કિન્નરી ૧૯૫૦: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 1,036: Line 1,036:

{{સ-મ|૧૯૪૯}}

{{સ-મ|૧૯૪૯}}

</poem>
== વસંતરંગ ==
<poem>
વસંતરંગ લાગ્યો!
કુંજ કુંજ પલ્લવને પુંજ પ્રાણ જાગ્યો!
ડાળેડાળ કળીઓ શું જોબનમાં ઝોલતી,
આંબાની મોરેલી મંજરીઓ ડોલતી,
કોયલ શી અંતરની આરતને ખોલતી!
વાયરાની વેણુમાં મત્ત રાગ વાગ્યો!
પગની પાનીએ રંગ મેંદીનો રેલતી,
કાને કેસૂડાંનાં કુંડળ બે મેલતી,
કુંજમાં અકેલ કોણ ફાગનૃત્ય ખેલતી?
મેં કોના તે રાગમાં વિરાગયાગ ત્યાગ્યો?
વસંતરંગ લાગ્યો!
{{સ-મ|૧૯૪૭}}

</poem>
== વસંતવેણુ ==
<poem>
આજ વસંતવેણુ વાઈ રહી,
મારે ઉર ઉદાસી છાઈ રહી!
પલાશપિયુના નવપરિચયમાં,
મલયલહર શી મંજુલ લયમાં
લલિત રાગિણી ગાઈ રહી;
મારે ઉર ઉદાસી છાઈ રહી!
ગુનગુન ધૂનમાં અલિદલ ગુંજે,
કલિકલિ એને કાનનકુંજે
અમ્રિત રસ જ્યાં પાઈ રહી;
મારે ઉર ઉદાસી છાઈ રહી!
{{સ-મ|૧૯૪૩}}

</poem>
== વસંત ગૈ રે વીતી ==
<poem>
વસંત ગૈ રે વીતી!
ક્યાં છે કોકિલની કલગીતિ?
::: હિમાદ્રિને હિમહિંડોલે
:::: મલયપવન જૈ પોઢ્યો;
::: ડાલડાલ રે અવ નહીં ડોલે,
:::: અગનઅંચળો ઓઢ્યો;
ક્યાં છે પલાશની ફૂલપ્રીતિ?
::: ઊડે અબીલગુલાલ નહીં,
:::: નહીં રંગરંગની ઝારી;
::: નભની નીલનિકુંજ મહીં
:::: રે નહીં કેસરની ક્યારી;
રે અવ ધૂળે ધૂસર ક્ષિતિ!
{{સ-મ|૧૯૫૦}}

</poem>
== આષાઢ આયો ==
<poem>
:::રે આજ આષાઢ આયો,
મેં નેણનાં નીરમાં મનનો તે માઢ ગાયો!
::: દૂરને દખ્ખણ મીટ માંડીને
:::: મોરલે નાંખી ટ્હેલ,
::: વાદળી સાગરસેજ છાંડીને
:::: વરસી હેતની હેલ;
એમાં મનભરીને મતવાલો મોર ન્હાયો!
::: મેઘવીણાને કોમલ તારે
:::: મેલ્યાં વીજલ નૂર,
::: મેહુલાએ ત્યાં જલની ધારે
:::: રેલ્યા મલ્હારસૂર;
એથી ધરતીને અંગ રંગઉમંગ ન માયો!
::: જનમાં મનમાં આષાઢ મ્હાલ્યો,
:::: સંસાર મ્હાલ્યો સંગ,
::: અલકાથી હું દૂર, તે સાલ્યો
:::: મને, ન લાગ્યો રંગ;
એ સૌને ભાયો ને શીતલ છાંયશો છાયો!
::: આપણે રે પ્રિય, સામસામે તીર,
:::: ક્યારે ય નહીં મિલાપ;
::: ગાશે જીવનજમુનાનાં નીર
:::: વિરહનો જ વિલાપ?
રે આયો આષાઢ ને વાયરે તોયે વૈશાખ વાયો!
બિરહમાં બાઢ લાયો!
રે આજ આષાઢ આયો!
{{સ-મ|૧૯૪૭}}

</poem>
</poem>
18,450

edits

Navigation menu