8,009
edits
(Created page with "{{SetTitle}} {{Heading| પ્રકરણ ૨૨ : સરસ્વતીચંદ્રની અશ્રુધારા | }} {{Poem2Open}} સરસ્વતીચં...") |
No edit summary |
||
Line 4: | Line 4: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સરસ્વતીચંદ્રે | સરસ્વતીચંદ્રે વિરક્તિ<ref>વૈરાગ્ય. (સં.) </ref>ના રંગનો રાગી થઈ, વિષ્ણુદાસ બાવાને પૂર્ણ પ્રસન્ન કરવા આખા શરીરે ભગવો વેષ – ધોતિયું, અંચળો અને માથે ફેટો – એમ ભગવાં ધર્યાં તે કાળે બાવાના મઠોમાં અને ત્યાંથી આખા યદુશૃંગ ઉપર અલખની ગર્જના જાગી રહી. એ દિવસ સર્વ જટાધરોએ અનધ્યાય<ref>અભ્યાસમાંથી નિવૃત્તિ... રજા. (સં.) </ref> અને અભિક્ષાનો પાળ્યો અને સર્વ પોતાને મનગમતે સ્થાને ફરવા નીકળી પડ્યા. સરસ્વતીચંદ્રને લઈ વિહારપુરી અને રાધેદાસ તેને પર્વતનાં શૃંગો દેખાડવા નીકળી પડ્યા. | ||
‘પૂર્વ દિશામાં સામે જળ જળ થઈ રહેલું આ શું દેખાય છે?' | ‘પૂર્વ દિશામાં સામે જળ જળ થઈ રહેલું આ શું દેખાય છે?' | ||
‘આપણે ઊંચામાં ઊંચા શૃંગ પર છીએ અને રત્નનગરી વચ્ચે નીચામાં નીચું રેતીનું મેદાન છે. તેમાં આ જળ નથી પણ મૃગજળનો સાગર છે.’ | ‘આપણે ઊંચામાં ઊંચા શૃંગ પર છીએ અને રત્નનગરી વચ્ચે નીચામાં નીચું રેતીનું મેદાન છે. તેમાં આ જળ નથી પણ મૃગજળનો સાગર છે.’ | ||
Line 30: | Line 30: | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ ભાવ જેમ જેમ ઘેરો થતો ગયો તેમ તેમ સ્વદેશ-સેવાનો સરસ્વતીચંદ્રનો સંકલ્પ વધુને વધુ દૃઢ થતો ગયો ને તે બોલી ઊઠ્યો : | આ ભાવ જેમ જેમ ઘેરો થતો ગયો તેમ તેમ સ્વદેશ-સેવાનો સરસ્વતીચંદ્રનો સંકલ્પ વધુને વધુ દૃઢ થતો ગયો ને તે બોલી ઊઠ્યો : {{Poem2Close}} | ||
‘જનપશુજગના કલ્યાણયજ્ઞ પર હોમું અંગ સૌ મારાં.’ | <poem> | ||
‘જનપશુજગના કલ્યાણયજ્ઞ પર હોમું અંગ સૌ મારાં.’ | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
એવામાં, કુમુદસુંદરીની છાયા આવી ને અદૃશ્ય થતી દેખાઈ; તે અદૃશ્ય થઈ ત્યાં ભીંતોના શિખર પર ઊગેલા વૃક્ષની શાખાનાં પાંદડાંમાં સરસ્વતીચંદ્રે પોતાની માતા ચંદ્રલક્ષ્મીની આકૃતિ જોઈ. પોતે સ્તબ્ધ બની શું બોલવું, શું પૂછવું, વિચારે છે ત્યાં જ માતૃછાયાના ઓઠ કૂંપળો પેઠે ઊઘડવા લાગ્યા. ‘ઓ મારા પુત્ર! એક વાર-ફક્ત એક વાર તો તું ઘેર જા! તારા પિતાના દુઃખી મોં સામું તો જો! હું અહીં ઉપર રહી રહી એમની આંસુધારા જોઉં છું હાં! ભાઈ! તારી માનું આટલું કહ્યું ન કરે?' એમાં વારંવાર વીનવતી માતૃમૂર્તિ સરસ્વતીચંદ્રને ઊંડે ઊંડે સ્પર્શી ગઈ. ઉદ્ધતલાલ, તરંગશંકર, ચંદ્રકાંત વગેરેના પત્રો પરથી તેમનાં સર્વનાં દુ:ખ, દીન અવસ્થા, ગંગાભાભી જેવાંની દુર્દશા – બધું ફરી પાછું યાદ આવ્યું. હવે પાછા ઘર તરફ વળી દેશબંધુઓનો ઉદ્ધાર કરવાની ઇચ્છા જાગી. એટલામાં એનો ભગવો અંચળો શરીરની આસપાસ વેરાઈ ગયો તેની ઉપર દૃષ્ટિ પડતાં જ એ ચમક્યો ને બોલવા લાગ્યો : | એવામાં, કુમુદસુંદરીની છાયા આવી ને અદૃશ્ય થતી દેખાઈ; તે અદૃશ્ય થઈ ત્યાં ભીંતોના શિખર પર ઊગેલા વૃક્ષની શાખાનાં પાંદડાંમાં સરસ્વતીચંદ્રે પોતાની માતા ચંદ્રલક્ષ્મીની આકૃતિ જોઈ. પોતે સ્તબ્ધ બની શું બોલવું, શું પૂછવું, વિચારે છે ત્યાં જ માતૃછાયાના ઓઠ કૂંપળો પેઠે ઊઘડવા લાગ્યા. ‘ઓ મારા પુત્ર! એક વાર-ફક્ત એક વાર તો તું ઘેર જા! તારા પિતાના દુઃખી મોં સામું તો જો! હું અહીં ઉપર રહી રહી એમની આંસુધારા જોઉં છું હાં! ભાઈ! તારી માનું આટલું કહ્યું ન કરે?' એમાં વારંવાર વીનવતી માતૃમૂર્તિ સરસ્વતીચંદ્રને ઊંડે ઊંડે સ્પર્શી ગઈ. ઉદ્ધતલાલ, તરંગશંકર, ચંદ્રકાંત વગેરેના પત્રો પરથી તેમનાં સર્વનાં દુ:ખ, દીન અવસ્થા, ગંગાભાભી જેવાંની દુર્દશા – બધું ફરી પાછું યાદ આવ્યું. હવે પાછા ઘર તરફ વળી દેશબંધુઓનો ઉદ્ધાર કરવાની ઇચ્છા જાગી. એટલામાં એનો ભગવો અંચળો શરીરની આસપાસ વેરાઈ ગયો તેની ઉપર દૃષ્ટિ પડતાં જ એ ચમક્યો ને બોલવા લાગ્યો : | ||
‘સરસ્વતીચંદ્ર! એ સર્વ અભિલાષ આ દેશને અનુચિત છે! જે મૂર્ખતાએ ઘર છોડાવી અહીં આણ્યો તે જ મૂર્ખતાએ આજ આ દશદશાનું દર્શન કરાવ્યું. તો હવે ત્યજેલું ગૃહ પાછું સ્વીકારવું. ધનભાઈને અર્પેલું ધન પાછું લેવા ઇચ્છવું, અને આ લીધેલો વેશ ત્યજવો – એ તે હવે મૂર્ખતા કે શાણપણ? અધર્મ કે ધર્મ? એ કલ્યાણનાં સાધન હતાં ને ગયાં તે ઈશ્વરની ઇચ્છા! છોડેલાં શસ્ત્ર પાછાં લેવાં નથી. કુમુદ! તારે માટે કરેલી પ્રતિજ્ઞા તૂટશે નહીં! તને દુ:ખકુંડમાં નાખી દીધાનું પ્રાયશ્ચિત્ત કરવા જે જ્વાળામુખ સંન્યાસની પ્રતિજ્ઞા લીધી હતી તેને યોગ્ય વેશ આ જ છે. શું જગતમાં એક પણ પદાર્થ એવો છે કે જેથી ઘેર જવાની વાસના મારામાં પ્રકટે? શું પરમાર્થ અથવા દયાને નામે મેં કરેલું પાપ ધોવાશે અને લીધેલી પ્રતિજ્ઞા છૂટશે? કુમુદસુંદરી! તમારો ત્યાગ કરી તમને જે દુ:ખમાં મારી સ્વચ્છંદતાએ નાખેલાં છે તેનું પ્રાયશ્ચિત્ત મારી પ્રતિજ્ઞા પ્રમાણે જ કરીશ! બુદ્ધની પેઠે આ જ વસ્ત્રો પહેરી તમારી ક્ષમા એક દિવસ માગીશ. મારી અલ્પશક્તિ પ્રમાણે આ જ વેશે લોકહિતનો પ્રયત્ન કરીશ. | ‘સરસ્વતીચંદ્ર! એ સર્વ અભિલાષ આ દેશને અનુચિત છે! જે મૂર્ખતાએ ઘર છોડાવી અહીં આણ્યો તે જ મૂર્ખતાએ આજ આ દશદશાનું દર્શન કરાવ્યું. તો હવે ત્યજેલું ગૃહ પાછું સ્વીકારવું. ધનભાઈને અર્પેલું ધન પાછું લેવા ઇચ્છવું, અને આ લીધેલો વેશ ત્યજવો – એ તે હવે મૂર્ખતા કે શાણપણ? અધર્મ કે ધર્મ? એ કલ્યાણનાં સાધન હતાં ને ગયાં તે ઈશ્વરની ઇચ્છા! છોડેલાં શસ્ત્ર પાછાં લેવાં નથી. કુમુદ! તારે માટે કરેલી પ્રતિજ્ઞા તૂટશે નહીં! તને દુ:ખકુંડમાં નાખી દીધાનું પ્રાયશ્ચિત્ત કરવા જે જ્વાળામુખ સંન્યાસની પ્રતિજ્ઞા લીધી હતી તેને યોગ્ય વેશ આ જ છે. શું જગતમાં એક પણ પદાર્થ એવો છે કે જેથી ઘેર જવાની વાસના મારામાં પ્રકટે? શું પરમાર્થ અથવા દયાને નામે મેં કરેલું પાપ ધોવાશે અને લીધેલી પ્રતિજ્ઞા છૂટશે? કુમુદસુંદરી! તમારો ત્યાગ કરી તમને જે દુ:ખમાં મારી સ્વચ્છંદતાએ નાખેલાં છે તેનું પ્રાયશ્ચિત્ત મારી પ્રતિજ્ઞા પ્રમાણે જ કરીશ! બુદ્ધની પેઠે આ જ વસ્ત્રો પહેરી તમારી ક્ષમા એક દિવસ માગીશ. મારી અલ્પશક્તિ પ્રમાણે આ જ વેશે લોકહિતનો પ્રયત્ન કરીશ. | ||
Line 40: | Line 43: | ||
<hr> | <hr> | ||