ચારણી સાહિત્ય/5.લોકસાહિત્યની પ્રેમકથાઓ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 81: Line 81:
</poem>
</poem>
પણ શેણી ન નીકળી : અને વિજાણંદ શેણીની સાથે બેસી જઈ જન્માન્તરનો સાથ કરવા પણ તૈયાર ન થયો : ભેખડ પર ઊભેલ ઓળો થોડુંક નીચે ઊતરીને પાછો ઉપર ચડી જતો હોય એવું શેણીએ અંધારાં-અજવાળાંની વચ્ચે જોઈ લીધું : ફિકર નહિ, વિજાણંદ! સુખેથી પાછો જા : પણ એક જ વિનતિ કરું છું : છેલ્લી વાર તારું જંતર સંભળાવતો જા!

<poem>
વિજાણંદ, જંતર વગાડ! હેમાળો હલકું દીયે,  
વિજાણંદ, જંતર વગાડ! હેમાળો હલકું દીયે,  
મોહ્યા માછલમાર, માછલિયું ટોળે વળે.
મોહ્યા માછલમાર, માછલિયું ટોળે વળે.
</poem>
જંતર બજવા લાગ્યું. હિમાલય હોંકારા દઈ રહ્યો છે : મચ્છીમારો જાળો હાથમાં લઈને સંગીતમુગ્ધ દશામાં થંભી ગયા છે : રંગબેરંગી માછલીઓ પાણી બહાર ડોકાં કાઢીને સ્વરો સાંભળી રહી : અંદરથી શેણી રામ! રામ! રામ! એવા ઉચ્ચાર કરી તાલ દઈ રહી છે : એવી તન્મય દશામાં ઓચિંતું

જંતર ભાંગ્યું ઝડ પડી, તૂટ્યો મોભી ત્રાગ,  

વેદાની શેણી હલ ગઈ, જંત્રી ન કાઢે રાગ.
વેદાની શેણી હલ ગઈ, જંત્રી ન કાઢે રાગ.
</poem>
બીન પટકાઈને તૂટી ગયું અને બીજી બાજુ શેણી પણ શાંત બની પરલોક ચાલી ગઈ. પછી તો —

ભૂખે ખાધું ભાત, પેટ ભરી પામર જી,  
ભૂખે ખાધું ભાત, પેટ ભરી પામર જી,  
શેણી જેવો સાથ, મેલીને વિજાણંદ વળ્યો.
શેણી જેવો સાથ, મેલીને વિજાણંદ વળ્યો.
</poem>
શેણી જેવો સુંદર સંગાથ મૂકીને વિજાણંદ પાછો દુનિયામાં ચાલી નીકળ્યો. પરંતુ એને જગતમાં સ્વાદ ન રહ્યો. ભૂખ લાગી ત્યારે ત્યારે પામર માનવીની પેઠે અન્ન ખાઈને પેટ ભર્યા કીધું.

એ રીતે કથા સમાપ્ત થાય છે.
એ રીતે કથા સમાપ્ત થાય છે.
એથી અધિક ઉગ્ર સાહસ અને એકનિષ્ઠાની કથા માંગડા-પદ્માવતીની છે : ગાયોને બચાવવા જતા રણક્ષેત્રમાં પ્રાણ હારેલા એ ક્ષત્રિય પ્રેમિકના પ્રેતની સાથે પદ્મા નામની વણિક-કન્યા ભયાનક નિર્જનતામાં જીવન વીતાવી ગઈ હોવાનું કહેવાય છે. પ્રેમના પ્રભાવે એને પ્રેત-સૃષ્ટિમાં પણ ભય નથી. એ કથાના દુહાઓ પણ પ્રેત-સૃષ્ટિનું આખું વાતાવરણ સરજે છે. અદ્યાપિ પર્યત માંગડો પ્રેતદેહે જીવતો હોવાનું અને એણે એક મુસાફિરને તાજેતરમાં અફીણનો ગોટો આપ્યાનું પણ કહેવાય છે.

હવે આ કથાઓની સાથે ‘મલુવા’ નામની એક બંગાળી લોક-કથાની તુલના કરો : અખંડ લાંબાં લોક-કાવ્યોમાં સચવાઈ રહેલી બંગીય પ્રેમકથાઓનો જે સંગ્રહ તેના અંગ્રેજી અનુવાદ સમેત દળદાર પુસ્તકોને રૂપે કલકત્તા યુનિવર્સિટી તરફથી બહાર પડ્યો છે. તેમાં પણ ઊતરતી જાતિઓનાં જ નાયક-નાયિકાઓએ પ્રેમનાં વફાઈ અને સ્વાર્પણ દાખવેલાં જણાય છે. ગરીબ યુવાન ચાંદવિનોદ એક અજાણ્યા ગામડાને પાદર એક તળાવડીને તીરે થાકીને નિદ્રાવશ થયો છે. પોતાના શિકારી બાજનું પીંજર એને ઓશીકે જ પડેલું છે : સંધ્યા નમે છે : એવે ગામના પટેલની તરુણ કન્યા મલુવા ગાગર લઈને પાણી ભરવા આવે છે : પરદેશીને કસમયે અંતરિયાળ સૂતેલો નિહાળી એ કુમારિકાને દયા જાગે છે : દયાની પાછળ પ્રીતિ ટૌકે છે : રાત પડી જશે તો આ પરદેશીને સાપ કરડશે એવી ચિંતા કરતી, પણ બીજી બાજુ પોતાની કુલિનતાનાં બંધનને લીધે — નીચા વર્ણમાં પણ કુલિનતાનો ભાવ બલવાન હશે — અવાજ કરી જગાડી ન શકતી એ યૌવનાને માટે લોક-કવિએ સુંદર કલ્પના કરી છે :

ઊઠ ઊઠ, નાગર! કન્યા ડાકે મને મને,  
ઊઠ ઊઠ, નાગર! કન્યા ડાકે મને મને,  
કિ જાનિ મનેર ડાક સેઉ નાગર શૂને.
કિ જાનિ મનેર ડાક સેઉ નાગર શૂને.
</poem>
કન્યા મનમાં મનમાં સાદ પાડે છે — આપણે ઘણીવાર સ્વપ્નમાં સાદ પાડીએ છીએ તે રીતે — કે હે નાગરિક! તું ઊઠ! મનમાં થાય છે કે મારા અંતરની બૂમો શું એ પરદેશી સાંભળતો હશે!

બીજી કલ્પના એથી વધુ મધુર છે : શી રીતે જગાડું? એ સમસ્યાનો તત્કાલ ઇલાજ સૂઝે છે : પોતાની પ્રિય સખી ગાગરને કહે છે કે

શૂન રે પિતલેર કલસી કઈયા બુઝાઈ તરે,  
શૂન રે પિતલેર કલસી કઈયા બુઝાઈ તરે,  
ડાક દિયા જાગાઉ તૂમિ, ભિન્ન પુરુષેરે.
ડાક દિયા જાગાઉ તૂમિ, ભિન્ન પુરુષેરે.
</poem>
સાંભળ, ઓ પિત્તળની ગાગર! તને સમજાવીને કહું છું. તું જ મારા વતી સાદ કરીને આ પરદેશીને જગાડ!

એમ કહી તળાવડીના પાણીમાં ગાગરને ડુબાવે છે : એથી ભટ! ભટ! ભટ! ભટ! અવાજ થાય છે. અને

જલ ભરનેર શબ્દે કૂડા ઘન ડાક છાડે,  
જલ ભરનેર શબ્દે કૂડા ઘન ડાક છાડે,  
જાગિયા ના ચાંદબિનોદ, કોન કામ કરે!
જાગિયા ના ચાંદબિનોદ, કોન કામ કરે!
</poem>
પાણી ભરાવાના એ અવાજથી (એને વાદળાંનો ગગડાટ માની) બાજ પક્ષી ઘેરી ચીસો પાડી ઊઠ્યું. અને તેથી ચાંદવિનોદ જાગી ઊઠ્યો.

એ લોક-કલ્પના. હવે એ કથાના અંતમાં શોભી રહેલી વધુ તીવ્ર કલ્પના તપાસીએ : ચાંદ અને મલુવા પરણ્યા : ‘ઓન્લી ધ બ્રેવ ડીઝર્વ ધ ફેર’ એ સૂત્ર અનુસાર જેમ અન્ય લોક-કથાઓમાં પણ પ્રેમિક-પ્રેમિકાને લગ્નને ખાતર મોટી જહેમતો ઉઠાવવી પડી છે તેમ આમાં પણ ચાંદને કરવું પડ્યું છે. આખરે એ પરગણાનો મુસલમાન દીવાન મલુવાને પોતાના આવાસમાં ઉઠાવી ગયો : ત્યાં પોતાની કળ-વકળથી ત્રણ માસનું પવિત્ર જીવન ગાળી, પોતાના સ્વામીને પણ મુક્તિ અપાવી, કામાંધ દીવાનને મૃત્યુશરણ કરાવી, મલુવા ઘેરે આવે છે, પણ ‘મુસલમાનના ઘરમાં રહેલી હોવાથી જાતિભ્રષ્ટ થઈ હશે’ એવું આળ મૂકી ન્યાતીલાઓ એને ન્યાત બહાર મૂકે છે : અસ્પૃશ્ય ઠરાવે છે : ચાંદ તો પ્રાયશ્ચિત્ત કરી જ્ઞાતિમાં ભળે છે, ફરી પરણે છે, અને મલુવા પતિના ઘરનાં બહારનાં કામકાજ કરતી પડી રહે છે. ફરી વાર પતિને બચાવ્યો, એટલે એને ‘સતી બેહૂલાનો અવતાર’ કહી ભલા લોકોએ જ્ઞાતિમાં લેવાનો પ્રસ્તાવ કર્યો, પણ જ્ઞાતિ નિર્દય જ રહી. ઉલટું, પોતાના પતિને પોતાને કારણે જગત તરફથી સંતાપ થતા જોઈ, મલુવાએ સ્વામીનો માર્ગ નિષ્કંટક કરી આપવાનો નિશ્ચય કર્યો. (આંહીં હું મલુવાનો આદર્શ નથી મૂકતો. અર્વાચીન સ્ત્રીઓએ મલુવા જેવા થવું કે ન થવું એ બોધ દેવા નથી બેસતો. હું ઉપદેશ દેવા નથી આવ્યો. ફક્ત લોકસાહિત્યમાં જે છે તે કહી સંભળાવું છું. ખાસ કરીને એની અંદરનું કાવ્ય બતાવવા માગું છું.)

મલુવા ગંગા તીરે ગઈ. ભાંગેલી નાવડી બાંધી હતી તેમાં બેઠી. દોરડું છોડી નાખ્યું. અને પછી એ દૃશ્યને લોક-કવિ કેવા શબ્દોમાં આલેખે છે?

ઝલકે ઝલકે ઉઠે ભાંગા નાઉતે પાનિ,  
ઝલકે ઝલકે ઉઠે ભાંગા નાઉતે પાનિ,  
કત દૂર પાતાલ પૂરી આમિ નાહિ જાનિ.
કત દૂર પાતાલ પૂરી આમિ નાહિ જાનિ.
</poem>
તૂટેલી નાવડીમાં ઝાલકો ઊડી ઊડીને પાણી ભરાવા લાગ્યું. પ્રવાહમાં ખેંચાતી જતી મલુવા વિચાર કરે છે કે પાતાલપુરી કેટલી દૂર છે તે હું જાણતી નથી.

ઉઠુક! ઉઠુક! ઉઠુક પાનિ! ડૂબુક ભાંગા નાઉ,  
ઉઠુક! ઉઠુક! ઉઠુક પાનિ! ડૂબુક ભાંગા નાઉ,  
જન્મેર મત મલુવારે એક વાર દેઇખ્યા જાઉ.
જન્મેર મત મલુવારે એક વાર દેઇખ્યા જાઉ.
</poem>
ઊંચા ચડો! હે પાણી, તમે નૌકામાં ભરાઈ જાઓ! ભલે આ ભાંગેલી નૌકા ડૂબી જાય! ને, હે સ્વજનો! તમે છેલ્લી વાર મલુવાને નિહાળી લેજો!

નાવડી ડૂબતી જાય છે. પાણી ચડતાં જાય છે. અને મલુવાની નણંદ, સાસુ, પતિ વગેરે એક પછી એક કિનારા પર દોડ્યાં આવી પોકાર કરે છે કે ‘પાછી વળ!’ પતિ કહે છે કે ‘તને ઘરમાં દાખલ કરી લઈશ. પાછી વળ. નહિ તો મને પણ સાથે લેતી જા!’

Line 118: Line 134:
ચડો! પાણી, ભલે ચડો! છો ને નાવડી ડૂબી જતી. ને તમે સહુ મલુવાને જવા દઈ, તમારે ઘેર જાઓ!

મલુવા ડૂબે છે. કમ્મર સુધી, છાતી સુધી ને ગરદન સુધી ડૂબી ગઈ છે.

પૂવેતે ઉઠિલ ઝડ ગર્જીયા ઉઠે દેઉવા,  
પૂવેતે ઉઠિલ ઝડ ગર્જીયા ઉઠે દેઉવા,  
એઇ સાગરેર કૂલ નાઇ, ઘાટે નાઈ એઉવા.
એઇ સાગરેર કૂલ નાઇ, ઘાટે નાઈ એઉવા.
</poem>
પૂર્વમાં વાવાઝોડું જાગે છે. વરસાદ ગાજી ઊઠે છે. સાગર (સમ બનેલી સરિતા)ને કિનારો નથી, ને ઘાટ પર નૌકા નથી. મલુવાને તો એ વખતે પણ એક જ ધૂન લાગી છે કે

ડૂબૂક! ડૂબૂક! ડૂબૂક! નાઉ! આર વા કત દૂર,  
ડૂબૂક! ડૂબૂક! ડૂબૂક! નાઉ! આર વા કત દૂર,  
ડૂઇબ્યા દેખિ કત દૂરે આછે પાતાલ પૂર.
ડૂઇબ્યા દેખિ કત દૂરે આછે પાતાલ પૂર.
</poem>
ડૂબી જા, હે નૌકા! હવે મારું મુકામ કેટલું દૂર છે?

આખરે —
આખરે —
<poem>
પૂવેતે ગર્જ્જિલ દેઉવા છૂટલ વિષમ વાઉ,  
પૂવેતે ગર્જ્જિલ દેઉવા છૂટલ વિષમ વાઉ,  
કઈવા ગેલ સુંદર કન્યા મન પવનેર નાઉ.
કઈવા ગેલ સુંદર કન્યા મન પવનેર નાઉ.
</poem>
પૂર્વમાં મેઘ ગરજ્યા. તોફાની વાયરા વછૂટ્યા. અને ક્યાં ગઈ એ સુંદર કન્યા! ક્યાં ગઈ એ મનપવનવેગી નૌકા!

કોઈએ ન જાણ્યું
કોઈએ ન જાણ્યું
{{Right|[‘પ્રસ્થાન’, ભાદ્રપદ, સં. 1983 (ઈ. સ. 1927)]}}

18,450

edits

Navigation menu