ગુજરાતી એકાંકીસંપદા/મેનાં ગુર્જરી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 16: Line 16:
(કૂવાને કાંઠે ગુર્જરીઓ પાણી ભરે છે. પાણિયારીઓથી કાંઠો ઘેરાયેલો છે. થોડીક જાય છે તો તેથી વધારે આવે છે; અને દૃશ્ય સુંદરીઓના કોલાહલથી ગાજી રહ્યું છે.
(કૂવાને કાંઠે ગુર્જરીઓ પાણી ભરે છે. પાણિયારીઓથી કાંઠો ઘેરાયેલો છે. થોડીક જાય છે તો તેથી વધારે આવે છે; અને દૃશ્ય સુંદરીઓના કોલાહલથી ગાજી રહ્યું છે.
વિવિધ વયની પણ મોટા ભાગે જુવાન થોડીક ગુર્જરીઓ બેડાં ઉતારી કાંઠા આગળ મારગ થાય એની રાહ જોતી વાડ પાસે બેઠી છે. ફૂલોથી લળી જતો મોગરો છે. થોડાંક ફૂલ લેતી એક ગુર્જરી ગાય છે. તેનું નામ રૂપાં છે.)
વિવિધ વયની પણ મોટા ભાગે જુવાન થોડીક ગુર્જરીઓ બેડાં ઉતારી કાંઠા આગળ મારગ થાય એની રાહ જોતી વાડ પાસે બેઠી છે. ફૂલોથી લળી જતો મોગરો છે. થોડાંક ફૂલ લેતી એક ગુર્જરી ગાય છે. તેનું નામ રૂપાં છે.)
રૂપાં: “કૂવાને કાંઠેડે રે કે મોગરો ઊગ્યો વાલમિયાં,
{{ps |રૂપાં: | “કૂવાને કાંઠેડે રે કે મોગરો ઊગ્યો વાલમિયાં,
મોગરો લળી લળી જાય કે મોગરો લે રે વાલમિયા!”
મોગરો લળી લળી જાય કે મોગરો લે રે વાલમિયા!”
આધેડ સ્ત્રીઃ અલી રૂપાં, કયા વાલમિયા માટે મોગરો ચૂંટે છે?
{{ps |આધેડ સ્ત્રીઃ અલી રૂપાં, કયા વાલમિયા માટે મોગરો ચૂંટે છે?
રૂપાં: અમથીકાકી, બળ્યું, તમે ઘરડાં થયાં તો યે તમારી મશ્કરી કરવાની ટેવ ન ગઈ! માણસ ગાતું હશે એટલું બધું કાંઈ કરતું હશે?
{{ps |રૂપાં: | અમથીકાકી, બળ્યું, તમે ઘરડાં થયાં તો યે તમારી મશ્કરી કરવાની ટેવ ન ગઈ! માણસ ગાતું હશે એટલું બધું કાંઈ કરતું હશે?
આધેડ સ્ત્રીઃ અમારા સમામાં તો કવિઓને યે ન સૂઝે એવું થતું. તમે આજકાલ બધી ડાહ્યલીઓ થઈ ગઈ છો!
{{ps |આધેડ સ્ત્રીઃ અમારા સમામાં તો કવિઓને યે ન સૂઝે એવું થતું. તમે આજકાલ બધી ડાહ્યલીઓ થઈ ગઈ છો!
રૂપાં: અમથીકાકી, તમે નાનાં હતાં ત્યારે કયા વાલમિયા માટે ફૂલ ચૂંટતાં?  
{{ps |રૂપાં: | અમથીકાકી, તમે નાનાં હતાં ત્યારે કયા વાલમિયા માટે ફૂલ ચૂંટતાં?  
આધેડ સ્ત્રીઃ એનું તારે શું કામ છે? અમે જે કર્યું એ કર્યું. પણ અમારો સમો જુદો. જો પણે મારગ થયો. જા બેડું ભરી આવ; અને બા! જરા મારું બેડું ભરી દેજે. રાતની કેડ દુખે છે તે પાણી નથી ખેંચાતું.
{{ps |આધેડ સ્ત્રીઃ એનું તારે શું કામ છે? અમે જે કર્યું એ કર્યું. પણ અમારો સમો જુદો. જો પણે મારગ થયો. જા બેડું ભરી આવ; અને બા! જરા મારું બેડું ભરી દેજે. રાતની કેડ દુખે છે તે પાણી નથી ખેંચાતું.
(રૂપાં અમથીકાકી આગળ ફૂલ મૂકી પાણી ભરવા જાય છે. શોભાં પાણી ભરી અમથીકાકી પાસે આવે છે.)
(રૂપાં અમથીકાકી આગળ ફૂલ મૂકી પાણી ભરવા જાય છે. શોભાં પાણી ભરી અમથીકાકી પાસે આવે છે.)
શોભાં! થોડીક વાર બેસ. રૂપાં આવે એટલે જઈએ.
શોભાં! થોડીક વાર બેસ. રૂપાં આવે એટલે જઈએ.
શોભાં: કાકી, મારે ઉતાવળ છે. છોકરો રોતો હશે તો મારી સાસુ મારો જીવ કાઢી નાખશે.
{{ps |શોભાં: | કાકી, મારે ઉતાવળ છે. છોકરો રોતો હશે તો મારી સાસુ મારો જીવ કાઢી નાખશે.
આધેડ સ્ત્રીઃ હવે બેસ ને ડાહ્યલી! તારી સાસુ એટલો છોકરો નહિ રાખે? હું કહીશ કે મેં રોકી’તી.
{{ps |આધેડ સ્ત્રીઃ હવે બેસ ને ડાહ્યલી! તારી સાસુ એટલો છોકરો નહિ રાખે? હું કહીશ કે મેં રોકી’તી.
(શોભાં બેડું ઉતારી મોગરાનાં ફૂલ ચૂંટે છે અને ગાય છે.)
(શોભાં બેડું ઉતારી મોગરાનાં ફૂલ ચૂંટે છે અને ગાય છે.)
શોભાં: “વાટકીમાં કેશર ધોળ્યાં વાલમિયા,
{{ps |શોભાં: | “વાટકીમાં કેશર ધોળ્યાં વાલમિયા,
ઊગ્યો રંગનો છોડ રંગમાં રોળ્યાં વાલમિયા!”
ઊગ્યો રંગનો છોડ રંગમાં રોળ્યાં વાલમિયા!”






અમથીકાકીઃ (પોતાની ઉંમરની, આ જુવાન બાયડીઓને જરા પણ કિંમત નથી એ જુએ છે. માટે છેવટનાં વેણ સંભળાવે છે.) તે અલીઓ એમાં મ્હો’ડાં શેનાં ચડાવો છો? જજો ને તમારા ભાયડા જવા દે તો? અને થજો ને થવું હોય તો બાદશાહની બીબીઓ! એમાં મારે શું? કોક આવવાનો હશે તે આમ એકલી ઊભી રહીઓ છો!
{{ps અમથીકાકીઃ (પોતાની ઉંમરની, આ જુવાન બાયડીઓને જરા પણ કિંમત નથી એ જુએ છે. માટે છેવટનાં વેણ સંભળાવે છે.) તે અલીઓ એમાં મ્હો’ડાં શેનાં ચડાવો છો? જજો ને તમારા ભાયડા જવા દે તો? અને થજો ને થવું હોય તો બાદશાહની બીબીઓ! એમાં મારે શું? કોક આવવાનો હશે તે આમ એકલી ઊભી રહીઓ છો!
મેનાં: (અમથીકાકીરૂપી વિઘ્ન ભારે પડશે એ સમજવા જેટલી ચતુર છે.) બળ્યું અમથીકાકી, એમાં આમ શું કરો છો? તમે ના કહેશો તો કાંઈ અમારાથી જવાશે? પણ અમથીકાકી, તમે અને મારાં સાસુ જ્યારે પેલી છાવણી જોવા ગયાં હતાં ને? (પોતે આવું અણછાજતું કામ કદી પણ ન કર્યું હોય એમ સૂચવતી અમથીકાકીની મુખમુદ્રા જોઈ) તમે જ તે દહાડે કહ્યું હતું ને કે તમે અને મારાં સાસુ એક દિવસ છાનાંમાનાં છાવણી જોઈ આવ્યાં હતાં? તે તમે કેમ કરી ગયાં હતાં એ કહેવું પડશે. આ હું બેડું ભરી આવી તમારા ઘેર આવું છું. પછી કેવું નથી કહેતાં? (રૂપાં-શોભાંને) જાઓ અલીઓ! અમથીકાકીને એમને ઘેર પહોંચાડી આવો. (સમજી જવાનો ઇશારો કરે છે.)
મેનાં: | (અમથીકાકીરૂપી વિઘ્ન ભારે પડશે એ સમજવા જેટલી ચતુર છે.) બળ્યું અમથીકાકી, એમાં આમ શું કરો છો? તમે ના કહેશો તો કાંઈ અમારાથી જવાશે? પણ અમથીકાકી, તમે અને મારાં સાસુ જ્યારે પેલી છાવણી જોવા ગયાં હતાં ને? (પોતે આવું અણછાજતું કામ કદી પણ ન કર્યું હોય એમ સૂચવતી અમથીકાકીની મુખમુદ્રા જોઈ) તમે જ તે દહાડે કહ્યું હતું ને કે તમે અને મારાં સાસુ એક દિવસ છાનાંમાનાં છાવણી જોઈ આવ્યાં હતાં? તે તમે કેમ કરી ગયાં હતાં એ કહેવું પડશે. આ હું બેડું ભરી આવી તમારા ઘેર આવું છું. પછી કેવું નથી કહેતાં? (રૂપાં-શોભાંને) જાઓ અલીઓ! અમથીકાકીને એમને ઘેર પહોંચાડી આવો. (સમજી જવાનો ઇશારો કરે છે.)
(એક હાર જાય છે અને બીજી કૂવે આવે છે. બન્ને હાર ઉચિત નૃત્યનાં પગલાંએ ગતિ કરે છે. મેનાં ગુર્જરી ગાય છે.)
(એક હાર જાય છે અને બીજી કૂવે આવે છે. બન્ને હાર ઉચિત નૃત્યનાં પગલાંએ ગતિ કરે છે. મેનાં ગુર્જરી ગાય છે.)
(જોવા જવાનો ઉત્સાહ અને ઉલ્લાસ સૂચવતું નૃત્ય)
(જોવા જવાનો ઉત્સાહ અને ઉલ્લાસ સૂચવતું નૃત્ય)
“કે કાબૂલસે બાદશાહ ચડે કે સારી દિલ્હી કા દીવાન રે
કે બાદશાહ રે ઊતરે બાગમેં મેં ક્યા મસ દેખન જાઉં રે.”
“કે કાબૂલસે બાદશાહ ચડે કે સારી દિલ્હી કા દીવાન રેકે બાદશાહ રે ઊતરે બાગમેં મેં ક્યા મસ દેખન જાઉં રે.”
દૃશ્ય ૨
(“કે સાસુનાં વાર્યો ન વરે વહુ મહી વેચવાને જાય રે” –
મેનાં ગુર્જરી અને સરખી સહિયરો છાવણી જોવા નીકળી પડે છે. સવારમાં વહેલાં નીકળેલાં, પણ આ દૃશ્યમાં તેઓ આપણને દેખાય છે ત્યારે અત્યારની રીતે લગભગ આઠ-નવ વાગ્યા હશે. તેમનાં મુખ ઉપર શ્રમની આર્દ્રતા છે. વસંતના સૂર્યે સહજ સુરખીવાળા ચહેરાઓની રતાશ વધારી છે.
તેમનાં શણગાર અને કપડાં ધૂળથી સહેજ ઝાંખાં થયાં છે, પણ એની ભભક ગઈ નથી.
બધી મહિયારીઓ મહી વેચવા જાય છે. દરેકના માથે મહીની મટુકીઓ છે. મેનાં ગુર્જરીને માથે લાલ મટુકી છે.
મેનાં ગુર્જરીએ ગીત ઉપાડ્યું છે અને બીજા ઝીલે છે.)
મેનાં: ઊગ્યો ગુરજર દેશે ભાણ કે ગુર્જરી! પૂજજો રે લોલx
જાણે કેસરિયાં છે વાન કે ગુર્જરી! પૂજજો રે લોલ
એ તો ગુરજર કેરો વીર કે ગુર્જરી! પૂજજો રે લોલ
પ્હેર્યો કેસરિયાં રણધીર કે ગુર્જરી! પૂજજો રે લોલ
ધાર્યા આંબલિયે શા મ્હોર કે ગુર્જરી! પૂજજો રે લોલ
ફોર્યા લીંબડીએ શા કહોર કે ગુર્જરી! પૂજજો રે લોલ
જાણે ગુરજરીઆનું છોગું કે ગુર્જરી! પૂજજો રે લોલ
એ તો કડવા મીઠા જોગું કે ગુર્જરી! પૂજજો રે લોલ
વાયે વેલડીઓ શી મ્હેકે કે ગુર્જરી! પૂજજો રે લોલ
જાણે ગુર્જરીઓ શી લ્હેકે કે ગુર્જરી! પૂજજો રે લોલ
વાયે વાયુ મીઠો આજ કે ગુર્જરી! પૂજજો રે લોલ
બાંધ્યો બંધાયે કદી ના જ કે ગુર્જરી! પૂજજો રે લોલ
બાંધે વાયુ કેરો છોડ જે ગુર્જરી! પૂજજો રે લોલ
બાંધે ગુર્જરી કેરો કોડ તે ગુર્જરી! પૂજજો રે લોલ
(x સારંગના સ્વરોમાં ગાવું ફાવશે – અને સમયોચિત પણ લાગશે.)
(ગાતાં ગાતાં મેનાં ગુર્જરી ગીત અધૂરું મૂકી દે છે.)
રૂપાં: કેમ મેનાં, ગીત અધૂરું મૂક્યું? પૂરું કરાવ ને! હજી છાવણી આવી નથી.
મેનાં: બાકીનું મને યાદ આવતું નથી.
રૂપાં: મેનાંને ગીત યાદ ન આવે એવું તો વળી હોય?
બીજી મહિયારીઓ: કદી ન હોય બાઈ!
રૂપાં: (મેનાંની આગળ આવે છે અને પાછી ફરી તેના ચહેરા સામું જુએ છે.) મેનાં, મોઢું કેમ પડી ગયું છે? કંઈ સાંભર્યું?
મેનાં: કંઈ નથી સાંભર્યું! પેલા આંબાવાડિયામાં મટુકીઓ ઉતારી વિસામો ખાઈએ.
(આંબાવાડિયામાં આવી મટુકીઓ ઉતારે છે. બધા છેડાથી મોઢાં લૂછી કપડાં સરખાં કરે છે. દરેક જણ પોતાની પાસેથી એકેક કટારી અને એકેક ઝેરની ડબી, જેનું બીજું નામ ‘સતની ડબી’ છે તે કાઢી વસ્ત્રોમાં ગોઠવી દે છે. મેનાં એકલી આંબાવાડિયામાંથી છાવણી તરફ જોઈ રહે છે. રૂપાં અને બીજી મહિયારીઓ મેનાંની આજુબાજુ વીંટાઈ વળે છે.)
રૂપાં: મેનાં! તું હતી તો અમે બધીઓ મહી વેચવાના મસે છાવણી જોવા આવી. અને તું જ આમ ઉદાસી જેવી કેમ થઈ ગઈ?
શોભાં: મેનાં, તારી સાસુએ આવતાં કંઈ કહ્યું?
રૂપાં: કંઈ યાદ આવ્યું?
મેનાં: (આવેશમાં આંસુ સાથે) મારી સાસુએ મેણું માર્યું. પણ એમ એનાં મેણે હું જોવા ન જાઉં?
શોભાં: શું મેણું માર્યું?
મેનાં: કે મેનાંને તો બાદશાહની બેગમ થવું છે એટલે છાવણીમાં જાય છે!
રૂપાં: પછી તેં શું કહ્યું?
મેનાં: મેં કહ્યું હાથે કરીને તમારા દીકરાને શું કરવા હલકો પાડો છો?
રૂપાં: પછી?
મેનાં: એટલે તાડૂકો કરી ફરી એનું એ કહ્યું. મેં કહ્યું…
શોભાં: શું કહ્યું?
મેનાં: કંઈ નહિ.
રૂપાં–શોભાં: ત્હોયે?
મેનાં: મેં કહ્યું: તમારા દીકરામાં પાણી હશે તો હું શું કરવા બાદશાહની બેગમ થઈશ? અને બાદશાહ મને પકડશે તો એ છોડાવી નહિ લાવે? આ મારો હીરીઓ દિયરે છોડાવી લાવશે! (થોડીક વાર પછી ગમગીન થતી) મને સાસુના મ્હેણાનું તો કંઈ નથી; પણ બોલાબોલમાં શણગાર સજતાં અપશુકન થયાં! મને એ અપશુકન યાદ આવ્યાં. પણ કંઈ નહિ. ચાલો, આપણે જઈએ.
(મેનાં કપડાં ઠીક કરી કટારી અને ‘સતની ડબી’ બહાર કાઢવા જાય છે. બન્ને ઘેર ભૂલી ગઈ છે!)
મેનાં: રૂપાં, મારી કટારી અને ડબી બન્ને રહી ગયાં! અપશુકને ભાવ ભજવ્યા! (થોડી વાર રહી) રૂપાં, તમે બધાં છાવણી જોઈ આવો અને મહી વેચી આવો.
રૂપાં–શોભાં ઇત્યાદિ: અને તું મેનાં?
મેનાં: હું અહીંયાં આંબાવાડિયામાં તમારી વાટ જોઉં છું.
રૂપાં: એમ કેમ ચાલે? તારે લીધે તો અમે બધીઓએ આવવાની હામ કરી અને તું જ ના પાડે છે?
મેનાં: હું નહિ આવું! (જરા આવેશમાં આકાશભાષિતના જેવું) મારી કટારી અને સતની ડબી બન્ને રહી ગયાં! બેમાંથી એક પણ મારી પાસે હોત તો હું જાત! (નરમ પડી) રૂપાં, તમે બધાં જાઓ ને. રૂપાં, તું મારી મટુકીનું મહી વેચતી આવજે. બે મટુકીનો તમને બહુ ભાર નહિ લાગે, બ્હોન!
(બધી મહિયારીઓનાં મન ઊતરી જાય છે.)
શોભાં: મેનાં, તારા વિના શું જોવા જવું!
મેનાં: ન જોઈ આવો તો મારા સમ છે. તમે મને બધી વાત કરજો. ગામમાં કોઈને શી ખબર પડવાની છે કે હું છાવણી જોવા નહોતી ગઈ? બીજી વાર જઈશું ત્યારે મારી કટારી અને સતની ડબી નહિ ભૂલું – અને આપણે સાથે જઈશું. છાવણી ક્યાં નાસી જવાની છે? તમે જાઓ. મારા સમ જે ન જાય એને!
(રૂપાં મેનાંની લાલ મટુકી લે છે અને બધી મહિયારીઓ ધીમે ધીમે છાવણી તરફ જાય છે.
મેનાં એક મ્હોરેલા આંબાની નીચેની ડાળ ઝાલી છાવણી તરફ જતી પોતાની સહિયરો તરફ જોઈ રહે છે. છેવટની સખી છાવણીમાં અદૃશ્ય થાય છે એટલે મ્હોરની માદક સુવાસ તરફ એનું ધ્યાન ખેંચાય છે; અને જાણે માદક ગંધથી જ શરીરમાં એક કમકમાટી આવે છે અને મંજરીઓથી ભરેલી ડાળી તરફ મેનાં જોઈ રહે છે. પછી પાછી છાવણી તરફ જુએ છે.)
મેનાં: (બબડે છે) મારી કટારી અને મારી ડબ્બી બન્ને રહી ગયાં!
(છાવણી તરફથી રૂપાંને પોતાની લાલ મટુકી લઈ એક તુર્ક સૈનિક સાથે પોતા તરફ આવતી જુએ છે. મેનાં ચકિત થાય છે. થોડેક દૂર તુર્ક સૈનિક અને રૂપાં ઊભાં રહે છે. રૂપાંને પોતા તરફ આંગળી કરતી જુએ છે. તુર્કને પોતા તરફ મુગ્ધ નજરે જોતો જુએ છે. બન્ને જણાં છાવણીમાં અદૃશ્ય થાય છે.
થોડીક વાર પછી મેનાં એક યુવાનને ઘોડા ઉપર બેસી હાથમાં લાલ મટુકી લઈ પોતાના તરફ આવતો જુએ છે. યુવાન ઘોડા ઉપરથી નીચે ઊતરી મટુકી લઈ તેની પાસે આવે છે. શાહજાદો પોતે સાદા વેશમાં પણ સત્તાશીલ ચહેરાવાળો મેનાંને સંબોધે છે.
મેનાં આફત સમજી જાત ઉપર કાબૂ મેળવે છે, એટલે સ્વસ્થતાની ભવ્યતા આખી આકૃતિમાં દેખાય છે.)
મેનાં: (બબડે છે) મારી કટારી અને મારી ડબ્બી બન્ને રહી ગયાં!
શાહજાદોઃ મહિયારી, આ લાલ મટુકી તમારી છે?
મેનાં: હા, બાદશાહ.
શાહજાદોઃ (સ્મિત કરી) તો લાલ મટુકીનાં મહિયારી! તમે જાતે અમારી છાવણી કેમ ન શણગારી?
મેનાં: બાદશાહ! મને થાક લાગ્યો એટલે મારી સહિયરને મહી વેચવા આપ્યું. અમારે તો મહી વેચવાથી કામ!
(મેનાંનો હાથ કટારી અને સતની ડબી શોધે છે; પણ હાથ જૂઠા પડે છે.)
શાહજાદોઃ તમારે મહી વેચવાથી કામ હોય તો જાતે કેમ ના’વો? મોંમાગ્યાં દામ મળે!
મેનાં: બાદશાહ! મારે મોંમાગ્યાં દામ નથી જોઈતાં! સૌને મળે એટલાં મને બસ છે. આપે મહી ખાલી કર્યું હોય તો મને મારી મટુકી પાછી આપો.
શાહજાદોઃ મટુકી તો ખાલી કરી છે. પણ દામ લેવા તો છાવણીમાં પધારશો ને? એનાં મૂલ શાં?
મેનાં: સૌનાં કર્યાં હોય એ મૂલ મારી સહિયરને આપજો.
શાહજાદોઃ પણ સૌની સાથે તમારી સરખામણી કેમ થાય, મહિયારી?
મેનાંઃ અમારાં સૌનાં મહી સરખાં છે, બાદશાહ!
શાહજાદોઃ (એક પગલું પાસે આવે છે.) મહી સરખાં હશે પણ મહિયારીઓ સરખી નથી!
મેનાં: (એક પગલું પાછું ભરી) બાદશાહ! માણસ છો કે હેવાન?
શાહજાદોઃ (જેણે આવા જવાબની આશા નહોતી રાખી અને જેને આવા જવાબ સાંભળવાની ટેવ નથી.) અરે ઓરત! તું કોણ છે કે મને જવાબ આપે છે?
મેનાં: અમે ગુર્જરોની વહુવારુ છીએ?
શાહજાદોઃ (કામવશ હોવાથી અપમાન અને અભિમાનના શબ્દો પણ તેને આકર્ષે છે.) તમારું નામ?
મેનાં: અમારું નામ મેનાં ગુર્જરી!
શાહજાદોઃ તમારી સહિયરો કહે છે કે તમે એકલું મહી વેચવા નથી આવ્યાં, અમારી છાવણી જોવા પણ આવ્યાં છો. અમારી છાવણી જોવા જેવી છે.
મેનાં: (હાથ ફરીથી કટારી શોધે છે.) તમારી છાવણી જોવા જેવી હશે. પણ અમને તો અમારા ગઢ માંડલના નેસડા વ્હાલા છે.
શાહજાદોઃ મેનાં મહિયારી! થાક લાગ્યો હોય તો પાલખી મંગાવું! તમે કદી હાથી નહિ જોયા હોય?
મેનાં: બાદશાહ! અમ મહિયારીઓને હાથીનું કામ નહિ. અમારે તો ટંકે સવામણ દૂધ દેતી ભેંસોનું કામ. અને પાલખીઓ તો જનાનામાં રહેતી બીબીઓને જોઈએ, હવાની પંખીણીઓ ગુર્જરીઓને નહિ!
શાહજાદોઃ અરે, અમારા ઝનાનામાં ઘણી હિંદવાણીઓ છે.
મેનાં: (ગુસ્સામાં, પણ આવેશને કબજામાં રાખી) બાદશાહ! તમે રાજા છો અને અમે પ્રજા છીએ! પ્રજાની ગાળ ખાવી છે? હેવાન કહ્યા એટલાથી ધરાયા નથી?
શાહજાદોઃ એમાં શું, ઇન્સાનમાત્ર હેવાન છે.
મેનાં: ગુર્જરો હેવાન નથી; તમે હશો.
શાહજાદોઃ અરે મેનાંરાણી, ગુર્જરોમાં શું મોહ્યાં છો? અમારા મહોલે આવશો એટલે ગુર્જરોને ભૂલી જશો. બધી હિંદવાણીઓ ભૂલી જાય છે.
મેનાં: (આવેશ ઉપરનો કાબુ ખોતી જાય છે.) બાદશાહ! અત્યારે તો હું એકલી છું. પણ હું એકલી નથી. મારી પાછળ નવલાખ ગુર્જર છે. (આવેશમાં આવી જાય છે. એને ‘સત’ ચઢે છે.)
“કે તું નવ જાણીશ એકલી મારા ગુર્જર ચઢે નવ લાખ રે.”
(કાલીના કારમા નૃત્યના અભિનયથી લીટી અનેક વાર બોલે છે. શાહજાદો ચક્તિ થઈ આ દૃશ્ય જુએ છે. પણ હિંદુઓને આવું થાય છે, તેમાં કાંઈ બ્હીવા જેવું નથી એ શાહજાદો જાણે છે. ગુર્જરી તુરત જ શાંત થાય છે, પણ તેની આંખો ફરી ગઈ છે.)
શાહજાદોઃ (હસીને) શાહઝાદાઓને કોઈનો ડર હોતો નથી… દુનિયાની હૂરો અમારે માટે છે.
(મેનાંનો હાથ વળી કટારી શોધે છે તે શાહજાદાના ધ્યાનમાં આવે છે.)
શું શોધો છો, મેનાં ગુર્જરી?
મેનાં: કટારી!
શાહજાદોઃ (જરા પાછો હઠી) શા માટે?
મેનાં: કેમ, કોઈથી ડરતો નથી ને? મારી કટારી રહી ગઈ છે એટલે જ બાદશાહ તારી છાવણી જોવા ન આવી! (ફરી આવેશમાં) લાવો તમારી કટારી અને પછી છાવણી જોવા આવું અને તમને કાળકા માનો ખેલ બતાવું!
(શાહજાદો વિચાર કરે છે.)
કેમ, શો વિચાર કરો છો? કટારી આપવાથી બ્હીઓ છો કે મેનાં ગુર્જરી છાવણીમાં આવે એથી બ્હીઓ છો?
શાહજાદોઃ ઓરત! શી તારી જબાન ચાલે છે!
મેનાં: જબાન એકલી નથી ચાલતી, હાથ પણ ચાલે છે. આપ, કટારી આપ.
(મેનાં આવેશમાં ને આવેશમાં શાહજાદા ઉપર ધસે છે. શાહજાદો ખસી જાય છે; મેનાં પડી જાય છે. શાહજાદો એને ઊંચકી ઘોડા ઉપર નાંખી ઘોડો છાવણી તરફ મારી મૂકે છે.)
દૃશ્ય ૩
(ગામને પાધર ચાંદની રાતે ગુર્જર જુવાનિયાઓ ખેલે છે. ગેડીદંડો પૂરો કરી જુવાનિયાઆ ઉદ્ધતમણ્ડલ નૃત્ય કરવા એકઠા થાય છે. બધા હીરીઆ કાજે ખોટી થાય છે. હીરો આવે છે.)
૧ જુવાનિયોઃ હીરા, આટલી બધી વાર કેમ થઈ?
હીરોઃ મારી ભાભીની વાટ જોતો’તો. મારા મનમાં કે લટકાળાં ભાભી શી વાતો લાવે છે? પણ હજી સુધી ભાભી કે એમની સાથેનું બીજું કોઈ પણ આવ્યું નથી એટલે ગામના ઘયડાઓને ચિંતા પેઠી છે. મારા મોટાભાઈયે અધીરા થઈ ગયા છે.
૨ જુવાનિયોઃ એ તો ભિયા! ઘયડાંઓને ટેવ પડી. આપણે તું ત્યારે પેલો રાસ ચલાવ ને!
હીરોઃ ચલવ્યો ભિયા! આવો ત્યારે!
(બધા મણ્ડલાકારમાં ગોઠવાઈ ગાતાં ગાતાં નૃત્ય કરે છે.)
હે એક વાર માતા ડોલ્યાં રે માતા એક વાર દુઃખે ડોલ્યાં
એ મ્હેણાંનાં વેણો બોલ્યાં રે માતા મ્હેણાંનાં વેણો બોલ્યાં
હે પારકો ભૂમિ ચાંપે હો દીકરા! પારકો ભૂમિ ચાંપે
હે આવડો શાંને કાંપે હો દીકરા! આવડો શાંને કાંપે
હે આવાં શા જીવવાં વ્હાલાં હો દીકરા! આવાં શાં જીવવાં વ્હાલાં
હે મ્હેણાંનાં વાગે ભાલાં હો દીકરા! મ્હેણાંનાં વાગે ભાલાં
રે ન્હોય આ સુખનાં ટાણાં હો દીકરા ન્હોય આ સુખનાં ટાંણાં
કે પાક્યા શું કૂખે પાંણાં હો દીકરા પાક્યા શું કૂખે પાંણાં.
… … … … …
હે અભેસંગ ઊઠે ને વીરસંગ ઊઠે, ઊઠે છે બાવન વીર
હે નવલખ ગુરજર રૂઠે મોરી માતા, રૂઠે છે નવલખ વીર
આવડાં ન દે તું આળ મોરી માતા, આવડાં ન દે તું આળ
માથાં ધરું તમ થાળ મોરી માતા, માથાં ધરું તમ થાળ
હે પારકો ભૂમિ ચાંપે શું માતા, પારકો ભૂમિ ચાંપે
તો દીકરા જમને ઝાંપે હો માતા, દીકરા જમને ઝાંપે
કુળને લાગે કાળું જો માતા, કુળને લાગે કાળું
તો લોહીથી પાય પખાળું મોરી માતા, લોહીથી પાય પખાળું
હે ચમકે છે આભમાં વીજ મોરી માતા, ચમકે છે આભમાં વીજ
લોહી વરસે છે મેઘ મોરી માતા, લોહી વરસે છે મેઘ
હે લીધો છે રણનો ભેખ મોરી માતા, લીધો છે રણનો ભેખ
જીવ્યા મુવાના ઝવાર મોરી માતા મુવા, જીવ્યાના ઝવાર
હવે ન દેશો આળ મોરી માતા, હવે ન દેશો આળ.
(છેવટની પંક્તિઓ બોલાય છે ત્યાં એક બ્રાહ્મણ દોડીને આવતો હોય તેમ શ્વાસભેર આવે છે.)
બ્રાહ્મણઃ અલ્યા જુવાનિયાઓ! ચંદાજીનું ઘર ક્યાં છે? હીરાજી ક્યાં છે?
(કોઈ સાંભળતું નથી.)
અલ્યા લડવાની વાતો કરો છો અને લડવાનું આવ્યું છે તેની તો કોઈ વાત સાંભળતા નથી! હીરાજી ક્યાં છે?
(બ્રાહ્મણની બૂમોથી જોનારાનું ધ્યાન ખેંચાય છે, અને કેટલાક એની આજુબાજુ વીંટાય છે. રાસમાં ભંગાણ પડે છે અને બધા બ્રાહ્મણ પાસે એકઠા થાય છે.)
હીરોઃ હું આ રહ્યો. મારું શું કામ છે?
બ્રાહ્મણઃ અલ્યા, તારું શું કામ છે? તારી ભાભી કેદમાં પડી!
હીરોઃ હેં હેં! મારી ભાભી કેદમાં પડી? કોણે કેદ કરી?
બ્રાહ્મણઃ બાદશાહે! તારી ભાભીએ મારી જોડે સંદેશો કહેવડાવ્યો છે–
બીજા જુવાનિયાઃ શું, શું! ગોર! બધી ગુર્જરીઓ કેદમાં પડી?
બ્રાહ્મણઃ બાદશાહની છાવણીમાં ગયેલી જુવતી તે પાછી આવતી હશે? તમને લોકોને તમારાં બૈરાંયે ઘરમાં રાખતાં આવડતાં નથી? આ મ્લેચ્છોનો જુગ છે એ તમે જાણતા નથી?
હીરોઃ ગોર, જીભ બંધ કરો! અલ્યા ભાઈબંધો, ઘોડારમાં જઈ ઘોડા તંગ કરો અને હથિયાર બાંધો. દિલ્હીના બાદશાહને જીતી ગુર્જરી લાવીશું, અરે એના શા ભાર છે? કેમ મહારાજ! હરામખોરો દેશમાં રખડશે એટલે ગુર્જરીઓ પડદામાં રહેશે?
બ્રાહ્મણઃ હવે બહુ શેનો બોલે છે? આ તારી ભાભી તો પડદામાં પેઠી!
હીરોઃ ચાલ્યા ગરોડા! (હીરીઓ એના ઉપર ધસે છે. બીજાઓ એને રોકે છે.)
(ગામમાં ખબર ફેલાઈ ગઈ છે. નવલખ ગુર્જરો ચડે છે. તેનું વર્ણન આપણે એ પ્રાચીન પંક્તિઓના જોરદાર શબ્દોમાં સાંભળીશું.)
‘કે ત્યાંથી હીરીઓ દોડિયો ને, ગયો ઘોડાની પાસ રે
કે તાણીને બાંધો તંગડો ને ઢીલી મેલો લગામ રે
કે શૂરા હોય સો સંગ ચલો ને, નહિ કાયર કા કામ રે
કે કેસરિયા ભાઈ વીઘા પ્હેરો, ને હોં જાવ લાલગુલાલ રે
કે દિલ્હી જીતીને ઘેર આઉં તો, રેવત મારું નામ રે
કે હીરીઓ ઘોડે એક જ ચઢ્યો ને ગુર્જર ચઢ્યા નવલાખ રે.’
દૃશ્ય ૪
(સમયઃ બાદશાહને દિલ્હી પહોંચતાં થાય તેટલો, અને ગુર્જરસેનાને તેની પાછળ ચડતાં થાય તેટલો, તિથિઃ ફાગણ સુદ ચૌદશ.
અત્યારે મેનાં ગુર્જરી સંહારક સ્ત્રી છે. તેણે કાલીનું વ્રત આદર્યું છે. ઉપવાસ એટલે કે અન્નત્યાગ અને કાલીની ઉપાસનાથી એનામાં સહજ પણ ચમત્કારી ઉગ્રતા અને તેજ આવ્યાં છે.
ગોખમાંથી તે ગુર્જરોને અને તુર્ક સિપાઈઓને લડતા જુએ છે. હીરીઓ પાછો હઠે છે. ગુર્જરી છંછેડાય છે.)
મેનાં ગુર્જરીઃ અરે કોઈ છે કે? કોઈ છે કે? અરે મને નીચે જવા દો. અલી રૂપાં! અલી શોભાં! અહીં આવો! હીરીઓ પાછો હઠ્યો! અરે કોઈ આવો! હે જોગમાયા! ગુર્જરો હઠ્યા! મને લડવા મોકલ, જોગમાયા!
(રૂપાં આવે છે.)
રૂપાં! હીરીઓ પાછો હઠે છે. ગુર્જરોને જીવવું બહુ વહાલું છે!
રૂપાં: મેનાં! ભલી બાઈ, ગાંડી કેમ થા! ગુર્જરોએ થાય એટલું કર્યું. ગુર્જર નવ લાખ અને મોગલ બાણું લાખ!
મેનાં: એમ! ગુર્જરોએ થાય એટલું કર્યું! હવે ગુર્જરી થાય એટલું કરશે. (વળી ગોખમાંથી જોઈ) ના ના, હીરીઓ રણમાં ઘૂમે છે, અને મારા પરણ્યાને આઘો રાખે છે! હીરીઓ પાછો હઠ્યો! રૂપાં, મારો સંદેશો હીરીઆને પહોંચાડ. મારી ઓઢણી અને કાંચળી હીરીઆને પહેરવા મોકલ! અને મારા હાથમાં સમશેર લાવ!
(મેનાં આવેશમાં નાચે છે અને ગાય છે.)
“બાદશાહ કી સાથ મેં એસી લડું કે મેરા જુગમાં હો જાય નામ રે.”
(રૂપાં જુએ છે કે મેનાંને સત ચડ્યું છે. મેનામાં માતાજી પધાર્યાં છે.)
રૂપાં: ખમ્મા મા! ખમ્મા મા! ગુર્જરો જીતશે! ખમ્મા મા!
(શાહજાદો એકદમ દોડતો આવે છે. પાછળ ઘવાયેલો હીરીઓ ધસી આવે છે.)
શાહજાદોઃ મેનાં! મારી બહેન! મેનાં, મારી બહેન! મને બચાવ!
રૂપાં: ખમ્મા મા! ખમ્મા મા!
હીરીઓઃ (ગુર્જરી જોઈ પગે પડે છે) ખમ્મા મા! ખમ્મા મા!
મેનાં: (શાન્ત થાય છે.) દિયરિયા ઊભો થા! (શાહજાદા સામું જોઈ પછી આંખ ફાટે છે) હીરીઆ!
શાહજાદોઃ (જુએ છે કે આ કંઈ હિંદુઓના ઢોંગ નથી) ખમ્મા, મારી બહેન! હીરાજી, તમારી ભાભીને માનભેર લઈ જાઓ. અમારી પાસે આવ્યાં ત્યારથી એ ખોરાકને અડ્યાં પણ નથી!
(હીરાજી ભાભીનો હાથ ઝાલી લઈ જાય છે. શાહજાદો જોઈ રહે છે.)
આ હિંદુઓ ગજબ કરે છે! આટલા દિવસ ખોરાક વિના કેમ રહેવાય?
દૃશ્ય ૫
(ગુર્જરોના ગઢમાં વિજયતોરણ બંધાય છે. ગામ બહાર સ્ત્રીઓ વિજયી ગુર્જર વીરોને વધાવવા ટોળે મળી છે. ગુર્જરસેના પાછળ છે.
મેનાં ગુર્જરીના કાળીમાના ઉપવાસ ચાલુ છે. ભાભીને જલદી પારણું કરાવી વધામણામાં સામેલ કરવા હીરીઓ મેનાં ગુર્જરી અને સાથે બીજી ગુર્જરીઓને પણ લઈ આગળ આવ્યો છે.
મેનાં અને સહિયરો છાવણી જોવા ન આવેલી ગામની સ્ત્રીઓ તરફ જુએ છે. એમના મુખ ઉપર છાવણી જોવા આવેલીઓ માટે આવકાર નથી. મેનાં ખચકાય છે અને ઊભી રહે છે.)
હીરીઓઃ ચાલો ભાભી. હવે ઘર આવી ગયું. તમારું વ્રત પૂરું કરો.
(મેનાં ચાલતી નથી અને સ્થિર નજરે ગામની સ્ત્રીઓ તરફ જોઈ રહી છે. બીજી ગુર્જરીઓ હવે પછી દરેક બાબતમાં મેનાંને અનુસરે છે.)
ભાભી, ચાલો ને?
મેનાં: દિયરિયા! પગ નથી ઊપડતા! આમનાં મોઢાં જોઈને. (રૂપાં સામું જોઈ) રૂપાં, પેલું મ્હેણું યાદ આવે છે: ‘બાદશાહની બેગમ થવા ગઈ’તી.’ દિયરિયા, મ્હેણાંનો રોટલો ખાવો પડશે!
(મેનાંની શારીરિક અને માનસિક સ્થિતિ એવી છે કે આવેશની સ્થિતિ તેને સહજ થઈ ગઈ છે.)
(આવેશમાં) દિયરિયા! મેનાં મ્હેણાંનો રોટલો નહિ ખાય!
હીરીઓઃ અરે ભાભી, તમે આ શું બોલો છો? તમને કોણ મ્હેણું દે! તમને સાક્ષાત્ જોગમાયાના અવતારને!
મેનાં: (ચઢતા આવેશને રોકતી) મારું સત જોગમાયા જાણે છે!
હીરીઓઃ ભાભી! જુઓ, પેલાં મારાં મા ઊભાં! અને પેલાં તમારાં નાનકડાં નણદી ઊભાં! ચાલો એમને ભેટીએ અને ઘેર જઈ પારણું કરીએ. ગુર્જરસેના આવે તે પહેલાં તો આપણે પાછાં આવી જઈશું.
(મેનાંનો પગ ઊપડતો નથી, પણ હીરો હાથ ખેંચીને લઈ જાય છે. બધાં ગામની સ્ત્રીઓ પાસે જાય છે. હીરાજીની માતા અને બહેન આગળ આવે છે. એમને સામાં આવતાં જોઈ મેનાંને ઉલ્લાસ આવે છે; મેનાં ઘૂમટો તાણે છે. હીરીઓ માતાને પગે પડે છે.)
માતાઃ બેટા ઘણું જીવો.
બહેનઃ (ઓવારણાં લઈ) ભાઈ, ભાભી વહેલી લાવજે.
હીરોઃ (જુએ છે કે બહેન ભાભી તરફ જોતી નથી) બહેન! મારી વહુ તો આવશે ત્યારે આવશે; પણ આ ભાભી તરફ તો જો! (બહેન મોઢું મરડે છે.)
(મેનાં સાસુને પગે પડવા જાય છે.)
સાસુઃ (પગ ખેંચી લઈ) જોજે મને અડતી, બાદશાહની બીબી!
મેનાં: (ટટ્ટાર થઈ ઘૂમટો કાઢી નાંખે છે.) બાદશાહની બીબી!
(સાસુ અને નણંદની પાસે ટોળે વળેલી ગામની વહુઓ, દીકરીઓ અને સાસુઓ તરફ મેનાં જુએ છે. દરેકના મોઢા ઉપર બાદશાહની બીબી એ બોલ જુએ છે.)
મેનાં: (ફરીથી ચક્તિ નયને) બાદશાહની બીબી! હું બાદશાહની બીબી! બાદશાહની બીબીને લેવા તમારા દીકરાને મરવા મોકલ્યા હતા?
સાસુઃ મરવા ન જાય તો ગુર્જરોની લાજ જાય! પણ તરકના ઘરમાં રહેલીને હું ઘરમાં ઘાલું? મારું કુળ હીણું કરવું છે?
મેનાં: મારાથી તમારું કુળ હીણું થશે? (મેનાંની આંખ ફાટે છે.) ઓ જોગમાયા! તું મારું સત જાણે છે. હીરીઆ, હું જાઉં છું. તમારા ભાઈને કહેજો કે મેનાં તમારું કુળ હીણું નહિ કરે! (ફરીથી એક વાર ફાટેલી નજરે સાસુ તરફ) બાઈજી! મારાથી તમારું કુળ હીણું થશે? હે જોગમાયા!
(મેનાંમાં બધાં નવું તેજ જુએ છે.)
હીરીઓઃ બા! બા! શો ગજબ કર્યો! માતાજી કોપ્યાં. માતાજીને મેં દિલ્હીમાં જોયાં હતાં – તે પાછાં આવ્યાં. (મેનાંને) ખમ્મા કરો. મા ખમ્મા. ખમ્મા કરો.
બધી સ્ત્રીઓઃ (સાસુ અને નણંદ સિવાય) ખમ્મા કરો, મા ખમ્મા કરો. છોરુંના દોષ ખમ્મા કરો.
(મેનાં આવિષ્ટ થાય છે. માથાનો અંબોડો છૂટો થાય છે. મેનાં દિવ્યસત્ત્વના પગલે વિદાય થાય છે.)
બધાં: (હવે સાસુ અને નણંદ પણ) મા રહો! રહો!
(મેનાંની પાછળ હાથમાં કટારીઓ કાઢી બીજી ગુર્જરીઓ જોગણીઓ જેવી જાય છે.)
બધાં: રહો! રહો!
(પણ જોગણીઓનું દિવ્ય નૃત્ય જોઈ બધાં મૂક થઈ જાય છે.)
(નેપથ્યે)
“કે ત્યાંથી ગુર્જરી ચાલિયાં ને ગયાં તે પાવાગઢ રે
કે પાવા તે ગઢમાં અલોપ હો ગઈ મહાકાળી કહેવાય રે”
(ગુજરાતી એકાંકી સંગ્રહ, સંપા. અનંતરાય રાવળ)
18,450

edits

Navigation menu