સરંજામ પરથી મર્યા પહેલાં ખસવાની ના પાડે, એટલે બહારવટિયો પણ એને એકને સામટા જણ થઈને મારવાની ના પાડે, આખો દાયરો બેસે, અક્કેક બહારવટિયો એ આરબ સામે લડે, છેવટે આરબ પડે, અને બહારવટિયા એની રીતસર મૈયત કાઢી દફનાવે : એ ઘટના નજરે જોનાર શત્રુ-સૈનિકને મુખેથી કહેવાતી આવી છે. <ref>થાણાદેવળી રાજ્યના મ. દરબાર લક્ષ્મણ વાળાની કચેરીમાં એક મકરાણીએ પોતે નજરે નિહાળેલ કહીને આ કિસ્સો વર્ણવ્યો હોવાનું મારા સ્નેહી સ્વ. ગઢવી ગગુભાઈ કહેતા.</ref>  સ્કૉટ કૃત ‘આઇવેનહો’ નામની નવલમાં રોબિન હૂડ વિશે પણ આવી જ કથા આલેખાઈ છે.
{{Poem2Close}}
<center>'''ઇતિહાસ કે કલ્પના?'''</center>
{{Poem2Open}}
આ બધી ઘટનાઓ વિલક્ષણ હોવાને કારણે અસંભવિત હોવાની શંકા પડે. આ કિસ્સાઓ ક્યાંયે નોંધાયા નથી. બહારવટિયાની વિરોધી સત્તાઓને દફતરે તો એને સ્થાન જ ન સંભવે. સહજ છે કે એ દફતરે બહારવટિયાઓને હરામખોરો, લૂંટારાઓ, બળવાખોરો એવા શબ્દોમાં જ વર્ણવે ને બહારવટિયાની શામળી બાજુ રજૂ કરી એને વધુ શામળી બનાવવાનો પ્રયત્ન કરે. તેમ બીજી બાજુ લોકોને પણ પોતાના સારાનરસા તમામ અનુભવો છુપાવવામાં જ પોતાની સલામતી લાગતી હોય. બહારવટિયા સાથે પડેલા પ્રસંગો પકડાઈ જતાં, વસ્તીને રાજસત્તાનો ખોફ વહોરવો પડતો તેથી તેઓ પણ ચૂપ રહ્યા હોય. ધીમે ધીમે સમય જતાં, રાજસત્તાનો ભય ઊતરી જતાં, લોકોમાં એ બહારવટિયાની ઘટનાઓ ઉખળવા લાગે છે; શિયાળુ રાત્રિઓની સગડીઓ એ કથાઓ વડે વધુ ઉષ્માવંત બની રહે છે. વાડીઓની વડઘટાઓ, ગામના ચોરાઓ અને ડેલી-દોઢીના દાયરાઓ એ જૂની છુપાવેલી વાતો વડે વધુ પ્રદીપ્ત થઈ રહે છે. અને છતાં નામઠામ સંડોવ્યા વગર જ ઘણી વાતો મોઘમ ઉચ્ચારવી પડે છે. એમાં કંઈક વીરત્વ ઉપરની માનબુદ્ધિથી પ્રેરાઈને તેમ જ કાંઈક કલ્પનાના રંગે રંગાઈને, કવિ કાવ્ય રચે તે પ્રમાણે પ્રજાય આ બહારવટિયાની આસપાસ નૂતન ઘટનાઓ ગૂંથી કાઢતી હશે. ઇંગ્લન્ડના કેટલાએક ઇતિહાસકારો પણ એ મત ધરાવે છે. <ref>“Nothing would be more natural than the gradual clustering of tales round a hearo. RobinHood himself is a good example of this. Some remarkable ballads give expression to his dallying exploits and hairbreadth escapes.”</ref>  રોબિન હૂડની ઘણી ઘટનાઓ કપોલકલ્પિત હોવાનું કહેવાય છે. અથવા ઘણી ઘણી, ભિન્નભિન્ન સ્થળો તેમ જ વ્યક્તિઓ પરત્વે બની ગયેલ બોલાતી ઘટનાઓનો સમુચ્ચય કરીને મેઘધનુષના રંગસમુચ્ચય સરીખો એક બલવાન વીર ઘડ્યો હોવાનું પણ બોલાય છે. માનવી મરી ગયા પછી અમુક સમયે એના સ્મૃતિચિત્રમાં એવાં અવનવા તેજછાયા પૂરવાની લોકપ્રકૃતિ જગજાહેર છે. દાખલા તરીકે, મોવર સંધવાણીએ એક સાહેબની મડમને ઉઠાવી જઈ પોતાની રહેઠાણમાં બહેન કરીને રાખી ને છેવટે એક હજાર રૂપિયાનું કાપડું આપી સાહેબને પાછી સુપરત કરી, એ વાત સારી પેઠે પ્રચલિત છતાં, એના જ એક સંગાથી બહારવટિયાએ (એ જીવે છે) નિર્મૂલ કહી છે. પરંતુ એથી ઊલટું, કાદુ ને જૅકસનની, કાદુ ને હંફ્રીની મડમની, વગેરે ઘટનાઓનાં સજ્જડ સાક્ષી-પુરાવા છે.
{{Poem2Close}}
<center>'''સંપાદકની મર્યાદા'''</center>
{{Poem2Open}}
આ કથાઓમાં એવું ‘પિક્ચરસ્ક’ (કલ્પનાપ્રધાન) તત્ત્વ કેટલું છે તે સત્ય કેટલું છે, તે નિર્ણય થવો મુશ્કેલ છે. કેવળ ચારણોની જ પાસેથી મળેલી આ કથાઓ નથી. પણ ચારણો, ભાટો, બહારવટિયાના સંગાથીઓ, પોલીસખાતાના જૂના અધિકારીઓ, અમુક બહારવટિયાની સામે હાથોહાથ લડેલા ગિસ્તના માણસો વગેરે પાસેથી પૂછી પૂછી, બનતી મહેનતે ચકાસી, સરખાવી એકઠી કરેલ આ ઘટનાઓ છે. બહારવટિયાના સંગાથમાં જેઓ બહારવટે નીકળેલા, તેવાઓમાંથી પણ મળ્યા તેટલાના મુખબોલ ઝીલ્યા છે. તેમ છતાં કલ્પનાના સંભારથી આ કથાઓ છેક જ મુક્ત હોવાની ખોળાધરી કોઈથી ન જ અપાય. ઐતિહાસિક સામગ્રીઓના સંપાદક તરીકેની ફરજ અદા કરવા જતાં એક પણ કલ્પિત (‘ફિક્શીશિયસ’) પાત્ર ન ઉમેરવાની ચીવટ રખાઈ છે, પરંતુ ઘટના વર્ણવવા જતાં સંપાદક લોકોક્ત વૃત્તાંતને ચાહે તેટલો વફાદાર રહ્યો હોય છતાં એમાં એ પોતે પોતાના મન પર પડેલા રંગોની મિલાવટ કર્યા વિના રહી શકતો નથી. ખુદ પાત્ર સાથે એને તદ્વૃત્તિ સાધવી જ પડે છે. પાત્રની ઐતિહાસિક પ્રકૃતિ તેમ જ અન્ય આછીઘાટી રેખાઓ પામી ગયા પછી એ વર્ણનની વિગતો પોતે જ ઘણે ઘણે ઠેકાણે પૂરી લે છે. પોતે કથારૂપે કહેવા જતાં કથાની ઐતિહાસિક મર્યાદાને માન આપતો હોય છે, તેમ છતાં ઐતિહાસિક વસ્તુનું કેવળ ‘રિપોર્ટિંગ’ કરવાનું પણ એને પાલવતું નથી. આ બધી સંકડામણ વચ્ચે ઇતિહાસ ઉપર થોડોઘણો વરખ ચડ્યા વિના રહી ન શકે. મુખપરંપરા ચાલી આવતી ઘટનાને એ રીતે અનેક કલ્પનાપુટો ને ભાવનાપુટો ચડ્યા જ હોય છે. જેમ સમય લાંબો જાય, તેમ એ પોપડાના થર વધુ જાડા થતા જાય છે.
પરંતુ આપણી આ ઘટનાઓ હજુ બહુ જૂનીપુરાણી નથી. અને હજુ કેટલાક નજરોનજરના સાક્ષીઓ હોવાનો લાભ છે. એનું આલેખન પણ નવલકથાની નવસર્જક શૈલીએ અને વિગત પાત્ર કે સ્થલનાં બંધનોથી મુક્ત બિનજવાબદારીની રીતે નથી થયું. તેટલી તેની વિશ્વસનીયતા વધે છે. દરેક ઘટનાવાર, સંપાદકને કેટલું વસ્તુ મૂળ મળેલું, અને તેમાં પોતે કેટલો ઘાટ પોતાની કલમ વડે આપ્યો છે, એ બતાવવું અત્રે ટૂંકી જગ્યામાં વિકટ બને છે. પણ સંપાદક પોતે ખાતરી આપે છે કે પાત્ર તેમ જ પ્રસંગને માત્ર ‘પ્રોપર પરસ્પેક્ટીવ’ (યથાર્થ ભૂમિકા) મૂકી શકાય તેટલી શબ્દયોજના યોજ્યા ઉપરાંત એણે લગારે છૂટ પોતાની કલ્પનાને લેવા દીધી નથી.
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits

Navigation menu