8,009
edits
(Created page with "{{SetTitle}} {{Heading| કલાપી | }} {{Poem2Open}} એક તો કવિ ને પાછો પ્રેમી ને વળી પાછો રાજવી....") |
No edit summary |
||
Line 21: | Line 21: | ||
‘કેકારવ’ એ કલાપીનો એકમાત્ર કાવ્યસંગ્રહ છે. ક્લાન્ત અને કાન્તની જેમ કલાપી ગ્રંથૈક કવિ છે. કલાપીએ ૧૮૯૦ના સપ્ટેમ્બરની ૧લીએ ૧૬ વર્ષની વયે કાવ્યો રચવાનો આરંભ કર્યો હતો. કાશ્મીરના પ્રવાસ દરમિયાન એમણે રમાને પત્રો સાથે કેટલાંક કાવ્યો પણ પાઠવ્યાં હતાં. ત્યાર પછી પણ એમણે કાચી વયનાં ત્રીસેક કાવ્યો રચ્યાં હતાં. ૧૯૦૦માં ૨૬ વર્ષની વયે કલાપીનું અવસાન થયું ત્યાં લગી એમનું કાવ્યસર્જન સતત થતું રહ્યું હતું. આમ કલાપીનું એક દાયકાનું – ૧૬થી ૨૬ વર્ષની વય લગીનું – કવિજીવન. ‘ફકીરી હાલ’ એ એમનું પ્રથમ પ્રૌઢ અને પ્રસિદ્ધ કાવ્ય છે. ૧૮૯૨ના ઑક્ટોબરની ૧૫મીએ એમણે આ કાવ્ય રચ્યું હતું. ૧૯૦૦માં ૨૬ વર્ષની વયે એમના અવસાનના થોડાક જ સમય પૂર્વે એમણે એમનું અંતિમ કાવ્ય ‘આપની યાદી’ રચ્યું હતું. | ‘કેકારવ’ એ કલાપીનો એકમાત્ર કાવ્યસંગ્રહ છે. ક્લાન્ત અને કાન્તની જેમ કલાપી ગ્રંથૈક કવિ છે. કલાપીએ ૧૮૯૦ના સપ્ટેમ્બરની ૧લીએ ૧૬ વર્ષની વયે કાવ્યો રચવાનો આરંભ કર્યો હતો. કાશ્મીરના પ્રવાસ દરમિયાન એમણે રમાને પત્રો સાથે કેટલાંક કાવ્યો પણ પાઠવ્યાં હતાં. ત્યાર પછી પણ એમણે કાચી વયનાં ત્રીસેક કાવ્યો રચ્યાં હતાં. ૧૯૦૦માં ૨૬ વર્ષની વયે કલાપીનું અવસાન થયું ત્યાં લગી એમનું કાવ્યસર્જન સતત થતું રહ્યું હતું. આમ કલાપીનું એક દાયકાનું – ૧૬થી ૨૬ વર્ષની વય લગીનું – કવિજીવન. ‘ફકીરી હાલ’ એ એમનું પ્રથમ પ્રૌઢ અને પ્રસિદ્ધ કાવ્ય છે. ૧૮૯૨ના ઑક્ટોબરની ૧૫મીએ એમણે આ કાવ્ય રચ્યું હતું. ૧૯૦૦માં ૨૬ વર્ષની વયે એમના અવસાનના થોડાક જ સમય પૂર્વે એમણે એમનું અંતિમ કાવ્ય ‘આપની યાદી’ રચ્યું હતું. | ||
કલાપીના જીવનકાળમાં એમનો કાવ્યસંગ્રહ પ્રગટ થયો ન હતો. જોકે એમનો કાવ્યસંગ્રહ પ્રગટ કરવાના ત્રણેક પ્રયત્નો થયા હતા. ૧૮૯૨થી કલાપીએ એમનાં કાવ્યો S.T.G. નામે ‘સુદર્શન’ અને ‘ચન્દ્ર’ સામયિકોમાં પ્રગટ કરવાનો આરંભ કર્યો હતો. ૧૮૯૩ના જાન્યુઆરીની ૮મીએ કલાપીને મિત્રો માટે એક લઘુ કાવ્યસંગ્રહ પ્રગટ કરવાની ઇચ્છા હતી. એ માટે એમણે પ્રસ્તાવના પણ લખી હતી. પણ આ લઘુ કાવ્યસંગ્રહ વિશેષ તો નોટબૂક હતો. ૧૮૯૬માં કલાપીને ‘આપ્તજનો’ માટે ‘મધુકર’ને નામે ‘મધુકરનો ગુંજારવ’ નામથી કાવ્યસંગ્રહ પ્રગટ કરવાની ઇચ્છા હતી. મણિલાલ એના પ્રકાશનની વિધિમાં સક્રિય હતા, પણ ૧૮૯૮માં એના મુદ્રણનો પ્રારંભ થાય તે પૂર્વે જ મણિલાલનું અવસાન થયું હતું. ત્યાર પછી ‘જટિલ’ એના પ્રકાશનની વિધિમાં સક્રિય હતા. એમણે ‘કલાપી’ને નામે ‘કેકારવ’ નામથી આ કાવ્યસંગ્રહ પ્રગટ કરવાનું સૂચન કર્યું હતું. પણ આ કાવ્યસંગ્રહ પ્રગટ થાય તે પૂર્વે ૧૯૦૦માં કલાપીનું અવસાન થયું હતું અને કલાપીના અવસાનના દસેક માસ પછી ‘જટિલ’નું અવસાન થયું હતું. અંતે ૧૯૦૩માં કાન્તે ‘કેકારવ’નું મરણોત્તર પ્રકાશન કર્યું હતું. ‘કેકારવ’ કાવ્યસંગ્રહનું પ્રકાશન થયું કે તરત જ એ ગુજરાતનાં અનેક શિક્ષિત કુટુંબોનાં ઘરોમાં સ્થાન પામ્યો હતો અને ગુજરાતના અસંખ્ય શિક્ષિત યુવાનોનાં હૃદયમાં વસી ગયો હતો. આ યુવાનોના પ્રેમપત્રોમાં ‘કેકારવ’નાં અનેક કાવ્યોની પંક્તિઓનું અવતરણ થયું હતું. | કલાપીના જીવનકાળમાં એમનો કાવ્યસંગ્રહ પ્રગટ થયો ન હતો. જોકે એમનો કાવ્યસંગ્રહ પ્રગટ કરવાના ત્રણેક પ્રયત્નો થયા હતા. ૧૮૯૨થી કલાપીએ એમનાં કાવ્યો S.T.G. નામે ‘સુદર્શન’ અને ‘ચન્દ્ર’ સામયિકોમાં પ્રગટ કરવાનો આરંભ કર્યો હતો. ૧૮૯૩ના જાન્યુઆરીની ૮મીએ કલાપીને મિત્રો માટે એક લઘુ કાવ્યસંગ્રહ પ્રગટ કરવાની ઇચ્છા હતી. એ માટે એમણે પ્રસ્તાવના પણ લખી હતી. પણ આ લઘુ કાવ્યસંગ્રહ વિશેષ તો નોટબૂક હતો. ૧૮૯૬માં કલાપીને ‘આપ્તજનો’ માટે ‘મધુકર’ને નામે ‘મધુકરનો ગુંજારવ’ નામથી કાવ્યસંગ્રહ પ્રગટ કરવાની ઇચ્છા હતી. મણિલાલ એના પ્રકાશનની વિધિમાં સક્રિય હતા, પણ ૧૮૯૮માં એના મુદ્રણનો પ્રારંભ થાય તે પૂર્વે જ મણિલાલનું અવસાન થયું હતું. ત્યાર પછી ‘જટિલ’ એના પ્રકાશનની વિધિમાં સક્રિય હતા. એમણે ‘કલાપી’ને નામે ‘કેકારવ’ નામથી આ કાવ્યસંગ્રહ પ્રગટ કરવાનું સૂચન કર્યું હતું. પણ આ કાવ્યસંગ્રહ પ્રગટ થાય તે પૂર્વે ૧૯૦૦માં કલાપીનું અવસાન થયું હતું અને કલાપીના અવસાનના દસેક માસ પછી ‘જટિલ’નું અવસાન થયું હતું. અંતે ૧૯૦૩માં કાન્તે ‘કેકારવ’નું મરણોત્તર પ્રકાશન કર્યું હતું. ‘કેકારવ’ કાવ્યસંગ્રહનું પ્રકાશન થયું કે તરત જ એ ગુજરાતનાં અનેક શિક્ષિત કુટુંબોનાં ઘરોમાં સ્થાન પામ્યો હતો અને ગુજરાતના અસંખ્ય શિક્ષિત યુવાનોનાં હૃદયમાં વસી ગયો હતો. આ યુવાનોના પ્રેમપત્રોમાં ‘કેકારવ’નાં અનેક કાવ્યોની પંક્તિઓનું અવતરણ થયું હતું. | ||
પ્રકૃતિનો પ્રેમ, પ્રકૃતિનું સૌંદર્ય – આ હતો કલાપીનો પ્રથમ અનુભવ. ‘કાશ્મીરનો પ્રવાસ’માં ભવ્યસુંદર ગદ્યકાવ્ય સમા કેટલાક પરિચ્છેદમાં તો એ પ્રગટ થયો છે, પણ ‘કેકારવ’નાં કેટલાંક કાવ્યોમાં પણ એ વ્યક્ત થયો છે. | પ્રકૃતિનો પ્રેમ, પ્રકૃતિનું સૌંદર્ય – આ હતો કલાપીનો પ્રથમ અનુભવ. ‘કાશ્મીરનો પ્રવાસ’માં ભવ્યસુંદર ગદ્યકાવ્ય સમા કેટલાક પરિચ્છેદમાં તો એ પ્રગટ થયો છે, પણ ‘કેકારવ’નાં કેટલાંક કાવ્યોમાં પણ એ વ્યક્ત થયો છે.{{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
‘ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં,
ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દિસતી એકે નથી વાદળી.’ | ‘ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં,
ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દિસતી એકે નથી વાદળી.’ | ||
Line 75: | Line 75: | ||
(‘વૈરાગ્ય’) | (‘વૈરાગ્ય’) | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | |||
કલાપી પ્રેમી તરીકે નિષ્ફળ ગયા હતા, રાજવી તરીકે પણ નિષ્ફળ ગયા હતા. કલાપી કવિ તરીકે સંપૂર્ણ સફળ રહ્યા હતા. કલાપીનું જીવન અને કવન એટલે સચ્ચાઈ – નરી સચ્ચાઈ! | કલાપી પ્રેમી તરીકે નિષ્ફળ ગયા હતા, રાજવી તરીકે પણ નિષ્ફળ ગયા હતા. કલાપી કવિ તરીકે સંપૂર્ણ સફળ રહ્યા હતા. કલાપીનું જીવન અને કવન એટલે સચ્ચાઈ – નરી સચ્ચાઈ! | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |