કંસારા બજાર: Difference between revisions

Jump to navigation Jump to search
()
()
Line 1,254: Line 1,254:


==પાણી છે જ==
==પાણી છે જ==
'''poem missing'''
<poem>
પાણીકળો ઊંધો સૂએ છે, ચત્તો થાય છે,
દિવસોના દિવસો સુધી ભૂખ્યો તરસ્યો
જમીન પર કાન માંડીને પડ્યો રહે છે.
તોયે આ મીંઢાં પાણી
કંઈ જ બોલે ન કાં ચાલે.
બાકી આમ તો, આ પાણીકળો સૂતો છે
તેની ચારપાંચ વેંત નીચે જ
ભંડાર ભર્યા છે પાણીના.
અને ભજવાઈ રહ્યું છે,
એ જ દૈનિક સમુદ્રમંથન.
જો બે ચાર મજૂર આવીને અહીં છાપો મારે
ખોદી નાખે આ જમીન ત્રિકમ-પાવડાથી
તો મળી જશે અમૃતના કળશ ને કળશ.
જરૂર છે, માત્ર થોડા વિશ્વાસની.
પાણી છે જ અહીં.
છે ને?
</poem>


==લીલો દુકાળ==
==લીલો દુકાળ==

Navigation menu