2,670
edits
Shnehrashmi (talk | contribs) (→) |
Shnehrashmi (talk | contribs) (→) |
||
Line 1,519: | Line 1,519: | ||
==પપ્પાને, સાત સ્મૃતિકાવ્યો== | ==પપ્પાને, સાત સ્મૃતિકાવ્યો== | ||
{{ | {{Block center|width=23em| | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પપ્પા સામ્યવાદી હતા. લક્ષ્મીકાંત છોટાલાલ જોષી. કચ્છના રૂઢિચુસ્ત, ધાર્મિક, બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યા પણ સાહિત્યિક અભિરુચિને કારણે તેમની વિચારસરણી તદ્દન અલગ હતી. રશિયન સાહિત્ય વાંચતા. અસ્તિત્વવાદની વાતો કરતા. હાઈસ્કૂલમાં ભણતા ત્યારે ઇબ્સનના ‘ડૉલ્સ હાઉસ’ જેવાં નાટકો ભજવતાં. થોડી ટૂંકી વાર્તાઓ પણ લખી. ભગવાનમાં જરાય આસ્થા નહીં, પણ પરિવારજનોને અને પોતાની આસપાસના ગરીબ લોકોને મદદ કરવા હંમેશ તત્પર રહેતા. કચ્છ માટે તેમને ઘણો લગાવ હતો. મિત્રોના માણસ હતા. ભાઈબંધ-દોસ્તારો ઘણા. પોતાની બંને દીકરીઓ તો જીવથી પણ વહાલી. મારા માટે તેમને અઢળક લાગણી હોવા છતાં સંરક્ષણાત્મક બની રહેવાને બદલે ખૂબ નાની ઉમરથી મને તેમણે. જે વિચારશીલ સ્વતંત્રતા આપી તેની મને આજ સુધી નવાઈ લાગે છે. પપ્પાનો સ્વભાવ રમૂજી હતો. સતત હસતા અને સૌને હસાવતા રહેતા પણ હું જાણી ગઈ હતી કે અંદરથી તેમને જીવન પ્રત્યે ખાસ લગાવ નહોતો. પોતાની નજર સામેથી જીવનને પસાર થઈ રહેલું જોઈ શકવાની ક્ષમતા તેમનામાં હતી. તેમની આ શાંતિ, નિરપેક્ષતા અને આંતરિક ઉદાસી મને પણ જાણે વારસામાં મળી છે. જીવનનાં અંતિમ વર્ષોમાં તો બૌદ્ધિક સંવેદનશીલતાના એક એવા સ્તર પર તેઓ હતા કે જીવન માટે જરાય લાલચ નહોતી રહી. પરિચિત હોય એ બધું જ છોડીને અપરિચિત તરફ પ્રયાણ કરી જવા તેઓ એકદમ તૈયાર હતા. ન હોવું એ જ હોવાની સૌથી ઉત્તમ અનુભૂતિ હશે કદાચ. પપ્પા, તમને લાલ સલામ. | પપ્પા સામ્યવાદી હતા. લક્ષ્મીકાંત છોટાલાલ જોષી. કચ્છના રૂઢિચુસ્ત, ધાર્મિક, બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યા પણ સાહિત્યિક અભિરુચિને કારણે તેમની વિચારસરણી તદ્દન અલગ હતી. રશિયન સાહિત્ય વાંચતા. અસ્તિત્વવાદની વાતો કરતા. હાઈસ્કૂલમાં ભણતા ત્યારે ઇબ્સનના ‘ડૉલ્સ હાઉસ’ જેવાં નાટકો ભજવતાં. થોડી ટૂંકી વાર્તાઓ પણ લખી. ભગવાનમાં જરાય આસ્થા નહીં, પણ પરિવારજનોને અને પોતાની આસપાસના ગરીબ લોકોને મદદ કરવા હંમેશ તત્પર રહેતા. કચ્છ માટે તેમને ઘણો લગાવ હતો. મિત્રોના માણસ હતા. ભાઈબંધ-દોસ્તારો ઘણા. પોતાની બંને દીકરીઓ તો જીવથી પણ વહાલી. મારા માટે તેમને અઢળક લાગણી હોવા છતાં સંરક્ષણાત્મક બની રહેવાને બદલે ખૂબ નાની ઉમરથી મને તેમણે. જે વિચારશીલ સ્વતંત્રતા આપી તેની મને આજ સુધી નવાઈ લાગે છે. પપ્પાનો સ્વભાવ રમૂજી હતો. સતત હસતા અને સૌને હસાવતા રહેતા પણ હું જાણી ગઈ હતી કે અંદરથી તેમને જીવન પ્રત્યે ખાસ લગાવ નહોતો. પોતાની નજર સામેથી જીવનને પસાર થઈ રહેલું જોઈ શકવાની ક્ષમતા તેમનામાં હતી. તેમની આ શાંતિ, નિરપેક્ષતા અને આંતરિક ઉદાસી મને પણ જાણે વારસામાં મળી છે. જીવનનાં અંતિમ વર્ષોમાં તો બૌદ્ધિક સંવેદનશીલતાના એક એવા સ્તર પર તેઓ હતા કે જીવન માટે જરાય લાલચ નહોતી રહી. પરિચિત હોય એ બધું જ છોડીને અપરિચિત તરફ પ્રયાણ કરી જવા તેઓ એકદમ તૈયાર હતા. ન હોવું એ જ હોવાની સૌથી ઉત્તમ અનુભૂતિ હશે કદાચ. પપ્પા, તમને લાલ સલામ. |