ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રામ મોરી/મહોતું: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Poem2Open}} ‘એ જય સગતમાં મારી બેનીને.’ ડેલીમાંથી કાંગસડીનો અવાજ આવો. કોરે...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''મહોતું'''}}
----
{{Poem2Open}}
{{Poem2Open}}
‘એ જય સગતમાં મારી બેનીને.’ ડેલીમાંથી કાંગસડીનો અવાજ આવો. કોરે બેઠી બેઠી હું ભરત ભરતી’તી. બાજુવાળા બાબરની બાવલીના ભરત ભરાયેલ કળાયેલ ઓશીકા જોઈને મનેય તાન ચડેલું તે દિ’ રાત કોરે બેઠી બેઠી ભરત ભર્યા કરતી. અમાર ડોશીમા તો ખાટલામાં ખુલ્લી આંખે સુતા’તા ને મારી બા વલોણાની ચાપ બંધ કરી એનાં પાંખડે ચોટેલાં માખણનાં ફોદાં લૂછી લૂછીને છાલિયામાં કાંઠે ભેગા કરતી હતી. કાળી બપોરનો તડકો આખી ડેલી ઉપર મન મૂકીને વરસતો હતો. અમારા ચાર રૂમની ઓશરીમાં પંખાનો અવાજ, બા જ્યારે બોઘડામાં હાથ નાખીને છાશ હલાવી હલાવી માખણનાં લોંદા કાઢતી હોય એનો અવાજ અને અમારી ડોશીના એકાદ બે નિહાકા સંભળાય, બીજી કોઈ ચહલપહલ ડેલીમાં નો હોય. ઈ ટાણે કાંગસડીનું ‘જય સગતમાં મારી બેનીને..’ પખવાડિયે બપોર ટાણે સંભળાય. કાંગસડીનો અવાજ આઈવો એટલે મેં બા સામું જોયું, એણે ફટાફટ વલોણું એકબાજુ કરી, એનાં પાંખડાં લૂછીને ટાંકો ખોલીને એમાં બોઘડું મૂક્યું ને કાંસાની તાંસળીમાં છાશ ભરી. ‘આવી ગઈ…? આવું સવ હો.’ એટલું બોલીને છાશની તાંસળી હાથમાં લીધી ને એનાં રાણી કલરના લેરિયાનો છાતી સમાણો ઘૂમટો કાઢીને બા સડસડાટ ડેલીએ પોગી ગઈ. હું દોડીને ઓલીપાની ડેલી બંધ કરી આવી, દર વખતની જેમ જ. બાપુ ગાડી લઈને આવે ત્યારે ડેલી બંધ હોય તો હોર્ન મારે તો ખબર તો પડે ને કે ઈ આઈવા છે તો હટ બાને કીયાવાયને કે ‘બા ફટાફટ ઘરમાં ગયે, મારા બાપુ આઈવા છે.’

Line 93: Line 95:

‘બાપુ, મહોતું તો મારી બાએ ઓઢ્યું છે… લેરિયું પેરીને ઓલી માદીકરી તો ક્યારનીય નીકળી ગ્યું!’

{{Right|''શબ્દસૃષ્ટિ (માર્ચ ૨૦૧૫)''}}
{{Right|શબ્દસૃષ્ટિ (માર્ચ ૨૦૧૫)}}
{{Poem2Close}}
{{Poem2Close}}
18,450

edits

Navigation menu