કિન્નરી ૧૯૫૦: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 842: Line 842:

{{સ-મ|૧૯૪૭}}

{{સ-મ|૧૯૪૭}}

</poem>
== પૂનમને ક્હેજો ==
<poem>
પૂનમને ક્હેજો કે પાછી ના જાય,
ઊગી ઊગીને આમ આછી ના થાય!
આંખોનાં અજવાળાં ઘેરીને ઘૂમટે
::: ઝૂકેલી બીજને ઝરૂખડે,
ઉઘાડે છોગ આજ છલકંતા ઊમટે
::: રૂપના અંબાર એને મુખડે,
સોળે કળાએ એની પ્રગટી છે કાય!
પૂનમને ક્હેજો કે પાછી ના જાય!
માને ના એક મારી આટલી શી વાતને
::: તોય ભલે, આજે તો નીતરે!
આવતી અમાસની અંધારી રાતને
::: ચંદનથી ચારકોર ચીતરે,
આંખડીને એવાં અજવાળિયાં પાય;
ઊગી ઊગીને ભલે આછી તો થાય,
પૂનમને ક્હેજો કે પાછી છો જાય!
{{સ-મ|૧૯૪૮}}

</poem>
== પૂનમ રાતની વેળા ==
<poem>
તે દી પૂનમ રાતની વેળા,
આપણે ભેળાં, પ્રીતશું બબ્બે પાવા બજાવી,
:::: સારી સીમ ગજાવી!
::: ચંદન શી મધુચંદની ઝરી
:::: આભને તે ચાર આરે,
::: જુગ ગયો જાણે પલમાં સરી
:::: આપણા સૂરની ધારે;
તે દી અધરે અધર રસી,
હેતમાં હસી, તેં ચંદાની આંખ શી લજાવી!
::: આજ અમાસને એકલપથે
:::: ક્યાંય કળાય ન દિશા,
::: આજ ગાવા મુજ મન મથે,
:::: રે મૌનથી વ્યાકુલ નિશા;
તે દી તો બે મનના મેળા,
આજુની વેળા, મેં તો એના સ્મરણે સજાવી!
{{સ-મ|૧૯૪૭}}

</poem>
== કોને કાજ? ==
<poem>
:::સવાર ને સાંજ,
ભૂલી ભૂલી ભમું કોને કાજ?
ઉષાને ઉંબર જેનો ઊડે છે ગુલાલ,
સંધ્યાને સમીર જેનું વહી જતું વ્હાલ,
::જાણું નહીં એવું કોઈ –
::આવશે કે આવશે ન આજ?
આજ અને કાલ મહીં દિન વહી જાય,
હવે તો આ જીવમાંયે જીવ નહીં માય;
ઘેલી ઘેલી રાહ જોઈ –
રહું, મેલી ભય, મેલી લાજ!
{{સ-મ|૧૯૪૯}}

</poem>
== સ્મૃતિ ==
<poem>
સખી, તવ સ્નેહની રે સ્મૃતિ,
આયુષ્યનાં એકાંતોની એ તો અલંકૃતિ!
વિજનમાં ગુંજતું જ્યાં વિહંગનું ગાન,
સૂર થકી મ્હેકી ઊઠે સારુંયે વેરાન;
સૂરે સૂરે સુણી રહું તવ કલશ્રુતિ!
અંધકારે અઘોર શી અમાસની રેણ,
ટમટમટમ ત્યારે તારલાને નેણ
નિરંતર ન્યાળું તવ અંતરની ધૃતિ!
{{સ-મ|૧૯૫૦}}

</poem>
== બે પછીના બપ્પોરે ==
<poem>
બે પછીના બપ્પોરે,
‘આવીશ’ કહી, પ્રિય, આવી નહીં
તું જોવનાઈને જોરે!
બે પછીના બપ્પોરે!
બે પછીના બપ્પોરે,
પળપળ જે આ કાળ જતો વહી,
એને કહ્યું મેં  : ‘થંભી જા અહીં!’
ના બંધાયો દોરે!
બે પછીના બપ્પોરે!
બે પછીના બપ્પોરે,
પગરવ સુણીને જોયું મેં જહીં,
હવા હલેતી લહરાતી લહી,
કોડભરી કલશોરે!
બે પછીના બપ્પોરે!
બે પછીના બપ્પોરે,
મુજ હૃદયેથી લાલી ગ્રહી ગ્રહી,
રંગ ફૂટ્યા અંતે શું રહી રહી,
ત્યાં સંધ્યાની કોરે!
બે પછીના બપ્પોરે!
{{સ-મ|૧૯૪૯}}

</poem>
== બોલો! ==
<poem>
બોલો!
સખે, કુંઠિત કંઠ ખોલો!
અરધે અધૂરું
મેલ્યું, હવે શું કરશો ન પૂરું?
શું શબ્દથી મૌન વિશેષ તોલો?
સ્વરહીરદોરે,
હિંડોલિયો સ્હેજ પ્રભાતપ્હોરે
એ સ્તબ્ધ હાવાં હિયનો હિંડોલો!
એ ગીતગોપી
રાસે રમાડો, વ્રજકુંજ લોપી
આ કૃષ્ણશો કાળ જતો અમોલો!
{{સ-મ|૧૯૫૦}}

</poem>
== મનમૂગાની પ્રીત ==
<poem>
મારી મનમૂગાની પ્રીત,
એને ક્્હેવી તે કઈ રીત?
લાગણીએ લખવાર ઠેલી રે
::: ભીતરની સૌ ભાંગીતૂટી વાણ,
લજ્જાએ પણ લાજ મેલી રે,
::: અબોલ તોયે અધર, જાણે પ્હાણ!
ગવાયું એકેય રે ના ગીત!
છવાયું મૌન મારે ચિત્ત!
ઝરણની મેં જોઈ છે લીલા,
::: કાલાઘેલા બોલથી માગે માગ;
વચમાં આડી જો આવતી શિલા,
::: તો ઘૂંટાય ઘેરો મધુર એનો રાગ;
જોઈ જોઈને એની જીત,
ફરી ના ફરકે મારું સ્મિત!
{{સ-મ|૧૯૪૭}}

</poem>
== સોહાગીરાજ! ==
<poem>
મ્હોરી આંબલિયાની ડાળે,
::: એ મંજરી લાવો, સોહાગીરાજ!
સૂના સરવરિયાની પાળે,
::: એ મંજરી લાવો, સોહાગીરાજ!
પૂનમની ચંદનીને અજવાળે ચમકે,
વાસંતી વાયરાને તાલેતાલ ઠમકે,
છૂપી છૂપી કોકિલની વાતોમાં મલકે;
ફોરી જે ફાગણની ફાળે,
::: એ મંજરી લાવો, સોહાગીરાજ!
મોરી આંબલિયાની ડાળે,
::: એ મંજરી લાવો, સોહાગીરાજ!
પોપચાની પછવાડે નીંદરતી નેણમાં,
કે ઉરને ઉચાટ કોઈ કરગરતા કે’ણમાં,
મ્હેક મ્હેક મ્હેકી જે વ્હાલપના વેણમાં,
મોરી જે અંતરની ડાળે,
::: એ મંજરી લાવો, સોહાગીરાજ!
સૂના સરવરિયાની પાળે,
::: એ મંજરી લાવો, સોહાગીરાજ!
{{સ-મ|૧૯૪૩}}

</poem>
== જે કંઈ હસતું ==
<poem>
જે કંઈ હસતું આ મુજ મનમાં,
એ જઈ વસતું રે વનવનમાં!
::: પ્રીતિનો પંચમ જઈ ઝૂલે
:::: કોકિલાને માળે,
::: લજ્જાની લાલપ જઈ ખૂલે
:::: કેસૂડાંની ડાળે;
ને ર્હેતી સૌરભ મુગ્ધસ્વપનમાં
એ વ્હેતી જઈ મલયપવનમાં!
::: પ્રિય હે, વિલસો વસંતહાસે,
:::: અશ્રુજલ રે લૂછો!
::: જાઓ, જરી એ સૌની પાસે,
:::: ક્હેશે જઈને પૂછો
કે જે હસતું રે પ્રિયજનમાં
એ સૌ વસતું શું ન કવનમાં?
{{સ-મ|૧૯૪૯}}

</poem>
</poem>
18,450

edits

Navigation menu