18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 415: | Line 415: | ||
{{સ-મ|૧૯૪૫}} <br> | {{સ-મ|૧૯૪૫}} <br> | ||
</poem> | |||
== તું હતી સાથમાં == | |||
<poem> | |||
તું હતી સાથમાં! | |||
તું પ્રિયે, રમ્યગાત્રી, | |||
હતી વિજન વનને પથે પૂર્ણિમારાત્રિ, | |||
ને હું અને તું હતાં બે જ યાત્રી, | |||
જતાં હાથ લૈ હાથમાં! | |||
તું હતી સાથમાં! | |||
જાણ્યું ના આપણે બે જણે | |||
એવી તે કઈ ક્ષણે | |||
કોઈ મુગ્ધા સમી મંજરી | |||
ડાળથી મ્લાન થઈ મૂર્છિતા ગઈ ખરી, | |||
એક નિ:શ્વાસ નમણો ભરી | |||
આપણા માર્ગમાં ગઈ સુગંધો ઝરી! | |||
જાણ્યું ના આપણે બે જણે | |||
એવી તે કઈ ક્ષણે | |||
કુંજની કામિની કોકિલા, | |||
કંઠ પર મેલતું કોઈ જાણે શિલા, | |||
એમ ટહુકાર છેલ્લો કરી રોષથી, | |||
ક્યાંક ચાલી ગઈ દૃષ્ટિના દોષથી! | |||
જાણ્યું ના આપણે બે જણે | |||
એવી તે કઈ ક્ષણે | |||
ચન્દ્રીએ ચારુ ને ચંચલ | |||
દૃષ્ટિએ જોઈને દ્વેષથી | |||
આડું ધારી લીધું વૈરના વેષથી | |||
મુખ પરે શ્યામ કો મેઘનું અંચલ! | |||
જાણ્યું ના આપણે બે જણે | |||
એવી તે કઈ ક્ષણે | |||
વાયુની લ્હેર ભાળી ગઈ | |||
આપણા સંગને, | |||
ને પછી આછું આછું અડી અંગને | |||
એવું તે શુંય એ વેર વાળી ગઈ! | |||
મૌનમાં મગ્ન થૈ આપણે બે જણે | |||
એમ ચાલ્યાં કર્યું હાથ લૈ હાથમાં! | |||
જાણ્યું ના એય તે એવી તે કઈ ક્ષણે | |||
વાયુની લ્હેરશું તુંય ચાલી ગઈ, | |||
ને અચાનક મને શૂન્યતા શીય સાલી ગઈ, | |||
એ જ ક્ષણ જાણ્યું કે તું ન’તી સાથમાં! | |||
{{સ-મ|૧૯૪૮}} <br> | |||
</poem> | </poem> |
edits