કિન્નરી ૧૯૫૦: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 1,234: Line 1,234:

{{સ-મ|૧૯૪૯}}

{{સ-મ|૧૯૪૯}}

</poem>
== સાંજની વેળાનો વાગે સૂર ==
<poem>
:::::સાંજની વેળાનો વાગે સૂર,
આથમણું આભ જાણે ઉઘાડે છે ઉર!
સિન્દૂરિયા રંગની તે લાગણી લ્હેરાય,
સૂરની સુગંધ જાણે વાયરે વેરાય,
વિહંગને તાલે ગેબ ગુંજતું ઘેરાય,
સૂની સૂની સીમાઓનાં નાચે છે નૂપુર!
જુગની જુદાઈ જોતજોતાં ગળી જાય,
જેની રે સંગાથે મારી છાયા ભળી જાય,
આભમાંથી એવો અંધકાર ઢળી જાય,
કોનો તે આ પડછાયો દૂર રે ઓ દૂર?
:::::સાંજની વેળાનો વાગે સૂર!
{{સ-મ|૧૯૪૯}}

</poem>
== કહું? ==
<poem>
:::::કહું? કહું તો લાજું!
એક નદીનાં વ્હેણ વહે બે બાજુ!
::: એક ચહે પોતામય થાવું
:::: પાછા જૈ ગિરિગાગરમાં,
::: એક કહે અંતે લય થાવું
:::: આગળ જૈ દૂર સાગરમાં;
અને ન આડી આવે એને પાજું!
::: ગંગાજમુના સઘળી દીઠી,
:::: નદીઓ લાખ હજાર સહી;
::: એક નદી આ નવલી દીઠી,
:::: પામું જેનો પાર નહીં!
પ્રીતે એની પાગલ રીત પર રાજું!
{{સ-મ|૧૯૪૯}}

</poem>
== મૂંગી મૂરતી ==
<poem>
ઓ મૂંગી મૂરતી રે!
:::: તારે બારણે હો  જી,
:: જો, વાણી ઝૂરતી રે
:::: તારે કારણે હો  જી.
રૂપની શોભા ને શણગાર મેલી
:: હું તો અંતરની આરતને લાવી રે!
ઘેરો તે ઘૂમટો તાણીને ઘેલી
:: હું તો ઝાંખીની ઝંખનાએ આવી રે!
તારાં નેણ ખોલ, તું ખોલ રે!
તારાં વેણ બોલ, તું બોલ રે!
તારાં નેણમાં તે નૂરની જે હેલી
:: મારે પ્યાસી સૌ પ્રાણને એ પાવી રે!
તારાં વેણમાં જે કલ્પનાની કેલિ
:: મારે સરગમના સૂરમાં એ ગાવી રે!
:: જો, વાણી ઝૂરતી રે
:::: તારે કારણે હો  જી,
:: ઓ મૂંગી મૂરતી રે!
:::: તારે બારણે હો  જી.
{{સ-મ|૧૯૪૩}}

</poem>
</poem>
18,450

edits

Navigation menu