કિન્નરી ૧૯૫૦: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 663: Line 663:

{{સ-મ|૧૯૪૪}}

{{સ-મ|૧૯૪૪}}

</poem>
== હળવેથી પગલું મેલ ==
<poem>
પદમણી, હળવેથી પગલું મેલ!
આજ તારું હૈયું છલકે કે હેલ?
::: કિયા ડુંગરની આડે ત્યાં દૂરથી
:::: પ્હેલા પરોઢને પ્હોર,
::: ગમતીલા ગરવા નરવા તે સૂરથી
:::: સુણ્યો મધુરવો મોર?
આજ તારા પગલામાં પ્રગટી ઢેલ!
::: તારી તે પાનીને જોઈ જોઈને
:::: પોયણી શી શરમાય!
::: દિલની દાઝેલીની રોઈ રોઈને
:::: કાયા તે શી કરમાય!
આજ તારી રખે રોળાય રંગરેલ!
::: સૂના સરવરિયે પાણીડે જાતાં
:::: પ્રગટ્યા શું ભવના ભોર?
::: આછેરા વાયરા અંગ અંગ વાતાં
:::: સપનોના સરક્યા દોર?
આજ એમાં નીરખી નાવલિયાની વ્હેલ?
{{સ-મ|૧૯૪૮}}

</poem>
== ઘડૂલિયો ==
<poem>
જોને, તારો ઘડૂલિયો વહી જાય,
::: દૂર એ તો જમુનાના જળમાં લ્હેરાય!
ઘેલી, તું તો ઘાટે રહી જાય,
::: દૂર એ તો જમુનાના જળમાં લ્હેરાય!
પાંપણ ઢળી ન, તોય નીંદરની રમણા;
આ તે શી આષાઢે ફાગણની ભ્રમણા,
કાજળમાં જુએ તું કેસરનાં સમણાં!
::: આષાઢી સાંજ જોને, મેહુલે ઘેરાય!
તારો તે જીવ જડ્યો રૂપાને બેડલે,
માયા મેલીને વહ્યો દૂર એને કેડલે;
નીતરે છો રંગ હવે ચૂંદડીને છેડલે,
::: વેણીનાં ફૂલ છોને વાટે વેરાય!
ઘેલી તું તો ઘાટે રહી જાય,
::: દૂર એ તો જમુનાના જળમાં લ્હેરાય!
જોને તારો ઘડૂલિયો વહી જાય,
::: દૂર એ તો જમુનાના જળમાં લ્હેરાય!
{{સ-મ|૧૯૪૪}}

</poem>
== પાંપણ ફરકી જાય ==
<poem>
જોને, તારી પાંપણ ફરકી જાય!
::: જેમ હવાને એક હિલ્લોળે
:::: કંપે તરુ-પાંદ,
::: આભથી ત્યારે ચંદની ઢોળે
:::: પૂર્ણિમાનો ચાંદ;
એમ જો, તારી કીકીઓમાંથી કિરણ સરકી જાય!
::: વ્હાલપના તવ વેણમાં ગાઈ
:::: રહી છે જેની માયા,
::: નીલમનીલી નેણમાં છાઈ
:::: સિન્દૂર જેની છાયા;
એવું રખે તારું અધસૂતેલું સોણલું સરકી જાય!
છોને તારી પાંપણ ફરકી જાય!
{{સ-મ|૧૯૪૮}}

</poem>
== લટને લ્હેરવું ગમે ==
<poem>
::તારી તે લટને લ્હેરવું ગમે,
::ઘેલા કો હૈયાને ઘેરવું ગમે!
મંદ મંદ વાયુના મનગમતા છંદમાં,
વેણીનાં ફૂલની વ્હેતી સુગંધમાં,
ઠેર ઠેર વ્હાલને વિખેરવું ગમે,
તારી તે લટને લ્હેરવું ગમે!
એનું તે ઘેન કોઈ નેનમાં છવાય છે,
તો ભોળું રે કોઈનું ભીતર ઘવાય છે;
::એ સૌ ઊલટભેર હેરવું ગમે,
::તારી તે લટને લ્હેરવું ગમે!
{{સ-મ|૧૯૪૯}}

</poem>
== ઘૂમે પવન ==
<poem>
આજ ઘેલો ઘેલો તે કંઈ ઘૂમે પવન,
એની લ્હેરમાં લ્હેરાય ગોરી, તારું ગવન!
તારા તે છેડલાને છેડી વહી જાય છે,
ઘૂમરાતો ઘેરમાં તોયે રહી જાય છે;
ધીરેથી કાનમાં આવી કહી જાય છે
તારા તે કાળજાનું શુંયે કવન!
આખુંયે અંગ તારું અદકું હેરાય છે,
મારી આંખોનું અજવાળું એમાં ઘેરાય છે;
ચંદા ને સૂરજનું નૂર જે વેરાય છે,
એમાં અંજાય મારા મનનું ભવન!
{{સ-મ|૧૯૪૮}}

</poem>
== વેણ બોલે તો ==
<poem>
વેણ બોલે તો  –
ભરવસંતે કોયલની જેમ ટહુકો મેલી
::: તું બોલજે રે!
શીદને પછી જગની કુંજે
::: ઢૂંઢવી મારે મંજરીમોરતી ડાળે,
છૂપી છૂપી પલ્લવપુંજે
::: કૂજતી કોઈ કોયલને રસમાળે?
નેણ ખોલે તો  –
અમાસરાતે તારલાની જેમ તેજ રેલી
::: તું ખોલજે રે!
શીદને પછી નભની શેરી
::: ઢૂંઢવી મારે પ્રાણ પસારી પાંખો,
તારલાને તેજ, અંધારઘેરી
::: મેઘલી રાતે, આંજવાને મુજ આંખો?
{{સ-મ|૧૯૪૭}}

</poem>
== તવ નામ ==
<poem>
::::નિરંતર અંતરમાં તવ નામ,
જાઉં નહીં અવ સ્વર્ગધામ ને ગાઉં નહીં અવ સામ!
એને તાલ તરંગિત ડોલે સ્વર્ગગંગાનાં પાણી,
એને સ્વર પડઘાતી બોલે વેદઋચાની વાણી;
અવર હવે એકે અક્ષરનું મારે તે નહીં કામ!
દૂર થકી તું દૂર હશે વા પાસ થકીયે પાસે,
પણ એનું બસ રટણ થશે મુજ અંતિમ શ્વાસોચ્છ્વાસે;
એ અમૃત પર મૃત્યુ મ્હોશે, રાધાશું ઘનશ્યામ!
{{સ-મ|૧૯૪૭}}

</poem>
</poem>
18,450

edits

Navigation menu