18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Poem2Open}} પ્રાણગઢમાં પ્રવેશો એટલે પહેલાં તૂટી ગયેલો દરવાજો આવે, દરવાજ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Center|'''ખોયડું'''}} | |||
---- | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પ્રાણગઢમાં પ્રવેશો એટલે પહેલાં તૂટી ગયેલો દરવાજો આવે, દરવાજાના ફક્ત ખીલા રહ્યા છે. કાટ ખાઈ ગયેલા અને વળી ગયેલા, પથ્થરનું ચણતર અને તેના પરનું શિલ્પ કદાચ તમને ઘડી-બે ઘડી રોકી રાખે. પણ હવે તો તેય તૂટીફૂટી ગયું છે. નૃત્યાંગનાની અદાથી ઊભેલી, પથ્થરમાંથી કંડારાયેલી મૂર્તિઓ પણ હવે ઠેર ઠેર તૂટી ગઈ છે. તેના પર ચોમાસાના વરસાદને કારણે લીલ બાઝી ગઈ છે અને ફૂગ ચડી ગઈ છે. હા, એક જમાનો હશે જ્યારે તે નિયમિત સાફ થતી હશે. તેને જુદા જુદા રંગોથી રંગવામાં આવતી હશે… પણ હવે એ જમાનો નથી. ગામમાં એક રસ્તો સીધો જાય છે. રસ્તો ઊબડખાબડ છે. આ મુખ્ય રસ્તો છે. રસ્તામાં વચ્ચે ચબૂતરો આવે છે, બજાર આવે છે, અંગ્રેજ જમાનાની ‘ઈસ્કૂલો’ આવે છે. અને એક ચોકમાં એક ખખડધજ મકાન આવે છે. કહેવાય છે કે અહીં અંગ્રેજનું થાણું હતું. થાનદાર બેસતા. અત્યારના મામલતદાર કરતાં વિશાળ સત્તાઓ હતી. ગામલોકો તેને થાનદારની કોઠી કહેતા. બહારના ભાગમાં કચેરી અને પાછળ નિવાસસ્થાન. ઘોડાનો એક બિસ્માર તબેલો પણ છે. હવે તો નાનાં છોકરાંઓ ત્યાં જાજરૂ જવા બેસે છે. મોડી રાતે સ્ત્રીઓ પણ અંધારાનો લાભ લઈ લઘુશંકા કરી આવે છે. | પ્રાણગઢમાં પ્રવેશો એટલે પહેલાં તૂટી ગયેલો દરવાજો આવે, દરવાજાના ફક્ત ખીલા રહ્યા છે. કાટ ખાઈ ગયેલા અને વળી ગયેલા, પથ્થરનું ચણતર અને તેના પરનું શિલ્પ કદાચ તમને ઘડી-બે ઘડી રોકી રાખે. પણ હવે તો તેય તૂટીફૂટી ગયું છે. નૃત્યાંગનાની અદાથી ઊભેલી, પથ્થરમાંથી કંડારાયેલી મૂર્તિઓ પણ હવે ઠેર ઠેર તૂટી ગઈ છે. તેના પર ચોમાસાના વરસાદને કારણે લીલ બાઝી ગઈ છે અને ફૂગ ચડી ગઈ છે. હા, એક જમાનો હશે જ્યારે તે નિયમિત સાફ થતી હશે. તેને જુદા જુદા રંગોથી રંગવામાં આવતી હશે… પણ હવે એ જમાનો નથી. ગામમાં એક રસ્તો સીધો જાય છે. રસ્તો ઊબડખાબડ છે. આ મુખ્ય રસ્તો છે. રસ્તામાં વચ્ચે ચબૂતરો આવે છે, બજાર આવે છે, અંગ્રેજ જમાનાની ‘ઈસ્કૂલો’ આવે છે. અને એક ચોકમાં એક ખખડધજ મકાન આવે છે. કહેવાય છે કે અહીં અંગ્રેજનું થાણું હતું. થાનદાર બેસતા. અત્યારના મામલતદાર કરતાં વિશાળ સત્તાઓ હતી. ગામલોકો તેને થાનદારની કોઠી કહેતા. બહારના ભાગમાં કચેરી અને પાછળ નિવાસસ્થાન. ઘોડાનો એક બિસ્માર તબેલો પણ છે. હવે તો નાનાં છોકરાંઓ ત્યાં જાજરૂ જવા બેસે છે. મોડી રાતે સ્ત્રીઓ પણ અંધારાનો લાભ લઈ લઘુશંકા કરી આવે છે. | ||
Line 41: | Line 43: | ||
કામ ઝડપથી ચાલ્યું. બે માસના તો એક નાનકડું મકાન બંધાઈ ગયું… વહેલી સવારે લોકો હાજતે જવા નીકળ્યા તયારે તે બધા મકાન પાસે જમા થઈ ગયા. મકાન પર એક બોર્ડ લટકતું હતું. જેમાં ઝાંખા ઝાંખા લીલા અક્ષરે લખેલું હતુંઃ ઘર બાંધનારી મંડળી. | કામ ઝડપથી ચાલ્યું. બે માસના તો એક નાનકડું મકાન બંધાઈ ગયું… વહેલી સવારે લોકો હાજતે જવા નીકળ્યા તયારે તે બધા મકાન પાસે જમા થઈ ગયા. મકાન પર એક બોર્ડ લટકતું હતું. જેમાં ઝાંખા ઝાંખા લીલા અક્ષરે લખેલું હતુંઃ ઘર બાંધનારી મંડળી. | ||
{{Right| | {{Right|(‘મૃતોપદેશ’માંથી)}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits