કિન્નરી ૧૯૫૦: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 534: Line 534:

{{સ-મ|૧૯૪૮}}

{{સ-મ|૧૯૪૮}}

</poem>
== એટલો ર્હેજે દૂર ==
<poem>
:::સાંભળું તારો સૂર,
::સાંવરિયા,  એટલો  ર્હેજે  દૂર!
ગોપી ને ગોપની વચ્ચે સજોડલે
:: ભલે તું રાસ ના ખેલે,
વનને વિજન તું મારે અંબોડલે
:: ભલે  કદંબ  ના  મેલે;
તારી તે મોરલીને સૂર,
સાંવરિયા, મેં તો મેલ્યું છે મારું ઉર!
સૂરની સંગાથ મારાં સમણાંનો સાર
::: ને સઘળો સંસાર મેં તો બાંધ્યો,
એમાં તો મુજને આ જગથીયે પાર
::: રે  એવો  કો  સૂરલોક  લાધ્યો;
હવે જાશે મથુરાપુર?
સાંવરિયા, થાશે તું કંસથીયે ક્રૂર?
{{સ-મ|૧૯૪૮}}

</poem>
== ક્ષણ હસવું, ક્ષણ રડવું ==
<poem>
ક્ષણ હસવું, ક્ષણ રડવું;
પૃથ્વી વિણ ક્યાં જડવું?
સ્વર્ગમહીં નહીં, અહીં સુખદુ:ખે
::: જનમ જનમ રે જીવું;
પાય જગત જે, હસતે મુખે
::: સકલ હોંસથી પીવું,
કંઈ મીઠું, કંઈ કડવું!
સ્વર્ગંગાને ક્યાંય નથી રે
::: જમુનાનો જળઘાટ,
નન્દનવનની માંહ્ય નથી રે
::: મથુરાપુરની વાટ;
વ્રજ વિણ રે સૌ અડવું!
{{સ-મ|૧૯૪૯}}

</poem>
== શીદ કંપે? ==
<poem>
‘આવડું તે શીદ કંપે? રે પોયણી, આવડું તે શીદ કંપે?’
‘તારોયે જીવ ના જંપે! રે ચંપા, તારોયે જીવ ના જંપે!’
‘તું તે શું જાણે પ્રીત, રે ચંપા, તું તે શું જાણે પ્રીત!
ભમરો ગુંજે ગીત, રે ચંપા, ભમરો ગુંજે ગીત!
લળી લળીને લજવે રે, મને લળી લળીને લજવે;
મુખથી દેતો ડંખ રે, આછો મુખથી દેતો ડંખ,
વીંજણે ઢાળે પંખ રે, પાછો વીંજણે ઢાળે પંખ;
વળી વળીને પજવે રે, મને વળી વળીને પજવે!
સુખની સોડમાં સૂએ, રે ચંપા, સુખની સોડમાં સૂએ!
તોય તું શીદને રુએ? રે ચંપા, તોય તું શીદને રુએ?!’
‘તું તે શું જાણે પ્રીત, રે પોયણી, તું તે શું જાણે પ્રીત!
ભમરો ભૂલે ભીંત, રે પોયણી, ભમરો ભૂલે ભીંત!
મારે તે રૂપરંગવાસ રે, અંગમાં મારે તે રૂપરંગવાસ,
સૌની કને ભરમાય રે, ભમરો સૌની કને ભરમાય;
મારી કને શરમાય રે, ભમરો મારી કને શરમાય,
ના’વે રે મારી પાસ રે, રંગમાં ના’વે રે મારી પાસ!
તારી તે સોડમાં સંપે, રે પોયણી, તારી તે સોડમાં સંપે,
તોય તું આવડું કંપે, રે પોયણી, તોય તું આવડું કંપે?!’
{{સ-મ|૧૯૪૭}}

</poem>
== કૂવાને કાંઠડે ==
<poem>
દીઠી કૂવાને કાંઠડે,
::: રે એને કૂવાને કાંઠડે દીઠી!
ઓઢી આછેરી ઓઢણી રાતી,
એની કાંચળીમાં કાયા ન માતી;
કોણ જાણે કોનીયે લગનીમાં લાવણી ગાતી!
કોઈ કેસરિયા છેલના છોગાને સમણે,
ચડતી જુવાની જાણે રંગતમાં રમણે;
::: મેંદીની મ્હેક શી મીઠી,
::: રે એને કૂવાને કાંઠડે દીઠી!
કીકીએ કામણનું કાજળ આંજી,
એની પાંપણ ઢળે છે લાજી લાજી;
એના મુખની મરકથી પૂનમની રાત થાય રાજી!
તાકી તાકીને જુએ કાળ જાણે કહાનજી,
રાધા શી એણે રંગભીને તે વાન જી
::: ચોળી ચંદનની પીઠી;
:: રે એને કૂવાને કાંઠડે દીઠી!
{{સ-મ|૧૯૪૬}}

</poem>
== મન ભલે ના જાણું ==
<poem>
તારું મન ભલે ના જાણું,
અજાણ એવો તોય હું એને મન ભરીને માણું!
દૃગમહીં આતુર ને અનિમિષ રહી જે દીપી,
ઊકલે નહીં ઉરને એવી તેજની તરલ લિપિ,
સ્વરમાં એના ગાઉં છું તોયે નિત હું નવું ગાણું!
પાલવની પછવાડે એવું શું રે તું સંતાડે?
અંતર તો હા પાડે તોયે આવતું કશુંક આડે!
એટલું તો હું તોયે જાણું કે પ્રેમનું છે આ ટાણું!
તારું મન ભલે ના જાણું!
{{સ-મ|૧૯૪૮}}

</poem>
== હો રે લજામણી ==
<poem>
હો  રે હો  રે લજામણી, તારો તે ઘૂમટો મેલ,
હો  રે હો  રે પદમણી, છલકે છો રૂપની હેલ!
રૂપની કો ચન્દની રે તારે તે ઘૂમટે
::: ને ચિત્તનો ચકોર એને ચ્હાય,
જોને, અંતર મારું આંખોમાં ઊમટે
::: ત્યાં વચમાં તું વાદળી ન લાય;
હો  રે  હો  રે લજામણી, આઘી અમાસને ઠેલ,
હોરે  હોરે પદમણી, પૂનમની ચંદની રેલ!
હેતને હિલ્લોળે શું જોબનનું જોર,
::: તારી નૈયા છો નાચતી જાય!
હૈયાં ના હાથ રહે એવો છે તોર,
::: તોય ઝંઝામાં ઝોલાં ખાય;
હો  રે હો  રે લજામણી, સમદરની સંગાથે ખેલ,
હો  રે હો  રે પદમણી, માણી લે મોજાની સ્હેલ!
{{સ-મ|૧૯૪૪}}

</poem>
</poem>
18,450

edits

Navigation menu