26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કુરુક્ષેત્ર, દ્વાદશ કાંડ, મહાસુદર્શન (૧૯૨૭)|<br>૪૦. મહાસુદર્...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 2: | Line 2: | ||
{{Heading|કુરુક્ષેત્ર, દ્વાદશ કાંડ, મહાસુદર્શન (૧૯૨૭)|<br>૪૦. મહાસુદર્શન|}} | {{Heading|કુરુક્ષેત્ર, દ્વાદશ કાંડ, મહાસુદર્શન (૧૯૨૭)|<br>૪૦. મહાસુદર્શન|}} | ||
એવે એક ગગનકાટકો ગડગડ્યો | એવે એક ગગનકાટકો ગડગડ્યો | ||
<poem> | |||
જાણે વિધાતાનાં દુંદુભિ ગગડ્યાં; | |||
જાણે કાળનાં મહાપૂર અથડાયાં. | |||
કુરુક્ષેત્રની ત્રિકાળઘોર મંડાણતિથિએ | |||
સેનાના મેઘ મહામેઘ શું પછડાયા | |||
ત્યારે ગાજ્યો ’તો એવો મહાધ્વનિ ઃ | |||
આભવિદારતો એવો તુમુલ શબ્દ થયો. | |||
દિશાઓમાં ઊભરાતો એનો પડઘો પડ્યો, | |||
ને બ્રહ્મકુંડનાં પાતાળ ફાટ્યાં. | |||
વનરાજીની પાછળ ગિરિશૃંગો દેખાય, | |||
મેઘમાળાની પાછલ આભકાંગરા ઝંખાય, | |||
આયુષ્યની પાછળ મૃત્યુનાં કરવત નીરખાય, | |||
એવી કો ગૅબની કરવતકાંગરી, | |||
વિધાતાના ત્રિશૂળમંડળ સરીખડી, | |||
બ્રહ્મકુંડના જલઉછંગેથી ઊછળતી આવી. | |||
પ્રાગટ્યની પહેલી પળે ભાસ્યું કે | |||
પૃથ્વીપુષ્પને જાણે પાંખડીઓ પ્રગટી. | |||
પછી જાણે જલક્યારીમાં ખડગ ઊગ્યાં. | |||
પછી જાણે સાગરના જલકોટ મંડાયા. | |||
પછી જાણે તાડવનનાં ધૂનન ધૂણ્યાં. | |||
અને પછી – પછીનીયે પછી, ને પછી | |||
ઇન્દ્રની બાણફણાઓના વજ્રકાંગરા | |||
સન્મુખ અન્તરિક્ષપાટે મંડાયા. | |||
યજ્ઞકુંડ જ્વાલામંડળ ઉછાળે એમ | |||
અગ્નિચક્રના જ્વાલાઉછાળતા અર્ધવર્તુલે | |||
મહદવકાશને ભરી દીધું. | |||
દિગ્પાળોની દન્તુડીઓ સમી, | |||
મહાકાળની જિહ્વાઓ સરીખડી, | |||
એ ગૅબચક્રની વજ્રદન્તુડીઓ | |||
અન્તરિક્ષમાં આંકડા આલેખતી ઊભી. | |||
એને દાંતે દાંતે લખ્યું હતું ઃ | |||
‘છે’ ને ‘નથી’ ને ‘છે.’ | |||
જગત ભરતું, અન્તરિક્ષ ભરતું, | |||
મહાયજ્ઞના હોમધૂમ્ર સરીખડું, | |||
આભમાં કાંગરી કોરતું કાળચક્ર ઘૂમતું. | |||
{{Space}} “ધર્મદેવ! આ મહાસુદર્શન. | |||
કુરુક્ષેત્રના કરપીણ સંહાર | |||
પ્રાણને વિષાદવિષ પાય છે. | |||
નીરખો આ બ્રહ્માંડોનાં સૃજન ને સંહાર. | |||
પરમાણુ પાંગરી પથ્થર થાય છે, | |||
પથ્થરમાંથી પર્વત પ્રગટે છે, | |||
પર્વત પ્રફુલ્લી લોક લોક સરજાય છે, | |||
દુનિયાંઓ દળાઈ દળાઈ | |||
પાછાં પરમાણુ ઢોળાય છે ઃ | |||
એ સૃજન-સંહારનો મહાચક્રાવો. | |||
જન્મ-મૃત્યુ એટલે જીવન-લીલા. | |||
દિશાચક્રાવે ઘૂમતું વિરાટચક્ર કહે છે ઃ | |||
‘રાજન્! જન્મ-મૃત્યુથી પર જો, | |||
ત્યાં છે પરમાનન્દના દેશ.’ ” | |||
{{Space}} ડંકા વગાડી જોગમાયાઓએ | |||
વિરાટચક્રની આરતી ઉતારી ઃ | |||
જાણે તારિકામંડળે ગગનમંડળને સત્કાર્યું. | |||
વિશ્વનો ઘુમ્મટ ગાજી ઊઠ્યો. | |||
કિરણસ્ફુરતો સૂર્યરાજ ચક્રાવે ચડે, | |||
મહેન્દ્રનું દેવધનુષ્ય દિશાઓને વીંઝે, | |||
એમ એ મહિલામાડોલન્તું મહાસુદર્શન | |||
બ્રહ્માંડચક્રાવે ચડ્યું. | |||
વ્યોમપગથારમાં ચીલા પાડતી, | |||
સ્થૂલસૂક્ષ્મમાં ગૅબપન્થ કોરતી, | |||
કાલ-અવકાશને હૈયે પગલીઓ માંડતી, | |||
વિધાત્રીની લેખિની સરીખડી | |||
એની વજ્રદન્તાળી દન્તુમાલા | |||
જગતમન્ત્રો આલેખતી ઘૂમી રહી. | |||
મણકો મણકો ઉછાળતી | |||
બ્રહ્માંડનાથની અક્ષમાલા સરીખડી | |||
મહાસુદર્શનની વજ્રદન્તુડીઓ | |||
વિશ્વઘૂમણે ચડી. | |||
કુરુક્ષેત્ર ખેલતાં વીરનાં હૈયાં ખળભળે, | |||
ભરતીઓટ વેળા મહાસાગર ખળભળે, | |||
પ્રલય વેળા લોકલોક ખળભળે, | |||
એમ બ્રહ્માંડ ખળભળવા લાગ્યું. | |||
{{Space}} પર્વત-શા પાંડુપુત્રો અડોલ હતા | |||
પણ સૂર્યોદયે શિખરો અંજાય | |||
એમ આંખડીઓ અદ્ ભુતતાથી અંજાઈ. | |||
પાંડવ-અંગનાઓ વીરાંગનાઓ હતી, | |||
કુરુક્ષેત્રના મહાસંગ્રામ રસદૃષ્ટે પીધા હતા; | |||
પુત્રોને, પિતાઓને, બન્ધુઓને, ભાંડુઓને, | |||
હૈયાડાળેથી વીણી વીણીને | |||
અઘોર રણયજ્ઞમાં હવિ-શા હોમ્યા હતા ઃ | |||
એ પાંડવ વીરાંગનાઓયે ક્ષણેક | |||
મહાસુદર્શનના ભીષણ દર્શને | |||
પુષ્પની પાંખડીઓ-શી ધ્રૂજી ગઈ; | |||
ને વડલાને વડવાઈઓ વીંટી વળે | |||
એમ નિજ નાથને વીંટળાઈ વળી. | |||
પદ્મિનીપાન પદ્મને હૈયે ચાંપે, | |||
એમ ઉત્તરાએ બાલ પરીક્ષિતને | |||
હૈયાની પાંખડીઓની હૂંફમાં લીધો. | |||
થડ ફરત ઘટાઘેર ઘેરાય | |||
એવા એ માનવવડલાઓ | |||
સૌન્દર્યઘટાથી શોભી રહ્યા. | |||
એક્કેયની વીરત્વઘેરી મુખમુદ્રામાં | |||
ક્ષણ પછી ભય ન્હોતો, ગ્લાનિ ન્હોતી. | |||
અદ્ ભુત દીઠે થતાં આશ્ચર્ય, | |||
ગહન જોયે થતી ચકિતતા, | |||
અણસાંભળ્યું ને અણકલ્પ્યું નીરખ્યે | |||
થતું વાણીપારનું મૌન ઃ | |||
એ એમની આંખડલીમાં રમતાં. | |||
{{Space}} ‘કુરુક્ષેત્ર પાછાં સજીવન થયાં. | |||
નાથ! ગહનતાનો આ મહિમાલોક; | |||
ભરતકુલના આ પિતૃપ્રવરોઃ’ | |||
ઉત્સવકંઠે ઉત્સાહમૂર્તિઓ ઉચ્ચરી. | |||
{{Space}} નરનો અવતાર, નૃત્યલોકનો નરમણિ, | |||
ગાંડીવધન્વા ગાંડીવટંકારે ઉચ્ચર્યો : | |||
‘કાળ, કાળ, સર્વપરિપાક્ક મહાકાળ!’ | |||
{{Space}} વિરાટસુદર્શનની વજ્રદન્તુડીઓ, | |||
વિધાત્રીની ત્રિશૂળફણાઓ સમોવડી, | |||
દિશાઓને ડંખતી, ડોલાવતી, મ્હોરાવતી. | |||
દન્તુડીએ દન્તુડીએ લોકલોક છેદાતા | |||
ને નવસૃજન સરજાતાં. | |||
{{Space}} ગેબનો મન્ત્રોચ્ચાર કરતા હોય | |||
એવા મહામુનિ ઉચ્ચર્યા ઃ | |||
‘કાળગંગા સરીખડું કુરુક્ષેત્ર | |||
તરી ઊતરનારને ભય શા? | |||
ભરતકુલવધૂઓ ભયને ઓળખતી નથી. | |||
અસિધારાવ્રત એમનાં જીવનવ્રત છે. | |||
સદાશિવના કોદંડથી ખેલવાં | |||
એ તો સીતાપુત્રીઓનો છે આનન્દખેલ. | |||
આયુષ્યની ખીણની પાળે પાળે સંચરવાં, | |||
એ તો જાણે સહિયરોનાં | |||
નિત્યનાં જલબેડલાં ભરવા જવાં. | |||
મહાકાળના વંટોળ વાય, | |||
પાંદડાં જેવા પામરો ફરફરે, | |||
એ મૃત્યુની કેડીઓ | |||
વીરાંગનાઓની છે પગદંડીઓ. | |||
આ તો છે અદ્ ભુતના અનુકમ્પ, | |||
આ તો છે ગહનતાનાં આશ્ચર્યડોલન. | |||
દુઃખદીપન્તી દ્રૌપદી! સાગરમણિ-શી સુભદ્રા! | |||
વિરાટકણી સરીખડી કુલમાતા ઉત્તરા! | |||
ભરતગોત્રની માતાઓ! | |||
તમારાં કાળજાં છે કાળનાં ઘડેલાં. | |||
ગેબની ગહનતાનીયે પાર સંચરો; | |||
ને પછી નીરખો આ વિરાટસુદર્શનને, | |||
દિશાવિસ્તરતા બ્રહ્માંડભરમાં | |||
ને બ્રહ્માંડ પર ઘૂમડીએ ઘૂમતું.’ | |||
{{Space}} ‘વન્દન હો એ વિરાટચક્રનેઃ’ | |||
પાંડવપરિવાર ભર્યે સ્વરે ઉચ્ચર્યો. | |||
{{Space}} મુનિવર ક્ષણેક થંભી ગયા ઃ | |||
જગત્ યાત્રાને જાણે વિસામે બેઠા. | |||
પોતાને પોતે પળેક નાનકડા ભાસ્યા, | |||
પાંડવપરિવારે પળેક પામર લાગ્યો. | |||
દૃષ્ટિમાં દેવના ડુંગલ ડોલતા. | |||
વિરાટસુદર્શનની દન્તુડીએ દન્તુડીએ | |||
પરાક્રમજ્યોત પ્રગટતી હતી, | |||
પિતૃમહિમા મ્હોરતો હતો. | |||
હોમની પૂર્ણાહુતિને કાજે ઋત્વિજ ઊઠે, | |||
એમ પછી મુનિપુંગવ ઊઠ્યા; | |||
ઘટાઘેરવન્તા વૃક્ષરાજ સમોવડા | |||
હસ્તશાખા વિસ્તારી વીંઝતા ઉચ્ચર્યા : | |||
{space}} ‘પૃથ્વીનાં પ્રારબ્ધીઓ! | |||
આ ભયમૂર્તિ કાળચક્ર નથી. | |||
આ તો આનન્દમૂર્તિ કલ્યાણચક્ર છે. | |||
વિલોકો એ વજ્રદન્તુડીઓના અણીઅગ્ર ઃ | |||
એની નખરેખાઓમાં છે બ્રહ્મઅંગુલિઓ. | |||
નિહાળો એનું સાગરવિશાળું નાભિચક્ર ઃ | |||
એમાં છે પરબ્રહ્મનું હૃદયમંડળ. | |||
પારખો એનો અવકાશઉપરવટિયો પરિઘ ઃ | |||
એમાં છે પરમાત્મન્ ની ભર્ગજ્વાલા. | |||
એના સંહારમાં છે સૃજનના ફણગા. | |||
ભરતકુલના હિતસ્વી, જગત્-જનતાના જગત્-ગુરુ, | |||
વિશ્વના પુણ્યવંશના – પાપવંશના કલ્યાણક, | |||
પ્રેમની પૂર્ણિમાના પૂર્ણેન્દુ, | |||
આનન્દજ્યોત બ્રહ્માંડભાસ્કર, | |||
જુઓ, શ્રી કૃષ્ણચન્દ્ર બિરાજે છે | |||
એ વિરાટસુદર્શનને સિંહાસને. | |||
સુદર્શનલીલા તો સુદર્શનધારીની છે.’ | |||
{{Space}} સકલ પાંડુપરિવાર ઊઠ્યો, | |||
ને નમતીલળતી વૃક્ષરાજી-શો નમ્યો. | |||
પુષ્પ-શાં અંગો ચરણમાં ઢાળ્યાં, | |||
પરિમળ-શા આત્મન્ અભિષેકમાં ઢોળ્યા. | |||
વિરાટસુદર્શનનું નાભિચક્ર ત્યારે | |||
કૃષ્ણચન્દ્રના હૃદયમંડલ શું દર્શાયું, | |||
વિરાટસુદર્શનની વજ્રદૃન્તુડીઓ ત્યારે | |||
બ્રહ્મઅંગુલિઓ સરખડી નીરખાઈ. | |||
અને દાંતે દાંતે મન્ત્ર માંડેલો દીઠો ઃ | |||
‘વિશ્વકલ્પાણ.’ | |||
{{Space}} વિરાટસુદર્શન વિરાટકમલ-શું ભાસ્યું., | |||
ને એની પાંખડીએ પાંખડીએ | |||
પાંડુપુત્રોએ પિતૃપ્રવરોને પ્રતિષ્ઠિત પેખ્યા. | |||
એમની આંખોમાંથી આશીર્વાદ વર્ષતા. | |||
{{Space}} આઘે-આઘેથી કાલઘંટા વાગી., | |||
જગતની જોગમાયાઓ ગરબે ઘૂમતી ’તી. | |||
{{Space}} ભવ્યભાગ્ય અમે બ્રહ્મનન્દિની | |||
{{Space}}{{Space}} આનન્દિની રે લોલ : | |||
{{Space}} હરિની રમણાએ અમે નીસર્યા રે લોલ. | |||
{{Space}} મહાકાળના ડંકા વગાડતી, | |||
સૃજનપ્રલયનાં ગીત ગાતી ગાતી | |||
અદૃશ્યમાંથી જોગમાયાઓ ઊતરી, | |||
ને બ્રહ્માંડસુદર્શનની દન્તુડીએ દન્તુડીએ | |||
અક્કેકી આરૂઢી બેઠી, | |||
મહાચક્ર તો ચૌદે લોકને ચક્રાવે ઘૂમતું. | |||
એમનાં અખેપાત્ર-શાં ખપ્પર | |||
વિધાત્રીની કંકાવટીઓ થયાં, | |||
એમનાં ત્રિશૂળના ભાલાઓ | |||
વિધાત્રીની ભાગ્યલેકિનીઓ બન્યા. | |||
અમંગલ સહુ મંગલ સ્વરૂપ થયું. | |||
મહામૃત્યુનાં સંહારક્ષેત્રોયે | |||
પુનર્જન્મની ક્યારીઓરૂપ ઝંખાયાં. | |||
પાછળ કુરુક્ષેત્ર સજીવન થઈ ઊઠ્યું. | |||
અઢાર અક્ષૌહિણીના પ્રચંડ પડછાયા | |||
ઘડીક ત્યાં ઘૂમી રહ્યાં. | |||
* | |||
{{Space}} પુણ્યપરાક્રમી જીવનવિજયી | |||
કુન્તીકુમારોને રોમરોમે, | |||
ભાથામાંથી શરમંડળ પ્રગટે એમ, | |||
આનન્દનાં કિરણમંડળ પ્રગટ્યાં ઃ | |||
પર્વતરાજને પુલકાવલિ-શી વૃક્ષરાજી ડોલે | |||
એમ અંગે આનન્દરાજી ડોલી રહી. | |||
નયને ભાવિનાં અંજન અંજાયાં. | |||
ત્રિલોકને હિન્ડોલે ડોલતી દૃષ્ટિ | |||
પ્રારબ્ધના મેઘ જેવી ગોરંભી રહી ઃ | |||
દેવસૃષ્ટિના સ્વપ્નતરંગો સમાં | |||
મહીં કંઈ કંઈ ઇન્દ્રધનુષ્ય મંડાયાં. | |||
ઘડીએક એમ વીતી ગઈ. | |||
* | |||
પછી, નાટક સંકેલી નટવર પધારે એમ, | |||
મેઘ વિદારી સૂર્ય પ્રગટે તેમ, | |||
ભરતકુલના પરમ હિતસ્વી, | |||
સૃજનસમસ્તના પરમ કલ્યાણક, | |||
આનન્દાવતાર કૃષ્ણચન્દ્રનાં | |||
એ જ્યોતિર્મંડલે દર્શન થયાં ઃ | |||
જાણે દેવસિંહાસને વિરાજેલા દેવાધિદેવ. | |||
અને પછી તો લાગ્યું કે જાણે | |||
એક ભાગ્યે કિરીટ થઈને બેઠો, | |||
બીજો બાહુએ પુરુષાતન થઈને વિરાજ્યો, | |||
ત્રીજો દિક્કાળદ્રષ્ટા ચક્ષુનો તારો થઈ શોભ્યો, | |||
ચોથો એ વિશ્વાનન્દ મૂર્તિનો | |||
વરણાગિયો આનન્દવર્ણ બની રહ્યો. | |||
મહામુનિને ધર્મરાય ભાસ્યા જાણે | |||
કૃષ્ણદેવની વિશ્વકલ્યાણક ધર્મબુદ્ધિ. | |||
દેહની પાંચ ઇન્દ્રિયો સમોવડા | |||
પાંચેય પાંડુપુત્રોને વ્યાસનારાયણે | |||
પરબ્રહ્મની પંચેન્દ્રિયો સમા નિહાળ્યા. | |||
આત્માઓ પરમાત્મામાં ઠલવાય | |||
એમ અગ્નિઓ વિશ્વઅગ્નિમાં જઈ બુઝાયા. | |||
બ્રહ્મદેવ ભારતપ્રવરોનાં બ્રહ્મસ્થાન નિહાળી | |||
મહાત્મન્ એ મુનિપુંગવના | |||
અંગઅંગમાંથી આનન્દના ઓઘ ઊછળ્યા, | |||
ને દુંદુભિનાદે બ્રહ્મધ્વનિ ગાજી ઊઠ્યો : | |||
‘જય બ્રહ્માનન્દ!’ ‘જય બ્રહ્માનન્દ!’ | |||
{{Space}} જગતને જગાડતી | |||
જોગમાયાઓની કારમી કાલઘંટા | |||
બ્રહ્માંડચક્રની દન્તુડીએ દન્તુડીએથી | |||
અખંડ વાગતી હતી, | |||
હરિનાં લીલાગીત ગુંજારતી હતી : | |||
જાણે ત્રિકાળનો ડંકો વાગ્યો. | |||
{{Space}} બ્રહ્મનન્દિની | |||
{{Space}} આનન્દિની રે લોલ : | |||
હરિની રમણાએ અમે નીસર્યા રે લોલ. | |||
{{Space}} કાળચક્રની ઘટમાળ સમોવડું, | |||
સદાશિવની રૂંઢમાળ સરીખડું, | |||
મહાસૂર્ય ફરતી સૂર્યમાળા સમું, | |||
ઠલવાતા ને ભરાતા લોકચક્ર જેવું, | |||
કલ્યાણમૂર્તિના કલ્યાણજ્યોત મુખમંડળ-શું, | |||
કાળ ને અવકાશનાં આભ ખેડતું, | |||
બ્રહ્માંડભાલે ભાગ્યના આંકડા પાડતું, | |||
પરબ્રહ્મનું વિરાટસુદર્શન | |||
બ્રહ્માંડચક્રાવે ચડેલું હતું. | |||
મહીં કંઈ કંઈ મહાસૃષ્ટિઓ | |||
સંહારાતી ને સરજાતી. | |||
મહાપ્રલયનાં ભરતીઓટ થતાં. | |||
યુગના યુગ ઊગતા ને આથમતા, | |||
ને એમ યુગપલટાના ધૂપછાંવ પલટાતા. | |||
જગતની જોગમાયાઓ | |||
મૃત્યુનાં એમાં ઓરણાં ઓરતી. | |||
એ કાળચક્કીમાં મૃત્યુનાંયે મૃત્યુ થતાં. | |||
એ બ્રહ્માંડચક્રનો એક જ ઘોર હતો ઃ | |||
‘આનન્દ.’ | |||
{{Space}} અન્તને આરે બેસી | |||
ઇતિહાસ ને કાળનાં મહાકાવ્ય | |||
પરબ્રહ્મ એમ રચતા હતા. | |||
મનુવંશની કૌતુકઆંખડલી | |||
એ આશ્ચર્યો નિહાળતી ને આનન્દતી. | |||
{{Space}} મહિમામ્હોર્યા મનુવંશના | |||
મહાભાગ સપૂત! | |||
પ્રારબ્ધના પરમ પાઠ | |||
એટલે જ આયુષ્યની આનન્દલીલા. | |||
{{Space}} લોકલોકના દડા ઉછાળતું | |||
આનન્દનો ઘોર ઘોરવતું, | |||
પરબ્રહ્મના પરિમલ પ્રસારતું, | |||
અનન્ત ઘૂમડીએ ઘૂમતું ’તું, એવું | |||
સૃજન-સંહારનું મહાસુદર્શન. | |||
{{Space}} (‘કુરુક્ષેત્ર’માંથી) | |||
(ન્હાનાલાલ-મધુકોષ, સંપા. અનંતરાય મ. રાવળ, ૧૯૫૯, પૃ. ૧૨૬-૧૩૭) | |||
</poem> |
edits